મોર્ડન મહાભારતનો અર્જુન - 17 Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોર્ડન મહાભારતનો અર્જુન - 17

(17)

(યોગનું પ્રેક્ટીકલ સેશન)

વેહલી સવારમાં રોજ કરતા આજે થોડો વધારે બરફ પડયો છે. એટલે મનુકાકા અને તેમના સાથીદારો રસોઈઘરની આસપાસથી બરફ હટાવી રહ્યા છે. અને હજુ નાહવાનું બાકી છે એટલે પાણી ગરમ કરવા લાકડાવાળો બંબો ચાલુ છે, તેને બરાબર સળગાવી રહ્યા છે. આ બધું અર્જુન પોતાની અડધી બંધ આંખોથી પોતાના રૂમની બારી માંથી જુવે છે. અને આજ રાત્રે મસ્ત ઉંગ આવી ગયી હતી અને બધો થાક ઉતારી ગયો હોવાથી વહેલા ઉઠી ગયો છે. આજે વેહલી પરોઢની એક્સેરસાઇસ ગુરૂજી એ મોકૂફ રાખી છે બરફ પડયો છે એટલે. હવે થોડીવાર રહીને નાસ્તો બાસ્તો પતાવીને જ બેચ ચાલુ થશે. અને આજે તો ગુરૂજી બધાને બહાર લઇ જવાના છે કંઈક પ્રેક્ટીકલ સમજાવવા કે બતાડવા..! એટલે અર્જુન થોડો નર્વસ અને થોડો એકસાટેડ છે.

અને હવે તો એની ઉંગ પણ ઉડી ગયી છે.

‘અરે અર્જુન, યાર હજુ વાર છે. લાઈટ બંધ કરને થોડીવાર સુવા દે!.’

‘ઓકે સોરી, મને એમકે રોજની જેમ એક્સેરસાઇસ કરવા જવાનું છે એટલે..!’

‘ગુરૂજી એ રાત્રે જ કઈ દીધુ હતું કાલે બરફ પડશે એટલે મોર્નિગ એકસરસાઈશ કેન્સલ રેહશે..!’

‘એવું..? તો મને કેમ ખબર નહોતી..!’

‘તારૂં ધ્યાન નહિ હોય, ચલ હવે થોડીવાર સુવા દે અને તારો ધાબડો પણ આબાજુ નાખતો’જા બહુ ઠંડી છે યાર...!’

‘હા, આ લે.’

અર્જુન પોતાનો ધાબડો સર્જનને ઓઢાડીને પોતે તૈયાર થવા માટે બાથરૂમ તરફ વળ્યો.

થોડીવાર પછી સૌ તૈયાર થઇને નીચે હવનકુંડ (ભોજનકક્ષ) માં પોહચી ગયા બધાએ જટ પટ નાસ્તો પતાવી નાખ્યો અને આજે ગુરૂજી ક્યાં લઇ જશે એના વિશે એકબીજા ને પૂછી રહ્યા છે પણ કોઈનીયે ડાયરેક્ટ ગુરૂજી ને પૂછવાની હિંમત ન ચાલી..!

‘અરે, પ્રણબદાદા આપકો ક્યાં લગતા હે? ગુરૂજી કહા લે જાયેંગે આજ..?’ એક ભાઈએ બાજુમાં બેઠેલા બંગાળી બાબુને પૂછ્‌યું.

‘અરે ભાઈ મેરેકો કહા પતા હૈ..!

‘નહિ ફિર ભી કુછ તો આઈડીયા હોગા ના..! તુમ લોગ ટ્રેક્કીંગ પર ગયે થે વન્હા લે જાયે તો કેસા રહેગા..?’

‘અરે, નહિ નહિ મુજે નહિ આના વન્હાં ફિરશે..! જોર થી બંગાળી બાબુ ચિલ્લાયા.

બધા નું ધ્યાન તેમના તરફ ગયું.

ગુરૂજી ધીરે થી હસ્યા.

