One unique biodata - 1 - 47 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧)ભાગ-૪૭

રાતના સાડા બારથી નિત્યાનું મગજ વિચારોમાં ખોવાયેલું હતું.નિત્યા પોતાની જાતને જ પ્રશ્ન કરતી હતી અને એ પ્રશ્નોના જવાબ પણ એ પોતે જ પોતાને આપતી હતી.
(આમ પણ કહેવાય છે ને કે માણસ જ્યારે સ્વંય સાથે વાત કરતો હોય ત્યારે એને પોતાના પ્રશ્નોના જવાબ કોઈને પૂછવાની જરૂર રહેતી નથી.આપોઆપ બધું જ ક્લીઅર કટ દેખાતું હોય છે કે પોતે શું કરવું જોઈએ અને શું નહિ.એટલે તમને જ્યારે પણ સમય મળે થોડો સમય એકલા રહીને પોતાની જાતને જરૂર આપજો.)

આ બાજુ દેવની હાલત પણ કંઈક એવી જ હતી.એને પણ નિત્યા સાથે આરગ્યુમેન્ટ કરીને કઈક અજીબ ફીલ થતું હતું.કદાચ નિત્યાને ખોવાનો ડર સતાવતો પણ એને પોતે એ વાત સમજાતી ન હતી કે આવું કેમ થાય છે.એ પણ વિચારોના વમળમાં ખોવાઈ ગયેલો હતો અને સ્વંય સાથે વાત કરતો હતો,"નિત્યાનો બીહેવીયર મારી પ્રત્યે હમણાંથી ચેન્જ થઈ ગયો છે.કેમ એ નાની નાની વાતમાં મારાથી ચિડાઈ જાય છે.પહેલા પણ એવું કરતી હતી પણ અત્યારનો બીહેવીયર કંઈક અલગ જ છે.કેમ પહેલા જેટલું કમ્ફર્ટેબલી નથી રહી શકતા અમે બંને.નિત્યા મને બેસ્ટફ્રેન્ડ માને છે છતાં કેમ એને મારી વાતનું ખોટું જલ્દી લાગી જાય છે....હા એને કહ્યું કે તું ફ્રેન્ડ છે એટલે તું બોલે એ મને અફેક્ટ કરે છે.આવું તો પહેલા પણ અમારી ફ્રેન્ડશીપમાં થતું હતું.શું એ મારા વિશે કઈક અલગ ફીલ.........શું હું એના માટે ફ્રેન્ડથી વધીને હોઈશ....,સલોની એ નિત્યાના એક્સિડન્ટ વખતે જે કહ્યું હતું એ ખરેખર સાચું હશે.શું સાચે જ નિત્યા............નઈ નઈ નઈ,હું આ બધું શું વિચારી રહ્યો છું અને એ પણ નિત્યા જેવી છોકરી માટે જેને હું ચાઈલ્ડહૂડથી ઓળખું છું....ના એ ક્યારેય એવું વિચારી ના શકે અને જ્યારે એને ખબર છે કે હું સલોનીને......એ જાણીને તો નિત્યા ક્યારેય એવું ના કરે.પણ હું શું કરવા માટે એના વિશે આટલું બધું વિચારું છું.એના અફેક્ટ થવાથી મને શું થઈ જાય છે.કઈ જ ખબર નથી પડતી.હે કૃષ્ણ ભગવાન પ્લીઝ અમને બંનેને પહેલા જેવા બિન્દાસ બેસ્ટફ્રેન્ડ બનાવી દો જેને વિચાર્યા વગર કઈ પણ કહી શકાતું હતું છતાં પણ દોસ્તી એવી ને એવી જ રહેતી હતી.આમ રીસાવા-મનાવવાની જરૂર નહોતી પડતી.

