One unique biodata - 1 - 46 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૬

હવે ગલર્સનો ટર્ન હતો.બધી જ ગલ્સ એકબીજાની સામે જોઇને એક-બીજાને સોન્ગ સજેસ્ટ કરી રહી હતી.એટલા માં પાછળથી એક મધુર અવાજ સંભળાયો અને સાથે એક પડછાયો દેખાયો.બધા સોન્ગ પત્યા પછી પડછાયો ક્લીઅર થવાની રાહ જોઈ રહ્યા હતા અને એ સુરીલો અવાજ કોનો હતો એ જાણવા આતુર હતા.મોઢા પર માસ્ક,માથા પર ગરમ ઉનની ટોપી અને સ્ટોલ ઓઢીને નિત્યા આગળ આવી.આટલું બધું પહેરેલું હોવાથી નિત્યાને માનુજ,દેવ,નકુલ,દિપાલી,સલોની સિવાય બીજું કોઈ ઓળખી શક્યું ન હતું.શ્રેયા પણ વિચારમાં પડી ગઈ હતી કે આ કોણ છે.નિત્યા જેવી થોડી આગળ આવી કે તરત જ એક છોકરીએ એનો હાથ પકડ્યો અને કેમ્પ ફાયરની આગળ વચ્ચોવચ નિત્યાને બેસાડી અને બોલી,"આવ આવ,તારા જેવા સિંગરની જ જરૂર હતી આપણી ટીમને"
એ છોકરીના આટલું બોલતા જ સલોની બોલી,"લો અહીંયા પણ સારી બનવા માટે આવી ગઈ"
આ સાંભળતા જ દિપાલીએ સલોનીની સામે આંખો કાઢીને જોયું અને ચૂપ થવાનું કહ્યું.નિત્યા દિપાલીનો ઈશારો સમજી ગઈ એટલે એ બોલી,"મેં તો બસ એમ જ મનમાં આવ્યું એ ગાઈ લીધું.અસલી સિંગર તો અહીંયા બેઠી છે સલોની મહેતા"નિત્યાએ સલોની તરફ ઈશારો કરતા કહ્યું.

"ઓકે તો ચાલો હવે આપણે અંતાક્ષરીને આગળ વધારીશું,બોયસ નાઉ ઇટ્સ યોર ટર્ન.ચાલો તમે 'મ' પરથી ગીત ગાવ"વોલેન્ટીયર સર બોલ્યા.

આમ ટર્ન બાય ટર્ન ગલ્સ એન્ડ બોયસ પોતપોતાની ટીમને જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા.ગલ્સની ટીમનો પલડો ભારી દેખાઈ રહ્યો હતો કારણ કે સલોની પણ સારું એવું ગાઈ લેતી અને નિત્યાએ એકલતામાં સાંભળેલ ગીતો અત્યારે અંતાક્ષરીમાં ઘણા કામ આવ્યા.અને બાકીની છોકરીઓ પણ ફટાફટ સોન્ગ યાદ આવતા ગાઈ રહી હતી.છોકરાઓને તો સોન્ગ યાદ આવતા જ વાર લાગતી હતી.અંતાક્ષરી રમતા રમતા થોડીવાર માટે સલોની ભૂલી ગઈ હતી કે એ નિત્યાના નેચરની ઓપોઝિટ છે.સલોનીને બસ જીતવાની લાલચ હતી એટલે એ નિત્યા સાથે મળીને બોયસની ટીમને હરાવવાના પ્રયત્નો કરી રહી હતી.રાતના અગિયાર વાગી ગયા હતા છતાં પણ અંતાક્ષરીમાં કોઈ હાર માનવા તૈયાર ન થયું.કેમ્પ ફાયર માટે હવે લાકડા પણ ખૂટી પડ્યા હતા.ધીમે ધીમે આગના ઓળવવાથી ધુમાડો વધી રહ્યો હતો અને એ ધૂમડામાં બધાની આંખો બળી રહી હતી.છેવટે કેમ્પ ઇન્સ્ટરક્તર આવ્યા અને એમને આ દાવને થોભવ્યો અને બોલ્યા,"ચાલો હવે સુઈ જાવ,કાલે ૪-૫ કલાકની ટ્રેકિંગ કરીને ભૃગુ લેક જવાનું છે"

"ભૃગુ લેક એ જ ને જે દરિયાની સપાટીથી ૧૪૦૦૦ ફીટ ઉપર આવેલું છે?"નિત્યાએ કેમ્પ ઇન્સ્ટરક્તરને સવાલ કર્યો.

"હા,એ જ.અને એની બીજી એક ખાસિયત પણ છે.શું આટલામાંથી કોઈ એ જાણે છે?"

"ના સર.તમે જ કહો ને"દેવે કહ્યું.

