vandarland The jadui Tapu books and stories free download online pdf in Gujarati

વન્ડરલેન્ડ ધ જાદુઈ ટાપૂ

ધીમે ધીમે પોતાના કદમ આગળ મૂકી રહી હતી. ચારે બાજુ એકદમ શાંતિ છવાયેલી હતી. સમુદ્ર ના કિનારે તે ધીમે ધીમે પગે અથડાતી લહેરો નો સંપૂર્ણ આનંદ લઇ રહી હતી. ત્યાં અચાનક સમુદ્ર માંથી એક ડોલ્ફિન તેની પાસે આવે છે અને કહે છે , " એલેના !! અમારે તારી જરૂરત છે, તું જ અમારી દુનિયા ને બચાવી શકે છો ! તું મારી સાથે ચાલ! પછી તે એલેના ને બેસાડી ને સમુદ્ર ના ઊંડા પાણી માં ખેંચી જાય છે. ત્યાં એકદમ એલેના ની આંખ ખુલી જાય છે અને જોરથી બેઠી થઇ જાય છે. શિયાળા ની ઠંડી માં પણ તેને પરસેવો છુટી જાય છે. તરત તેની બાજુમાં સૂતાં એલેના ના મમ્મી હેલિકેન જાગી જાય છે. તે બોલ્યા,
" શું થયું એલેના ? પાછું તે એ સપનું જોયું કે શું?"

એલેના : "હા , મમ્મી.( તે પોતાનું માથું પકડી ચિંતા કરતા ફરી વાર બોલે છે) ખબર નહીં આ સપનું આવતા ક્યારે બંધ થશે? નાનપણ થી આ એક જ સપનું મને વારંવાર સતાવે છે. શું અર્થ છે આ સપના નો?
હેલીકેન : હું તને ઘણા સમયથી કહું છું કે આપણે કોઈ સારા ડોક્ટર ને બતાવીએ પણ તું માનતી જ નથી.
એલેના : ના મમ્મી , આ કોઈ બીમારી નથી. કંઇક તો રહસ્ય છે આ સપના નું. ચાલ છોડ જે હોય તે . હું શું કહું છું આપણે આજે રવિવાર છે તો કંઇક ફરવા જઇએ! શું કહેવું છે તારું?
હેલિકેન : હા , સરસ વિચાર છે. કંઇક બહાર જઈશું તો તારું ધ્યાન પણ સપના માંથી કંઇક બીજે લાગશે.
એલેના : શું મમ્મી તમે પણ ! એ મમ્મી ચાલો આપણે કોઈ સમુદ્ર કિનારે જઈએ.

આ સાંભળી હેલિકેન થોડી ઉદાસ થઈ જાય છે. કારણ કે એલેના ના પિતા હેરી સમુદ્ર માં ગાયબ થઈ ગયા હતા. એલેના સાવ નાની હતી ત્યારે તેઓ વાઇટ હેવન સમુદ્ર એ ફરવા માટે ગયા હતા. ત્યારે હેરી અને એલેના સમુદ્ર માં ગાયબ થઈ ગયા હતા. થોડાક સમય પછી હેલિકેન ને એલેના સમુદ્ર ના કિનારે મળી હતી. જ્યારે હેરી ની કોઈ ખબર મળી નહિ. સમુદ્ર માંથી તેની બોડી પણ મળી ન હતી. એટલે બધા એ માની લીધું હતું કે હેરી મૃત્યુ પામ્યો છે.

