THE HAUNTED BEACH books and stories free download online pdf in Gujarati

THE HAUNTED BEACH

સુરત ની રાધેનગર સોસાયટી માં આજે જયદીપ અને તેનો ફ્રેન્ડ અનુરાગ બાળકો સાથે મળીને ગલી ક્રિકેટ રમી રહ્યા હતા. ક્રિકેટ રમી તેમના બાળપણના દિવસો તાજા થઈ ગયા હતા.. જયદીપ અહી સુરત માં જ કોલેજ ના ત્રીજા વર્ષ માં ભણી રહ્યો હતો જ્યારે અનુરાગ તેનો પિતરાઈ ભાઈ હતો જે દિલ્લી થી અહી રજાઓ માણવા આવ્યો હતો...

અનુરાગ : યાર જયદીપ તને યાદ છે આપણે નાના હતા ત્યારે હું દરેક વેકેશન માં અહી આવી જતો અને આપણે અહી આખો દિવસ ક્રિકેટ રમતા ... ! યાર એ શું દિવસો હતા..!

જયદીપ : હા યાર..! મે આ પાંચ વર્ષ તને ખૂબ જ યાદ કર્યો ... તું તો દસ પછી દિલ્લી ગયો તો ગયો પછી પાંચ વર્ષ સુધી આવ્યો જ નહિ !

અનુરાગ : શું કરું યાર .. સાયન્સ હતું તો સ્કૂલ માંથી રજા જ આપતા નહોતા અને પછી એન્જિનિયરિંગ માં એડમિશન લીધા પછી.. તો બસ અસાઇન્મેન્ટ્સ કરો.. પ્રોજેક્ટ કરો, મોડેલ બનાવો.. એક્ઝામ આપો... એ બધા માં હું ક્યાં આવી શકું !

જયદીપ : સાચી વાત છે .. અમારે પણ એ જ હાલ છે કોલેજ માં...

અનુરાગ : એક કામ કરીએ... આજ નો દિવસ ફૂલ ઓન એન્જોય...માત્ર તું અને હું... પછી તો કાલે મારે જતું રહેવાનું છે...

જયદીપ : યાર એક દિવસ તો વધુ રોકાઈ જા..!

અનુરાગ : નહિ ચાલે યાર.. જવું પડશે...

જયદીપ : ઠીક છે ..

અનુરાગ : અરે ! ઉદાસ કેમ થાય છે ? ચાલ આજે તને ફૂલ ઓન મસ્તી કરાવું...

અનુરાગ જયદીપ ને હાથ ખેંચી ને લઈ ગયો...

બંને બાઇક પર સુરત ફરવા નીકળી પડ્યા... સુરત નો મોલ , ગોપી તળાવ , મૂવી , પીઝા ... એક પણ વસ્તુ બંને એ છોડી નહોતી... સાંજના સાત સુધી બંને એ ખૂબ મસ્તી કરી.

અનુરાગ : તો મજા આવી ને ?

જયદીપ : બોવ જ...

અનુરાગ : હજુ અસલી મજા તો બાકી છે .. તારા માટે દિલ્લી થી એક ગિફ્ટ લાવ્યો છું...
જયદીપ : ગિફ્ટ ? તો લાવ જલ્દી...
અનુરાગ : એક મિનિટ તારી ગિફ્ટ ડિકી માં છે...

અનુરાગ એ ડિકી ખોલી અને એક બેગ બહાર કાઢી... તેમાં એક બોક્સ હતું.

જયદીપ એ બોક્સ લીધું અને તેને ખોલ્યું .. તે જોઈ જયદીપ સ્તબ્ધ રહી ગયો...

જયદીપ : આ આ તો વિસ્કી ની બોટલ છે....
( જયદીપ ના હાથ કાપવા લાગ્યા હતા..)

અનુરાગ : હા.. દિલ્લી ની સ્પેશિયલ આઇટમ છે..

જયદીપ : નહિ નહિ હું ડ્રીંક નથી કરતો...

અનુરાગ : શું ? એનો મતલબ તે ક્યારેય પીધું નથી ?

જયદીપ : નહિ..

અનુરાગ : તો હું તને આજે ટેસ્ટ કરાવું... યાર ક્યારેક તો ચાલે ભાઇ..

જયદીપ : પણ...

અનુરાગ : પણ પણ કંઈ નહિ... તું ટ્રાય કરે છો...

જયદીપ નું પણ મન થોડું વિચલિત થઈ ગયું હતું.. તેણે ખચકાટ સાથે પણ હા પાડી દીધી...

અનુરાગ : શાબાશ... પણ અહીંયા પીવું સેફ નથી... આપણે કોઈ બીજી જગ્યા એ જવું પડશે...

જયદીપ : પણ ક્યાં ?

અનુરાગ: બીચ પર જઈએ ?

જયદીપ : ક્યાં ડુમસ બીચ પર ?

અનુરાગ : હા...

જયદીપ : ના હો ત્યાં રાત્રે ના જવાય ... તને ખબર નથી ત્યાંના વિશે ?

અનુરાગ : નહિ .. કેમ ત્યાં શું છે ?

જયદીપ : કહેવાય છે કે ત્યાં આત્મા ઓ નો વાસ છે ...

અનુરાગ : શું ? આત્મા ...?
એમ કહી અનુરાગ હસવા લાગ્યો...

જયદીપ : અરે સાચું યાર .. ઘણા લોકો એ અહી આવા અનુભવો કર્યા છે...

અનુરાગ : એમ ... તો એ લોકો એ કેવા અનુભવ કર્યા છે ?

જયદીપ : ત્યાં ડરામણા અવાજો સંભળાય છે , રડવાનો અવાજ આવે છે , ક્યારેક કોઈ રડતી સ્ત્રી દેખાય છે...

આ સાંભળી અનુરાગ ફરી હસવા લાગ્યો...

અનુરાગ : મને તો આ કોઈ ગેંગ નું કામ લાગે છે... તને યાદ છે તારક મહેતા માં ભૂતની એ આવું જ નાટક કર્યું હતું..

જયદીપ : યાર આ વાત અલગ છે.. બધા સ્થાનિક લોકો માને છે કે ત્યાં શવ ને અગ્નિદાહ આપવામાં આવે છે અને એ રાખ સાથે મળીને ને જ ત્યાંની રેતી કાળા રંગ ની થઈ ગઈ છે અને તેમાંથી મોક્ષ ન મળનાર વ્યક્તિ ની આત્મા ઓ તે બીચ પર ભટકે છે...

અનુરાગ : આ તો બહુ સરસ વાર્તા લાગે છે... જો આ સાચું હશે તો આપણને એ બહાને ભૂત જોવા મળી જશે... મે તો ક્યારેય ભૂત જોયું નથી.. તો મારે તો હવે એ જગ્યા એ જવું જ છે..ચાલ...

અનુરાગ ગાડી પર બેસી ગાડી શરૂ કરવા લાગ્યો...

જયદીપ : આ કોઈ મજાક નથી અનુરાગ હું સાચું કહું છું...

અનુરાગ : હું કંઈ મજાક નથી કરતો... આ બધું જે કોઈ ફેલાવે છે તેનો પર્દાફાશ આપણે આજે કરીને રહેશું... એ બહાને થોડું એડવેંચર પણ થઈ જશે...હું તો જાવ છું તું આવે છો કે નહિ ?

જયદીપ : હા હા હું આવું છું...

જયદીપ થોડો ડરેલો હતો પણ તે અનુરાગ ને એકલો મૂકવા નહોતો માંગતો એટલે તે તેની સાથે જતો રહ્યો...

બંને ડુમસ બીચ પર આવી પહોંચ્યા ... રાત ના અંધારા માં ડુમસ બીચ તેની કાળા રંગની માટી ના કારણે વધુ ડરામણો લાગી રહ્યો હતો... પણ અનુરાગ તે દૃશ્ય જોઈ ખૂબ જ આનંદિત હતો...

અનુરાગ : ઓહ માય ગોડ શું નજારો છે...! તું આનાથી ડરતો હતો ?

જયદીપ : હમ... આ દૃશ્ય ખરેખર સુંદર છે ...

જયદીપ એ ચંદ્ર ની રોશની થી ચળકતા દરિયા ના મોજા ને જોઈ કહ્યું...

અનુરાગ : ચાલ તો....

બંને એ એક સરસ જગ્યા શોધી અને ત્યાં બેસી ગયા...
અનુરાગ એ વીસ્કી ની બોટલ ખોલી અને બે ગ્લાસ ભર્યા.

અનુરાગ એ એક ગ્લાસ જયદીપ ને આપ્યો અને બીજા માંથી પોતે પીવા લાગ્યો...

જયદીપ : આનો ટેસ્ટ બહુ ખરાબ છે...
પહેલો ઘૂંટ પિતા જ જયદીપ થી બોલાઈ ગયું...
આ સાંભળી અનુરાગ હસવા લાગ્યો...

જયદીપ : મારાથી વધુ નહિ પીવાય...

જયદીપ એ તેનો ગ્લાસ મુશ્કેલી થી પૂરો કર્યો.

અનુરાગ : શું તું પણ ! આવો મોકો રોજ રોજ થોડો મળે...!

એમ કહી તે બીજો ગ્લાસ ભરી પીવા લાગ્યો ..

જયદીપ : ભાઇ વધુ ના પીતો પ્લીઝ ...

અનુરાગ : હા હા ... હવે

થોડી વાર સુધી તે બંને ત્યાં બેઠા હતા પણ તેમને કોઈ અવાજ સંભળાયો નહોતો..

પણ અચાનક ત્યાં જોર જોરથી કૂતરાના ભસવાનો અવાજ આવવા લાગ્યો...

આ સાંભળી બંને અચાનક ડરી ગયા...

જયદિપ : ચાલ ભાઇ અહીથી જઈએ...

અનુરાગ : ના .. આ તો ખાલી કૂતરા ના ભસવાનો અવાજ છે થોડી વાર બેસ ને કદાચ કોઈ ભૂતની જોવા મળી જાય !

અનુરાગ હજી પણ જયદીપ ની વાત માનવા તૈયાર નહોતો...

એ જ સમયે કોઈ સ્ત્રી નો જોર જોરથી હસવાનો અવાજ ચારે તરફ ગુંજવા લાગ્યો....

જયદીપ : મે તને કહ્યું હતું ને ! ચાલ ભાઇ આપણે અહીથી જઈએ... પ્લીઝ ભાઇ...

જયદીપ એ અત્યંત ગભરાહટ સાથે કહ્યું , તે ઊભો થઈ અનુરાગ ને ખેંચી લઈ જવાની કોશિશ કરતો હતો પણ અનુરાગ તેની જગ્યા પરથી ખસ્યો નહિ.

અનુરાગ : તું થોડી વાર શાંતિ થી ઊભો રહે...! તું જો હું હમણાં તે ભૂતની નો પર્દાફાશ કરું છું... !

અનુરાગ એ ગુસ્સા માં કહ્યું અને ઊભો થઈ એ અવાજ તરફ જવા લાગ્યો...

જયદીપ એ જ જગ્યા એ બીક નો માર્યો ઊભો રહી ગયો..

અનુરાગ નશા ની હાલત માં બૂમો પાડતો આગળ ને આગળ જઈ રહ્યો હતો...

" એ ભૂતની ..! હિંમત હોય તો મારી સામે આવ... "

ત્યાં બાજુમાં એક કૂતરો અનુરાગ પર જોર જોરથી ભસવા લાગ્યો...

" ચૂપ ... ચૂપ..." અનુરાગ એ કૂતરા ની સામે જોઈ કહ્યું...

એટલામાં તેને સામે એક સ્ત્રી સફેદ સાડી માં દેખાણી...

" ઓહ... તો તમે છો અહીંની ભૂતની..પણ તમારો ચહેરો કેમ દેખાતો નથી...."

અનુરાગ ભૂતની ની નજીક જવા લાગ્યો...
તે સ્ત્રી એ ધીરે થી ઉપર જોયું...

રક્ત થી લોથપોથ તેની આંખો.., ચહેરો એક દમ કાળો પડી ગયેલો ... તેનું આ ભયાનક સ્વરૂપ જોઈ અનુરાગ ડરી ગયો....

અનુરાગ ને જાણે કોઈએ જકડી રાખ્યો હોય તેમ તે પોતાના શરીર ને હલાવી પણ શકતો નહોતો... તે સ્ત્રી ધીરે ધીરે તેની નજીક આવા લાગી.. સાથે સાથે અનુરાગ ને બીજા ઘણા પડછાયા પણ પોતાની નજીક આવતા દેખાવા લાગ્યા...

તે ભાગવાની કોશિશ કરતો હતો પણ તેના પગ જમીન પર જાણે ચોંટી ગયા હતા ...

તે બધા પડછાયા અનુરાગ પર હસી રહ્યા હતા...

" બચાઓ બચાઓ.... " અનુરાગ જોર જોર થી બૂમો પાડવા લાગ્યો...

અચાનક તે સ્ત્રી સાથે બધા પડછાયા ખૂબ ઝડપ થી અનુરાગ તરફ ભાગવા લાગ્યા ... અનુરાગ કઈ પણ સમજી શકે તે પહેલાં તે બધા પડછાયા તેની અંદર આવી સમાઈ ગયા...

અનુરાગ એક ઝટકા સાથે પડી ગયો....

એટલા માં અનુરાગ નો અવાજ સાંભળી જયદીપ તેની પાસે આવી ગયો.. જયદીપ એ તેને ઊભો કર્યો...

" શું થયું ? અનુરાગ .. તું પડી કેમ ગયો...? "

પણ અનુરાગ એ કંઈ જવાબ આપ્યો નહિ..

અનુરાગ ની આંખો લાલ થઈ ગઈ હતી , આ જોઈ જયદીપ ડરી ગયો...

અનુરાગ કઈ પણ બોલ્યા વગર આગળ ચાલવા લાગ્યો...

" અનુરાગ ક્યાં જાય છે તું ? " જયદીપ એ તેને રોકતા કહ્યું...

" મારા રસ્તા પર થી હટી જા ....." અનુરાગ ગુસ્સામાં બોલ્યો... તેનો અવાજ પહેલા કરતા ભારે વર્તાઈ રહ્યો હતો...

અનુરાગ ધીરે ધીરે સમુદ્ર તરફ જવા લાગ્યો...

" ભાઇ પ્લીઝ ઊભો રહી જા... ત્યાં ના જા...."

જયદીપ એ ફરી તેનો હાથ પકડી લીધો...

અનુરાગ એ જયદીપ ને જોર થી ધક્કો માર્યો ... અને જયદીપ દૂર સુધી ધકેલાઈ ને એક પથ્થર પર પડ્યો ... તેના માથા પરથી ખૂન વહેવા લાગ્યું...

એટલા માં તો અનુરાગ સમુદ્ર માં કમર સુધી ના પાણી સુધી પહોંચી ગયો ,
જયદીપ હવે સમજી ગયો હતો કે આ કોઈ બીજી શક્તિ છે જે અનુરાગ ને કંટ્રોલ કરી રહી છે ,

જયદીપ ઊભો થઈ સમુદ્ર તરફ દોડ્યો...
ધીરે ધીરે પાણી અનુરાગ ની ગરદન સુધી આવી ગયું હતું...
જયદીપ ની નજર એક વ્યક્તિ પર ગઈ જે જાળ લેવા સમુદ્ર એ આવ્યો હતો તે થોડો દૂર હતો તો જયદીપ એ તેને બૂમ પાડી...

" હેય..... " તેણે ઉપર હાથ હલાવતા કહ્યું...

તે જયદીપ તરફ જોવે એ પહેલા જયદીપ ની નજર સમુદ્ર તરફ ગઈ ... અનુરાગ તેને દેખાતો નહોતો...

આ જોઈ જયદીપ ગભરાઈ ગયો તેણે જોર થી તે માછીમાર ને પોતાની પાસે આવવા કહ્યું...

તે માછીમાર દોડતો તેની પાસે આવ્યો...

" પ્લીઝ મારી મદદ કરો મારો ભાઈ સમુદ્ર માં ડૂબી ગયો છે મને તરતા નથી આવડતું... પ્લીઝ જલ્દી..."

આ સાંભળી તે માછીમાર એ કંઈ પણ વિચાર્યા વગર સમુદ્ર માં ડૂબકી મારી અને અનુરાગ ને બચાવવા જતો રહ્યો...
થોડી જ મિનિટ માં તે અનુરાગ ને લઈ બહાર નીકળ્યો...
જયદીપ એ અનુરાગ ને બહાર લાવવા માં મદદ કરી..
અનુરાગ બેભાન થઇ ગયો હતો...

તેઓ જલ્દી થી અનુરાગ ને હોસ્પિટલ લઈ ગયા..

સવારે અનુરાગ ની આંખ ખુલી તો એ હોસ્પિટલ માં હતો.. જયદીપ તેની પાસે ઊભો હતો..

" હું હોસ્પિટલ માં કઈ રીતે આવ્યો ? "
અનુરાગ ધીરે થી બોલ્યો... તેને હજુ પણ નબળાઈ લાગી રહી હતી..

" ભાઇ તને કંઈ યાદ નથી...? "

જયદીપ ની વાત સાંભળી અનુરાગ ની આંખો માં ફરી ડર ઉતરી આવ્યો તેને તે સ્ત્રી અને પડછાયા ફરી આંખ સામે દેખાવા લાગ્યા...

જયદીપ એ તેના ખભા પર હાથ મૂક્યો..તો અનુરાગ જપકી ગયો..

" ભાઇ તને હવે તો મારી વાત પર વિશ્વાસ આવ્યો ને ? "

" એ ભૂતની અને તે પડછાયા ખૂબ ઝડપ થી મારી તરફ આવી રહ્યા હતા .. પછી શું થયું ? મને કંઈ પણ યાદ નથી..."
અનુરાગ હજુ પણ એ ડરામણી ઘટના માંથી બહાર આવી શક્યો નહોતો.. તેણે પોતાનું માથું પકડી લીધું...

" તને ખબર છે તું સમુદ્ર માં પોતાની જાન આપવા જઈ રહ્યો હતો...આ તો એક માછીમાર ની મદદ થી અમે તને બહાર કાઢ્યો... અને તને હોસ્પિટલ લાવ્યા... રાત્રે તારી તબિયત ખૂબ બગડી ગઈ હતી... તને ૧૦૮ ડિગ્રી તાવ હતો... "

" શું ? પણ મને આ બધું યાદ કેમ નથી ? "

" કેમ કે તું તે આત્મા ઓ ના વશ માં હતો.. હવે તો તને વિશ્વાસ થઈ ગયો ને કે હું સાચું કહેતો હતો ? "

" હા ભાઈ મને માફ કરી દે મે તારી વાત પર વિશ્વાસ કર્યો નહી..."

" હા હવે કયારેય કોઈ ભૂતની ને સામેથી લલકારવા ના જતો..." જયદીપ એ રડતા રડતા કહ્યું અને અનુરાગ ને ભેટી ગયો...

" સપના માં પણ ક્યારેય નહી જાઉં..."
અનુરાગ ની આંખો માંથી પણ આંસુ આવી ગયા હતા...

થોડી વાર માં જ અનુરાગ ને ડીશ્ચાર્જ આપી દીધો અને તેઓ ત્યાંથી સીધા એક હનુમાન જી ના મંદિર ગયા ..
બંને એ હનુમાન જી ના આશીર્વાદ લીધા અને પંડિતજી એ તેમને રક્ષા માટે એક તાવીજ ગળા માં પહેરાવી દીધું...

લોકો સમજી રહ્યા હતા કે અનુરાગ આત્મહત્યા કરવા માટે સમુદ્ર ના પાણી માં ગયો હતો પણ સત્ય હકીકત શું હતી એ માત્ર અનુરાગ અને જયદીપ જ જાણતા હતા . એ પછી થી જયદીપ અને અનુરાગ ડુમસ બીચ ના નામ થી પણ દૂર ભાગતા હતા.. અનુરાગ એ નક્કી કર્યું હતું કે તે કયારેય ખોટી જગ્યા એ આવું ખોટું સાહસ દેખાડવાની કોશિશ પણ નહિ કરે અને એ પછી થી તેણે ડ્રીંક કરવાનું પણ છોડી દીધું...

આ દુનિયામાં એવી ઘણી અદ્રશ્ય શક્તિઓ છે જેનો અહેસાસ આપણે રોજબરોજ ના જીવન માં ક્યારેક તો કરતા જ હોય છે... ક્યારેક એ શક્તિ આપણી મદદ માટે આવતી હોય છે તો ક્યારેક એ આપણા જીવન ને જોખમમાં પણ મૂકી દે છે.. ડુમસ બીચ ને પણ આવી જ શક્તિ ઓ થી ઘેરાયેલો ભૂતિયા બીચ ગણવામાં આવે છે .. પણ આજ સુધી તેના કોઈ પુરાવા મળ્યા નથી... છતાં પણ દિવસ માં ખૂબ જ સુંદર દેખાતા આ બીચ માં રાત્રે જતા આજ પણ લોકો ડરે છે.. આ વાર્તા માત્ર કાલ્પનિક છે..પણ તમે આ ખુબસુરત ડુમસ બીચ ની મુલાકાત માટે એક વાર સુરત જરૂર જજો..

😱 અંત 😱


બીજા રસપ્રદ વિકલ્પો