"ત્યાંના રહેવાસીઓનું કહેવું છે કે જે ભૃગુ લેક છે એ શિયાળામાં પર ક્યારેય કમ્પ્લિટલી બરફમાં પરિવર્તિત નથી થતો.બાકીનો બધો જ એરિયા ફ્રીઝ થઈ જાય છે પણ ભૃગુ લેક ક્યારેય કમ્પ્લિટલી ફ્રીઝ નથી થતો"

"ઓહહ,જોરદાર કહેવાય.બાકી અમે તો સાંભળ્યું છે કે મનાલીમાં તો સમરમાં પણ બરફ પડતો હોય છે"

"સારું ચાલો હવે આગળ તમે કાલે જાતે જ જોઈ લેજો.અત્યારે સુવા જાવ નઈ તો કાલે સવારે ઉઠી પણ નઈ શકો"

"સર કાલ કેટલા વાગે અહીંથી નીકળવાનું છે?"શ્રેયાએ સરને પૂછ્યું.

"બ્રેકફાસ્ટ પછી તરત જ,અરાઉન્ડ ૭ ઓક્લોક"

"આટલું વહેલા,સર પ્લીઝ બહુ જ થાકી ગયા છીએ.થોડું લેટ કરો ને,થોડો આરામ મળી જાય"સલોનીએ વિશેષ ટિપ્પણી આપતા કહ્યું.

"આરામ ઘરે જઈને કરવાનો.લેટ કરવામાં તડકો ઊગી જાય અને પછી તમે ટ્રેકિંગ ના કરી શકો"

"ઓકે સર"

"ઓકે ગુડ નાઈટ ગાયસ.આઈ વિલ મીટ યુ ટુમોરો ૬:૩૦ એ.એમ"

"ડન સર,ગુડ નાઈટ"

"આજ ઠંડી ક્યાં ઉડી ગઈ તારી?"દેવે નિત્યાને પૂછ્યું.

"આજ તો પાર્ટી ફૂલ ફોમમાં હતી"માનુજ નિત્યાને હસાવવા બોલ્યો.

"હા,ખરેખર બહુ જ મજા પડી ગઈ"

"આજ તો બે સિંગર બેસ્ટફ્રેન્ડોએ ધૂમ મચાવી દીધી"દિપાલીએ નિત્યાને ટોન્ટ મારતા કહ્યું.

"કઈ પણ યાર"નિત્યાએ કહ્યું.

"સોરી,સોરી"દિપાલીએ નિત્યાના ગાલ ખેંચતા કહ્યું.

"ચાલ હવે સુવા માટે જઈશું?"

"હા ચાલ"

"બાય દેવભાઈ,બાય માનુજ"

"બાય"દેવ અને માનુજ બોલ્યા.

માનુજ અને દિપાલી બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા એ જોઈને નિત્યાએ દેવને ઈશારાથી કહ્યું કે ચાલ અહીંયાંથી પણ દેવને ખબર ના પડી.એટલે નિત્યાએ દેવના માથા પર ટપલી મારતા કહ્યું,"ચાલ ને કઈ ખબર નથી પડતી.આ બંનેને સરખી રીતે ગુડ નાઈટ વિશ કરવા દે"

આ સાંભળી માનુજ અને દિપાલી શરમાઈ ગયા અને મનમાં હસવા લાગ્યા.

"અરે હા નઈ,સોરી હો"એમ કહીને નિત્યા અને દેવ પોતપોતાના ટેન્ટ તરફ જવા નીકળ્યા.

નિત્યા એના ટેન્ટ ખોલીને અંદર જવા કરતી હતી ત્યાં દેવે બોલ્યો,"નિત્યા....."

"હા દેવ"નિત્યાએ પાછળ ફરીને કહ્યું.

"તું ઓકે છે ને?"

"મતલબ?"

"તને વધારે ઠંડી તો નથી લાગતી ને?,,એવું હોય તો તું મારુ બ્લેન્કેટ પણ લઈ લે"

"અરે ના,હું આમ જ બે સ્વેટર પહેરીને સુઈ જઈશ"

"સાચે?"

"હા,તું ચિંતા કર્યા વગર સુઈ જા,હું ઠીક છું"

"ચિંતા તો કરવી પડે ને,તને શરદી પણ થાય તો કામુંબેન અને જીતુભાઇ સાથે મારી મમ્મી પણ મારી ઉધળી લઈ લે અને બોલે કે તને જ નિત્યાને લઈ જવાની જીદ હતી"

"ના ના એવું કંઈ ના બોલે.અને હું અહીંયા તારી ઈચ્છાથી નઈ પણ મારી મરજીથી આવી છું.મને આવવું હતું એટલે હું આવી"

"તો પહેલા જ માની જવાય ને,આટલું બધું નાટક કરવાની શું જરૂર હતી"

દેવની આ વાત સાંભળી નિત્યાને સલોનીએ કહેલા શબ્દો યાદ આવી ગયા.સલોનીએ પણ નિત્યાને આવું જ કહ્યું હતું.

