(ગયા અંક માં આપડે જોયું કે રાજ ને શિવ ના મોબાઈલ માંથી શકમંદ નંબર નજરે ચડે છે.અને તે તેની તપાસ કરાવે છે.હવે આગળ...)
શિવ ના મોબાઈલ થી જે નંબર પર વાત થયેલી તેનું લોકેશન જોતા જ અલી અને રાજ રાજી થઈ ગયા...
મોક્ષા ને કિડનેપ થયે લગભગ આઠ દિવસ બાદ આજે પહેલી વાર પારેખ નિવાસ માં આનંદ નો માહોલ હતો, બાળકો મમ્મી મમ્મી કરતા મોક્ષા ની આગળ પાછળ ફરતા હતા,તેના સાસુ સસરા ને પણ આજે મોક્ષા મળી જવાથી ખુશી હતી અને મંત્ર તો આજે આનંદ થી ઘેલો થઈ ગયો હતો.
પારેખ નિવાસ માં આજે ઘણા દિવસે પાર્ટી હતી,એક તરફ મોક્ષા નો પરિવાર અને બીજી તરફ તેના મિત્રો.મોક્ષા રાજ,અલી, સોના,કાવ્યા,જુહી અને મુખ્ય અભી અને શિવ આ બધા આજ ખૂબ જ ખુશ હતા.
રાજ ની કામયાબી એ તેને પ્રમોશન પણ અપાવ્યું હતું, અને અલી ની નામના માં પણ વધારો થયો હતો.પણ બધા ની વચ્ચે એક વ્યક્તિ હતી જે હજી એ મૂંઝવણ માં હતી કે રાજે આ કેસ ઉકેલ્યો કેવી રીતે?અને અંતે તેનાથી ના રેહવાતા તેને રાજ ને પૂછી જ લીધું.
રાજ તને કેમ ખબર કે મોક્ષા અને અલી એક જગ્યા એ નથી,અને મુખ્ય આરોપી સુધી તું કેવી રીતે પહોંચ્યો?જુહી એ અકળાઈ ને પૂછ્યું.
રાજે અલી સામે જોઈ ને સ્મિત કર્યું અને બોલ્યો.
જે દિવસે સોના એ અમને શિવ ના ટેબલ માંથી મળેલા ખાલી એનવલ્પ આપ્યા,ત્યારથી અમે શિવ ને ટ્રેસ કરવા લાગ્યા,શિવ પર કોઈ અલગ અલગ જગ્યા અને અલગ અલગ નામ વળી વ્યક્તિ પર ફોન આવતા,બંને વખતે નામ અને નંબર અલગ હતા,પણ જગ્યા સેમ જ બતાવતા હતા બીજું શિવે પ્રાઇવેટ ડિટેકટિવ કેમ રાખ્યો,એ પણ મોક્ષા માટે?અને એ મંત્ર ના ઘર ના ચોકીદાર નો દીકરો?વાત ગળે ઉતરે એવી હતી નહીં.શિવ ને અભી પ્રત્યે કોઈ રોષ હોત તો તે અભી ની વાત સાંભળતા ભાવુક ના થઇ જાત,અને એનો ડિટેકટિવ પણ મને શકમંદ લાગતો હતો,એની હાજરી માં શિવ હમેશા અનકમ્ફરટેબલ ફિલ કરતો,એમા પણ ખાસ ત્યારે જ્યારે એ સોના સાથે ફ્લર્ટ કરતો.રાજ ની વાત સાંભળી બધા મિત્રો હસવા લાગ્યા,અને સોના શિવ ને વળગી પડી.
પછી! પછી શું થયું?જુહી ની આતુરતા વધતી જતી હતી.
પછી જ્યારે હું અને અલી એક બુઢ્ઢા નો પીછો કરતા પેલા ખંડેર માં પહોંચ્યા,ત્યારે થયું એક કડી તો મળી ગઈ હવે તેનો અંત ક્યાં છે તે જોવાનું છે.અને પછી શિવ ના લીધે બધું કામ આસાન થઈ ગયું.
હા પણ તે બુઢ્ઢો કોણ હતો?જુહી એ ફરી પૂછ્યું.રાજ હજી કાઈ જવાબ આપે તે પહેલાં જ રાજ ના ખભા પર એક હાથ આવ્યો,રાજે ઉપર જોયું તો તે સ્મિતશાહ હતો.
રાજ ઉભો થઇ હસ્યો સ્મિત શાહ સાથે હાથ મિલાવી બોલ્યો,આ હતો એ બુઢ્ઢો અને પછી બંને હસી પડ્યા.
રાજ હું કન્ફ્યુઝ છું તું મને સીધી રીતે વાત કર ને!જુહી એ આદત મુજબ મોં ફુલાવ્યું.
તો સાંભળ,હવે પહેલે થી આખી વાત.