‘ક્યાં પ્રણબ’ડા અભી ભી ડર રહે હો..!?’

‘નહિ. નહિ. ગુરૂજી મૈ તો......મેં તો બસ....!!’

બધા ફરી થી હસ્યા.

પોતાનો નાસ્તો પૂરો કરીને ગુરૂજી ઉભા થયા અને હાથ ધોવા માટે બેસીન તરફ જતા જતા બોલ્યા.

‘આજે હું તમને હિમાલય નો એક અલગ ચેહરો બતાવીસ અને હા, કદાચ તમે એ ક્યારે જીવનમાં જોયો પણ નહિ હોય...!

‘ઓહો...ઇટ્‌સ ગ્રેટ....સાચું કહો છો સર?’ બધા એ આશ્ચર્ય થી પ્રશ્ન કર્યો.

‘હા હું ખરેખર સાચું કહું છું. આજે તમે જે જોશો અને અનુભવશો એ ક્યારેય જીવનમાં તમે અનુભવ્યું નહિ હોય.

આ જાણીને બધા ખુબ જ એક્સાઈટેડ થઇ ગયા. એમાય અર્જુન તો મન માં મલકાયો.

બધા મસ્તી ના હવાનકુંડ (ભોજનકક્ષ) માંથી બહાર નીકળી મેઈન હોલ તરફ વળ્યા.

ગુરૂજી એ પોતાની જગ્યાએ જઈને બેઠા.

સૌ બેસી ગયા અને ધ્યાન થી બધી વાતો મનમાં ઉતારવા લાગ્યા.

‘તમે લોકો હવે ધ્યાન અને યોગના બધા પ્રયોગો કરી ચુક્યા છો અને તેનો અનુભવ તમારી જાત સાથે રહીને કરી પણ જોયો હશે.’

‘હા, ગુરૂજી ધ્યાન થી મારૂં મન ગણુંજ શાંત અને ક્રિયેટીવ થઇ ગયું છે એ હું ચોક્કસ કહી સકું એમ છું.’ એમ.બી.એ. વાળા ભાઈ જટ થી બોલ્યા.

‘બહુજ સારૂં...ગુડ..!’

‘પણ હું જે કેહવા માંગું છું એ કંઈક અલગ છે. ધ્યાન અને યોગ એ ફક્ત તમારી ભૈતિક કે શારીરિક સમસ્યાઓ ને હલ કરવા માટે તમને આટલા સક્ષમ નથી કરતુ. પણ ધ્યાન અને યોગ તમારી પૂરી સૃષ્ટી અને તમારી આખી દુનિયાને તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહોય એ રીતે બદલાવી નાખે એવી શક્તિ તમને જીવિત કરી આપે છે.! તમે એને કેવી રીતે વાપરો છો એ તમારા ઉપર છે.’

‘હા, ગુરૂજી મુજે ભી થોડે દિનોશે અપને હી અંદર કોઈ અલૌકિક હો રહા હૈ..! ઔર પેહેલે કા જો મેરા વિચાર સ્તર થા ઉસસે જ્યાદા મેરે વિચાર મેરે વસ મેં આ ગયે હૈ. ઔર લગતા હે આજુ બાજુ સબ મેરી મરજી શે હી હો રહા હૈ. મતલબ મુજે જૈસા ચાહિયે વૈસા હી સબ હો રહા હૈ. સબ કુછ અચ્છા લગ રહા હૈ’

‘પ્રનબ’દા, પેહલે ભી સબ અચ્છા હી થા..! પર અબ તુમ્હારા આજ્ઞાચક્ર ઔર જ્યાદા કામ કર રહા હૈ ઇસલિયે તુમ્હે સબ ઔર અચ્છા લગ રહા હે.!! સબ પોસિટીવ લગ રહ હે.’

યે તો સબ શારીરિક બદલાવ હે. યે સબ તો ઠીક હે. પર..!!

