જતીન ભટ્ટ (નિજ) રચિત એક હાસ્ય માહિતી પ્રચુર રચના:
એક ઉંદર નો ઇન્ટરવ્યુ
ગટર માં ઉંદરોએ ખેંચી લીધેલી સોનાની થેલી મુંબઇ પોલીસે શોધી : એક સમચાર ...
અને અમે એ ઉંદર નો ઇન્ટરવ્યુ લીધો:
' હાઈ, હેલો ’
ઉંદર કશું સુંઘતો હતો, અમારા ભણી એણે જોયું ના જોયુ જેવું કર્યું,,.
' ઓય, ઉંદર ,'
' ઓ ભાઈ, માન થી બોલાવવાનું, અને અત્યારે કામ ના ટાઈમે શું છે?'
' સોરી સર, રેટ ભાઈ કહીને બોલાવું તો ચાલશે?'
' ચલાવી લઈશું '
' પેલી થેલી ની બાબત માં'......?...…
’ અરે યાર એ થેલી ની વાત જ છોડ ને, મને એમ કે થેલીમાં કંઈ ખાવાનું હશે એટલે મેં તો મુકી રાખેલી,, એ તો પોલીસ થેલી લઈ ગઇ ને બીજે દિવસે અખબાર માં આવ્યું ત્યારે ખબર પડી કે અંદર સોનાના દાગીના હતા , ત્યાર થી ઘરવાળી ની ગાળો ખાઉં છું '
' અરે રે..,.'
' અરે તને બીજુ શું કહું, થોડા દીવસ પહેલાં પણ એક ભાઈ નો મેમરી કાર્ડ હું લઈ આવેલો, હું તો એમ જ લઈ આવેલો, પણ બીજા દિવસે પાછો એ ભાઈ ના ઘરે ગયો તો પેલા ભાઈ મોબાઈલ પર એકદમ ધીરે થી કોઈ ની સાથે વાત કરતા હતા કે ડાર્લીંગ જો આ મેમરી કાર્ડ ઘરવાળી માં હાથ માં આવ્યું તો આપણા બંનેની પથારી ફરી જશે, બોલ હવે, આ તમે માણસ જાત દોહરી જિંદગી જીઓ છો તે સાબીત થાય છે, મનમાં તો એવું થયું કે એની ઘરવાળી ના હાથ માં એ કાર્ડ આપી દઉં, પણ પછી ના આપ્યું '
' કેમ?'
' તમે માણસ જાત માણસાઈ છોડી શકો પણ અમે ઉંદર જાત ઊંદરાઈ ના છોડીએ '
' સરસ રેટ ભાઈ, પણ બધા માણસો એવા નથી હોતા '
' ઠીક છે હવે, બીજુ બોલ '
' હાં તો રેટ ભાઈ, હમણાં કોઈ જગ્યા એ વાંચેલું કે તમને હવે ટ્રેનિંગ આપશે કે જમીન માં છુપાયેલી સુરંગ તમે શોધી કાઢશો?'
' હા, તદ્દન સાચી વાત, હમણાં હાલમાં જ કંબોડિયાના સિયેમ રીપ પ્રાંતના ત્રાપીયાંગ ક્રાસાંગ ગામમાં અમારા જાત ભાઈઓએ 7,88,257 વર્ગ મીટરની જમીનમાંથી બારુદી સુરંગ શોધી તેમને નષ્ટ કરવામાં મદદ કરી છે. ત્યારબાદ આ જમીન 19 કંબોડિયાઈ પરિવાર ને પાછી આપવામાં આવી છે. અને અમારા વાળા ઓએ ૧૭૦ જેટલી બારૂદી સુરંગો શોધી કાઢી છે. આ સુરંગો ઘણા વર્ષો સુધી દબાયેલી હતી પરંતુ ફાટી ન હતી. તેના ફાટવાથી લોકો અને જનાવરોના મરવાનો ડર હંમેશા રહેતો હતો. આ સુરંગોને શોધી નષ્ટ કરવામાં અમારા જાત ભાઈઓને માત્ર ત્રણ મહિના લાગ્યા.અને તને ખબર છે અમને બારુદી સુરંગો શોધવાની ટ્રેનિંગ કોણ આપે છે ?'
' ના, અમને ક્યાંથી ખબર હોય?'
' એન્ટી પર્સનલ લેન્ડમાઈન્સ ડિટેકશન પ્રોડક્ટ ડેવલપમેન્ટ (APOPO) સંસ્થા. આ સંસ્થાની શરૂઆત 1997માં થઈ હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય સરકારી સંસ્થા તરીકે તેની નોંધણી 2017 માં કરવામાં આવી હતી. પડી ખબર?'
' જબરું યાર '
' એટલું જ નહીં,જાન્યુઆરી 2019 માં જાહેર કરવામાં આવેલ APOPOના આંકડાઓ જોઈએ તો તેમની પાસે અત્યારે 151 ઉંદરો છે. જેમાં 26 ઉંદરો ફક્ત પ્રજનનનું કામ કરે છે. 53 ઉંદરો બારૂદી સુરંગો શોધવા માટે પ્રશિક્ષિત છે. 39 ઉંદરો રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે છે. દસ રીટાયર થઇ ચુક્યા છે. 10 ઉંદરોને અમેરિકાના પ્રાણી સંગ્રહાલયોમાં શાંતિ દૂત બનાવીને મોકલવામાં આવી રહ્યા છે.'
' ઓહો?!!!!'
' હા,દરેક ઉંદરોને અઠવાડિયામાં પાંચ દિવસ આ સુરંગો શોધવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. એક દિવસમાં તે ફક્ત અડધા થી દોઢ કલાક ની ટ્રેનીંગ લે છે. અઠવાડિયાના છેલ્લા બે દિવસે તે ફક્ત પાર્ટી કરે છે ,એક ઉંદર ની ટ્રેનીંગ પાછળ દર મહિને લગભગ ૪૦૦ રૂપિયાનો ખર્ચો આવે છે. આ ઉંદરોની ઉંમર આઠથી દસ વર્ષ હોય છે. તે પોતાના જીવનકાળમાં છ થી સાત વર્ષ કામ કરી શકે છે., અમારા દ્વારા તમે એક તેની ટેનિસ કોર્ટ જેટલી જગ્યામાં બારુદી સુરંગો ફક્ત ૨૦ મિનિટમાં શોધી શકો છો. જ્યારે મેટલ ડિટેક્ટર ની મદદથી શોધવામાં તેને ત્રણ થી ચાર દિવસ લાગી શકે છે. અમારા જાતભાઈ ઓ આ સુરંગો શોધવામાં 100 ટકા સફળ હોય છે.
અરે એટલું જ નહીં, ભૂકંપ માં પણ અમારા ટ્રેઇની જાતભાઈઓ બહુ સરસ કામ કરે છે '
' જોરદાર યાર, તમે નકામા નથી એ સાબીત થાય છે , પણ આટલી બધી માહિતીની તમને કેવી રીતે ખબર પડી?'
' ઓ ભાઈ, અમારે પણ અલગ અલગ wtsapp ગ્રુપ હોય છે, શું સમજ્યા?'
ને આપણા આ રેટ ભાઈ ઇન્ટરવ્યુ ખતમ કરીને ગટર માં સરકી ગયા.....
.
.
.
.
,
,
.
,
,
,
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995
'