નિત્યા ઓલમોસ્ટ સુઈ જ ગઈ હતી કે એને કાનમાં ઝીણો અવાજ સંભળાયો.એને આંખો ખોલી અને ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો કે અવાજ કઈ બાજુથી આવે છે.અવાજ બાજુના ટેન્ટમાંથી આવી રહ્યો હતો જેમાં શ્રેયા અને સલોની હતા.નિત્યાને તો આમ કોઈની વાતો સાંભળવામાં કોઈ ઇન્ટરેસ્ટ ન હતો પણ એને લાગ્યું કે એના વિશે વાતો થઈ રહી છે એટલે એને કાન તાકીને સાંભળવાની કોશિશ કરી.હવે એને અવાજ ચોખ્ખો સંભળાઈ રહ્યો હતો.

"શ્રેયા એક વાત પૂછું?"સલોનીએ શ્રેયાને કહ્યું.

"અરે ડાર્લિંગ,તારે આ ફોર્મલિટીની કોઈ જરૂર નથી.પૂછ તારે જે પૂછવું હોય એ"

"તને દેવ સાચે જ પસંદ છે?"

"પસંદ મતલબ શું હોય,હોટ એન્ડ હેન્ડસમ છે અને મારા ટાઇપનો છે એકદમ કૂલ ગબરુ જવાન"

"પણ એ જલ્દી તારામાં ઇન્ટરેસ્ટ નઈ લે..કેમ કે એની પસંદ હવે બદલાઈ ગઈ છે"

"મતલબ?"

"હવે એને બહેનજી ટાઈપ છોકરીઓ ગમે છે એટલે તો આખો દિવસ નિત્યા સાથે ફરતો હોય છે"

"તે ભલે ને ગમે તેની સાથે ફરે પણ હું આ ટ્રીપ પત્યા પહેલા એને પટાવીને બતાવીશ"

"હા,મને લાગે છે તું કરીશ"

"ફ્રેન્ડ કોની છું?"

"મારી"

"તને કોઈ દિવસ દેવ પસંદ ન આવ્યો"

"ના ભાઈ,મારી ચોઇસ જ અલગ છે.ક્યાં એ અને ક્યાં હું"

"મને તો એમ હતું કે તું એને બેસ્ટફ્રેન્ડ માને છે"

"એ બસ ફ્રેન્ડ જ છે,આગળ એ મને પામવા લાયક નથી"

"પામવા લાયક નથી મતલબ?"

"મારે જે એસો-આરામ જોઈએ છે એ એની પાસે નથી.પણ આઈ એમ સ્યોર જે તને જોઈએ છે એ તને આપી શકશે"

"સારું છોડ એ બધું અને પેલી બેગમાંથી લાઈટર આપ"

"અરે અત્યારે અહીંયા સિગારેટ ના સળગાવ,કોઈને સ્મેલ આવી જશે તો આવી બનશે"

"કઈ ના થાય લે તું પણ ફૂંકી લે"શ્રેયાએ સલોનીને સિગારેટ આપતા કહ્યું.

"મને બીક છે કે નકુલને ખબર ના પડી જાય"

"ના પડે લે તું"

"ઓકે"

સલોનીના દેવ માટેના આવા વિચારો સાંભળી નિત્યાને બહુ જ દુઃખ થયું અને મનમાં વિચારવા લાગી,"દેવ સલોનીને કેટલું માને છે એને લાઈક કરે છે છતાં સલોની દેવ માટે કેટલું ખરાબ વિચારી રહી છે.ખરેખર ભગવાને જે કર્યું એ સારું જ કર્યું.શું મારે દેવને આ વાત કહેવી જોઈએ?,કહીશ તો એને બહુ જ તકલીફ થશે અને મારે હવે એને તકલીફમાં જોવાની તાકાત નથી.હું એને સલોની અને શ્રેયાથી બચાવીને રાખીશ.એની સાથે ઝગડીશ પણ એનો સાથ ક્યારેય નહીં છોડું.ભલે એ મારા વિરુદ્ધ પણ જાય છતાં હંમેશા હું એની પડખે ઉભી રહીશ.હું શ્રેયા અને સલોનીના ઈરાદા ક્યારેય સાચા નઈ થવા દવ.આ મારું સ્વંયને આપેલ વચન છે"