એલેના : મમ્મી ! કેમ ઉદાસ થઈ ગઈ? હવે એ વાત ને ભૂલી જા ને ! મને કંઈ નહિ થાય. એ તો હું ત્યારે નાની હતી નહિતર મારા પપ્પા ને પણ કંઈ ન થવા દેત!
હેલિકેન : ( હસતા ) હા તું તો વળી મોટી સુપરહીરો છો ને!! નખરા તો જુઓ ! એકદમ તારા પિતા પર ગઈ છો !
પછી બંને હસવા લાગ્યાં. હવે તે બંને ટ્રીપ પર જવાની તૈયારી કરવા લાગે છે. હેલિકેન અને એલેના મોટર માં બેસી તે જ સમુદ્ર ' વાઇટ હેવન ' એ જવા રવાના થઈ જાય છે. એલેના અને હેલિકેન સમુદ્ર કિનારે ખૂબ જ મસ્તી કરે છે. આખો દિવસ બંને ખૂબ મજા કરે છે. હવે સાંજ પડવા આવી હતી. તે બંને થકાવટ ના લીધે સમુદ્ર ના કિનારે સૂતા સૂતાં લહેરો નો મધુર સ્વર સાંભળી રહ્યા હતા. ત્યાં એકદમ શાંતિ પ્રસરી ગઇ હતી. આવા શાંતિદાયક વાતાવરણ ને લીધે હેલિકેન ની આંખ મીંચાઈ ગઈ હતી. જ્યારે એલેના આ દૃશ્ય અને શાંતિ જોઈ પોતાના સપના વિશે વિચાર કરી રહી હતી. તેને કંઇક બેચેની જેવો અનુભવ થતો હતો. આ કારણે તે સમુદ્ર ના કિનારે કિનારે ચાલવા લાગે છે.

આ સમય નું દ્રશ્ય એકદમ તે સપના માં જોતી એ જ મુજબ નું હતું. પણ અત્યારે તેને એ કંઇ પણ યાદ નહોતું. તે આંખો બંધ કરી આ શાંતિ ને પોતાના રોમ રોમ માં ઉતારી રહી હતી. અચાનક તેણે અવાજ સાંભળ્યો , " એલેના ! " , પહેલાં તેને લાગ્યું કે તેની મમ્મી તેને બોલાવી રહી છે , તેણે પાછળ ફરી ને જોયું તો હેલિકેન તો સુઈ રહી હતી. ત્યાં ફરી અવાજ આવ્યો , " એલેના ! " આ વખતે આ અવાજ સમુદ્ર માંથી આવ્યો. એલેના આ સાંભળી સમુદ્ર માં આગળ આગળ જવા લાગી. ત્યાં તેને પાણી માં કંઇક હલચલ થતી જોવા મળી. એક ડોલ્ફિન તેની પાસેથી નીકળે છે. આ ડોલ્ફિન ને જોઈ તેને પોતાનું સપનું યાદ આવ્યું, તે હૂબહૂ એવી જ લાગી રહી હતી જેવી તે દરરોજ પોતાના સપનાં માં જોઈ રહી હતી.

તે એલેના પાસે આવી બોલી, " એલેના ! અમારે તારી જરૂરત છે, તું જ અમારી દુનિયા ને બચાવી શકે છો ! તું મારી સાથે ચાલ!" . આ સાંભળી એલેના ને એક સમય તો એવું લાગ્યું કે તે સપનું જોઈ રહી છે. તે કંઈ પણ બોલે તે પહેલાં ડોલ્ફિન તેને ખેંચીને સમુદ્ર માં લઇ જાય છે. એલેના પાણી માં જ બેભાન થઈ જાય છે.

હવે ધીમે ધીમે એલેના પોતાની આંખ ખોલે છે. તે જોવે છે કે તે કોઈ ટાપુ પર આવી ગઈ હતી. તે થોડી વાર સમુદ્ર ની રેતી પર સૂતી રહે છે. તેને લાગી રહ્યું હતું કે તેણે કોઈ સપનું જોયું છે. પણ તે જાણતી નહોતી કે આ એક સ્વપન નહિ પણ વાસ્તવિકતા હતી. થોડી વાર રહી તે ઊભી થાય છે. આજુબાજુ તેને કોઈ દેખાઈ રહ્યું નહોતું. તે જોરથી પોતાની મમ્મી ને બૂમ પાડે છે. પણ અફસોસ ! તેનો અવાજ કોઈ સાંભળતું નથી. એવામાં અચાનક આકાશ માંથી એક મોટું પક્ષી આવે છે અને એલેના ને પકડી ને ઉડવા લાગે છે.

એલેના જોર જોર થી બુમ પાડે છે , " બચાવો ! બચાવો ! આ પક્ષી થી મને કોઈ બચાવો!" તે તેના પંજા માંથી છૂટવા તરફડે છે , પણ છુટી શકતી નથી. ત્યાં અચાનક તે પક્ષી બોલ્યું, " એલેના ! હું તને કંઇ પણ નહિ કરું."
એલેના : અરે ! આ કોણ બોલ્યું ?
પક્ષી : એલેના હું બ્લેક બર્ડ છું.

