મોર્ડન મહાભારતનો અર્જુન - 14 Suresh Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

મોર્ડન મહાભારતનો અર્જુન - 14

(14)

(ધ્યાન મિસન પર જવાની તૈયારી)

અર્જુન તેની સાથે સર્જન અને મેહુલને ધ્યાનના એડવાન્સ કોર્સ માટે હિમાલયના પેલા આશ્રમ પર જે યોગેસ સરે જણાવેલ છે ત્યાં લઇ જવા તૈયાર કરે છે.

સર્જનને તો આ વસ્તુમાં હવે મજા પડી છે અને થોડું વધુ કંઈક શીખવું છે એટલે એ તેના ઘરના બધાને સમજાવી પણ આવ્યો છે. પરંતુ મેહુલ જે ચાહે તો પણ આવી ન શકે એવું લાગે છે..! મેહુલને પોતાને પણ થોડી ગણી ખિચકાટ છે ત્યાં આવવા કેમ કે પેહલાજ યોગેસ સરે કહી દીધું કે ત્યાં મોબાઈલ કે ઈન્ટરનેટ અલાઉડ નથી અને પુરેપુરા કોર્સ દરમિયાન તમારે અહી નો એટલે કે ઘર અને ફ્રેન્ડસ નો સંપર્ક તોડી નાખવો પડશે.

અને આમેય મેહુલ ના પપ્પા તેને હવે થી દુકાને વધારે બેસાડે છે તેનો એક કારીગર રજા પર છે એટલે અને દુકાનનું કામ હાલ સીઝન છે એટલે વધુ રેહવાનું. તો ટોટલ ૩ માંથી ૨ નું ફાઈનલ થાય એમ લાગી રહ્યું છે.

મેહુલ છેલ્લી ઘડીએ છૂટી જાય તેવું લાગે છે..! પણ અર્જુન અને સર્જનના દબાણને કેટલો વશ થાય છે મેહુલ એ જોવાનું રહ્યું..!! અને હા, મેહુલ પણ છે પાક્કો ગુજરાતી વેપારી..! એટલે જો એને ત્યાં જવાથી કંઈક ફાયદા જેવું લાગશે તો એના પાપાને પણ ચપટીમાં બાટલીમાં ઉતારી નાખશે એમાં પણ વાર નહિ કરે, એટલે ચાન્સ ૫૦-૫૦ છે જોઈએ..!

‘અર્જુન તો આટલો બધો એક્સાઈટ થઇ જૈસ યોગા વિશે એ મને ખબર નહતી...!’

‘હા, પપ્પા મારે હવે મારૂં મિસન મળી ગયું છે..!’

શેનું મિસન..? ધ્યાન કે યોગ એ તારૂં મિસન છે.’

‘એ બધું હું તમને પછી સમજાવીસ. અત્યારે તો બસ તમે અને મમ્મી પ્રાથના કરો કે મને જે જોઈએ છે તે બધું ત્યાં જઈને મળી જાય’

‘કેમ તારે શું જોઈએ છે?’

‘કંઇ ખાશ નહિ મમ્મી, બસ ધ્યાન અને યોગા નું ભરપુર નોલેજ...!’

‘હા, તો એજ તો લેવા જઈ રહ્યા છો તમે તો મળી જશે.’

‘અને હા, આ બધું તો ઠીક છે પણ તમારે જલ્દી બધું સીખીને વળી પાછુ તમારા અભ્યાસ પર પૂરૂં ધ્યાન આપવાનું છે એ યાદ રાખજો.’

‘હા પપ્પા, અમે ત્યાં થોડું ગણું રીવીસન કરવા માટે બુક્સ પણ લઇ લીધી છે.’

‘ઓહ...સારૂં..સારૂં.!’

‘જો અર્જુન અમ તારૂં ફેવેરીટ ચવાણું, લીંબુ નું અથાણું પણ મુકું છું’

‘અરે, મમ્મી આ બધું ત્યાં અલાઉડ નહિ કરે.’

‘અરે, તું લઇ જા ને બધા ને આપજે.’

