A thought provoking article books and stories free download online pdf in Gujarati

એક વિચાર પ્રેરક લેખ

જતીન ભટ્ટ (નિજ) રચિત એક વિચાર પ્રેરક લેખ

જ્યારે જ્યારે કોઈ પણ અગત્ય ની પરીક્ષા નું રિઝલ્ટ આવે ત્યારે ઓછા માર્ક વાળા કે નાપાસ થયેલા માટે મોટીવેશનલ લેખો અને મોટીવેશનલ સ્પિચ નો મારો ચાલુ ઇ જશે, કહેશે કે ધીરુ ભાઈ અંબાણી ક્યાં ભણેલા હતા? કે ઢિકણો ઉદ્યોગપતિ તો સાતમી માં ફેઇલ હતો વગેરે, વગેરે ...
હા,હિંમત આપવી એ વાત તો બરાબર છે, પણ તો પછી ફાધર મધરે કશું કરવાનું જ નઈ? કેમ છોકરા ને કે છોકરી ને બિલકુલ નહીં કહેવાનું કે તારી ભુલ છે,કે તું રખડ્યા કરતો હતો, કે તું મોબાઈલ માંથી ઊંચો આવે તો માર્ક લાવેને? કે તું તારી બહેનપણી સાથે પુષ્કળ વાતો કરતી હતી? વગેરે વગેરે ..,
આ તો મોટીવેશનલ લેખો વાંચી ને કે સાંભળી ને પપ્પા મમ્મી શીખે પણ છોકરાવ પણ શીખવા જોઈએ ને?
અને આ લોકો જે દાખલા આપે છે કે ફલાણો ઓછું ભણ્યો પણ આજે કરોડો રૂપિયાનો સ્વામી છે, કે ઢિકણો આજે અમેરિકા માં ગયો ને પુષ્કળ હોટેલો ખોલી.,, અરે એ લોકો ઓલરેડી ઇન્ટેલિજન્ટ હતા, ફક્ત એમના એલીજીબલ માર્ક નોતા આવ્યા, અને હાં એ લોકો ને નથી ભણ્યા એનું દુઃખ તો હજી પણ છે જ એટલે જ તો ધીરુભાઈ અંબાણી કે બિરલા ઓ એ એમના પુત્રોને કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી એ પણ એમના પુત્રોને મેનેજમેન્ટ નો કોર્ષ કરાવ્યો જ છે ,
ઓછું ભણેલા કે નાપાસ થયેલા લોકો આગળ આવ્યા છે એની ના નથી પણ એની ટકાવારી બહુ જ ઓછી છે ,
બીજી વાત કે જ્યારે પણ અગત્ય ની પરીક્ષા નું રીઝલ્ટ આવે ત્યારે શાકવાળા ,રિક્ષાવાળા ના પુત્રો કે પુત્રી ઓએ ખૂબ જ સારું દેખાવ કર્યો, એવું ન્યુઝ પેપર કે ચેનલો માં આવતું હોય છે,
ખરેખર સલામ છે એ લોકો ને,
પણ, પણ, પણ
આમાં બીજા છોકરા ઓનો શું વાંક?
ઓલરેડી એ છોકરાઓ બેઝિકલી હોંશિયાર જ છે, એમનો જન્મ કોઈ પૈસાદાર માબાપ ને ઘરે થયો હોત તો પણ આજ પરિણામ આવતે,
અગેઇન કહું છું કે સાચે એ લોકોને સલામને પાત્ર છે જ,
પણ જે વિદ્યાર્થી પાસે સગવડ છે અને એ એનો લાભ ઉઠાવી ને ભણે છે તો પછી એમાં એનો શું વાંક? શા માટે ટોર્ચરિંગ કરવાનું?
અને હાં,છોકરા ઓને ભણતર તો પૂરું કરાવવું જ જોઈએ, મેં એટલા બધા દાખલા જોયા છે કે ભણતર અધૂરું હોય અને એને લીધે નોકરી એને જોઈતી ન મળી હોય, અરે લોન લેવા માટે પણ SSC પૂરું કરેલું હોવું જોઈએ..,
બહુ પહેલા wtsapp પર આવેલી એક હસ્યા રચના યાદ આવે છે,:
એક ડફોળ છોકરો SSC માં નાપાસ થયો તો એને એના માબાપ તરફથી પુષ્કળ ઠપકો ખાવો પડ્યો , તો છોકરો કંઈ કરી બતાવવાના ઝનૂન માં ઘરેથી ભાગી જાય છે, માબાપ પુષ્કળ શોધે છે, પણ એ છોકરો મળતો નથી, વર્ષો વીતી ગયા, પછી ખબર પડી કે એ મુંબઈ ની પ્રખ્યાત હોસ્પિટલ માં છે, એટલે બધા ખુશ થઈ ને મુંબઈ જાય છે , ને એ પ્રખ્યાત હોસ્પિટલ માં જઈ પૂછપરછ કરે છે, તો સ્ટાફે એ છોકરાને જે હવે મોટો થઈ ગયો હતો એને બતાવ્યો,
બધાની આંખો ચાર થઈ ગઈ એને જોઈને,
' સ્વિપર 'હતો એ હોસ્પિટલ માં,..
તમને શું લાગ્યું? કે એ છોકરો એ હોસ્પિટલ માં કોઈ ઊંચી પોસ્ટ પર કે ડોક્ટર હશે ? ....
.
.
.
.
.
.
,
.
.
જતીન ભટ્ટ (નિજ)
Yashhealthservices@yahoo.com
94268 61995

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED