૧. રહસ્યમય માણસ....
રહસ્યમય માણસ છું, હું ગાન્ડોતુર દરિયો છું.
ક્યારેક વહેતા પાણી સમું, તો ક્યારેક બંધીયાર અપવાદ છું!
લખું ત્યારે ગઝલી અને બોલું ત્યારે કટાક્ષ છું,
ખુદની માલિકીનો હું ખુદ! કોઈનો મોહતાજ ના, એ માણસ છું!
મસ્ત મૌલા માણસ છું, શબ્દોથી ઘાયલ માણસ છું,
ક્યારેય કોઈના સકંજામાં ન આવું, હું એ શાતિર માણસ છું!
વિચારોમાં એવો ડૂબેલો બેફામ,હું અંતરમનથી લોહીલુહાણ માણસ છું!
અપરંપાર દયા ભરેલો પણ ! દુશ્મનાવટમાં હું ખુદથી વંઠેલો માણસ છું.
રહસ્યો મારા મારી સુધી જ, પણ! ગઝલમાં ઠાલવવામાં માહિર માણસ છું.
આવી અનમોલ ચાવીરૂપ જિંદગીમાં,ન જાણે કેટલાય તાળાઓથી ઘેરાયેલ માણસ છું!
બીજાની સમસ્યા સુલ્જાવું પણ, મારા ખુદની ? નાકામયાબ માણસ છું,
ઝેરના ઘુંટડા તો સરળ છે પીવા, હું તો ધારદાર તલવાર પર ચાલું એ માણસ છું.
૨. વફાઇમાં ક્યાક કોરા....
લક ની વાત નથી,
લખણના એ પૂરા છે!
કોને કહું? અને શું કહું?
કેવા બદનૂર એના ઓરા છે!
અશ્ક અને ઇશ્ક હો જાણે,
એકમેકથી બહુ પૂરા છે!
અચાનકથી પ્રગટે એવા,
તીક્ષ્ણ એના છુરા છે!
પ્રેમ અને મન વચ્ચે,
સ્વાદ એના તુરા છે!
લાગણીઓની લેણ-દેણમાં,
દાનતના એ ખોરા છે!
શક -પ્રતિશત કહું જો હું,
વફાઇમા એ ક્યાંક તો કોરા છે!
૩. ગઝલ સાથે સગપણ....
ગઝલ સાથે સગપણ એવા,
જન્મજાત હો જોડાણ એમ !
રદીફ અને કાફિયાના મેળાપ વચ્ચે,
રેળાતા ગઝલના હો બીડાણ જેમ !
લાગણીઓને પ્રદર્શિત કરી શકે જે,
કાગળ-પેનનું હો લખાણ એમ !
કોઈનો કાંઈ જ અવરોધ નથી,
દિલનો ઈલાજ હો કલ્યાણ જેમ !
ફૂંક મારીએ તો હવામાં તરવરે,
એવું જ મારું હો વહેણ એમ !
“બિચ્છુ” તું ક્યા સુધી ડંખ દઈશ ?
કડવા ઘૂંટના હો પ્રમાણ જેમ !
૪. તરસ્યા મારા કાન.....
પાણીમાંય ચલાવવું હતું મારે એક બાણ,
છુટા છવાયા રહી ગયેલા અમુક એના ઘાણ!
વર્તન મહી વર્તનમાં ક્યાં ઓળખાય છે એ ?
સાથે રહીને સમજાયું કે પ્રેમાળ એની શાન !
ગુલદસ્તાઓ આપીને લડાવ્યાં કેટલાય લાડ,
સોળે શણગાર સજાવીને રાખી મુજને તાન !
એ ચા ની ચુસ્કીઓ, અને ખુશનૂમાં એ રાહ,
તારું ને મારું બેઉને એકબીજાનું બહું માન!
તવારીફ તો શું કરવી? દિલકશ આ દિલ્લગીની !
મારે મન તો તું જ છે, મારી અનન્ય જાન !
સરળ તારું વ્યક્તિત્વ, પસંદીદા છે જે મુજને,
તારા મધુર સ્વર ! હવે તો તરસ્યા મારા કાન !
૫. હા હું છું નાદાન....
હા હું નાદાન છું,
પણ નાસમજ નહીં.
હા હું નશેડી છું,
પણ શરાબની નહીં.
હા હું ભક્ત છું,
પણ પૂજારી નહીં.
હા હું પ્રેમી છું,
પણ માણસની નહીં.
હા હું ઘાયલ છું,
પણ દુશ્મનથી નહીં.
હા હું સવાર છું,
પણ અજવાળું નહીં.
હા હું સ્વાર્થી છું,
પણ ખુદ માટે નહીં.
હા હું અગ્નિ છું,
પણ જ્વાળામુખી નહીં.
હા હું સ્વયં છું,
કોઈ કઠપૂતળી નહીં.
હા હું લાગણી છું,
કોઈ પથ્થર નહીં.
હા હું પણ માણસ છું,
કોઈ રોબોટ નહીં.
કેમ કરીને કહેવું કે હું "હું" જ છું,
તમારી આશાઓ નહીં!
મને હું જ રહેવા દો,
મારા અસ્તિત્વ થકી.
હા "હું" છું નાદાન,
પણ નાસમજ નહીં!
૬. બાળપણ....
યાદોના ઝાપટામાં પલળી ગયો હું ,
પાણીના વહેણમાં કંઈક તણાઈ રહ્યો છું!
આમ તો વરસાદ મારો મિત્ર જ છે,
અચાનક ચોધાર આંસુઓ ! ન સમજી શક્યો હું.
એ બાળપણ અને બાળપણની યાદો,
અદભુત હતી નઇ ? વિસરી ગયો હું !
સમય તો એ પાછો આવશે નહીં,
એ માસુમિયત નો પીછો હજી નથી છોડાવી શક્યો હું !
નિખાલસતા દેખું કોઈ નવજાત શિશુની,
તો થાય બસ જોયા જ કરું અને બનીજાવ બાળક હું.
એ જીદ, એ ગાન્ડા બનવું, એ મસ્તી એ તોફાન,
માનો ખોળો ને પપ્પાના ખભા! સ્વર્ગમાં જ હતો હું.
લખતી વેળા અશ્રુભીની આંખલડી મારી દર્શાવે,
કે બાળપણ ! તારાથી ખરેખર દૂર થઈ ગયો હું.
ના હતી જવાબદારી ના હતું કોઈ જોખમ,
રોજની રમત અને બસ ખાલી થોડું ભણતર!
ઝંખના તો એવી જ હતી કે જલ્દી મોટો થઈ જાવ હું,
પણ સાચું કહું તો પાછું એમ થાય છે કે બાળક બની જાવ હું.