એલેના એ પક્ષી સામે જોયું તો આ શબ્દ તે પક્ષી બોલી રહ્યું હતું.
એલેના : આ મારો ભ્રમ છે કે શું ? આ પક્ષી કઈ રીતે બોલી શકે? અને આ મારું નામ એને કેમ ખબર?
પક્ષી : ( હસતા ) અહી પક્ષી જ નહિ પરંતુ બધા પ્રાણીઓ , વનસ્પતિઓ , જીવજંતુઓ , નદી , તળાવ , પર્વત બધા જ બોલી શકે છે.
એલેના : આ કઈ જગ્યા છે? અને તું મને ક્યાં લઇ જા છો? આ બધું શું થઈ રહ્યું છે મને કંઈ પણ સમજાતું નથી.

હવે એલેના નીચે નજર કરે છે , તો તે જગ્યા બેહદ ખૂબસૂરત હતી. ચારે બાજુ હરિયાળી અને રંગબેરંગી પુષ્પો હતા. ત્યાં તે મોટા મોટા પ્રાણીઓ જોવે છે, તેની વિશેષતા એ હતી કે તે પ્રાણીઓ બે પ્રાણી નું મિશ્ર સ્વરુપ ના હતા. કોઈ પ્રાણી સિંહ અને વાઘ નું મિશ્ર સ્વરૂપ હતું તો કોઈ હાથી અને ગેંડા નું. કોઈક પ્રાણી સાવ નાના હતા તો કોઈ ખૂબ મોટા હતા. તેણે આવા પ્રાણીઓ ક્યારેય જોયા ન હતા. તેને કંઈ પણ સમજાતું નહોતું કે આ બધું શું છે . ત્યાં તે પક્ષી તેને લઈને એક પર્વત ની ગુફામાં જતું રહે છે. તે ગુફા ખૂબ જ ઊંડી હતી.તે પક્ષી એલેના ને ગુફા માં ઉતારી ચાલ્યું જાય છે.

એલેના હવે ધીમે ધીમે ગુફાની અંદર જાય છે. ત્યાં રોશની માટે મશાલ સળગાવવા માં આવી હતી. હવે પછી નો રસ્તો બંધ હતો. એલેના ત્યાંની દીવાલ ને અડે છે ત્યાં તરત દીવાલ ઉંચી થાય છે અને એક દરવાજા ની માફક ખુલ્લી જાય છે. તે જોવે છે કે અંદર પંદર થી વીસ જેટલા અલગ અલગ પ્રાણીઓ અને અર્ધમનુષ્ય હતા જેનું અડધું શરીર મનુષ્ય નું અને અડધું શરીર પ્રાણી નું હતું. એલેના તેમને જોઈ ડરી જાય છે અને ત્યાંથી ભાગવા જાય છે. ત્યાં એક થોડોક વૃધ્ધ દેખાતો અર્ધ મનુષ્ય જેનું અડધું શરીર ઘોડા નું બનેલું હતું . તેનું નામ હતું માર્ટિન , તે બોલ્યો, " એલેના ! અમારાથી ગભરાવાની જરૂર નથી અમે તને કઈ પણ નહિ કરીએ." આમ છતાં એલેના ભાગવા જાય છે . તો માર્ટિન પોતાના હાથ ને ફેરવે છે ત્યાં તે દીવાલ નીચે પડી જાય છે અને બહાર જવાનો રસ્તો બંધ થઈ જાય છે.

આ જોઈ એલેના ગુસ્સામાં અને રડતા રડતા જોર થી બોલી , " તમે બધા કોણ છો ? મને અહી કેમ લાવ્યા છો ? તમે મારું નામ કેમ જાણો છો ? આ બધું શું ચાલી રહ્યું છે ?" આમ કહી તે જમીન પર પડી ને જોર જોર થી રડવા લાગે છે.

માર્ટિન : એલેના ! તું એકવાર અમારી વાત સાંભળ તને તારા બધા પ્રશ્નો ના ઉત્તર મળી જઈશે.
એલેના : કઈ વાત ? મને જલ્દી જણાવો કે આ બધું શું છે?
માર્ટિન : આ ટાપુ નું નામ ' વન્ડરલેન્ડ ' છે. આ કોઈ સામાન્ય ટાપુ નથી. આ ટાપુ તમારી વાસ્તવિક દુનિયા થી બિલકુલ અલગ છે. અહી ના બધા પ્રાણીઓ, વનસ્પતિઓ , પહાડો , નદીઓ બધામાં જીવ અને વાચા છે. આ આખો ટાપુ જાદુ થી બન્યો છે. જાદુગર એન્ડરસન એ પોતાના જાદુ થી આ ટાપુ નું નિર્માણ કર્યું હતું. આ સમુદ્ર વાસ્તવિક દુનિયા અને આ જાદુઈ દુનિયા ને જોડે છે. સમય જતાં અહી જીવો નો ઉદભવ થયો. પણ તેમનાં જનીન કંઇક એવા હતા કે જેનાથી અમારી જેવા અર્ધ શરીર વાળા પ્રાણીઓ નું નિર્માણ થયું. અમારા માં એવી અલૌકિક શક્તિ હતી કે અમે અમારા જાદુ થી કંઈ પણ કરી શકતા. પણ...

એલેના : પણ શું? પછી શું થયું?

માર્ટિન : અમે આ દુનિયામાં ખૂબ શાંતિ થી રહેતા હતા. અમારી આ દુનિયા ની રખેવાળી જાદુગર એન્ડરસન માં વંશજ કરતા હતા. તેઓ વાસ્તવિક દુનિયા માં જ રહેતા પણ અમુક સમયે અહી આવી આ દુનિયા ને વિકસાવવા પોતાના પ્રયત્ન કરતા. જાદુગર એન્ડરસન ના દરેક વંશજ તેમની જેમ જ મહાન જાદુગર હતા. તેઓ એ આ રહસ્ય ની કોઈને ખબર પડવા દીધી નથી. અને હંમેશા આ ટાપુ ની રક્ષા માટે તૈયાર રહ્યા છે.

એલેના : તો અત્યારે તે વંશજ કોણ છે ? અને ક્યાં છે?

માર્ટિન : તેમને બંદી બનાવી લેવામાં આવ્યા છે.
એલેના : બંદી બનાવ્યા છે ? પણ કોણે?
માર્ટિન : કહું છું , સાંભળ....

અમે અહી બધા ખુશી થી જીવન વિતાવી રહ્યા હતા. પણ એકદિવસ .. એક ખૂંખાર જાદુગર
' ડેવિન વેલેન્ટિનો ' એ આ દુનિયા માં પ્રવેશ કર્યો. તે ઘણા દિવસો થી અમારી આ દુનિયા પર નજર રાખી ને બેઠો હતો. તે એક સારા સમય ની રાહ જોઈ બેઠો હતો. અંતે એ સમય આવી ગયો. અમે અમારા કામ માં વ્યસ્ત હતા. અચાનક આકાશ માંથી આગ ના અંગારા વરસવા લાગ્યા. ચારે બાજુ દોડ ધામ થઈ રહી હતી. એવામાં એક ભયાનક ડ્રેગન આવ્યો અને ચારે બાજુ તબાહી મચાવી દીધી. તેણે અહીંના બધા જ પ્રાણીઓ ને પોતાના ગુલામ બનાવી દીધા. અને પોતે અહીંનો રાજા બની ગયો.

એલેના : તો તમે લોકો કઈ રીતે બચી ગયા?
માર્ટિન : અમે એ સમયે અમારા રક્ષક ને બોલાવવા સમુદ્ર માં ગયા હતા. એટલે તેના જાદુ ની અસર અમારા પર થઈ નહિ. અમારા રક્ષક એ અમને બચાવવા માટે પોતાનો જીવ જોખમ માં મૂકી દીધો.પણ ડેવિન નો ડ્રેગન ખૂબ શક્તિશાળી હતો. એટલે અમારા રક્ષક તેમની સામે ટકી શક્યા નહિ અને તેમને ડેવિન એ બંદી બનાવી લીધા. જાદુગર ડેવિન ને હરાવવું ખૂબ મુશ્કેલ છે. તેમને માત્ર 'હેલબર ' તલવાર થી જ હરાવી શકાય. અને તે તલવાર નું રક્ષણ તેનો ડ્રેગન કરે છે.
એલેના : તો તમે ક્યારેય તે તલવાર પ્રાપ્ત કરવાની કોશિશ કરી નહિ?
માર્ટિન : ના એ શક્ય નથી. તે તલવાર ગમે તે લઈ ના શકે. એ માટે જ અમે તેને અહીં લાવ્યા છીએ. એલેના ! હવે માત્ર તું જ અમને બચાવી શકે છો. અમે તને વિનંતી કરીએ છીએ કે તું જાદુગર ડેવિન ને હરાવી અમને અને અમારા રક્ષક ને બચાવ!

એલેના : શું ? એટલે તમે એમ ઇચ્છો છો કે હું તમારા લોકો માટે એક ડ્રેગન અને જાદુગર સાથે લડું? તમારી પાસે તો જાદુઈ શકતી પણ છે હું તો એક સામાન્ય માણસ છું હું તેમની સાથે કેવી રીતે લડી શકું? મને માફ કરજો પણ હું આ માટે તૈયાર નથી. તમને હું એક જ મળી હતી આખી દુનિયા માંથી ? તમે કોઈ બીજા ને આ કામ માટે શોધી લ્યો હું જાઉં છુ.

માર્ટિન : ઠીક છે તારે જાઉં છે ને તો ચાલી જા અહીંથી. ( એમ કરી તે પોતાના જાદુ થી દરવાજો ખોલી દે છે.) પણ પાછળ થી પસ્તાવો તને જ થશે. તને તારા સપનાં તો યાદ જ હશે. તને નથી લાગતું કે તને વારંવાર સપના આવવા પછી તે જ સપનું સત્ય પણ થવું એ બધા પાછળ કોઈ કારણ છે?

એલેના ત્યાંથી જઈ જ રહી હતી પણ આ વાત સાંભળી તે ત્યાં જ અટકી જાય છે. તે તેની પાસે આવી અને બોલી,
" તમને મારા સપના વિશે કેવી રીતે ખબર?"
માર્ટિન : કેમ કે એ સપના પાછળ નું કારણ અમે જ છીએ.
એલેના : અને એ કઈ રીતે?
માર્ટિન : કેમ કે એ સપના અમારા જાદુ નું જ પરિણામ છે. અમે તને અમારા જાદુ ની મદદ થી એ સપનું દેખાડતા હતા જેથી તું અહી આવ અને અમારી મદદ કર . અમે આ સપના ની મદદ થી તને તે સમુદ્ર સુધી લાવવા માગતા હતા. અને એ જ થયું. તું ત્યાં આવી અને તેનું જ પરિણામ છે કે તું અત્યારે અહીંયા છો.
એલેના : પણ તમે આ માટે મને જ કેમ પસંદ કરી?

આ બોલતા જ માર્ટિન ચૂપ થઈ ગયો. તે કઈ જવાબ આપતો નથી. આ સમયે માર્ટિન નો બીજો સાથી જોન, જે તેની જ ઉંમર નો હતો તે બોલ્યો
" એલેના ! તું પહેલાં પણ એકવાર અમારી દુનિયા માં આવી ચૂકી છો!"

એલેના : શું ? હું અને અહીંયા ? અરે મે પહેલી વાર તમારી આ દુનિયા ને જોઈ છે અને હું આવી હોય તો મને યાદ તો હોય ને પણ મને તો એવું કંઈ યાદ આવતું નથી !

આ વખતે હવે ફરી માર્ટિન બોલે છે.
" તને યાદ નથી કેમ કે એ સમયે તું ખૂબ નાની હતી. એટલે જ અમે તારું નામ જાણતા હતા પણ તું અમારાથી અજાણ હતી. "
એલેના : તો મને એ પણ જણાવો કે હું ક્યારે અને કેવી રીતે અહી આવી હતી?
માર્ટિન : તું જ્યારે ખૂબ નાની હતી ત્યારે તું અને તારા પિતા હેરી સમુદ્ર માં ગાયબ થઈ ગયા હતા સાચું?
એલેના : હા ! પણ તમે મારા પિતા ને કેવી રીતે જાણો છો?
માર્ટિન : તે સમયે આવી જ રીતે ડોલ્ફિન તને અને તારા પિતા હેરી ને ખેંચી આ દુનિયા માં લાવી હતી .
એલેના : તો તમે મારા પિતા ને અહી શું કામ લાવ્યા હતા ? અને તે અત્યારે ક્યાં છે? તમે શું કર્યું એમની સાથે? ( તે ગુસ્સે થઈ આ વાત કહે છે)
માર્ટિન : નઈ તું ખોટું સમજે છો અમે તારા પિતા સાથે કઈ પણ કર્યું નથી. તે સમયે જાદુગર ડેવિન એ પોતાના ડ્રેગન સાથે અમારી આ દુનિયા પર આક્રમણ કર્યું હતું એ માટે અમારી રક્ષા માટે ડોલ્ફિન હેરી ને ખેંચી લાવે છે પણ ડોલ્ફિન ભૂલ થી હેરી સાથે તને પણ ખેંચી લાવે છે.
એલેના : શું? એનો મતલબ મારા પિતા ....?
માર્ટિન : હા , તારા પિતા હેરી જ અમારી દુનિયા ના રક્ષક છે. અને જાદુગર ડેવિન એ તેમને બંદી બનાવી રાખ્યા છે. એટલે જ અમે તને આ માટે પસંદ કરી.

એક જાદુઈ ભવિષ્યવાણી મુજબ ' હેલબર ' તલવાર માત્ર જાદુગર એન્ડરસન ના વંશજ લઈ શકે. અને તે એક જ તલવાર છે જેની મદદથી જાદુગર ડેવિન ને હરાવી શકાય છે.

એલેના : તો શું મારા પિતા એક જાદુગર છે?
જોન : હા , હેરી એક જાદુગર છે. પણ એલેના આપણે અત્યારે આ બધું વિચાર્યા વગર ' હેલબર ' તલવાર ને કઈ રીતે મેળવવી એ વિચારવું જોઈએ.
એલેના : હા , હું તૈયાર છું. હું મારા પિતા ને છોડાવી ને જ રઈશ.

હવે તેઓ જાદુગર ડેવિન ના મહેલ માં પહોંચવા નો પ્લાન બનાવે છે .અને એલેના ત્યાં જવા માટે તૈયાર થઈ જાય છે. અત્યારે એલેના બીજું કંઈ પણ વિચારતી નહોતી કે તે ડ્રેગન સાથે કઈ રીતે લડશે. તે માત્ર તેના પિતા વિષે વિચારી રહી હતી.

' હેલબર ' તલવાર એક મોટા પર્વત ની ગુફા માં હતી. એ ગુફા માં ડ્રેગન રહેતો હતો અને તલવાર ની રક્ષા કરતો હતો. માર્ટિન , જોન અને બ્લેક બર્ડ એલેના ને તે ગુફા માં લઇ જાય છે. એલેના પાસે માત્ર એક નાની તલવાર હતી. પણ તેની પાસે ખૂબ જ આત્મવિશ્વાસ હતો. તે લોકો ગુફા માં ધીમે ધીમે કદમ મૂકે છે. તેમને દૂર થી જ તલવાર ની ચમકતી રોશની બતાઈ રહી હતી. તેઓ તે રોશની તરફ આગળ વધતા હતા. હવે તેઓ એકદમ તલવાર ની સામે હતા. પણ તે સમયે ત્યાં આજુબાજુ ડ્રેગન દેખાતો નહોતો.

આ જોઈ તેઓ ખુશ થઈ જાય છે અને દોડી તલવાર ની સાવ નજીક ચાલ્યા જાય છે. આ સમયે અચાનક એક બાજુ અંધારા માં બે ચમકતી મોટી મોટી આંખ દેખાય છે. તે ડ્રેગન હતો. તે પોતાના મોઢા માંથી એક જોર થી ફૂક મારે છે અને તે બધા દૂર ઉડી જાય છે. માર્ટિન , જોન અને બ્લેક બર્ડ તો ગુફા ની બહાર જઈ પડે છે , જ્યારે એલેના ત્યાં એક મોટા પથ્થર સાથે ટકરાય છે. તે ઘાયલ થઈ જાય છે. તે ઊભી પણ થઈ શકતી નહોતી. છતાં તે હિમ્મત કરી માંડ માંડ ઊભી થાય છે અને ડ્રેગન સાથે લડવા જાય છે. પણ ડ્રેગન ફરી તેને જોરથી એક ફટકો મારે છે અને તે જોર થી પટકાઈ જાય છે.

એલેના શરીર થી ખૂબ કમજોર હતી માટે તે હવે ઊભી પણ થઈ શકે તેમ નહોતી. તેના શરીર માંથી લોહી વહેવા લાગ્યું હતું. આંખ બંધ થવા લાગી હતી. તે બેભાન અવસ્થા માં જઈ રહી હતી. તે ડ્રેગન તેની પાસે આવી રહ્યો હતો. એલેના ના દિમાગ માં તેના પિતા ની યાદો ઘુમરાઈ રહી હતી. તેના મમ્મી ની તેના પિતા વિષે કહેલી વાતો યાદ આવી રહી હતી. માર્ટિન ની વાત યાદ આવી રહી હતી કે તેના પિતા જાદુગર છે. તેની આંખ બંધ હતી છતાં તેના હાથ હલ્લી રહ્યા હતા. તેનામાં કોઈ શક્તિ નો સંચાર થઈ રહ્યો હતો તેવું લાગતું હતું.

આ સમયે ડ્રેગન તેની આંખ સામે આવી ગયો અને એલેના એ પોતાની આંખ ખોલી તેની આંખ મોટી મોટી એકદમ ભૂરા રંગ ની થઈ ગઈ હતી. તે ઊભી થઈ તેના હાથ માંથી ભૂરા રંગ ની અગ્નિ નીકળવા લાગી હતી. ડ્રેગન એલેના ની આંખ માં જોવે છે તો તેની આંખ પણ ભૂરી થઈ જાય છે . એલેના તેને ઈશારો કરી એકબાજુ ખસવા કહે છે તો તે તેની વાત માની એકબાજુ ખસી જાય છે..એલેના જે શક્તિ થી અજાણ હતી તે શકતી એ પોતાનું રૂપ બતાવવાનું શરૂ કરી દીધું હતું. તેને ડ્રેગન ને વશ માં કરી લીધો હતો. તે ડ્રેગન પર બેસી તલવાર લઈ જાદુગર ના મહેલ માં જાય છે. ડ્રેગન ની મદદ થી તે બધે તબાહી મચાવી દે છે. તેના માં અપાર શક્તિ આવી ગઈ હતી.

એલેના હવે પોતાના જાદુ થી જાદુગર ડેવિન ને વશ માં કરી લે છે અને પોતાની તલવાર થી તેનુ માથુ ધડ થી અલગ કરી દે છે.આ જ સમયે તેના વશ માં આવેલા બધા પ્રાણીઓ હોંશ માં આવી જાય છે. તે પણ પોતાના મૂળ સ્વરૂપ માં આવી જાય છે. તે તરત પોતાના પિતા અને બીજા પ્રાણીઓ ને છોડાવે છે અને આ જાદુગર ની શક્તિ નો નાશ કરે છે. તે અને પિતા એકબીજાને મળીને રડવા લાગે છે. હવે તે પણ એક જાદુગરની બની ગઈ હતી. તેના વંશજ ની જેમ તે પણ આ દુનિયા ની રક્ષક બને છે.

તે બંને હવે પોતાની દુનિયા માં જવા તૈયાર હતા. હેરી અને એલેના બંને જાદુ ની મદદ થી એ જ સમય માં પહોચી જાય છે જ્યારે એલેના ગાયબ થઈ હતી. હેરિકેન હજી આરામ કરી રહી હતી. હેરી પોતાના જાદુ ની મદદ થી પોતે ગાયબ થઈ ગયો હતો એ વાત બધાની યાદ માંથી ગાયબ કરી દે છે. હેરીકેન જાગે છે અને તે બંને પાસે જઈ જાણે કંઇ થયું ન હોય તે રીતે વર્તે છે. તેને લાગી રહ્યું હતું કે તે ત્રણેય અહી સાથે ફરવા આવ્યા હતા. પછી તેઓ પોતાના ઘરે જતા રહે છે.

આમ એલેના અને તેના આગળ ના વંશજ 'વન્ડરલેન્ડ ' ની રક્ષા કરતા રહે છે અને આ દુનિયા નો રાઝ પોતાના મન માં જ સમાવી રાખે છે.




બીજા રસપ્રદ વિકલ્પો