Modern Mahabharatno Arjun - 16 books and stories free download online pdf in Gujarati

મોર્ડન મહાભારતનો અર્જુન - 16

(16)

(યોગના અદભૂત ચમત્કારો)

એક દિવસ સમી સાંજે પોતાના ધ્યાન ના અધ્યાયો પુરા કર્યા પછી રોજની પેલી રૂમમાં જ ભરાઈ રહીને ટાઇમપાસ વાળી ગેમો રમીને થાકેલા સર્જનની જીદ ના લીધે અર્જુન અને તેમના ત્રણ-ચાર મિત્રો નીજીકમાં ટ્રેકિંગ માટે નીકળ્યા છે. અર્જુન પેહલા તો બધાને પોતની પેલી ઝરણા પાસે ની જગ્યાએ લઇ જાય છે અને બધાને પોતાના અનુભવો અને આ જગ્યાની આસપાસ નો નજરો વર્ણવ્યા.

અને પોતે અહી ધ્યાન અને સંગીતમાં મગ્ન થઇને આખી આખી રાત બેસી રહે છે..! એવું સર્જને બધાને કહ્યું પણ કોઈને પણ વિશ્વાસ ન આવ્યો..! અને હા, અર્જુન પોતે કંઈક બોલે એના પેહલા પેલા બંગાળી બાબુ બોલી ઉઠયા કે અર્જુન થોડા એક દો ગાના તો સુના દો...અભી એ ગીટાર સાથમે લાયે હો તો..!

અર્જુન ક્યારનો ગાવા માટે ઉતાવળો હતો..!

એમાય વળી પોતાની ગાવાની ટેવને અહિયાં આવ્યા પછી રોકી ન સક્યો હોય તેમ પોતાની સાથે લાવેલા એના પેલા ગાંડીવ ને પોતાના ખોળામાં રાખીને બીજા લોકો કહી કહે એના પેહાલાજ ગાવાનું ચાલુ કર્યું. મિત્રોની રીક્વેસ્ટ તો ફક્ત એકાદ બે ધૂન સાંભળવાની હતી પણ અર્જુન પોતાની જાત ને પણ હજુ સુધી નથી સમજાવી સકતો કે આ અલગ અલગ અદભૂત ધૂનો તેના ગીટાર માંથી કેવી રીતે નીકળવા લાગે છે...! થોડા રીલેકક્ષ થઇને પછી થોડા આગળ એટલે કે પર્વતો ઉપર આગળ જવા નીકળે છે.

ચારે બાજુ રમણીય નજરો જોઈ ને પેલા સ્મ્છ વાળા માર્કેટિંગના ભાઈ તો ખુશ થઇ ગયા કારણકે તેમને પોતાની ચોપડીઓ થી અને માર્કેટિંગના પ્રોફેસનમાં આવા રમણીય સ્થળોની વિસીટ કરવાનો મોકો કદી મલ્યો જ નહતો. અને પાછો આતો એવી જગ્યા નો નજરો જોવા મળ્યો જ્યાં લગભગ કોઈ સામાન્ય માણસ આવે પણ નહિ.! એટલે થોડી થોડી વારમાં એ ભાઈ ‘ઓવ્સમ’.. ‘ગ્રેટ’... ‘ઓવ્સમ...’ ‘સો નાઈસ...’ કેહતા કેહતા થકતાજ નથી..! ઓગળી ગયેલા બરફ ના કારનણે રસ્તો થોડો ભીનો અને ચીકણો થઇ ગયો છે અને વળી પાછા બધા પોતપોતાની રીતે અલગ અલગ કેડીઓ કંડારતા ચાલે છે એટલે લપસી જવાનો પુરેપુરો ભય છે અને એમાય વળી એક બાજુ ઊંચા પહાડો નો ઓથ છે અને બીજી બાજુ ઊંડી ખીણો છે જેમાંથી ક્યારેક ક્યારેક એવી ઠંડી હવા ની લેહર આવે છે કે બધાને રીતસરના ધ્રૂજવી નાખે છે. સુરજ ડૂબવાની તૈયારીમાં છે એટલે અજવાળું પણ ઓછું થઇ રહ્યું છે. બધા હવે બહુ દુર ન જવા માટે સહમત થાય છે પણ થાક ઉતારવા માટે આગળ દેખાતા એક નાના વ્રૂક્ષ પાસે બેસીને આરામ કરવા સમ્મત થયા. થોડેક આગળ જતાજ પેલું નાનું દેખાતું ઝાડ આવી ગયું અને તેની આજુબાજુ માં થોડી સમતળ જગ્યા પણ હતી અને થોડા પથ્થરો ત્યાં જાણે બેસવા માટેજ ગોઠવ્યા હોય તેમ પડયા હતા. સૌ થાક્યા પાક્યા ત્યાં બેસી ગયા અને છેલ્લે આવતા પેલા બંગાળી બાબુ પાસે થી પાણીની બોટલ માંગે છે.

અરે, દાદા જલ્દી થોડા જલ્દી કરો..!’

‘ક્યાં, જલ્દી કરો સબ લોગ બસ પેડ દેખા ઔર ઐસા ભાગા કી મેરા હાથ પકડનેકો ભી કોઈ નહિ રહા.’

‘દાદા, સોરી, બસ સબ લોગ ઐસે થકે હે કી અબ બસ યહી લેટ જાયેંગે.’ સર્જન એમની પાસેથી બેગ લેતા બોલ્યો.

‘લેટને કા ક્યાં અભી સબ યહી સો જાવ વાપિસ જાને કા ભી જરૂરત નહિ હે !.’

‘અરે, પર ભૂખ ભી લગા હે તો, ખાના તોહ ખાના પડેગા...! નહિ તો ચૂહે પેટ સે બહાર આ જાયેંગે.’પેલા માર્કેટિંગ વાળા ભાઈ પાણી પીતા પીતા બોલ્યા.

‘હા, દાદા, અબ બસ થોડી દેર રિલેક્ષ કરકે નીકલતે હે.’ અર્જુને પાણીની બોટલ લેવા ઈસરો કરતા કહ્યું.

‘મેં તો બસ યહી સો જાઉંગા એસા થક ગયા હું, અરે, કહા ઇસ સર્જન કી બાતો મેં આ ગયા ઔર તુમ જવાનો કે બીચ ટ્રેકિંગ કે ચક્કર મેં ઇધર તક આ ગયા, અબ વાપસ ભી નહિ ચલા જાયેગા’

‘અરે તો બસ યહી સો જાયેંગે ઉસમેં ક્યાં હે, ઔર સુબહ થોડા જલ્દી ઉઠ જાયેંગે નીચે જાને કે લિયે.’ કેહતા સર્જન પોતાના બને હાથ લાંબા કરી પોતે બેઠો હતો એ પથ્થર પર સુવા માટે પાછળ જાય છે ત્યાંજ અચાનક કોઈક નો અવાજ આવે છે..! અને જાણે પોતાના હાથ કોઈક ને અથડાયા હોય તેમ લાગ્યું..!

‘કોણ છે ?’ કોણ.. છે ? અહિયાં?’ સર્જન ચમક્યો.

‘કેમ શું થયું? કોણ છે?’

‘કક...કોઈ છે અહિયાં અર્જુન, મને... મને એનો ધક્કો લાગ્યો.’

‘કોણ ? ક્યાં..? અહિયાં તો કોઈ જ નથી.’

‘અરે, કોન હે? બાબા કોઈ તો નહિ હે’ કરતા પેલા બંગાળી દાદાએ પોતાના હાથમાં રહેલી લાકડી એ બાજુ ફેરવી એટલે એ લાકડી ત્યાંજ અટકી ગયી.

એ લાકડી ને જોર થી થુસી એટલે ફરી પાછો ‘ઉમ્મ્મ..! અહ....હુમ્મ!!’ જેવો અવાજ આવ્યો અને ધીરેધીરે ત્યાં કોઈ બેઠું હોય તેમ આખું શરીર જેવું જાંખું જાંખું દેખાવા લાગ્યું.

