મોર્ડન મહાભારતનો અર્જુન - 15 Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોર્ડન મહાભારતનો અર્જુન - 15

(15)

(મેઈન ધ્યાનકક્ષ)

‘કેમ અર્જુન આજે મોડું થયું...?’ સર્જન જે ધ્યાનમાં હતો પણ અર્જુને આવતા જોઈ ગયો.

‘બસ, થોડું વધારે નાહવાનું મન થઇ ગયું એટલે’ અર્જુન ધીરે થી પોતાની જગ્યાએ બેસતા બોલ્યો.

‘શું? આવા ઠંડા પાણીમાં પણ..? હું તો સવારમાં નહ્‌તોજ નથી !’

‘એટલે તું..!’

‘અરે, ના-ના એવું નહિ પણ હું બપોરે નહાઈ લઉં છું.’

‘ઓકે, મને એમ કે તું નાહવા ની ગોળી ખાય છે.’

‘એય, પ્લીઝ..!’ કોઈકે આગળ થી ધ્યાન ભંગ થતું હોવા થી મો બંધ કરવા કહ્યું.

‘યેસ, યેસ’

અર્જુને પોતાની આંખો બંધ કરતા પેહલા પેલા ભાઈને શાંતિથી જવાબ આપ્યો. અને પોતે પણ ધ્યાનમાં જવા આંખો બંધ કરી બેસી ગયો.

આજે વેહલી સવારમાં ગુરૂજી એક નવીજ ટેકનીક થી શિબિર ચાલુ કરી, જેમાં બધા એ ચુપચાપ પોતાની જગ્યાએ આવીને બેસી જવાનું હતું. અને પોતાનું ધ્યાન એટલું સતેજ કરવાનું હતું કે જેટલું સહજ ગુરૂજી નું ધ્યાન હોય અને જયારે ગુરૂજી ને ખબર પડી ગઈ કે બધા કક્ષ માં હાજર થઇ ગયા છે અને બધા પોતાની ધ્યાન અવસ્થા માં બેસી ગયા છે ત્યારે ગુરૂજી ધ્યાન અવસ્થા થી જ પોતાના નવા ચેપ્ટરની શરૂઆત કરી, જેની જાણ અર્જુનને ન હતી કેમકે એ થોડો મોડો પડયો હતો.

‘અર્જુન, તારે મોડું થયું એ મને ખબર છે, પણ તું આજે કંઈક ચિંતામાં હોય તેમ લાગી રહ્યું છે?’ ધ્યાન ની અવસ્થામાં જ ગુરૂજી બધા ના ખબર અંતર પૂછી લેતા જેથી કોઈ ની પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઇ જાય અને બીજા ને ખબર ના પડે જો પર્સનલ હોય તો અને જો પર્સનલ ન હોય તો પણ.!

‘હા, સર, મને બીજું કંઇ નહિ પણ બસ મારી એ પાછલી લાઈફ જે હું ત્યાં ૧૨ મહિના પેહલા મૂકી આવ્યો છું તેની છે, ત્યાં બધું ઠીક તો હશે ને?

‘બધું ઠીક હશે, અને આ સમય કંઇ બહુ વધારે નથી.’

‘કેમ ? સર હજુ પણ તમે એમને બધા ને કંઈક વધુ સમય માટે રોકવા ના છો?’

‘અરે, ના આવું નથી. પણ હા, જે મારે શીખવવું છે ટે તો બસ આજ છે !!!’

‘એટલે ..?’

‘એટલે, એજ કે તમે તમારી ઇન્દ્‌રિયો ને કેવી રીતે વશ કરીને એનો વધુ માં વધુ ઉપયોગ કરી શકો.’

‘હા, સર એ તો તમે રોજ શીખવો છે ને’

‘હા, પણ આજે તું જે કરી રહ્યો છે તે અદભૂત છે.!’

‘એટલે હું શું કરી રહ્યો છું?’ અર્જુન જરા જબ્ક્યો હોય તેમ.

‘કંઇ નહિ બસ, ધ્યાન માંથી વિચલિત ના થઈશ.’

‘ઓહ...! ઓકે હવે ખબર પડી હું ટેલેપથી થી વાત કરી રહ્યો છું.’

‘ના, આ ટેલીપથી નથી.’

‘તો?’ અર્જુન વધુ મુન્જાયો.

‘આ તારી જ્ઞાનેન્દ્‌રિય દ્વારા તું મારી સાથે વાતો કરી રહ્યો છે અને એમાં તને મારો અવાજ પણ સંભળાતો હશે ક્લીયર.’ ગુરૂજી એ સમજણ આપી.

‘હા, સર પણ આ તો અમે ગણી વાર કરીએ છીએ હું અને સર્જન, એ ખબર છે.’

‘પણ, ટેલીપથીમાં તું અને સર્જન અથવા જેની સાથે તું વાત કરતો હો તેની સાથેજ વાત કરી સકે છે એ પણ ફક્ત વિચારો થી કદાચ અવાજ ન પણ આવે..!’

‘હા, સર અવાજ નહોય પણ કોમ્યુંનીકેસન તો થઇ જાય છે.’

‘કોમ્યુંનીકેસન થાય પણ, ફક્ત ૧ કે ૨ વ્યક્તિ સાથે.’

‘મતલબ..?’ હવે અર્જુન ને કંઈક નવું લાગ્યું.

‘ મતલબ અત્યારે તું બોલ્યા વગર પણ બધાને સંભળાય છે આ વર્ગમાં.’

‘અર્જુન..! હા-હા-હા’ સર્જન હસ્યો.

‘હેલ્લો, અર્જુન‘દા..!’ પેલા બંગાળી કાકા પણ ધ્યાનમાં જ હતા પણ બધું સાંભળી શકતા હતા.

‘ઓહો...તો તમે બધા ગુરૂજી ની ધ્યાન ફ્રિકવન્સી માંજ છો એમને.’ અર્જુન ચોક્યો.

‘હા, હા, અર્જુન તું લેટ આવ્યો ત્યાં સુધી આ બધા મારી આજ એક્સ્સરસાઈઝ પર કામ કરી રહ્યા હતા. અને તું મોડો આવ્યો એટલે મેં એ બધા ને કંઈક પણ કેહવા ના પડી હતી’ ગુરૂજી એ અર્જુનને હવે બધી રીતે ક્લીયર કર્યું.

થોડીવારમાં બધાજ નોર્મલ થઇ ગયા અને આંખો ખોલી ને તરતજ અર્જુન તરફ જોઈને હસવા લાગ્યા.

‘શું સર?, તમે પણ મને કહ્યું નહિ, અને આ લોકો ને વળી પાછો મોકો મળી જશે મારી મઝાક ઉડાડવા નો.’

‘અરે, એમાં શું આતો એક નાની મજાક હતી હજુ તો આવી ગણી બધી મજાક બાકી છે’ સર્જને સર સામે જોતા કહ્યું.

‘હા, હા, આવું તો ગણું બધું જાણવાનું છે.’

‘ઓહ, ભગવાન એકવાર જો હું મોડો આવું તો આ લોકો કેટલા બધા આગળ નીકળી જાય છે.’ અર્જુન મન માં બોલ્યો.

‘કંઇ વાંધો નહિ અર્જુન. એ લોકો તારાથી ગણા આગળ નથી.’ ગુરૂજી એ અર્જુન સામે જોતા મન થીજ જવાબ આપ્યો અને થોડું હસ્યા.

અર્જુને પણ ટૂંકી સ્માઈલ આપી ને જવાબ સ્વીકાર્યો.

‘તો ચાલો, આગળ વધીશું.? ગુરૂજીએ બધા ને થોડા સાવધાન કર્યા.

અને ગુરૂજી આ બધાને યોગ અને ધ્યાનના દરિયામાં વધુ ઊંડે સુધી લઇ ગયા.

