(અગાઉ આપડે જોયું કે રાજ ને સ્મિતા પર કોઈ શંકા જતા તે તેને મળવા જાય છે,જ્યાં સ્મિતશાહ ને અભી પ્રત્યે ની નફરત નું કારણ જાણવા મળે છે.પણ રાજ ને હજી સ્મિતા પર શંકા હોઈ છે,એટલે તે કોઈ ને તેના પર નજર રાખવા કહે છે.હવે આગળ...)
પેલો હવાલદાર રાજ સામે જોતો હતો,અને હજી કાઈ કહેવા જાય એ પહેલાં તો ફરી રાજ નો ફોન રણક્યો.
રાજે જોયું તો સોના નો ફોન હતો.
હેલ્લો રાજે કહ્યું.
હલ્લો રાજ મારે તને અરજન્ટ મળવું છે,પ્લીઝ બને તેટલો જલ્દી મારી ઓફીસ નજીક ના કાફે માં આવ.સોના ના અવાઝ માં ભય હતો.
પણ થયું છે શું?રાજે ને એનો અવાઝ સાંભળી ને ચિંતા થઈ.
હું ફોન પર કાઈ ના કહી શકું તું મને મળવા આવ.આમ કહી તેને ફોન મૂકી દીધો.
રાજ ને સોના ની ચિંતા થવા લાગી,એટલે તેને તરત જ ગાડી સોના એ આપેલા એડ્રેસ પર ભગાવી મૂકી.હવાલદાર ને ગાડી સાથે મોકલી તે કાફે માં ગયો,તેને જોયું ત્યાં સોના પહેલેથી બેઠી હતી,તે થોડી ડરેલી અને થોડી મુંજાયેલી લાગતી હતી.રાજ ને આવતો જોઈ તે એકદમ ઉભી થઇ ગઇ.
રાજે તેને સાંત્વના આપી ને બેસાડી,અને પછી આ રીતે બોલાવવાનું કારણ પૂછ્યું.સોના એ કઈ જ બોલ્યા વગર રાજ ને શિવ ની ઓફીસ માંથી મળેલા એનવલ્પ બતાવ્યા.
રાજ પણ તે એનવલ્પ જોઈ ને વિચારવા લાગ્યો કે આ છે શું?પછી સોના એ તેને આજ ની બનેલી બધી ઘટના કહી.
સોના ની વાત સાંભળી રાજ ના મગજ માં કોઈ ચમકારો થયો,તેને બધા એનવલ્પ લાઇન માં ગોઠવ્યા,ત્યારબાદ એકાએક તેને તે બધા એનવલ્પ ભેગા કરી અને સોના ને પોતાની સાથે આવવાનું કહું.
બંને મિત્રો ત્યાંથી અલી ની ઓફિસે પહોંચ્યા,અલી ત્યારે કોઈ કલાઇન્ટ સાથે વાત કરતો હતો,રાજ અને સોના ને આવેલા જોઈ તેને કલાઇન્ટ સાથે વાત ટૂંકાવી અને તરત તે બંને ને અંદર બોલાવ્યા.
અલી આ જો!આમ કહી રાજે બધા એનવલ્પ તેના ટેબલ પર મુક્યા.અલી એ રાજ ની સામે જોયું અને પૂછ્યું.
આ તને ક્યાંથી મળ્યા?
શિવ ની કેબીન માંથી સોના એ આપ્યા,અને પછી બધી વાત કહી.તરત જ બન્ને મિત્રો ના ચેહરા એક અલગ ભાવ તરી આવ્યા.
તેમને સોના ને ત્યાંથી ઘરે મોકલી દીધી,અને પછી તેઓ તે કાફે વાળા પાસે ગયા.
હું ઇન્સ્પેકટર રાજ.રાજ પોતાનું આઈ ડી કાર્ડ બતાવતા બોલ્યો.આ મારા સાથે છે.મને આજ સવારથી અત્યાર સુધી નું તમારું સી સી ટીવી નું ફૂટેજ ચેક કરવું છે.
કાઉન્ટર પર બેઠેલો માણસ પહેલા તો મુંજાય ગયો,પણ પછી તેંને પોતાના મેનેજર ને ફોન કરી ને બંને ને ફૂટેજ બતાવવા લઈ ગયો.
રાજે જોયું કે શિવ કોઈ સાથે બેસેલો છે,પણ તેનો ચહેરો ચોખ્ખો દેખાતો નથી.રાજે થોડું તેના પહેરવેશ અને થોડું તેના ઝાંખા દેખાતા ચેહરા ને મગજ માં યાદ રાખી ને ત્યાંથી નીકળ્યો.
અલી અને રાજ સોના પાસેથી તે બધા એનવલ્પ ના ફોટા લઈ ને તથા કાફે નું ફૂટેજ જોઈ ને સીધા પોલીસ સ્ટેશને ગયા.
રાજ જો મારી ભૂલ નથી તો આ એનવલ્પ ની પહેલી તારીખ એ જ તારીખ છે જ્યારે મોક્ષા ને કિડનેપ કરવામાં આવી હતી.અલી એ પોતાની શંકા વ્યક્ત કરી.
હા વકીલ સાહેબ એ જ...એ જ તારીખ છે,એના પછી બે દિવસ ની તારીખ નું એનવલ્પ જ્યાર થી અભી ગાયબ થયો છે.અને એ પછી દર બે દિવસ ની તારીખ છે.પણ એનવલ્પ બધા ખાલી છે.શું કામ ?રાજે પોતાની તરફ થી લાગતી શંકા ની રજુઆત કરી.
એનવલ્પ અત્યારે ખાલી છે રાજ!પહેલે થી નહતા!અને ત્યારે તેમાં શું હતું?એ જ મુખ્ય પ્રશ્ન છે?અલી એ ફરી દલિલ રજૂ કરી.
હા એ પણ છે.પણ શિવ જેને મળ્યો હતો તે લાગતો હતો કોઈ અઠંગ ચોર,કોઈ સાદો માણસ નહતો.અને શિવ ને એવા લોકો થી શુ કામ ?એવા અભણ અને ખતરનાક માણસો થોડા શિવ પાસે કોઈ કામ માટે આવતા હોય?
થોડીવાર ચુપકીદી છવાઈ ગઈ.અને પછી રાજે પોતાના હાથે પોતાના વાળ ખેંચ્યા અને સ્વગત બોલ્યો,ઓહહ આ કેસ કેમ આટલો ગૂંચવાઈ ગયો છે.કોઈ તો રસ્તો બતાવો ભગવાન.
રાજ ને આ રીતે જોઈ અલી ને હસવું આવી ગયું,રાજે તેની તરફ ગુસ્સા થી જોયું.તને હસવું આવે છે?મને ખરેખર
ગુસ્સો આવે છે.રાજ હવાલદાર ને બે ચા મંગાવવાનું કહે છે.
(શિવ ની ઓફીસ માંથી મળેલા એનવલ્પ નું રહસ્ય શું હશે?શિવ ને મળેલો માણસ પણ કોણ હશે?શુ હશે આ જટિલ સમસ્યાનો અંત?જાણવા માટે વાંચતા રહો...)
✍️ આરતી ગેરીયા...