ધીરેધીરે ખરેખર આખું શરીર ત્યાં દેખાયું એટલે કે કોઈ સાધુ ત્યાં પ્રગટ થયા. જેમની આંખો બંધ હતી અને જાણે પોતાની જાતમાં જ લીન હતા કાં’તો સમાધિમાં હતા. અને એમનું શરીર જોઈને લાગતું હતું કે એ ગણા દિવસોથી અહી સમાધિમાં હશે..! આ સાધુના વાળ ગુચલાયેલા અને વડની વડવાઈઓ જેવા લાંબા થયેલા હતા એમનું આખું શરીર જાણે હાડપિંજર હોય તેવું લાગતું હતું અને વળી આ આછા અજવાળામાં થોડું ડરવાનું પણ લાગતું હતું.! બધા ફટાફટ એકબીજાની નજીક આવી ગયા અને એકબીજાના હાથ પકડીને ધીમે થી ગુસપુસ કરવા લાગ્યા એટલામાંજ બીજા એક પથ્થર પર પણ આવું જ એક સાધુનું શરીર કે સાધુ પોતે પ્રગટ થવા લાગ્યા.! હવે આ બધું જોઇને બધા જ ગભરાઈ ગયા હતા. પણ જેમતેમ કરીને બધા થોડા શાંત થયા અને પોતાની બધી વસ્તુઓ અને સમાન લઈને આગળ વધ્યા.

બધું વાતાવરણ શાંત થયું વળી પાછું બધું નોર્મલ થવા લાગ્યું અને દુર ઉભા રહીને આ લોકો પેલા સાધુઓ ને જોઈ રહ્યા. ધીરે ધીરે એ બંને સાધુઓ પાછા અદ્રશ્ય થઇ ગયા.! પણ એ લોકો હજુ ત્યાં જ બેઠા છે એવો એહસાસ બસ રહી ગયો.! સૌ એકબીજા ના હાથ ગણે દુર સુધી પકડી ને આવ્યા પણ પછી જેમ જેમ આશ્રમ ની નજીક આવ્યા કે બધો ડર દુર થઇ ગયો અને ક્યારે આ રસ્તો કપાઈ ગયો એનો ખ્યાલ પણ ન રહ્યો. બધા પોતપોતાના રૂમમાં જઈ જટ તૈયાર થઇ પાછા નીચે ભોજનખંડમાં આવી ગયા. ડાયનીંગ ટેબલ પર બીજા લોકો જે ટ્રેકિંગ માં નહોતા ગયા એ લોકો આ બધાને ‘કેવું રહ્યું?’, ‘મજા પડીને?’, ‘ક્યાં સુધી ગયા હતા..?’ વગેરે પ્રશ્નો કરીને પૂછી રહ્યા છે પણ આ ચારે જણ બહુ બોલતા નથી અને જાણે હેબતાઈ ગયા હોય તેમ બેઠા છે.! ગુરૂજી આ બધું જોઈ રહ્યા છે એટલે છેલ્લે છેડા વાળી ખુરશી પરથી પોતાની ડીસ લઈને સર્જનની બાજુવાળી ખુરશી પર આવીને બેસે છે અને કંઈક જાણવા સમજવા પ્રશ્ન કરે છે.

‘કેમ સર્જન?’ તમને લોકોને ટ્રેકિંગમાં મજા ન આવી?

‘ના, હા, ગુરૂજી..!, હા, મજા આવીને..!’

‘ના...હા....?’ એટલે શું?

‘વોહ તો...!! કુછ નહિ. ગુરૂજી સબ થોડે થક ગયે હૈ’ પ્રણબ’દા પોતાનો દર છુપાવતા હોય તેમ લાગ્યું.

‘હા, ગુરૂજી બધા થોડા થાકી ગયા છે’

‘પણ, મને લાગે છે કે બીજું કંઈક છે ! અર્જુન?’

‘ગુરૂજી, અમે લોકોએ ત્યાં કંઈક અજુગતું જોયું એટલે બધા થોડા નર્વસ થઇ ગયા છીએ. હવે એ વાત કેવી રીતે કરવી ખબર નથી પડતી?’

‘શું થયું? એટલે એમાં શું છે? જે થયું હોય તે કહી દો ને’ મો માં કોળીયો ભરતા ભરતા બીજો એક ભાઈ બોલ્યો.

‘પણ.. તમેં બધા વિશ્વાસ કરસો કે નહિ..?’ પેલા સ્મ્છ વાળા ભાઈએ ધીમા અવાજે કહ્યું.

બધા થોડા સીરીયસ થઇ ગયા.