"તું પણ મારા વિશે સલોની જેવા જ વિચાર ધરાવે છે.એને પણ મને આવું જ કહ્યું હતું"

"અરે સોરી,મારો કહેવાનો મતલબ એ ન હતો"

"તારો શું મતલબ હતો એ હું સમજી ગઈ છું"

"હે ભગવાન.....આ છોકરીને કેમ સમજવું... મેં તો બસ એમ જ વાત વાતમાં કહી દીધું"

"આમ વાત વાતમાં કહેવાયું હોય એ મનમાંથી નીકળેલ શબ્દો હોય છે"

"તને તો નાની નાની વાતમાં ખોટું લાગી જાય છે યાર.સોરી"

"જ્યારે સલોનીએ કહ્યું ત્યારે મને એટલું ખોટું નહોતું લાગ્યું પણ તે કહ્યું ત્યારે લાગ્યું......બિકોઝ યુ આર માય....".આટલું બોલતા જ નિત્યા અટકાઈ ગઈ.

ચલ જવા દે,સુઈ જા કાલ વહેલા ઉઠવાનું છે.જય શ્રી કૃષ્ણ🙏🏻"કહીને નિત્યા એના ટેન્ટમાં જતી રહી.

"આઈ એમ સોરી બેસ્ટી,જય શ્રી કૃષ્ણ.રાત્રે કઈ પણ જરૂર પડે તો મને જગાડજે"દેવે ટેન્ટની બહારથી જ કહ્યું.એને હતું કે જો તે અંદર જઈને વાત કરવાનો પ્રયત્ન કરશે તો વાત વધારે આગળ વધશે.

(મોટાભાગના પુરુષો એમની ગલફ્રેન્ડ,પત્ની કે ફિમેલ ફ્રેન્ડ સાથે આરગ્યુમેન્ટ કે ઝગડો કરીને વાત આગળ વધી જશે એ ડરથી આરગ્યુમેન્ટ કે ઝગડો અધુરો મૂકીને જ એ સ્થળેથી ચાલ્યા જાય છે કે ચૂપ થઈ જાય છે અને સામે વાળી સ્ત્રીને આશા હોય કે એનો ફ્રેન્ડ,બોયફ્રેન્ડ કે પતિ એને સમજાવે,એને મનાવે અને જે કહેવું હોય તે કહી એ જ સમયે વાત પૂરી કરે.)

રાતના સાડા બાર વાગ્યા હતા.દિપાલી સુઈ ગઈ હતી.નિત્યાને ઊંઘ આવતી ન હતી.આવે પણ કેવી રીતે જ્યારે દેવે એને કઈક કહ્યું હોય.નિત્યા વિચારતી હતી કે,"મને દેવના કહ્યાંથી આટલી તકલીફ કેમ થઈ રહી છે.હું એને પસંદ કરું છું અને કદાચ કેર અને પ્રેમ પણ કરું છું એવું સ્મિતા દી ને દેખાય છે.અને કદાચ હવે મેં પણ એ વાતને સ્વીકારી લીધી છે એટલે જ એની નાની નાની વાતો પણ મને બઉ જ લાગી આવે છે.પણ એમાં એનો શું વાંક એને તો ખબર પણ નથી કે હું એને પ્રેમ કરું છું.શું જે સ્મિતા દી અને જીજુંને મારી આંખોમાં દેવ માટે દેખાય છે એ દેવને નઈ દેખાતું હોય.એણે નઈ ખબર પડતી હોય કે હું એની આટલી કેર કેમ કરી છું.ચિંતા તો એ પણ મારી ખૂબ કરે છે.મારા એક્સિડન્ટ બાદ દેવ મને વધારે સાચવવા લાગ્યો છે.શું એને પણ મારી સાથે.........શું એ પણ એવું જ ફીલ કરતો હશે જે હું કરું છું............મને નથી લાગતું એવું........એ તો એમ જ વિચારતો હશે કે ફ્રેન્ડમાં લવ એન્ડ કેર હોય જ.મને હવે મનમાં મૂંઝવણ થાય છે.એક અજીબ પ્રકારનો ડર છે કે એ મારાથી દૂર ના થઇ જાય.મને લાગે છે કે મારે હવે મારા મનની વાત દેવને કરી કેવી જોઈએ.હું આમ એને મારી ફિલિગ્સ વિશે અજાણ ન રાખી શકું.અને કદાચ એના મનમાં મારા વિશે એવું કંઈ નઈ હોય તો એ પુરી લાઈફ મારી સાથે ઓકવર્ડ ફીલ કરશે.ખુલીને વાત પણ નઈ કરી શકે.અને આમ પણ પ્રેમ થોડો કહીને કરવાનો હોય છે એ તો મનની સૌથી સુંદર લાગણી છે.એને વ્યક્ત કરવાની ન હોય આપોઆપ દેખાઇ જશે.અને કદાચ ન દેખાય તો પણ હું આ લાગણીને મારા મનમાં આજીવન સમાવીને રાખી શકું છું"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED