સુવિધાથી ઊભી થયેલી અસુવિધા Heena દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુવિધાથી ઊભી થયેલી અસુવિધા








આજે થયેલી એક ઘટના ,
લાઈટ ગઈ ને થઈ આ રચના.
આશા છે તમને જરૂર ગમશે જાણવું ,
સુવિધાઓ થી ઉભી થયેલી અસુવિધાઓ ની આ કથના.






ચાલો આજે તમને એવા સફર પર લઈ જાવ જ્યાં હું કાલે જઈને આવી .જ્યાં તમને પણ એવી મોજ કરાવું જે મે કરી .
વેકેશન પૂરું થવાની તૈયારી છે તો થયું ચાલો ક્યાંક તો જઈ આવીએ.લગ્ન ને ,બેસણા, ક્યાંક ક્યાંક વળી સગાઈ બસ આજ કર્યું તો થયું કે હવે આ રજાઓ ને આપણા પોતાના માટે પણ એક દિવસ તો કાઢીએ જીવવા . આમ વિચારીને અમે તો એક સરસ મજાનો પ્લાન બનાવ્યો.
આખું વેકેશન રાજકોટ ની ગરમી વેઠી તો હવે ટાઢક મેળવવાની લાય માં સરસ મજાનું એક હિલ સ્ટેશન પસંદ કર્યું. જવાની ખુશીનો તો પાર જ નહિ.આમતો વેકેશન ની રજાઓ માં ક્યાંક ને ક્યાંક પ્લાન હોય જ.તોય આ પ્લાન જાણે કે પહેલીવાર જિંદગીમાં ફરવા મળવાનું હોય એમ હરખાય રહ્યા .મસ્તી ને મોજ ના વિચારોમાં ખોવાય ને તો જાણે કે સ્વર્ગ મળ્યાનો આનંદ અનુભવાતો હતો.
એક સરસ મજાનું રિસોર્ટ બુક કરાવ્યું ને જાણે કે લુખ્ખેશ ને ખજાનો મળ્યાનો આનંદ પ્રાપ્ત થાય એવો જ એહસાસ હું માણી રહી .એવા એવા સપના મે સજાવ્યા જાણે કે નવી નવી સગાઈ કરીને એક કન્યા ને સાસરે જવાનો આનંદ થતો હોય .પણ જેમ ત્યાં ગયા પછી જ સમજાય કે હકીકત શું છે ?બસ એવોજ કઈક હાલ મારો થયો .
ફટાફટ સમાન ભરીને રાતે જ ખુશ માં ને ખુશ માં સૂતા કે કાલે સવારે તો જવાનું છે .વહેલા ઉઠવા માટે alarm પણ મૂકી દીધું .બધાને સમય સર ઉઠવાની સૂચનાઓ મળી ગઈ .ને એક સુંદર સપના જોવાની ઈચ્છા માં બધા સૂઈ ગયા .સવારે વહેલી પરોઢે અમે ઉઠ્યા . લગ્ન માં વરરાજા ની ફઈ જેમ હરખાય રહે એમ મારી બેન તો એવી હરખપદુડી હતી કે વાત જ ના પૂછો.ચા નાસ્તો કરીને અમે નીકળ્યા અમારા પ્રવાસે .
ગ્રીષ્મ ની સવાર એટલે પૂછવું જ ના રહ્યું. બધા તૈયાર થઈને બેસી ગયા ગાડીમાં અને અમારી ગાડી નીકળી પુર ઝડપે .બધા ના મુખ પર ચંદ્રની લાલિમા સમ ખુશી દેખાય રહી હતી. બાળકો અને મોટા બધાજ ખુશ માં હતા. પણ જેમ ભરતી પછી ઓટ અને ઓટ પછી જુવાળ .ખુશી ધીમે ધીમે ઓછી થતી ચાલી. એક પછી એક એવા તો પ્રસંગો બન્યા કે બધાના મૂળની ભાજી થઈ ગઈ. ખુશ માં રહેવા ના પ્રયાસો માં તો અમે ગીતો ચાલુ કર્યા. ઘડીક મસ્તીભરી વાતો કરી ને એમ કરતાં કરતાં અમારા dreamland માં આવી પહોંચ્યા. હવે આવી તો ગયા પણ ખરી મજા ને ખરો ખેલ તો હવે ચાલુ થશે એવી ક્યાં ખબર હતી?.
અમે પહોંચ્યા ને receptionist કહે કે ,sorry ahiya light no problem rahese.
એની જાતને આતો મોટી રોન નીકળી .બધાના મુડ નો બેન્ડ વાગી ગયો.કાળજાળ ગરમી માં ઠંડક મેળવવા તો આવ્યા હતા ને ત્યાં એજ નહિ મળી .લાઈટ ની problem હોવાના કારણે A.C. ચાલુ કરવાનો તો કોઈ સવાલ જ નહોતો. એટલે આખી બપોર અમે અકળાય ઉઠ્યા .બહેન ને જીજાજી જાણે બંને વચ્ચે શિત વૉર ચાલુ હતી એમ ઘુરકાતા હતા એકબીજાને .