અભી સ્મિત અને સ્મિતા ત્રણેય ભાઈ બહેન એક પ્રોપર્ટી માં ભાગીદાર,જે દિવસે આપડી રિયુનિયન પાર્ટી હતી તે જ દિવસે સ્મિતા એ અભી ને તે મકાન પોતાના નામે કરવા ની ધમકી આપી કેમ કે માતૃવિહાર નું મકાન જર્જરિત હતું, અભી ને અસ્મિતા દાન માં આપવું હતું,સ્મિત પણ બીજા કોઈ ની પ્રોપર્ટી માં ઇંટ્રેસ્ટડ નહતો,પણ સ્મિતા ને તે ઉંચા ભાવે વહેચી પોતાનું મોટું બ્યૂટીક બનાવવું હતું.સ્મિત અભી સાથે સહમત હતો,પણ સ્મિતા પાસે સ્મિત ની એક દુઃખતી રગ હતી,જે ને દબાવી ને તેને સ્મિત પાસે અમુક કામ કરાવ્યું.
અભી ની દુઃખતી રગ મોક્ષા હતી એ તે પહેલે થી જાણતી હતી,મોક્ષા ને અભી ની બહેન છું અને મદદ ની જરૂર છે એમ કહી ને મળવા બોલાવી,નસીબજોગે અભી તેમને જોઈ ગયો,અને તેને મોક્ષા ને કિડનેપ કરી જતી સ્મિતા નો પીછો કર્યો,સ્મિતા ને આ જાણ થતાં તેને પોતાના એ ભાઈ ને પણ પુરી રાખ્યો,અને ઘરે પીકનીક પર જાવ છું એવો ફોન કરાવી દીધો.
તો પછી શિવ!શિવ કેમ કરતા આ લોકો ની ઝાળ માં ફસાયો હતો?જુહી એ સ્મિત ની હાજરી ને અવગણી પૂછ્યું.
શિવ સ્મિત ની ઓફીસ ના સોફ્ટવેર ડેવલોપ કરી આપતો,એક વાર તેને સ્મિત ની ઓફિસે જવાનું થયું,જ્યાં એને અજાણતા જ આ બાબત ની જાણ થઈ,પણ સ્મિતા આ વાત જાણી ગઈ હતી,એટલે તેને શિવ ની દુઃખતી રગ સોના ને ટાર્ગેટ બનાવી હતી,અને એટલે જ શિવે તેમનો સાથ આપ્યો,શિવે ઘણીવાર મને આડકતરી રીતે આ વાત કહેવાની કોશિશ કરી પણ મને થોડી સમજતા વાર લાગી, અને હા અભી ને પણ શિવે જ અલી અને સોના ને ફોન કરાવ્યો હતો,જેથી અમે એ તરફ નજર દોડાવી શકીએ.
રાજે શિવ તરફ સ્મિત કરતા આંખોથી તેનો આભાર માન્યો.અને શિવ નો જે ડિટેકટિવ હતો તે અસલ માં સ્મિતા માટે કામ કરતો,જેથી તે સોના પર નજર રાખી અને શિવ પર દબાણ બનાવી શકે.
ઓહહ મતલબ સ્મિતા તો મોટી ખેલાડી નીકળી,પણ જ્યારે તેને પોતાને અભી પ્રત્યે લાગણી છે,અને સ્મિત ને નફરત એવું કહ્યું હતું,તો તને એના પર શંકા કેમ થઈ?
જ્યારે હું તેને મળવા ગયો,ત્યારે તે જાણે અમારી રાહ જ જોતી હોઈ તેવું લાગ્યું,અને વારેવારે બસ મને અભી વધુ વ્હાલો એવું કહી ને સ્મિત પર શંકા ઉપજાવ્યા કરતી હતી,જો કે સ્મિત ને એ પ્રોપર્ટી મળે કે ના મળે એને કોઈ બાબત નો ફર્ક પડતો નહતો.અને મારા ત્યાંથી નીકળ્યા બાદ મારા જાસૂસ મારફત ખબર પડી કે તે વારે વારે પ્રોપર્ટી ડિલર્સ ને મળે છે.પણ એની એવી કોઈ કન્ડિશન નહતી કે એ કોઈ પ્રોપર્ટી ખરીદી શકે.બસ એમાના એક ને જરા ઢંઢોડ્યો તો બધું બહાર,અને પરિણામ તમારી સામે છે.
ત્યાં હાજર રહેલા દરેકે રાજ ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધો.અને તેને શાબાશી આપી.રાજે શિવ ને કાન માં કાંઈક કહ્યું અને શિવ બધા ની વચ્ચે આવ્યો અને બોલ્યો,
સ્મિતા એ મારી જે દુઃખતી રગ ને લઈ ને મને બ્લેકમેલ કર્યો,આજે હું તેને મારા બેસ્ટ ફ્રેન્ડ ને હવાલે કરું છુ.અભી પ્લીઝ ..સોના તો આ સાંભળી ને શરમાય ગઈ.અભી પણ જરા મુંજાઈ ગયો,ત્યાં જ રાજ બોલ્યો,અભી કિડનેપ તું હતો,પણ મન સોના નું બેકાબુ હતું ત્યારે જ હું એની તારા પ્રત્યે ની લાગણીઓ સમજી ગયેલો.
અભી અને શિવ એકબીજા ને ભેટી પડ્યા ,અને બંને એ એકબીજા ને હર્ષાશ્રુ થી ભીંજવી દીધા.
✍️ આરતી ગેરીયા...