પણ, હું તમને હજુ કંઈક બીજું કેહવા માંગું છું...!!!

અને જો તમે એ વાતને સમજી શકશો તોજ આજ ના આપણા આ અદભૂત સફરની મજા તમે માણી શકશો અને બધું અનુભવી પણ શકશો...!

‘શારીરિક અને માનસિક બદલાવ અને તેના પર પ્રભાવ પાડી શક્યા. એના સિવાય હજુ બીજું શું અદભૂત મળ્યું છે અમને આ યોગા અને ધ્યાન પાસે થી એ તો જણાવો ગુરૂજી..??!!’ સર્જન અને અર્જુન થી રેહવાયું નહિ એટલે બંને એ સાથે પૂછી લીધું.

‘સમજાવું છુ... સમજાવું છું. એના માટેજ તો હું તમને અહિયાં લઇ આવ્યો. નહીતર આપણે ડાયરેક્ટ બહાર જતા રહ્યા હોતને..?’

‘હા, મને પણ એવુજ લાગ્યું કે સર હજુ કંઈક થિયોરી સમજાવના હશે...!’ એમ.બી.એ. વાળા ભાઈ ધીરે થી પોતાના બાજુવાળાના કાનમાં કહ્યું.

‘હા...હા. એ તો બધા ને ખબર છે સાંભળો ને હવે..!’ પોતાનો કાન સાફ કરતા કરતા પેલા ભાઈ બોલ્યા.

‘ચાલો હું તમને હવે મૂળ વાત પર લઇ જવું. પછી આપણે પ્રેક્ટીકલ જોવા પણ જવાનું છે...!!

યોગા અને ધ્યાન થી હજુ સુધી તમને શું લાગે છે કે તમે શું શું ચમત્કારો જોયા...અથવા તમને કંઈક અદભૂત મળ્યું હોય ...!!’

સૌ એક બીજા સામુ જોવા લાગ્યા.

અરે, એક પછી એક કહો મને તમને જે પણ ફિલ થયું હોય કે તમને એવું લાગ્યું હોય કે મારા માં આ ખૂબી આવી ગયી છે કે મારા અમુક વિચારો કે અમુક બાબતો ક્લીયર થઇ ગયી છે.

‘હા, સર મને જે માનસિક અશક્તિ હતી એ દુર થઇ ગયી હોય તેવું લાગે છે અને હવે હું લાંબો સમય મારા કામ પર ફોકસ કરી શકીશ થોડા આ ધ્યાન ના પ્રયોગ પછી.’ એમ.બી.એ. વાળા ભાઈ ઉતાવળા થઇ બોલી ગયા.

‘બરાબર. સરસ... સારૂં... પછી...’

‘મને ભી એવું લગતા હે કી મેરી ભી મન કી શક્તિ થોડી જ્યાદા બડ ગયી હે..પેહલે મેં બેચેન હો જાતા થા ઔર કહી બાર મેં સબ ભૂલ જાતા થા, પર યોગા ઔર ધ્યાન શે થોડા મેરા દિમાગ જ્યાદા ચલને લગા હે. ઔર સબ યાદ ભી રેહતા હે...! પ્રણવ’દા એ પોતાના મગજને દોડાવ્યું.

‘વાહ...સારૂં કેહવાય તમારૂ દિમાગ ચાલવા લાગ્યું..!! પણ જોજો બહુ વધારે ના દોડે.’

‘હા....હા....હા....’ બધા હસ્યા. અને બધાને પોતાના જવાબ શોધવા થોડો સમય મળી ગયો.

‘ઓકે....ઓકે ...આતો બધું તો બરાબર છે પણ હજુ મને સંતોષ નથી થયો.

આટલી અદભૂત અને ચમત્કારી યોગા અને ધ્યાન ની ટેકનીક થી બસ, તમને આવા નાના નાના રહસ્યો જાણવામાં કે આવા નાના ફાયદાઓ મેળવવાની મજા આવી..! તમને આનાથી વધારે કઇ મળ્યું નથી. કે તમને એવું કઈ દેખાતું નથી...?’ ગુરૂજી થોડા ગુસ્સે થયા હોય તેમ લાગ્યું.

બધા શાંત થઇ ગયા.

થોડી વાર પછી પાછળ થી ગુસપુસ થવા લાગી.

‘શું થયું હવે, વળી પાછુ કોઈનું દિમાગ વધારે ચાલવા લાગ્યું..!!?’

‘હું મારા અનુભવો કહું સર..!’ ખુબ શાંત અને ઓછું બોલવા વાળા ગોવિંદભાઈ પાછળથી બોલ્યા.

‘અરે, ચોક્કસ કહો...! એકબીજા ના અનુભવો થીજ તો કંઈક વધારે જાણવા અને સમજવા મળે છે. બાકી આજ દિન સુધી કોઈ વ્યક્તિ ધ્યાન અને યોગા ના ફાયદાઓ કેટલા અને કેવા છે એ ફિક્સ કહી શક્યા નથી કે નથી કોઈ જાણી પણ શક્યું.!’

‘હા, ગુરૂજી મને પણ એવુજ લાગ્યું. કેમકે આ લોકોએ જે કહ્યું એ તો હું પેહલા થીજ અનુભવી અને મેળવી ચુક્યો હતો અહી આવ્યા પેહલા. પણ મને જે જોઈતું હતું એ ખરેખર હવે મળ્યું છે.’

હા..હા.. બોલો તમને શું મળ્યું અને કેવી રીતે.’

‘ગુરૂજી, ધ્યાન અને યોગા થી મને એક વાત સમજાઈ કે એના થી આપણને શારીરિક અને માનસિક શક્તિઓ તો મળે જ છે. પણ જો આપણે કોઈ વસ્તુ કે વિચાર પર ધ્યાન લગાવી શકીએ તો એ વસ્તુ કે એ પરિસ્થિતિ ઉપર પણ આપણે કાબુ મેળવી શકીએ છીએ. એવું મેં અનુભવ્યું.’

‘૧૦૦% સાચું કહ્યું તમે ગોવિંદભાઈ. ક્યારનો હું તમને એ જ તો સમજાવવા મથતો હતો.

‘મને પણ ક્યાર થી એવુજ કંઈક લાગે છે. કે હું મારા આજુબાજુના વાતાવરણને કંટ્રોલ કરી રહ્યો છું.’ અર્જુન ઉછળી ને બોલ્યો.

‘તો પેહલા કેહવું જોઈએ ને ક્યાર ના બધા બાગાની જેમ બેઠા છો.’

‘હું જયારે ફ્રી ટાઇમમાં મારૂં ગીટાર લઈને ધ્યાન કરવા મારી પેલી સિક્રેટ જગ્યા એ જવું છું ત્યાં થોડીવાર માજ બધું મારી સાથે તાલ મેળવવા લાગે છે અને મને ખબર પણ નથી પડતી કે ક્યારે હું અહિયાં આવી ગયો અને કેટલો સમય થઇ ગયો છે...!!! હું જેમ સંગીત વગાડું તેમ તેમ ઝાડના પાન જુમવા લાગે જાણે એ બધા ડાન્સ કરતા હોય..! અને બાજુ માની ફૂલ છોડ ની ઝાડી માંથી જાણે થોડી થોડી વારે એવી મેહેક આવે કે મને ખુબ મજા આવી જાય. એને હું વર્ણવી કે કહી સકું એમ નથી. અને આ અદભૂત વાતાવરણ માંથી બહાર નીકળવાનું મનજ ન થાય...!!’ અર્જુન એકી શ્વાસે બોલી ગયો.

‘હા.....એક્જેટલી...!’ આવુજ થાય જયારે તમે કુદરત સાથે તાલ મિલાવો ત્યારે. ગુરૂજી એ બધાને સમજાવ્યું.

અને હજુ હું તમને જે જગ્યાએ લઇ જવાનો છું એ જગ્યાએ તો આના થી પણ વધારે અદભૂત કહી શકાય એવા અનુભવો થશે.

‘આનાથી પણ વધુ...!!??’ તો તો બહુજ મજા આવશે જલ્દી ચાલોને ગુરૂજી જલ્દી..!’ અર્જુન થી રેહવાયું નહિ.

‘અરે, હા, જઈએ છીએ પણ હજુ ઉભા રહો મારે કંઈક સમજાવું છે.’ ગુરૂજી થોડા સીરીયસ થયા.

ધ્યાન અને યોગા તમને કંઈક આપે છે તો તમારે પણ એને કંઈક આપવું પડે ને પાછું રીટર્ન માં..!

સૌ મનને મન માં વિચારવા લાગ્યા.

પણ, અમે ધ્યાન અને યોગા ને શું આપી શકીએ અને કેવી રીતે અને કોને આપીએ.? બધા મુંજાયા.

અરે. ધ્યાન અને યોગા તમને ક્યાંથી મળ્યા...? કોને આપ્યા.?

‘તમે અમને શીખવાડયું છે તો તમેજ આપ્યા ને ગુરૂજી..!’ સર્જન બોલ્યો.

‘નહિ મેં તો તમને એને સમજવામાં મદદ કરી છે. ખરેખર તો તમને એ બધું કુદરતે જ આપ્યું છે.’

‘અરે... હા...કુદરત. અદભૂત છે આ કુદરત અને અદભૂત છે એના ચમત્કારો..!’ સર્જન સમજી ગયો.

તો, આપણે કુદરત ને શું આપવાનું...?

હા.. એજ તો મોટી સમસ્યા છે ને કે આપણે કુદરત ને શું આપવાનું...!

તમે કુદરત ને ગણું બધું આપી શકો છો અને ગણું બધું કુદરત પાસે થી છીનવી પણ રહ્યા છો. એની મરજી વગર.!

‘હા, ગુરૂજી એટલેજ તો આ બધી કલાઈમેટ ચેન્જ અને કુદરતી હોનારતો અને ગ્લોબલ વોર્મિંગ ની સમશ્યાઓ નડે છે દુનિયા ને..!’ એમ.બી.એ. વાળા ભાઈએ ભૂગોળ નું જ્ઞાન પ્રગટ કર્યું.

‘ખરેખર સાચું છે આ બધું. પણ એના સિવાય જો તમે કુદરત ને નુકસાન કરશો તો કુદરત તમને પણ હાની કરશે. જેમ કે હમણાં અર્જુને કહ્યું કે એ જેમ સંગીત નો તાલ મિલાવતો હતો તેમ કુદરત પણ તેની સાથે તાલ મીલાવતું હતું એવી રીતે જો કોઈ તાલ બગાડે તો કુદરત પણ તેનો તાલ બગાડેજ ને..!!?’

‘હા....!’ એવું તો કોઈએ વિચાર્યુજ નથી.’ બધા થોડા ચમક્યા.

‘હા, ગુરૂજી એવું તો મેં સપના માં પણ વિચાર્યું નથી કે જો કુદરત સાથે આપણે યોગા કે ધ્યાન થી તાલ મિલાવી સકીએ છીએ તો કોઈ એવી વસ્તુ કરીને તાલ બગાડી પણ શકીએ છીએ. અને લગભગ આ ૨૧મી સદીમાં આવુંજ થઇ રહ્યું છે. બધા પોતાની મોજ મસ્તી અને સવલત માટે કુદરત સાથે તાલ ખોરવી રહ્યા છે અને એટલે જ કુદરત તેના પર ક્યારેક હાવી થાય છે ....ભૂકંપ અને જ્વાલામુખીઓ કે વાવાઝોડું કે સુનામી લાવી લાવીને..!’