મે કીધુ બેન હવે જે છે એની મજા લેને .શું કામ બિચારા જીજાજી ના મૂળની પણ પથારી ફેરવે છે. તો બહેન જરાક શાંત પડયા.
આખી બપોર અમે આમ કુકર માં બટાકા બફાય એમ બફાયા.સાંજ પડતાં જરાક રાહત થવા લાગી. પછી અમે બધાએ ખૂબ મજા કરી. SWIMMING ,CRICKET ,ADVANTURE.ETC.
એવી તો મજા કરી કે બપોરની ગરમી નો ઉકળાટ સાંજ ની શિતળતાએ દૂર કર્યો. ખુશ થઈ ને અમે એ સાંજે ખૂબ એન્જોય કર્યું . હરખ માં ને હરખ માં એવા તો થાક્યા કે વાત ન પૂછો. પછી બેઠા ખાટલામાં .આખા વર્ષના કામ અને નોકરી ના થાક ને અમે એક દિવસ માં ઉતારીને ફરી CLEAR THAVA AVYA HATA . પણ અહીંયા તો જાણે અમે હાથે કરીને હથોડા માર્યા તા મગજ માં.
મુસીબતો મહેમાન જેવી છે. ના આવે તો સુખ પણ આવે તો જાણે કે અણધારી ને ઉપરાઉપરી આવે.
બન્યું એવું કે જમીને બધા સરસ મૂડમાં હતા. બાળકોને સુવડાવી ને પછી સરસ મજાની મોટાની પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું. પણ જેવા બાળકોને સુવડાવ્યા કે લાઈટ જતી રહી.બધાના મોઢા ઓલા કરમાયેલા ગુલાબ ના ફૂલ ની માફક કરમાય ગયા. હવે કરવું શું. ?
Resort પણ નવો અને કામ કરવાવાળા પણ. એમને એજ ના સમજ પડી કે જનરેટર કઇ રીતે ચાલુ કરવુ. કલાક બે કલાક ત્રણ કલાક રાહ જોઈ અને અથાગ પ્રયત્નો કરવા છતાં લાઈટ આવી નહિ. બાલ્કની માંથી બહાર ને બહાર થી રૂમ માં આંટા માર્યા .
અનાયાસે પણ બહાર ના અંધકાર માં આકાશમાં અને ઝાડ પર ચાંદની નેય શરમાવે એવા જુગનું જોયાનો આનંદ મળ્યો. શું એની સુંદરતા ! એમ થયું કે જો આ વીજળી ની આદત જ ના હોય તો પ્રકૃતિ ને મન ભરીને જીવી શકાયું હોત! ખોટા વીજળી અને પ્રકાશ ની મોહજાળમાં આપણે પ્રકૃતિની ઉજાસ અને સુંદરતા ને માણવામાં અને જાણવામાં પાછા પડી ગયા છે.
વર્ષો પહેલાં જ્યારે આ વીજળીની શોધ નહિ થઈ હોય તો શું આમ લોકો અકળાઈ ઉઠતા હશે ?કે પ્રકૃતિની શીતળતા માં અને નીરવ શાંતિ માં સુખ અનુભવતા હશે ? કુદરત ની આવી ઘણી બધી મોહકતા ને આપણે હાલ ભૂલી ગયા છે. .
આપણે એક મિનિટ કૃત્રિમ સુવિધાઓ વગર ના ચલાવી શકીએ ? એ સુવિધાઓ જ્યારે ના મળે ત્યારે માનવી જે અસુવિધાઓ નો અનુભવ કરે છે એ જોતાં તો એમ લાગે કે આ બધી સુવિધાઓ માંથી જ ઊભી થયેલી ક્યાંક ને ક્યાંક આ બધી અસુવિધાઓ છે જે માનવ જીવન ને એક યંત્ર બનાવી મૂક્યું છે.
માનવી પ્રકૃતિ થી વિમુખ ને દુર જવાનું કારણ આ વધારે પડતી સુવિધાઓ નો જ ખેલ છે. પણ તમે કે હું શું કરીએ.ડગલે ને પગલે આ સુવિધાઓ આપણી સાથે ક્યાંક ને ક્યાંક અભિન્ન રીતે જોડાય ચુકી છે. પણ હું એ જ કહીશ કે ભલે ગમે એવા આકાશ ને આંબ્યું હોય તમે પણ ધરતી ની મહેક ને ના વિસારે પડતાં. !પ્રગતિ આકાશ ને આંબવા જેવું છે. અને પ્રકૃતિ એ આપણી ધરતી છે. તો આકાશ ને ધરતી બેવ ક્યાંક ને ક્યાંક જોડાયેલ છે એમ પ્રગતિ ને પ્રકૃતિ ના મિલન ને પણ સમજી શકો એવી આપ સહુને શુભેચ્છા 🙏
જેમ અમારો પ્રવાસ અમારા માટે યાદગાર રહ્યો એમ તમને પણ ક્યારેક તો એવું વીત્યું જ હશે. 😊,😜👍