Rabid dogs books and stories free download online pdf in Gujarati

હડકાયાં કૂતરા

સમાજ એમ કહે છે કે સ્ત્રી પુરુષ સમોવડી અરે એનાથીય ચડિયાતી છે.પણ વાસ્તવ માં એવું નથી .કહેવા પૂરતું તો કહી નાખે છે પણ શું એ વાસ્તવિકતા રૂપે મન અને મગજ માં એક પુરુષ સ્ત્રીને પોતાનાથી ચડિયાતી માની શકે ખરા ?

ભલે આજના યુગની નારી ઘરની સાથે ઓફિસ સંભાળતી હોય પરંતુ ઘણીવાર આ સમાજમાં જ રહેલા હડકાયાં કૂતરા જેવા લોકોના શોષણ અને ગેરવર્તન નો ભય હજીય એને રહે છે .આ ભય અંદરથી એને ભાંગી નાખે છે. પોતાની આ મનોદશા નથી તો કોઈને કહી શકતી અને અંદર ને અંદર મનના કોઈક ખૂણે એ ભય એને રાફડામાં પડેલાં કાળોતરા ની માફક ડંખે છે .આવી જ એક સત્ય ઘટના મેં મારી આ રચના 'હડકાયા કૂતરાં' માં વ્યક્ત કરી છે . '
આ રચના સાહિત્ય જગતમાં મારું પહેલું પગથિયું છે . આશા છે તમે એને આવકારશો .🙏




"મારાં પીટ્યા!!!
હડકાયા થ્યા છે.....'!!
ખાવાનું ભાળ્યું નથી ને ,રોયા ઝાવું મારવા ઊભા જ હોય ... કોણ જાણે ક્યાંથી મરે છે ?
બસ આખો દી' ફાફા મારવા ને ઝાવા મારવા સિવાય કાઈ સૂઝતું નથી . રોટલો હોય કે ઓટલો બસ જ્યારે જુવો ત્યારે ત્યાં જ ગુડાયા હોય .

વાલીમાં ના શબ્દો સાંભળતાં જ અતીતના
સ્મરણો નજર સામે ફરી વળ્યાં.હોળીનો તહેવાર નજીક આવતો હતો.અને એમાંય દક્ષિણ ગુજરાત માં હોળીનો માહોલ કંઇક અલગ જ હોય છે. રજાઓ પડવાની હતી એટલે પ્રાચી પણ ઘરે જવાના આનંદ માં હતી . હોળીનો તહેવાર મનાવવા માટે રજાઓ પણ પૂરતી હતી એટલે ફરવાનો પ્લાન થઈ ગયો હતો .સરસ મજાનો માહોલ અને ધુળેટી ની મજા માણી ને ત્રણ દિવસ પછી પ્રાચી ફરી ઓફિસ આવા નીકળી હતી. .હોળી ની રાજાઓ આજે જ પુર્ણ થઇ હતી.એટલે સવારની બસ પકડી ને એ પોતાના રૂમ પર પહોંચી જાય છે. પ્રાચીની જોબ એના ઘરથી ખૂબ જ દૂર હોવાથી તે એક રૂમ રાખીને રહે છે.

હોળીની રજાના દિવસો પછી રજા પૂર્ણ કરી ફરી પોતાના ઓફિસ જતી પ્રાચી હંમેશની જેમ પોતાની મસ્તીમાં ખુશ હતી .આજે તો ટિફિન માં પણ સરસ મજાનું ખાવાનુ પેક કર્યું હતું .ઘરેથી મમ્મીએ બનાવેલો નાસ્તો પણ સ્ટાફ માટે એણે પેક કરી લીધો .પ્રાચી એક નિખાલસ અને ભોળા સ્વભાવની છોકરી હતી .સ્ટાફના દરેક માટે એ હંમેશા માન અને મર્યાદામાં જ રહેતી. બધા સાથે જ એ સારી રીતે રહેતી. ક્યારેય અછાજતું વર્તન એના સ્વભાવમાં ના હતું . સ્ટાફના ના બધા મિત્રો એક સાથી મિત્ર ની ગાડીમાં ઓફિસ જતા.પ્રાચી પણ એ લોકો સાથે જ ઓફિસ જતી .
એ દિવસ રંગપંચમી નો હતો. રોજની જેમ સમયે ઑફિસ જવા નીકળેલી પ્રાચી આજે એવી ઘટના નો શિકાર બનશે કે એનું અસ્તિત્વ પણ ધ્રુજી જશે. એવું એને પણ ક્યાં ધાર્યું 'તું?
હોળીના તહેવાર ના લીધે સાથીમિત્રો બધા જ કુટુંબની સાથે સમય વિતાવવા રજા મુકીને ઘરે હતા એટલે કોઈ આવ્યા નહોતા .આજે ગાડીમાં પ્રાચી અને વયસ્ક સહકર્મચારી બે જ હતા.ઓફિસ જતાં હતાં ત્યાં જ અચાનક રસ્તે ઘેરૈયાઓ ગાડી ને ઘેરી અને ફાગ માંગવા લાગ્યા. આ બાજુ પોતાની મસ્તીમાં પ્રાચી તો પોતાના પ્રિયપાત્ર સાથે SMS માં વાતો કરવામાં લીન હતી. પ્રિય પાત્ર ના સહજ રંગોમાં ખોવાયેલી ,અચાનક જ તેના શરીરને અજાણ્યો રાક્ષસી સ્પર્શ જકડી રહ્યો. એના પગ નીચે થી જમીન ખસી ગઈ.અજાણ્યો સ્પર્શ થતાં જ એ સ્તબ્ધ બની રહી . રંગપંચમીના રંગોની દુનિયા અચાનક એના મનોજગત પર જાણે રૂપ બદલીને ફક્ત કાળો રંગ લઈ બેઠા. વયસ્ક સહકર્મચારી કે જેમને એ પિતા સમાન માન આપતી હતી તેમના એવા વર્તન થી તેને આંખે અંધારા આવી ગયા. ત્યાં જ અચાનક .....

" હઈડ...... હટ્ટ....
આઘો..મર...."
શબ્દો ના અવાજ થી એ ભૂતકાળમાંથી ભાનમાં આવી. જોયું તો સામે વાલીમા રોટલીના ટુકડા માટે ઝાંવા મારતા હડકાયા બનેલા કૂતરાઓને થગેડતા હતા.

બીજા રસપ્રદ વિકલ્પો