‘તારી વાત બિલકુલ સાચી છે. અર્જુન.’ ગુરૂજી નિરાશ થતા બોલ્યા.

‘પણ, આપણે આ ૨૧મી સદીની ફાસ્ટલાઈફ ને રોકી કેવી રીતે શકીએ.? અને બધાને કેવી રીતે સમજાવી શકીએ. એ લોકો તો એમજ સમજશે કે આ બધું આપણને પાછું પાડી દેશે દુનિયાથી જો આપણે આ ૨૧મી સદીના આ ભૌતિક અને આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવાનો છોડી દીધો તો..!’

‘તમારી વાત પુરેપુરી સાચી છે. પણ આપણે ક્યાં એ લોકોને રોકવાના છે. હું તો તમને એટલું કહું છું કે તમે કુદરત પાસે થી કંઈક મેળવો છો તો કુદરત ને પણ તમારે કંઈક આપવું પડે ને..!’

‘તો, અમે શું આપી શકીએ ગુરૂજી..?’

‘કેમ? તમે લોકો તમારૂં આજુબાજુ નું વાતાવરણ તમારા પોસિટીવ વિચારો થી ભરી દો....અને નેગેટીવ વિચારો ને બહાર કરો. તો તમારી દુનિયા આપો આપ પોસિટીવ અને કુદરત પણ પોસિટીવ થઇ જશે.!

તમારે કોઈને પણ આધિનિક ઉપકરણો વાપરતા અટકાવ નથી પણ એ ઉપકરણો જે નેગેટીવ ઈફેક્ટ કરે છે કુદરત પર એને રોકવાની છે. અથવા એનો કોઈ વિકલ્પ શોધવાનો છે. બસ આટલુજ કરો’

‘હા, એવું તો કરી શકીએ...!’

‘હા તો બસ એવુજ કરવાનું છે..! બાકી આપણે ક્યાં આખી દુનિયા બદલવી છે અને આપણી પાસે ક્યાં એટલો સમય પણ છે...!?’ જાણે ગુરૂજી બધા ને કટાક્ષમાં કેહતા હોય તેમ ટોન માર્યો.

બધા થોડીવાર શાંત થઇ ગયા અને કંઈક વિચારવા લાગ્યા.

‘પણ...પણ..’ અર્જુન થોડો મુન્જાયો.

‘પણ શું અર્જુન. હું સાચુજ કહું છું ને થોડા દિવસની આ કુદરતી એડવેન્ચર ટુર પછી પાછા બધા પોતપોતાની બીઝી લાઈફમાં સેટ થઇ જવાના બરાબર ને...!’

‘ના...ના...૧૦૦% નહિ. હું તો નહિજ..! હું હવે મારા સપના ને સાકાર કરવાનો જ છું. અને એટલે જ હું તમને એક પ્રશ્ન કરવા માંગું છું કે જેવી રીતે તમે કહ્યું કે કુદરત સાથે તાલ મિલાવીને આપને આપણું આજુબાજુ નું વાતાવરણ પોસિટીવ બનાવી શકીએ છીએ એવું આપણે આપણી આસપાસ ની ભૌતિક વસ્તુઓ ઉપર પણ ધ્યાન લગાવી ને એને પણ આપણા વિચારો સાથે તાલ મિલાવી ના શકીએ..!?’

આ સાંભળી ને બધા થોડા હસવા લાગ્યા. અને પછી ગુરૂજી તરફ જોઇને બધા સીરીયસ થઇ ગયા.

‘મને ખબર હતી કે મારા પ્રેક્ટીકલ સેશન ના પેહલા કોઈ તો મને આ સવાલ કરશે જ અને જો આ સવાલ ના આવે તો આપણા પ્રેક્ટીકલ સેશન કે પેલી અદભૂત જગ્યાએ જવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. સાબાશ અર્જુન સાબાશ...!!’ ગુરૂજી પોતાની જગ્યાએ થી ઉભા થતા બોલ્યા.