***

(પ્રકૃતિ નો સ્પર્શ)

ધ્યાનના નવા એક સેશન પછી બધા હળવા મૂડમાં પોતપોતાના રૂમમાં કોઈ આરામ કરી રહ્યા છે તો કોઈ પોતાની બૂક વાંચી રહ્યા છે કોઈ પેન્ટિંગમાં મશગુલ છે તો કોઈ અલગ અલગ ગેમમાં મશગુલ છે. અર્જુન અને સર્જન પણ પોતાના રૂમમાં બીજા મિત્રો સાથે બેઠા છે અને બસ ગપ્પા મારી રહ્યા છે.

પણ અર્જુનને આ બધા માં રસ પડતો નથી એટલે વિચારે છે થોડીવાર માટે બહાર લટાર મારી લઉં.

અને આમેય અર્જુન આખા દિવસમાં ધ્યાનના પાસાઓને જાણ્‌યા અને સમજ્યા પછી કોઈ એવી જગ્યા એ જઈને બેસી જતો જ્યાં કોઈ એને ડીસ્ટર્બ ના કરે. અને એ પોતાની જાતમાં ખોવાઈ જતો.

સર્જન, હું જવું છું મારી રોજની જગ્યાએ મને બસ યાદ કરાવજે જયારે તમે બધા ડીનર માટે નીચે જાવ ત્યારે...ઓકે..! અર્જુન પોતાની બુટ પેહરતા બોલ્યો

હં...ઓકે હું કહીસ. સર્જન બીજા મિત્રો જોડે વ્યસ્ત હતો એને પોતાનો હાથ ઉંચો કરી ઈસારો કર્યો.

ક્યાં જાય છે આ અર્જુન ..! પેલા સર્જનની બાજુમાં બેઠેલા મિત્ર એ પ્રશ્ન કર્યો.

‘બસ એતો અહિયાં આશ્રમની પાછળ પેલી નાની ખીણ પાસે જ્યાં ઝરણું પડે છે ત્યાં રોજ જઈને બેસી રહે છે કંઈક વિચારો માં. કદાચ સંજુ ની યાદ આવતી હશે એને..!! મજાક માં સર્જને જવાબ આપ્યો.

ઓહો...તો લવ સ્ટોરી છે આ અર્જુન અને સંજુ ની એમને..?

હા, લવસ્ટોરી જેવુજ કંઈક છે !

તો મને કહે ને એની લવ સ્ટોરી..! પેલા ભાઈને થોડી જીજ્ઞાસા જાગી.

‘અરે, એ પછી કહીસ અત્યારે આ ગેમ પૂરી કર.. ચેસ્સ ના પ્યાદા ને સરખા મુક્તા સર્જન તેના મિત્રો જોડે પાછો પોતાની ગેમમાં પરોવાઈ ગયો.

અર્જુન તેની રોજની જગ્યાએ આવીને બસ પોતાની જાતને કુદરતને સોપી દેવા તૈયાર છે.

ઝરણાની નજીક જઈને બેસી જાય છે અને પોતાની સામે આથમતા સુરજની પીળી રોશનીમાં સોનાની ચાદર ઓઢેલ ચળકાટ મારતા પર્વતો છે, પોતે બેઠો છે એ પથ્થર થી થોડેક દુર જ એક ઊંડી ખીણ છે જેમાં આ ઝરણું વિલીન થઇ જાય છે, અને પાછળ નાના નાના વ્રૂક્ષોથી બનેલી ઝાડી છે.

અર્જુન ધીમે ધીમે પોતાના કાન, આંખો અને હલનચલન બંધ કરીને પોતાની ધ્યાનરૂપી આંખો અને કાન પોતાના મનમાં ખોલે છે.