‘શું ભૂત જોયું તમે એમ..?’ પેલો ભાઈ જમતા જમતા ફરી બોલ્યો.

‘હા, ખરેખર સાચુકલું ભૂત જોયું.’ સર્જને જરા જોર થી કહ્યું.

પેલા ભાઈ નો કોળીયો હાથ માંજ રહી ગયો અને આંખોના ડોળા ફાટી ગયા. પગ જાણે થથરતા હોય તેમ તેની ખુરશી નો અવાજ આવવા લાગ્યો. અને અત્યાર સુધી જે વર્ષો નો ભૂખ્યો હોય તેમ જાપટતો હતો તેની ભૂખ જાણે મરી ગયી.!

‘ઉરટ્ઠંઉરટ્ઠં..?’ શું ભૂત..? બધા જબકી ગયા

‘અર્જુન, બસ હવે થોડા સાંત થાવ અને મને કહો કે શું જોયું તમે અને શું થયું ત્યાં.?’ ગુરૂજી મોટા અવાજે બોલ્યા અને સૌને સાંત કરવા હાથ લાંબા કર્યા.

‘ગુરૂજી આ કેહતા મને પણ થોડું અચરજ ભર્યું લાગે છે કેમકે મેં પણ જીવનમાં પેહલીવાર આવું કંઈક જોયું અને અનુભવ્યું.’

‘હા, ઓકે, બોલ અર્જુન તમે લોકોએ જે જોયું તે બધું મને કહો.’

‘હા, કહું’ પોતાના હાથ સાફ કરી અને ખુરસી થોડી પાછી કરતા બોલ્યો.

આશ્રમની પાછળ વાળી ટેકરી પર અમે ટ્રેકિંગ માટે ગયા હતા. બધાને ખુબ મજા પડી પણ ત્યાં છેક ઉપર એક સપાટ જગ્યા છે ત્યાં અમને થોડો એવો અનુભવ થયો કે જાણે આ બધી મજા જ ઉડાડી નાખી.

અમે બસ પાછા આવવાના જ હતા પણ આરામ કરવા માટે એ જગ્યા પર ગયા પેહલા તો એ જગ્યા અમને ખુબ સરસ લાગી પણ થોડીવારમાં એ જગ્યા ભયાનક બની ગયી.! અમે બધા ત્યાં પથરાયેલા પથ્થરો ઉપર જઈને બેસી ગયા પ્રણબ’દા થોડા પાછળ હતા એટલે એના માટે બધા રાહ જોઈ રહ્યા હતા. અને બધા તરસ્યા પણ હતા એટલે એમના કરતા વધારે પાણીની રાહ જોઈ રહ્યા હતા. પાણી પી ને બધા રિલેક્ષ થવા જેવા આડા પાડવા ગયા કે તરત ક્યાંક થી અવાજ આવવા લાગ્યો...! અને થોડીવાર માં જ સર્જન તેની જગ્યા એ થી ઉભો થઇ ગયો. બધા એ પૂછ્‌યું તો કહે મેં કોઈક નો અનુભવ કર્યો અહિયાં. હું હમણાજ ત્યાં કોઈક ને અથડાયો.! પણ એની પાછળ તો કોઈ નહતું. એટલે ખાતરી કરવા પ્રણબ’દાએ લાકડી એબાજુ ફેરવી તો ત્યાં કોઈ બેઠું હોય એવું લાગ્યું અને ધીરે ધીરે કોઈ સાધુનું શરીર ત્યાં દેખાવા લાગ્યા. જેવા અમે ઉભા થઇને કંઈક સમજીએ ત્યાં તો બીજા પથ્થર ઉપર બીજું શરીર પ્રગટ્‌યું.! હવે અમે મુંજાયા અને કોઈ કંઇ કહે એના પેહલા જ બધા સમજી ગયા અને પાછા વળવા માંડયા. થોડે દુર જઈને અમેં જોયું તો વળી પાછું પેલા પથ્થર પર કોઈ નોહ્‌તું.! અમે લોકો ખરેખર હજુ સુધી ગભરાયેલા છીએ.! આ વાત સાંભળીને હવે તો બાકી ના લોકો પણ ગભરાઈ ગયા હોય તેમ ચુપ થઇ ગયા.!

