ચોર અને ચકોરી - 25 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી - 25

(એક મરણતોલ ચિસ કેશવ ના મોંમાથી નીકળી અને એ બેહોશ થઈને ઢળી પડ્યો.).. હવે આગળ...
કેશવ ભાન માં આવ્યો અને એની નજર સીધી પોતાની હથેળી તરફ ગઈ. તો ત્યાં પાટો બાંધેલો હતો. એ જે જગ્યાએ સૂતો હતો બરાબર એની સામે જે એક કાચ ની બાટલી પડી હતી. અને એમાં એની ચારેય કપાયેલી આંગળીયો મુકવામાં આવી હતી. એની નજર એ કપાયેલી પોતાની આંગળીયો પર પડતાજ એને ફરી થી એ આખું દ્રશ્ય યાદ આવી ગયું. એનુ કાંડુ ઝાલીને લાલ્યાએ એની હથેળીને જમીન સરસી દબાવી અને બીજી જ ક્ષણે કાંતુ એ છરી ફેરવીને એની આંગળીઓને એની હથેળી થી છુટ્ટી પડી દીધી.
પીડા થી એ કણસતો હતો. એની નજર સામે જીગ્નેશનો. બાળપણનો પટ્ટાથી માર ખાઈ ને કણસતો ચેહરો તરવરી ઉઠયો. જે જુલમ એણે એ માસુમ નાનકડા બાળક ઉપર કર્યો હતો. જાણે આજે એ એનો બદલો ચૂકવી રહ્યો હતો. આજે એ પોતાની અંદર જીગ્નેશ ને મેહસૂસ કરતો હતો. અને અંબાલાલ માં ક્રૂર કેશવ ને.
કાંતુ ખાવાની થાળી લઈને એને જ્યાં રાખ્યો હતો એ ઓરડા માં દાખલ થયો. અને એની બરાબર પાછળ પાછળ અંબાલાલ પણ દાખલ થયો. "કા કેસૂડાં, આવી ગયો ભાન માં?" ગાય જેવી કરુણા અત્યારે કેશવ ની આંખો માંથી ટપકી રહી હતી. દયામણા ચેહરે એણે અંબાલાલ ઉપર મીટ માંડી.
"જો કેવો મસ્ત પાટો તારી હથેળીએ અમારા વૈદજી એ બાંધ્યો છે. જો જો" શેતાની સ્મિત ફરકાવતા અંબાલાલે કહ્યું. જવાબ માં કેશવ ની નજર આપોઆપ પોતાની હથેળીએ બાંધેલા પાટા ઉપર દોરાણી.
"હવે ડાયો થઇ ને સાચે સાચું કે.કે ચકોરી ને તે ક્યાં રાખી છે. નહિ તો તારી પાસે હજી આંગળીયો છેજ.? અને જો પેલી બાટલી મા પણ આંગળીયો રાખવાની જગ્યા ય છે" જે બાટલી માં કેશવ ની આંગળીયો રાખી હતી એ બાટલી તરફ ઈશારો કરતા અંબાલાલે કહ્યુ. શિકારી ના પંજામાં સપડાઈને જેમ પારેવું ફફડે તેવો ફફડાટ કેશવ ના કાળજે થયો. ત્યાં અંબાલાલ ફરી બોલ્યો.
"બીજી હથેળી ના પણ આંગળા કપાઈ જશે ને કેશુ. તો કોઈ ભિખ માં તારી હથેળી માં પૈસા મુકશે ને તોય તું એને પકડી નઈ શકે. એટલે વિલંબ કર્યા વગર ચકોરી નો પત્તો દેખાડી દે.નકર હમણાં લાલ્યા ને સાદ કરું છુ. બોલ.બોલાવુ લાલ્યા ને?" અને જેમ પેહલી વાર આંગળા કાપવાની અંબાલાલે ધમકી આપી. ત્યારે તો કેશવ ને એ ખાલી ધમકીજ લાગી હતી. એને લાગ્યું હતું કે આ વાણિયો ધોલધપાટ ભલે કરતો હોય પણ આંગળીઓ કાપવા જેટલી ક્રૂરતા તો આનામા નહીંજ હોય. પણ એનું પરિણામ જ્યારે એણે પ્રત્યક્ષ અનુભવ્યું.તો હવે એને સોએ સો ટકા ખાતરી હતી કે જો મે જરાય વિલંબ કર્યો ને તો આ રાક્ષસ મારી બીજી હથેળીને પણ બુઠ્ઠી કરી નાખશે. એટલે એ ત્વરિત બોલ્યો.
"હે. હા. હું તમને ત્યાં લઇ જઈશ જ્યા મે એ ચકોરી ને રાખી છે"
"બોવ ડાયો. લે, મારા વાલા. પેલા કંઈક ખાઈ લે. પછી કાંતુ હારે રવાના થાજે."
સોમનાથ જીગ્નેશ થી છૂટો પડીને પાલી પોતાને ઘેર આવ્યોî. અને એણે મંદા ને કહ્યું
"આપણે અત્યારે ને અત્યારે સીતાપુર જવાનું છે. ચાલ સામાન પેક કરવા મંડ."
"કા, શું કામ?" મંદા એ સવાલ કર્યો. તો એના જવાબ માં સોમનાથે કહ્યું
"જીગ્નેશ અને ચકોરી સીતાપુર તરફ ગયા છે અને મોટાભાઈ ચકોરી ને ફરીથી અંબાલાલ ને સોંપવા માંગે છે. એટલે એ અંબાલાલ ના માણસો ને લઈને અહીં આવશે અને અહીં ચકોરી નહિ મળે તો એ લોકો ચોક્કસ આપણને હેરાન કરશે માટે એ લોકો અહીં આવે એ પેહલા આપણે અહીં થી નીકળી જઇએ". અને જરૂરી કપડાં સમાન પેક કરીને સોમનાથ અને મંદા ઘર ને તાળું મારીને સીતાપુર જવા રવાના થયા.

.......અંબાલાલ ચકોરી ને પાછી મેળવવા કઈ હદે જાય છે એ જાણવા વાંચતા રહો ચોર અને ચકોરી.....