ધીરે ધીરે બાજુમાં વેહ્‌તું ઝરણું ધ્વની રહિત થઇ જાય છે, પોતાની પાછળ પેલી ઝાડી માંથી આવતો પક્ષીઓનો કલરવ અને અંધારાની રાહમાં બેઠા અન્ય જીવોના અવાજ જાણે મ્યુટ થઇ રહ્યા છે. અને અર્જુન બસ તેના મનમાં પ્રકૃતિને પોતાના વિચારોના હાથ વડે સ્પર્શી રહ્યો છે.!

જાણે અર્જુન પોતે જ આ પ્રકૃતિનો ભાગ છે અથવા કહો કે પ્રકૃતિ અર્જુનનો ભાગ છે તેમ આ બધી વસ્તુઓ એકબીજામાં વિલીન થઇ ગયી.

થોડીવાર પેહલા આવતો આ ઝરણાનો અવાજ ગાયબ. પેલા તમ્મરાઓ અને પંખીઓનો કલરવ પણ ગાયબ. ઠંડા પવનમાં લેહરાતી ઝાડની ડાળીઓનો અવાજ પણ ગાયબ. અરે હવે તો અર્જુનને પોતાના શ્વાસો નો અવાજ પણ નથી સંભળાતો..! હવે પ્રકૃતિ અને અર્જુન એકબીજાથી અલગ નથી એમ કહી શકાય તેવું કંઈક બની રહ્યું છે..! અદભૂત અને અતિઆનંદિત થઇ જવાય એવો અનુભવ અર્જુન અત્યારે કરી રહ્યો છે. અને આવો પ્રકૃતિ નો સ્પર્શ કરવા અર્જુન રોજ આ જગ્યાએ આવે છે.

અર્જુન આવી રીતે આખી આખી રાત બેસી રહે છે અને ક્યારેક તો સર્જનને રાતના સમયે એને ઉઠાડવા કે સમાધિ માંથી બહાર કાઢવા આવવું પડે છે..! અને એના ચક્કરમાં એકવાર બિચારો સર્જન આ ખીણમાં પડતા પડતા રહી ગયેલો ત્યારથી એ અંધારામાં આ બાજુ આવવાનું સાહસ નથી કરતો.

પણ, હવે તો બસ એના ટેલીપથીના પાવર થી જ અર્જુનને મેસેજ કરીને બોલાવી લે છે અથવા સંદેશો આપી દે છે. અને હવે તો પાછી આજે ગુરૂજી એ એક નવી ધ્યાનની ટેકનીક શીખવાડી છે જેમાં ટેલીપથી કરતા પણ થોડુ એડવાન્સ છે. એટલે હવે સર્જનને ત્યાં જવાનું કે કોઈ ખોટું રિસ્ક લેવાની જરૂર નથી ! અને આ ટેકનીક થી એ હવે અર્જુનને પોતાના રૂમમાં બેઠા બેઠા બુમ પાડી શકશે એટલેકે બોલાવી શકાશે.!!

***

(મસ્તી નું હવનકુંડ)

સર્જન તેના ટેલીપથીના પાવર થી અર્જુનને બોલાવી લે છે અને થોડીવારમાં બધા ફ્રેસ થઇને

હવનકુંડ માં ડૂબકી લાગવા પોહચી ગયા છે...!

હા, ‘હવનકુંડ’ એટલે આશ્રમની એક એવી જગ્યા કે જ્યાં બધા નાના બાળક બની ને એક બીજા ને પ્રશ્નો કરી શકે..! કોઈને પણ અને એમાં ગુરૂજી પણ આવી ગયા...!

હવનકુંડ એટલે એવી સમાધિ કે જ્યાંથી નજાણે કેટકેટલા વિદ્વાનો પોતાની અસલી પ્રકૃતિ ને જાની ચુક્યા છે..!

હવનકુંડ એટલે એવી જગ્યા કે જ્યાં કોઈ કોઈના પણ ભારેસે નહિ પણ પોતાની જાત પર વિસ્વાસ મુકીને પોતાની ટેલેન્ટને બધા વચ્ચે જુસ્સાથી પ્રગટ કરી શકે એવી જાહેર એકાંત જગ્યા..!!

ટૂંકમાં લોકો માટે પોતાનો અંદર નો ભય ભગાવાની બેસ્ટ જગ્યા એટલે ‘હવનકુંડ’. અને હા, એ જગ્યા છે આશ્રમનો ભોજન ખંડ.

જ્યાં બધાએ સાથે બેસીને એકબીજા ના વિચારો આપ લે કરવાના અને શાંતિથી જમવાનું. ગુરૂજી પણ અહિયાં નાના બાળક બની ને આ બધા વચ્ચે ભળી જાય છે અને રમુજ રમુજ માં અમુક વસ્તુ નું જ્ઞાન પણ આપી દે છે. અને આ જગ્યા એવી છે જયા બધા પોતાની શરમ છોડી નાખવા વિવષ થાય છે કેમકે આ જગ્યા નો પ્રભાવ જ કંઈક એવો છે. કેમકે કેહવાય છે ને મનુષ્યના દિલ સુધી પોહ્‌ચવાનો રસ્તો એના પેટ માંથી થઇ ને હોય છે તેમ મસ્ત મસ્ત જમવાનું પેટ માં જાય કે તરત પોતાના દિલ ની વાત બહાર. અને એમાય એવી વસ્તુ બહાર આવી જાય જે વરસો થી અંદર દબાયી ને પડેલી હોય ! અને એમાં કોઈ દિવસ કોઈક ના આંશુ પણ બહાર આવી જાય છે તો કોઈ દિવસ કોઈ પાગલ ની જેમ હસવા પણ લાગે છે ! પણ પોતાના દિલની વાત બધાને કરીને સૌ ખરેખર હળવા ફૂલ જેવા થઇ ને ફરી પાછા ખીલી ઉઠે છે..! અને પોતાના જીંદગીમાં કંઈક નવા અને પોતે સેવેલા સપનાઓ કે મુકામો હાંસલ કરવાના નવા નવા રસ્તાઓ શોધી લે છે. એમ કહો કે બધા પોતાની લાજ કે શરમ ની આહુતિ આ મસ્તીના હવનકુંડમાં આપી ને પોતાની ‘ઇનર સ્ટ્રેન્થ’ ને અહી પ્રગટ કરે છે. અને આ એક એવું હવનકુંડ છે જેમાં પોતાની જાત ને સમર્પિત કરવાની હોય છે. એટલે ના છુટકે પણ પોતાની જાત ને તપાવવી પડે અને જાતને તપાવી ને ખરા સોના જેવી ચમકાવી લે છે સૌ અહી. અને આ ‘મસ્તીના હવનકુંડ’ ની શરૂઆત પણ ગુરૂજી એ એવા ઉદેસ્યથી જ કરેલી હતી કે કોઈ પણ માણસ જો પોતાની જાત ને પાછો પોતાના મસ્તી ના માહોલ કે પછી બાળપણમાં લઇ જાય તો ખરેખરો પોતાનો પાવર અને પોતાની અલૌકિક શક્તિઓ એ પાછો મેળવી શકે.! કેમકે જન્મથી તો આપણે બધા ખુબ પવિત્ર અને શક્તિશાળી હોઈએ છીએ અને બધી અદભૂત શક્તિઓ થી સજ્જ પણ હોઈએ છીએ પણ જેમ જેમ દુનિયાના રીતોરીવાજ ની ચામડી આપણા ઉપર ચડતી જાય છે તેમ ધીરેધીરે આપણી અંદરની શક્તિઓ અને કુદરતની અલૌકિક શક્તિઓ વપરાયા વગર સુષુપ્ત અવસ્થામાં જતી રહે છે. અને આવી સુષુપ્ત અવસ્થામાં ગયેલી શક્તિઓને જગાડવાનું સમભવ છે ફક્ત પાછા પોતાના બચપણમાં જઈને. અને એવો મસ્તી નો માહોલ ફરી ઉભો કરીએ જેમાં આપણી અદભૂત શક્તિઓ જાગૃત હતી. એવા મસ્તીના માહોલ ને દરરોજ અહી સર્જવા માટે ગુરૂજી ખુદ અહી આ મસ્તીનું હવનકુંડ પ્રગટાવે છે..!