સવારે બધા બ્રેકફાસ્ટ કરવા માટે બેસકેમ્પ પાછળ ગયા.દેવ મોડો ઊગ્યો હોવાથી એને ઉઠીને તૈયાર થવામાં થોડું લેટ થઈ ગયું હતું તેથી તે બ્રેકફાસ્ટમાં પણ મોડો પડ્યો હતો.ત્યાં જઈને બ્રેકફાસ્ટ કરતા કરતા દેવ આમતેમ ડાફેળા મારી રહ્યો હતો.એને જોઈને નકુલે પૂછ્યું,"કોને શોધી રહ્યો છે?"

"કોઈને નહીં"

"ચલ જુઠે"

"અરે સાચે જ યાર"

"ઓકે,જલ્દી બ્રેકફાસ્ટ કરીને ત્યાં આવી જા"

"નકુલ મારુ બેગ અને વોટરબોટલ જરા ટેન્ટમાંથી લઈ લે જે ને"

"ઓકે"

દેવ બ્રેકફાસ્ટ કરીને ભૃગુ લેક માટેની ટ્રેકિંગ જવા માટે બધાને જે લાઈનમાં ઉભા રાખ્યા હતા ત્યાં જઈને ઉભો રહ્યો.લેટ આવ્યો હોવાથી તે બોયસની લાઈનમાં સૌથી છેલ્લે હતો.ગલ્સની લાઇન બોયસની લાઈનથી થોડી આગળ હતી.આચનક દેવને પાછળથી જોરથી ધક્કો વાગ્યો દેવ બોલવા જતો હતો એ પહેલાં નિત્યાએ બોલી,"સોરી સોરી,ભૂલથી વાગી ગયો"કહીને નિત્યા ગલ્સની લાઈનમાં પહોંચી.ટ્રેકિંગની શરૂઆત થઈ ગઈ.છોકરીઓ ટ્રેકિંગમાં ચૂપચાપ ચાલી રહી હતી અને છોકરાઓ તો ગીતો ગાતા ગાતા ટ્રેકિંગની મજા માણી રહ્યા હતા.ગીતો ગાતા ગાતા વચ્ચે વચ્ચે,"બોલ મારી અંબે જય જય અંબે,ભારત માતાકી જય,વંદે માતરમ,જય ભવાની જય શિવાની"જેવા નાદ પણ બુમો પાડી પાડીને બોલી રહ્યા હતા.ગુજરાતી ગરબાથી લઈને કાર્ટૂનના ગીતો જેવા કે સીંચેન,શાકાલાકા બુમબુમ,છોટાભીમ પણ ગાવાનું બાકી નહોતું રાખ્યું.કેમ્પ ઇન્સ્ટરક્તર અને વોલેન્ટીયર પણ કહેવા લાગ્યા કે,"તમારી બેચ બધાથી અનોખી જ છે.અમે પહેલી વાર તમારા જેવા ટ્રેકર્સ જોયા જે આટલી મોટી ટ્રેકિંગમાં પણ જુસ્સો એટલો જ રાખ્યો અને સાથે બધાને મજા કરાવી.અડધો રસ્તો કાપ્યા પછી એક મોટો સુંદર પર્વત હતો ત્યાં બધા રોકાયા.ત્યાં ખૂબ ઠંડો પવન આવી રહ્યો હતો.થોડો થોડો બરફ પણ પડતો હતો.ત્યાં એક એવી શાંતિ હતી કે મનને આરામ મળી જાય.બધાએ પોતપોતાના ગ્રુપ સાથે ફોટોસ ક્લિક કર્યા.સલોની અને શ્રેયાએ તો એટલા ફોટોસ પાડ્યા કે એની કોઈ હદ નથી.ત્યાં દૂર એક મકાઈ ડોળા વાળો અને ચા વાળો ઉભો હતો.અમૂકે ત્યાં ચા પી ને થાક ઉતાર્યો.આ બધામાં નિત્યા થોડે દુર જઈને એકલી બેસી હતી.દેવ મકાઈ ડોળો લઈને નિત્યા પાસે ગયો.

"કેમ અહીંયા એકલી બેસી છે?"દેવે નિત્યાને મકાઈ ડોળો ઓફર કરતા પૂછ્યું.

"બસ એમ જ.ખૂબ જ શાંતિ મળી આ જગ્યા પર બેસીને.તું બીઝી ના હોય તો થોડી વાર બેસીને ટ્રાય કરી જો"

દેવ નિત્યાની બાજુમાં બેસ્યો અને બોલ્યો,"લે આ ખાવું નથી?"

"ના,ઈચ્છા નથી"

"તું નઈ લે તો મને લાગશે કે તે હજી મને માફ નથી કર્યો"

"અરે એવું કંઈ નથી"

"તો આ લે"

"સારું લાવ"

બંને થોડીવાર એકબીજાની સામે જોઈ રહ્યા.હજી તો બંનેમાંથી કોઈ વાત કરવાની શરૂઆત કરે એ પહેલાં ત્યાં શ્રેયા આવી અને બોલી,"એક્સ્ક્યુઝ મી,સોરી ફોર ડિસ્ટર્બ"

"નોટ ટૂ વરી,બોલ શું કામ છે?"નિત્યાએ પૂછ્યું.

"દેવ મને અહીંયા એક ફોટો પાડને,તારું ફોટોગ્રાફી સારું છે"

"સ્યોર"દેવ ઉભો થતા બોલ્યો.

દેવે ફોટોસ પાડી આપ્યા.પંદરથી પણ વધુ ફોટા પડ્યા અને પછી બોલી,"નિત્યા,મારો અને દેવનો ફોટો પાડી આપને"

નિત્યા ના મનનું ઉભી થઇ અને અલગ અલગ પોઝમાં દેવ અને શ્રેયાના ફોટા ક્લિક કર્યા.દેવ ફોટામાં તો સ્માઈલ કરી રહ્યો હતો પણ એ ખૂબ જ અનકોમ્ફર્ટેબલ ફીલ કરતો હતો પણ કહી શક્યો નહીં.દેવે શ્રેયાનો પીછો છોડાવવા નિત્યાનો હાથ પકડ્યો અને પોતાની પાસે બોલાવીને સેલ્ફી લેવા લાગ્યો.શ્રેયા આ જોઈને થોડું ચિડાઈ અને ત્યાંથી જતી રહી.

"હાશશશ........પીછો છૂટ્યો"દેવે એના માથા પર હાથ મુકતા કહ્યું.

"ફોટોગ્રાફર..."નિત્યા હસતા હસતા બોલી.

"યાર ખરેખર,ભગવાન કેમ આવા લોકો બનાવતા હશે"

"તારા જેવા માટે"

"ચૂપ કર......ચાલ આપડે તો ફોટા પાડીએ"

"ના"

"કેમ?"

"યાદોને ફોનમાં નહીં પણ નજરમાં કેદ કરી લે...ક્યારેય ડીલીટ નહીં થાય"

"એ તો સાચી વાત પણ મારે તો તારી સાથે સેલ્ફી લેવી જ છે"

"જા તું તારી નવી ફ્રેન્ડ શ્રેયા પાસે જઈને સેલ્ફી લે અને પેલી તારી બેસ્ટફ્રેન્ડ રહી એની સાથે લે સેલ્ફો"

"નિત્યા તું બહુ નથી બોલી રહી"

"હા,બોલું છું તો....શું કરી લઈશ?"

"કઈ નઈ....હવે એમની પાસે જ જઈશ હું"

"સારું જા"

"સાચે જ જઈશ હું હો"

"જા ને યાર તું અહીંયાંથી"

"ઓકે હવે મને બોલાવતી નહીં,બાય"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED