જતીન ભટ્ટ (નિજ ) રચિત એક અલગ પ્રકાર ની હાસ્ય રચના:
હેપીનેસ ઇન્ડેક્સ
મિડલ ક્લાસ લોકો માટે (હા ભાઈ હા, હું પણ મિડલ કલાસીયો જ છું)મોંઘવારી બહુ વધી ગઈ છે પણ સાલા શોખ પણ એવા છે કે, કરવા તો પડેજ ,...
તો પ્રસ્તુત છે વધારાનો એક રૂપિયો ખર્ચ્યા વગર તમારા શોખ પૂરા કરવાના ઉપાયો:
_ પેલી લાખ રૂપિયે કિલો વાળી ચા વેચાઈ એ સમાચાર વાંચી,આપણા ઘરોમાં 400 ,500 વાળી ચા જોઇને જીવો નઈ બાળવાના, જો કે એ પણ આપણા માટે તો મોંઘી જ છે,...
ઇટ્સ ઓકે, તો ચા બનાવો ત્યારે ચા માં નાખવાની તો આપણા જ ઘર ની ભૂકી ,પણ સામે પેલી લાખ રૂપિયે કિલો વાળી ચા નો ફોટો રાખવાનો, ટીવી સામે બેસવાનું, સાથે ભાવનગરી ગાંઠિયા અને તળેલા મરચા, પપૈયા નો સંભારો સાથે કઢી, ગરમાગરમ જલેબી, અહાહાહાહાહા વટ પડી ગયો ને, આવો આનંદ તો પેલા લાખ રૂપિયા ખર્ચી કાઢતા ધનવાનો ને પણ નઈ મળે,
_ તમારે બ્રાન્ડેડ ઊંચી એડીના ચંપલ પહેરવા છે? નો પ્રોબ્લેમ,
તમારા સપાટ ચંપલ મોચી પાસે લઈ જાઓ, એને કહેશો એટલે એ તમને લાકડા ની હિલ બનાવી આપશે, અને મન માં કોઈ હિરોઈન કે નીતા અંબાણી ની ઈમેજ ધારો અને બસ પછી વટ થી ફરો...
_ મહિને દશ હજાર રૂપિયા ની ફી ધરાવતા જીમ માં જઈ શકાય એમ નથી? નો પ્રોબ્લેમ...
ઘરે જઈને બે પચીસ પચીસ કિલોવાળા કારબા લૉ, ઉપર થી તોડી નાખો, અંદર રેતી ભરી દો, એક લાકડી ના છેવાડે બન્ને કારબા લટકાવી દો,, થઈ ગયું તમારુ પાવર લીફ્ટિંગ, વજન ઓછું વધતું કરવા રેતી વાળુ તગારૂ પાસે રાખવું, એજ પ્રમાણે ઘરના બીજા સાધનો નો ઉપયોગ કરી શકાય,...
_ સ્વિત્ઝરલેન્ડ જઈને શોપિંગ કરવું છે? નો પ્રોબ્લેમ,
એક સારા મોલ માં જાઓ ,બે ત્રણ કલાક કાઢો, પાંચ પાંચ રૂપિયા વાળી કેડબરી અને 120 રૂપિયા વાળુ મફિન્સ નું પેક લઈ લો , અને ખૂબ જ આનંદ થી કલ્પના કરો કે હું સ્વિત્ઝરલેન્ડ ફરી રહેલો છું, સ્વિસ કેક અને સ્વિસ ચોકલેટ લઈ રહ્યો છું,હા એક વાત યાદ રાખવાની કે મોલ માં ઘુસો એટલે AC પહેલા ચેક કરી લેવું ,કારણકે મોલ વાળા ઓને પણ મોંઘવારી નડતી હોય છે ભાઈ ભાઈ...
_ ફેરારી ની ઈચ્છા છે? સાલું આની તો કલ્પના કરવી પણ અઘરી પડે, કારણકે ઘરે 20 વર્ષ જૂની ફ્રન્ટી પડેલી છે, એમાં બેસીને કલ્પના કરીએ તો પણ મગજ માં ઘુસતું નથી, નો પ્રોબ્લેમ,
તમારી ફ્રન્ટી લઇને જાઓ, જુઓ કે શહેર માં કોની પાસે ફેરારી છે (કદાચ સૂરત માં છે, સચિન તેંડુલકર વાળી) એ તપાસ કરો, એ જ્યારે ફેરારી બહાર કાઢે ત્યારે એની પાછળ તમારી ફ્રન્ટી જવાદો, પુષ્કળ હોર્ન મારો, એને નોટિસ થવું જોઈએ કે તમારી ફ્રન્ટી સાઇડ માંગે છે, પહેલા તો એ પણ સાઈડ નઇ આપે કારણ કે એક ફેરારી ફ્રન્ટી થી હાર થોડી માને? પણ તમારે આડી અવળી ગાડી હાંકી, પુષ્કળ હોર્ન મારી એની સાઈડ કાપવાની, સાઈડ કાપતા એની સામે જોવાનું અને અભિમાન કરવાનું કે મારી ફ્રન્ટી એ ફેરારી ની સાઇડ કાપી, પણ હાં, આ રમત ખાલી ભરચક ટ્રાફિક માં જ થઈ શકશે, હાઇવે પર નઈ, કારણકે તમારી ફ્રન્ટી ને તો સાયકલ પણ ઓવરટેક કરતી હોય છે ...
_ કોઈના ઘરના બાથરૂમ માં મોંઘા માનું બાથટબ જોયું ને તમને 4×4 ના બાથરૂમ માં શોખ પૂરો કરવો છે ને? નો પ્રોબ્લેમ...
તો બાથરૂમમાંથી(તમારા જ ભાઇ)જતા પાણી ની જાળી ને બૂચ મારી દો ને નળ ચાલુ કરી દો, ચાર ફૂટ પાણી ભરાય પછી નહાવા મંડો, હાં, આ પ્રયોગ પત્ની પીયર જાય ત્યારે જ કરવો અન્યથા.....!!??????
_ અંબાણી જેવા માલદારો પાસે પ્રાઇવેટ જેટ છે ને તમારી પાસે નથી, નો પ્રોબ્લેમ,
રાત્રે જમવામાં પુષ્કળ કઠોળ અને ખૂબ બધા બટાકા ની આઇટમ ખાઓ, ' કેમ ' કે એનાથી રાત્રે તમારા પેટ માં ભયંકર ગેસ થશે જે તમને સપના માં હવા માં ઉડાડશે...
_ તો મિત્રો અને મિત્રાણીઓ,
ભલે આપણો દેશ હેપીનેસ ઇન્ડેક્સ માં 136 માં નંબર પર હોય પણ આટલું સ્ટાન્ડર્ડ પણ આપણા જેવા મિડલ ક્લાસીયાઓ ને લીધે જ છે, મિડલ ક્લાસ લોકો ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ ખુશમિજાજ માં જ જીવે છે અને એટલુ જ નહીં બીજાની ખુશી માં પણ એમની જ ખુશી માનતા હોય છે ...
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995