દિવસ ના ત્રણેય ટાઇમ બધા અહિયાં જ જમે છે. પણ, સવારમાં બધા થોડા સીરીયસ હોય છે અને બપોરે બધા થોડા ભૂખ્યા હોય છે! એટલે મસ્તી મઝાક અને સવાલ જવાબ નો માહોલ સાંજના જમણમાં વધારે હોય એ સ્વાભાવિક છે. અને આમેય સાંજનો સમય અહિયાં હિમાલયની ગોદમાં થોડો વધારે સુહાનો હોય છે..! બધા જાણે પોતાના ઘરમાં પોતાના માંના ખોળામાં આવી ગયા હોય જેમ પોતાના બચપણમાં આખો દિવસ રખડયા પછી શાંતિ અને સુકુન તો માંના ખોળા માંજ આવતું તેમ.!

ડાયનીંગ ટેબલ પર જુના અને નવા ગીતો ની રમજટ જામી છે. અને બધા રોજની જેમ ટેબલ અને વાસણોને પોતાના વાજિંત્રો બનાવીને મહાલ જમાવી દીધો છે..!

અર્જુનના સિંગિંગ ટેલેન્ટના ‘હન્ટિંગ’ માં પણ આ મસ્તીના હવનકુંડ એટલે કે આશ્રમના આ ભોજનકક્ષ નું બહુ મોટું યોગદાન છે. અર્જુન તેનું પેહલું જાહેર પરફોર્મન્સ અહી આપીને જ આટલો જોરદાર સિંગર બન્યો છે. હા, અત્યારે તો એ આશ્રમમાં એકલોજ એવો સિંગર છે જે જોરદાર છે...!!

આવા ગણા બધા ટેલેન્ટો અહિયાંથી બહાર આવ્યા છે. અને જો ટેલેન્ટ બહાર આવે તેમ

હોય તો મસ્તી તો બહાર આવીજ જાય અને તમે જે કંઈ તમારા મનમાં લઈને આવ્યા હો તે બધું આ મસ્તીના હવનકુંડમાં હોમવુંજ પડે કેમ કે બીજો કોઈ રસ્તોજ નહતો પોતાના મનના વિચારોની આહુતિ આપવાનો..! અને એટલેજ બધાએ કદાચ આ જગ્યાને ‘મસ્તીનું હવનકુંડ’ એવું નામ આપ્યું લાગે છે.

મસ્તી ભરી રાત માં રોજ સૌ પોતપોતાના પેટની ભૂખ મીટાવવા ની સાથે સાથે પોતાના મન ની કે પોતાના ટેલેન્ટની ભૂખ પણ અહિયાં જ મીટાવે છે. આખા દિવસનો થાક જાણે ચુટકીમાં ગાયબ થઇ જાય છે. અને ભોજનના સ્વાદ સાથે સાથે પોતાની દોસ્તી અને એકબીજાના હુંફ નો સ્વાદ પણ ચાખવા મળી જાય છે..!

કોણ ગુજરાતી..? કોણ બંગાળી..? કોણ મહારાષ્ટ્રીયન..? કોણ કેટલું ભણેલું છે કોણ અભણ છે..? એ બધા નો ભેદ ભાવ ભૂલી ને અહિયાં સૌ સાચા અર્થમાં માનવી બની જાય છે..!

દરેક ને પોતાના જીવન માં થોડો સમય પોતાની આ ફાસ્ટ લાઈફ અને પોતાના પરિવાર થી અલગ વિતાવવો જોઈએ તોજ પોતાના માનવી હોવા નો એહસાસ થાય..! અને અહી સૌ પોતપોતાના પરિવારને એકબીજામાં શોધી લે છે... !

***