અર્જુન પોતાની બેગ પેક કરવા માં મશગુલ છે થોડીગણી બુક્સ અને પોતાનું બીજું અંગ એવું ‘ગાંડીવ’ એવું ગીટાર પણ સાથે લઇ લે છે.

અર્જુનના ઘરે તો બધા પેકિંગમાં મશગુલ છે.

સર્જન ના ઘરે પણ એજ હાલ છે. પણ સર્જન તો બહુ બધી વસ્તુઓ લેવા માં માનતો નથી એતો બસ પોતાના થોડા ગણા કપડા અને એક બે ગેમ્સ પણ લઇ લે છે ટાઇમ પાસ માટે. કેમકે તેને ખબર છે કે પૂરો દિવસ ધ્યાન અને યોગા ના ડોઝ પછી જો મોબાઈલ અને કોમ્પુટર નહિ હોય તો કંઈક તો જોઇશે ને મન હળવું કરવા નહિતર પૂરેપુરા બાબા જ થઇ જવાશે...!

આ બધા થી ઉલટું મેહુલ ના ઘર નો માહોલ થોડો ગરમ છે.

‘કેમ તારે વળી ત્યાં જઈ ને શું ઉખાડી લેવું છે..?’

‘અરે, પપ્પા, તમને ખબર છે ને હું પેલા યોગા કલાસીસ માં જતો હતો ને એજ કોર્સ નો અડવાન્સ કોર્સ કરવા જઈએ છીએ અને અમારી ટીકીટ પણ આવી ગયી છે તો પ્લીઝ જવા દોને...!’

‘ટીકીટ પણ આવી ગયી ..!? તે મને પૂછ્‌યા વગર..!?’

‘અરે મને પૂછ્‌યું હતું. બધા જવાના છે એમ સમજી ને મેં હા પડેલી..!’ મેહુલની મમ્મી અધવચ્ચે ગભરાતી બોલી.

‘ઓહો તો પ્લાનીગ પૂરૂં છે. કંઇ વાંધો નહિ. તારી મરજી આ તો હું તારા માટે નવું બાઈક બુક કરવાનો હતો આ મહિનાના એન્ડમાં પેલી ઉઘરાણી આવી જાય એટલે.’

‘ઓહ, પપ્પા પ્લીઝ તો હું આવી જાઉં પછી બુક કરાવજો પ્લીઝ..! અને હા, કદાચ મને ત્યાં નહિ ફાવે તો હું જલ્દી આવી જઇશ પણ અત્યારે જાઉં પ્લીઝ.’

‘પણ તમારૂં ભણવા નું બગડશે એનું શું?’

‘અરે પપ્પા અમે કોલેજ માંથી તો ક્યાર નું પરમીસન લઇ લીધું છે અમે પ્રોજેક્ટ માટે જઈએ છીએ એવું લખી આપ્યું છે પ્રિન્સિપાલે. એટલે અમે આવી ને એકસામ આપીશું.’

‘સારૂં ...સારૂં મને કંઇ વાંધો નથી પણ દુકાને થોડી તકલીફ પડશે.’

‘સોરી પપ્પા. પણ હું કદાચ વેકેસનમાં ફરવા ગયો હોત તો તમે શું કરતા.?’

‘અરે, ભલે હવે હું બધું સાંભળી લઈશ તું જા.’

‘થેંક્યું પપ્પા’ મેહુલ તેના પપ્પા ને વળગી ગયો. અને પેકિંગ કરવા મમ્મીને પોતાના રૂમ તરફ લઈ ગયો.

ધ્યાન મિસન પર જવાની તયારી પૂરી થઇ ગયી હોય તેમ બધા એકબીજા ને ગૂડનાઈટ વિશ કરીને આરામ થી હિમાલય ના સપનાઓમાં ખોવાઈ ગયા....!

***

અપગ્રેડીંગ... અર્જુન

હિમાલયન પર્વતમાળાના ઊંચા ઊંચા પહાડોની વચમાંથી જાણે કોઈ વાદળોની નાજુક ચાદરને તીક્ષ્ણ ધારથી ચીરી રહ્યું હોય તેમ સૂર્યના કિરણો વેહલી સવારમાં ખુબ ઝડપથી વાદળોને ચીરીને આગળ વધી રહ્યા છે. અને "મહાપુરૂષ" જેવા દુર ઉભેલા આ મહાન સ્થીતપ્રગ્ય, વિરાટ અને સુંદર એવા પર્વતો જાણે અંધકારરૂપી લાજ છોડીને સફેદ બરફના વસ્ત્રો પેહરીને યુવાન હૈયે અડગ થઇ આપણને પણ જીવનના દરેક ક્ષણ માટે અડગ રેહવા તૈયાર કરતા હોય તેમ ચકચકિત સૂર્યના સોનેરી તેજ થી દ્રશ્યમાન થાય છે.

અર્જુન જે કાલ ના એના વિદ્યાભ્યાસના થોડા ઓવર ડોઝથી થાકી ગયો હોય તેમ લાગી રહ્યું છે. નહિ તો રોજની જેમ પેહલા ધ્યાનકક્ષમાં પોહાચવાની જગ્યા એ હજુ સુધી ચાદરમાં જાણે સુર્યસેના સામે યુદ્ધે ચડયો હોય તેમ ઉઠવા પ્રયત્ન કરે છે.

"જી, હાં.. અર્જુન જે નાનપણ થી પોતાના જીવનમંત્ર કે પછી પોતાના જીવનના અમૂલ્ય લક્ષ્યથી અનજાન હતો તે હવે લગભગ તેના લક્ષ્યથી અને કુદરતના પેલા અલૌકિક ઈશારાઓ થી વાકેફ થઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે. એટલેજ તો આટલા બધા પ્રલોભનો અને ૨૧મી સદી ના કેહવાતા ઉચ્ચ સામાજિક અને મોર્ડન જીંદગીને ત્યજી ને અહી હિમાલયની તળેટીમાં ફક્ત ને ફક્ત પોતાની આત્મખોજ અને આત્મશક્તિની સાચી ઓળખ મેળવવા અને ખાસ કરીને પોતાના અદ્રશ્ય અને અદભુત એવી યોગશક્તિ અને સ્વયંશક્તિના પાવરને જગાડવા માટે આટલે દુર આવ્યો છે. બાળક માંથી જયારે યુવાનીના સુંદર ડગર પર પગ મુક્યો હતો ત્યારેજ અર્જુનને તેનામાં કંઈક અલૌકિક છે એવું અનુભવાઈ ગયું હતું. કારણ કે બચપણથી જ કુદરતના ઇશારા અને પોતાની શક્તિની જલક જોવા મળી ગયી હતી. અને એ વખતે અનજાન બનીને હસી મઝાકમાં કાઢી નાખ્યું હતું. પણ જયારે થોડો ગણો યોગાનો અને ધ્યાન નો અભ્યાસ કર્યા પછી એને એની સાચી શક્તિના દર્શન થયા ત્યારે એજ વખતે એને કુદરતનો ઇશારો સમજાઈ ગયો. પણ મોર્ડન સમાજમાં રહીને કોઈ અધ્યાત્મિક કે અલૌકિક કાર્ય કરવું હોય તો એ સંભવ નથી એ અર્જુનને જલ્દીજ સમજાઈ ગયું. અને તે વખતે જે યોગ અને ધ્યાન ના ગુરૂજીઓ કે બાબાઓ હતા તો અદભુત પણ મોર્ડન જીંદગીથી રંગાઈ ગયા હતા. એટલે અર્જુનને જે જોઈતું હતું એ તેઓ પાસેથી મળે તેમ નહતું અને દયાન અને યોગ નો જો સાચો ખ્યાલ અને જ્ઞાન મેળવવું હોય તો દુનિયામાં "હિમાલય" જેવું પવિત્ર અને અલૌકિક સ્થળ બીજે ક્યાં છે? અને જયારે પણ ધ્યાન અને યોગા વિશે જાણીને કે વાંચી સમજીને આટલો રોમાંચ થતો હોય તો પછી અર્જુન માટે આ કઠીન લાગતો પણ ખુબ મહત્વનો નિર્ણય લેવામાં કેમ ભૂલ થાય..! અને તેથી જ અર્જુન ફાસ્ટલાઈફ ને થોડા સમય માટે બ્રેક મારીને અહી વિરાન અને રમણીય પણ અલૌકિક એવી હિમાલયન ચોટીઓમાં આવેલ એક પરાક્રમી ગુરૂજીના સાનિધ્યમાં પ્રાચીન અને અદભૂત એવી યોગા અને ધ્યાનની જ્ઞાનગંગામાં નહાવા અને કઇંક મેળવવા આવ્યો છે."

કોલેજ લાઈફ દોસ્તોની મસ્તી-મજાક ભૂલીને ફક્ત ધ્યાન અને યોગા પર ધ્યાન કેન્દ્‌રિત કરવું સેહલું ન હતું અર્જુન માટે, પણ તેના પ્રિય મિત્ર સર્જનના સાથ વગર આ બધું અસક્ય જ હતુ. અને સર્જન ના બલિદાન ને પણ આપણે ના ભૂલી શકીએ એવું છે ! હાં,અર્જુનની સાથે સર્જન પણ ધ્યાન અને બીજી ગણીબધી વિદ્યાઓમાં પારંગત થઇ રહ્યો છે. અને સાથે સાથે મેહુલ ના થોડા દિવસો પણ બલિદાન જ કેહવાય. હા, મેહુલ પણ સર્જન અને અર્જુન ની જીદ ના લીધે આવી ગયો હતો પણ પપ્પા ની બીક અને પેલી એની ફ્રેન્ડની યાદમાં એ બહુ દિવસ રહી ના શક્યો. પણ જતા જતા એ પણ એક વચન આપતો ગયો છે કે જે પણ એ શીખ્યો છે તે બધા નો ભરપૂર અભ્યાસ કરતો રેહશે..!!

જોઈએ મેહુલ એની ફાસ્ટ લાઈફમાં ધ્યાનના માર્ગ પર કેટલો ફાસ્ટ ચાલી શકે છે એના મિત્રો વગર.

અને અહિયાં અર્જુન અને સર્જન તો જાણે ધ્યાન અને યોગાના માસ્ટર થઇ ગયા હોય તેમ એક બીજા ને રોજ કંઈક નવા અનુભવો અને બીજા મિત્રો સાથે તેના ચમત્કારો શેર કરતા રહે છે...!!

હા, અર્જુન અને સર્જન ની સાથે અહી બીજા પણ થોડા ગણા ધ્યાન ના વિદ્યાર્થિયો છે, ભલે તેમની ઉમર થોડી વધારે છે પણ એ પણ મનથી તો જુવાન જેવાજ જોસીલા છે.

સર્જનને તો બસ ટેલીપથીમાં મજા આવી ગયી છે એ જ્યારે હોય ત્યારે બસ ટેલીપથી થી એના મિત્રો જોડે વાતો કરી લે છે. અને હા ઘરથી દુર અને મોબાઈલ કે કોમ્પુટર પણ ન હોવાથી એ બિચારો સાવ એકલો પડી ગયો હોય તેમ લાગ્યા કરે છે! કેમકે અર્જુન તો પોતાનામાં જ મસ્ત છે અને એને જે જોઈતું હતું એ તો એને મળીજ ગયું હવે એને ક્યાં કોઈની યાદ સતાવાની હતી હા.. ક્યારે એ પણ ખૂણામાં બેસી ને મમ્મી પપ્પા અને સંજુ ને યાદ કરી લે છે. તો પણ સર્જન જેટલો એકલો નથી પડી ગયો અર્જુન, કેમકે એને ખબર પડી ગયી છે કે એ પોતે હવે કંઈક મોટું કરવા માટે તૈયાર થઇ રહ્યો છે અને કંઇક મોટી સિઘ્ધિ કે દુનિયાના માટે કંઇક કરવા જઈએ ત્યારે આપણે આપણી જાતે ને તમામ દુનિયાઈ બંધનથી છોડી નાખવી પડે છે. હા, પછી ભલેને એ બંધન પ્રેમનું હોય કે દોસ્તીનું હોય કે પછી બીજું ગમે તે..!

બીજી વાત એ મજાની થઇ આ હિમાલયના ઠંડા અને એકાંત વાસમાં કે અર્જુન જે બધા લોકોની વચ્ચમાં ગાવા માં શર્માંતો હતો એ શરમ એની અહી છૂટી ગયી. અને અર્જુનને પોતાને પણ ખબર ના રહી કે એ આટલો મોટો સિંગર છે. તેની અંદર રહેલું આ ગાવા નું ટેલેન્ટ પણ અહી આવીને જાણે અપગ્રેડ થઇ ગયું. કોલેજના ફંક્સનમાં પોતાની અને પોતાના ફ્રેન્ડસ ની જે ફજેતી થઇ હતી. તેને કદાચ હવે એ વસુલી શકે તેવો લાયક ગાયક પણ બની ગયો છે...!! અને આ એકલવાયા દિવસો માં એનું ‘ગાંડીવ’ ગીટાર એના સાથી ની જેમ તેની સાથે રહ્યું છે હમેશા. અને અર્જુન પણ ધ્યાન અને સંગીત નો એવો મેળ બેસાડી બેઠો છે, કે જાણે ધ્યાનમાં એ સંગીત વગાડતો હોય અને સંગીતમાં એ ધ્યાન કરતો હોય તેમ મશગુલ થઇ જાય છે...! એમાય વળી એને બંગાળી બાબુ સંગીત ના પીએચડી એવા સંગીત ગુરૂ પણ અહિયાં મળી ગયા છે, હવે તો શું જોઈએ..!!

તો બસ હવે આપણે પણ હિમાલય જઈને એજ જોવાનું રહ્યું કે અર્જુન કેવી રીતે આ કુદરતના આ રમણીય માહોલ માં પોતાની જાતને અપગ્રેડ કરી રહ્યો છે.

***

(ગુરૂકુળ લાઈફ)

એક રમણીય અને અવિસ્મરણીય સ્થળ જ્યાં ચારેબાજુ બસ સફેદ સફેદ દૂધ જેવા પહાડો અને નીચે જ્યાં સુધી નજર પોહાચે છે ત્યાં સુધી બસ લીલીછમ ધરતી છે..! અને આટલી ઉંચાઈ થી રોડ રસ્તાઓ તો જાણે કોઈકે પેન થી દ્રોવિંગ પેપર પર આડા અવળા લીટા ચીતર્યા ના હોય તેવા વળાંકદાર અને કાળા કાળા કોઈ સાપ જેવા દેખાય છે...! જીણી જીણી ખીણો માંથી નીકળતી નદીઓની સેના જાણે આખા નજારાને બેકગ્રાઉંન્ડ મ્યુસિક આપતી હોય તેમ ખળ ખળ કરતી વહી રહી છે. અને એ પણ જાને કોઈ સફેદ મુગુટ પેહરીને એવા જોરદાર સફેદ ગોગ અને જાગ સાથે ..!

અર્જુન અને સર્જન તો આવતા ની સાથેજ મંત્રમુગ્ધ થઇ ગયા..!

પણ એમની સાથે આવેલી પેલી યોગા અને ધ્યાન ની બેચ ના બાકી પાર્ટીસિપેન્ટ ના અવાજ અને વાતો થી ફરી પાછા હોશમાં આવ્યા. હા, પુરા ભારત માંથી અહિયાં લોકો યોગ અને ધ્યાનના પાઠ ભણવા આવે છે અને આ નૈસગ્ર્િાક વાતાવરણમાં રહીને એ લોકો એવા તો પ્રસન્ન અને મોહિત થઇ જાય છે કે અહિયાં જ રહી જવા તૈયાર થઇ જાય છે. પણ પછી પોતાની જવાબદારીઓ અને ઘર સંસાર ની યાદ આવતાની સાથે પાછી પોતાના ઘર તરફ દોટ મુકે છે અને યોગ અને ધ્યાન નો અમુલ્ય ખઝાનો લગભગ અહીયાજ મૂકી જાય છે..!

યોગેશસર ના ગુરૂ કે ‘યોગગુરૂ’ કહીએ એ જ આ આશ્રમ ચલાવે છે.

એમની ધ્યાન અને યોગ શક્તિ એટલી બધી પાવરફુલ છે કે તે એમની દરેક બેચ નું સિલેકસન બસ તેમની જ્ઞાનેન્દ્‌રિયો થીજ કરે છે અને એકવાર તમારૂં ફોર્મ પાસ થાય પછીજ આ ધ્યાન ના કોર્સ નું પરમીસન મળે છે. માટે આવેલી બેચ એક રીતે તો નસીબદાર છે કે તેમને અહી સુધી તો આવવા મળ્યું. બાકી મેહુલનું તો ફોર્મ જોતાની સાથે ગુરૂજી એ રીજેક્ટ કરી નાખ્યું હતું પણ યોગેશ સર ના દબાણ ના લીધે ગુરૂજી તેને અહી આવવા દેવા વિવષ થઇ ગયા હતા..! અને હા, કદાચ એ આવીને પણ અહી રહી નહિ સકે એ બધું ગુરૂજી પહેલાથીંજ જાણતા હશે કદાચ એટલે જ એને અહી સુધી આવવા દીધો હતો..! પણ બાકી ની આખી બેચ નું સીલેક્સન ગુરૂજી પોતાની આગવી સુજ બુજ થીજ કરે છે અને એટલેજ તો ક્યારેક ક્યારેક અહિયાં મહિનાઓ સુધી કોઈ બેચ હોતી જ નથી. કેમકે ગુરૂજી માટે યોગ અને ધ્યાન બસ પૈસા કમાવાનો ધંધો નથી પણ એક સાચો ધર્મ અને એક સાચો ઉદેશ્ય છે. અને હવે લાગે છે કે અર્જુન ના આવ્યા પછી તેનો આ ઉદેશ્ય સંપૂર્ણ રીતે પૂરો થશે..! અને ગુરૂજી ને અર્જુનના ફોર્મ પર થીજ લાગી આવ્યું હતું કે આ કંઈક ચમત્કારી જીવ છે બાકી હજુ સુધી કોઈના પણ મન ના વાઈબ્રેસન અર્જુન જેટલા સ્ટ્રોંગ નથી આવતા. અને ગુરૂજી ને લાગે છે કે અર્જુનને તો આ ધ્યાન અને યોગા ના કોઈ પાઠ ભણવાની પણ જરૂર નથી એ તો બધું જાણે જ છે પણ બસ એના પેહલાના જન્મનું છે એટલે એ બધું ભૂલી ગયો છે. હા, ગુરૂજીને અર્જુન ના ગ્રાસ્પીંગ પાવર અને એની ગહન વાતો પરથી એવું લાગે છે અને કદાચ ગુરૂજી એ ત્રિકાળ દ્રષ્ટી થી અર્જુનનું ભૂતકાળ પણ જોયું હોય..?! પણ આ બધી વાતોથી બધા અન્જાન થઇને બસ અત્યારે તો ધ્યાન ના સાગરમાં ડૂબી જવા તૈયાર છે.

ગુરૂજી ધ્યાન ના માસ્ટર છે એટલે એતો ખબરજ હોય કે કોણ કેટલું ધ્યાની છે અને જો કોઈ ધ્યાન ના માર્ગ પર જવા પોતાની અંદર થી તૈયાર જ ના હોય તો તેને કદી ધ્યાનમાં બેસવા કેહતા નથી. કેમકે ધ્યાન એ બીજું કંઇ નહિ પણ પોતાની જાત તરફનું અવલોકન જ છે ને..! જેમ જેમ આપણે પોતાની જાત તરફ અવેર થઈએ છીએ તેમ તેમ આપણે ધ્યાનની નજીક જઈએ છીએ. એટલે જ તો કદાચ ધ્યાનને બીજી રીતે ‘સેલ્ફ-અવેરનેસ’ એવું કેહવાયું છે.!!

***

રેટ કરો અને રિવ્યુ આપો

Balkrishna patel

Balkrishna patel 1 વર્ષ પહેલા

Suresh Patel

Suresh Patel માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા

Jaydeep R Shah

Jaydeep R Shah 1 વર્ષ પહેલા

શેયર કરો