બધા એકદમ સુન થઇ ગયા.! અને માહોલ એકદમ ગમગીન થઇ ગયો.

એટલા માં ગુરૂજી ત્યાં થી ઉભા થઇ પોતાની ડીસ વોસ એરિયામાં મૂકીને મોટે મોટે થી હસવા લાગ્યા. અને ગુરૂજીને જોઇને પેલા રસોયીયા મનુકાકા પણ રસોડા માંથી સાંભળતા સાંભળતા હસવા લાગ્યા.

‘અરે, કેમ ગુરૂજી આમાં હસવા જેવું શું છે.?’

‘જી હા સર?, ક્યાં મનુબાબા..! તુમ ભી કયો હસ રહે હો..? પ્રણબ’દા અચરજ ભર્યા અવાજે બોલ્યા.

એમાં હસવા જેવુજ છે કેમ કે તમે જે સમજો છો એવું કંઈજ નથી ત્યાં. એટલે કે ભૂત-બુત કંઇજ નથી ત્યાં કે નથી અહિયાં પણ.!

‘તો એ શું હતું?’

‘એ તો તમારા અને મારા જેવા માણસો જ છે’

‘પણ..?’

‘પણ.. એતો..ગાયબ..!!’

‘હા, હા, એ બધા અદ્રશ્ય થઇ ગયા એમને ..!’

‘હા, ગુરૂજી એકદમ અદ્રશ્ય થઇ ગયા જાણે ત્યાં કોઈ છે જ નહિ..! એવું કેમ ?’ અર્જુને પૂછ્‌યું.

હા, જાણે ત્યાં કોઈ છે જ નહિ. અને ખરેખર ત્યાં કોઈ હતુ જ નહિ ને? તમે લોકો ગયા ત્યારે અને એના પેહલા..!

આ બધું સમભવ છે આ જમાના માં પણ..!

અર્જુન ને એકદમ કંઈક યાદ આવ્યું હોય તેમ જબ્ક્યો ‘ખરેખર ગુરૂજી શું આપ સાચું કહો છો?’

‘હા, ૧૦૦% સાચું આ બધું આજના જમાના માં પણ શક્ય છે.’

‘અદભૂત...! ઓહ...નો. અનબિલીવેબલ...!’ અર્જુન જાણે કંઈક સમજી ગયો હોય તેમ.

પણ આ ગુરૂ-શિષ્યની વાત કોઈને ખબર ના પડી.

‘અરે, બાબા યે ક્યાં કહ રહે હો અર્જુન તુમ. ઔર ગુરૂજી જરા ખુલકે હમ સબકો ભી બતાઓ ના..!’

હા, હા, સબ કો બતા’તા હું.

આ વસ્તુ જે તમારી સાથે પ્રકટીકલી થઇ એ હું તમને થોડા દિવસ પછી સમજાવવાનો જ હતો પણ આજે કહી જ દઉં.

યોગ અને ધ્યાનની એટલી બધી શક્તિઓ છે કે તમે કે હું ગણી નહિ શકીએ..! અને એના માની એક અદભૂત કહી શકાય એવી શક્તિ છે ‘અદ્રશ્ય’ થવાની શક્તિ.

શું અદ્રશ્ય થવાની શક્તિ ?!

હા, અદ્રશ્ય થવું કે તમારા શરીર નું અસ્તિત્વ ભૂલી જવું.! પણ આ શક્તિ મેળવવા રીતસર નું તપ કરવું પડે તપ તમારે. અને તમે જેમને ત્યાં જોયા એ ‘હઠયોગીઓ’ હતા અને યોગ નો જ એક બીજો પ્રકાર છે ‘હઠયોગ’.

અને જે ધ્યાન અને યોગ ના પારંગત થઇ જાય તેમનેજ આ હઠયોગ ફાવી શકે. કેમકે તેમાં મન અને શરીર બંને ઉપર કાબુ મેળવવા નો હોય છે. એ હઠયોગીઓ ન જાણે કેટલા વરસો થી ત્યાં તપ કરી રહ્યા છે એ કોઈ નથી જાણતું..! અને આવા અનેક હઠયોગીઓ તમને આ પહાડોમાં મળી જશે.! જે કંઈક ને કંઈક વિચિત્ર કરતા હશે.

પણ એ લોકો ને આટલા વર્ષો થી શું ભૂખ નહિ લાગતી હોય? પેલા ભૂખ્યા ભાઈ એ પ્રશ્ન કર્યો.

યોગમાં એવી શક્તિ છે કે એ તમને ભૂખ પ્યાસ થી પર કરી દે છે. ટૂંક માં તમારી ઇન્દ્‌રિયો તમારા વશ માં હોય એટલે તમે ઈચ્છો તોજ તમને ભૂખ લાગે નહીતો નહિ...! અને એ લોકો તો વરસો થી બસ સમાધિ માંજ છે તો ભૂખ નો વિચાર પણ ન આવે ને..!

બસ, હવે ગભરાવાની જરૂર નથી અને બધા રિલેક્ષ થઇ જવો. આ તો બસ તમારા માટે યોગ ના ચમત્કાર નો પ્રેક્ટીકલ અનુભવ હતો એવું વિચારજો. અને હા, કોઈને હજુ અનુભવ કરવો હોય તો એ લોકો ત્યાંજ હશે કાલે આપણે જઈએ...!!

ના...ના..ગુરૂજી..! ચાલશે મને તો ચાલશે પેલા એમ.બી.એ. વાળા ભાઈ બોલ્યા.

સૌ હસવા લાગ્યા અને થોડા નોર્મલ થઇ ગયા.

જતા જતા ગુરૂજીએ બધા ને ‘હઠયોગ’ વિશે થોડું ઊંડાણથી સમજાવ્યું કે હઠયોગ થી પાણી, હવા, અગ્નિ, અને અવકાશ પર પણ કાબુ મેળવી શકાય છે તો પછી પોતાના શરીર પર તો મેળવી જ શકાય ને...! છેલ્લે તો શરીર પણ આ જ પંચતત્વો નું બનેલું છે ને..! અને હવે બધાને વિશ્વાસ બેસી ગયો કે યોગ થી આ પણ સમભવ છે...! અને અર્જુને તો પેહલા આ બધુ વાંચેલું હતું પણ અનુભવ પેહલીવાર થયો.

બધા આજની રાતને કદી નહિ ભૂલી સકે..! અને યોગના આ પ્રેક્ટીકલ સેશનને તો જીવનમાં ક્યારેય પણ નહિ.

પોતપોતાની ડીસ વોસ એરિયામાં મૂકીને બધા મનુકાકા સામે જોતા જોતા ઉપર પોતાના રૂમ તરફ જવા પ્રયાણ કરે છે.

‘મનુભાઈ ને પણ આ હઠયોગીઓ નો અનુભવ થઇ ગયેલ છે’ ગુરૂજીએ બધાને સમજાવ્યા.

‘હા, હા, એની વાતો પછી ફરી ક્યારેક કરીશું અત્યાર માટે આટલું કાફી લાગે છે...!’ મનુકાકા હસતા હસતા સૌને શુભરાત્રીની શુભેચ્છા આપે છે.

બધા એકબીજાને ગુડ નાઈટ...જય શ્રી ક્રિષ્ના....શુભ રાત્રી કેહતા કેહતા....પોતપોતાના રૂમમાં જઈ ચાદર માં ભરાઈ જાય છે. અને અર્જુન પોતાના આવા અનેક અનુભવો અને યોગના પ્રેક્ટીકલ સેશનો થી જાણે અપગ્રેડ થઇ રહ્યો છે ભવિષ્ય માટે...! અને આવા ચમત્કારોને એ પોતાની ગોલ્ડન ડાયરીમાં ઉતારવા માટે કેટલો તત્પર હોય એ સૌ સમજી સકે છે..!

બધાજ રૂમની લાઈટો બંધ છે, પણ અર્જુનના રૂમની લાઈટ હજુ ચાલુ છે..! અને હવે આ લાઈટ મોડે સુધી ચાલું રેહશે એ ગુરૂજી અને પેલા મિત્રો સિવાય આશ્રમમાં રેહતા મનુકાકા રસોયીયા અને તેમના સાથીદારો અને ગુરૂજીના આસિસટન્ટ અને બીજા બધાને પણ ખબર પડી ગયી છે..!

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED