લેખ:- દુનિયાનાં સૌથી નાનાં દેશ સીલેન્ડની સફરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીવિશ્વમાં એક બાજુ રશિયા.બ્રાઝિલ, ઓસ્ટ્રલિયા, અમેરિકા અને ભારત જેવા વિશાળ દેશો છે તો બીજી બાજુ નાના દેશોની પણ એક અનોખી દુનિયા છે. તમને થશે કે આ પાછું શું નવું લાવી? તમને હમણાં વેકેશન હોવાથી ઝારખંડ તો ફેરવી લાવી! હવે આજે તમને લઈ જાઉં છું દુનિયાનાં સૌથી નાનાં દેશની સફરે. હા, બરાબર વાંચ્યું, સૌથી નાનાં દેશની સફરે. આ દેશનું નામ છે - સીલેન્ડ. ચાલો જઈએ એની સફરે, જેની સંપૂર્ણ માહિતી ઈન્ટરનેટ પરથી લીધી છે.
નવાઈની વાત એ છે કે સીલેન્ડ નામના દેશની વસ્તી માત્ર 27 લોકોની છે. આનું કુલ ક્ષેત્રફળ દૂરથી ટેનિસ કોર્ટ જેટલું લાગે છે. સીલેન્ડનું પૃષ્ઠફ્ળ 6000 ચો. ફૂટ છે.
સીલેન્ડની હકુમત:-
પ્રિન્સ:- માઈકલ બેટ્સ (2 સપ્ટેમ્બર 1967 ના રોજ જાહેર)
કુલ 0.004 કિમી ચોરસ (0.0015 ચોરસ માઇલ)નો દાવો કરેલ વિસ્તાર
સીલેન્ડ ડોલરના કથિત ચલણ સિક્કા અને પોસ્ટેજ સ્ટેમ્પ
આ નાનકડો દેશ ઈંગ્લેન્ડથી સફોલ્ફ ઉતરી સમુદ્ર તટ બાજુ 12 કિમીના અંતરે આવેલો છે. આ દેશ નાનો હોવાથી દુનિયાના મેપમાં પણ શોધી શકાતો નથી. હાલમાં તો તે ખંડેર બની ગયેલા જૂના કિલ્લાથી વધુ કશું જ નથી.
મળતી માહિતી અનુસાર આ જગ્યાનો ઉપયોગ બ્રિટન દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એન્ટી એરક્રાફટ ડિફેન્સિવ ગન પદાર્થ તરીકે બનાવ્યો હતો. ઈ. સ. 1967માં રોય બેટસ નામના મેજરે આ જગ્યા પર કબ્જો મેળવીને સ્વતંત્ર ભૂમિ જાહેર કરી હતી. ત્યાર બાદ તે પોતાના પરિવાર અને માણસો સાથે અહીં જ રહેવા લાગ્યો હતો.
આ દરમિયાન રોય બેટસે સીલેન્ડ દેશની ટપાલ ટીકિટ, પાસપોર્ટ અને કરન્સી પણ બહાર પાડી હતી. કરન્સી પર પત્નિ જોન બેટસની તસ્વીર છે. સીલેન્ડને લાલ, સફેદ અને કાળા રંગનો પોતાનો ધ્વજ પણ છે.
ઑકટોબર 2002માં રોય બેટસના અવસાન પછી તેમના પુત્ર માઇકલ બેટસ સીલેન્ડના રાજકુમાર છે. તે પણ પિતાની જેમ પત્નિ લોરેન અને પુત્રી કારલોટ સાથે સીલેન્ડમાં રહે છે. ખૂબજ ઓછું ક્ષેત્રફળ ધરાવતા સીલેન્ડ પાસે આજીવિકાનાં પોતાનાં સાધનો નથી.
બ્રિટન જેવા દેશો અને પ્રવાસીઓની મદદ પર જીવે છે. જો કે સીલેન્ડને હજુ આંતરરાષ્ટ્રીય દેશ તરીકે માન્યતા મળવાની બાકી છે. આથી 44 એકરમાં પથરાયેલો અને 500ની વસ્તી ધરાવતો વેટિકન દેશ હજુ સુધી સૌથી નાનો ગણાય છે.
સીલેન્ડનો ઉદ્દભવ:-
સીલેન્ડનું નિર્માણ બ્રિટિશરો દ્વારા વિશ્વ યુદ્ધ 2 દરમિયાન કરવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ લશ્કર અને નૌકાદળના કિલ્લા તરીકે થતો હતો. તે યુકેની સીમાની બહાર આવેલું હતું. તેથી યુદ્ધ સમાપ્ત થયા પછી તેને તોડી પાડવામાં આવતું હતું, પરંતુ કોઈક રીતે તે નાશ પામ્યું ન હતું.
વિશ્વ યુદ્ધ 2 દરમિયાન ઈ. સ.1943માં યુકે સરકાર દ્વારા એચએમ ફોર્ટ રફ્સનું નિર્માણ તેના મૌનસેલ કિલ્લા તરીકે કરવામાં આવ્યું હતું. આ મુખ્યત્વે નજીકના નદીમુખોમાં મહત્વપૂર્ણ શિપિંગ લેન સામે સંરક્ષણ તરીકે ઉપયોગ જોવા મળે છે. તે જર્મન ખાણ બિછાવેલા વિમાન સામે પણ ફળદાયી હતું. આ મૌનસેલ કિલ્લાઓ ઈ. સ.1956માં રદ કરવામાં આવ્યા હતા.
સીલેન્ડનો માલિક:-
વર્ષ 1967માં સીલેન્ડ પર પેડી રોય બેટ્સનો કબજો હતો. તેણે પાઇરેટ રેડિયો બ્રોડકાસ્ટર્સ પાસેથી તેનો દાવો કર્યો અને તેને સાર્વભૌમ દેશ હોવાનું જાહેર કર્યું. જો કે, છેલ્લા 54 વર્ષથી તે યુનાઇટેડ કિંગડમ સરકારની અવગણનામાં કામ કરી રહ્યું છે.
જોકે સીલેન્ડની પ્રિન્સીપાલિટી એ વિવાદિત માઇક્રોનેશન છે. તે તેના પ્રદેશ તરીકે સફોકના દરિયાકાંઠે 12 કિલોમીટર દૂર સ્થિત છે.
બેટ્સ સામે બ્રિટિશ સરકારનો કેસ:-
ઈ. સ.1968માં બ્રિટિશ કામદારોએ તેમના નેવિગેશનલ બોયને સેવા આપવા માટે સીલેન્ડની પ્રિન્સિપાલિટીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. બેટ્સે કેટલાક ચેતવણીના શોટ ફાયર કરીને તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો. જો કે તે સમયે તે બ્રિટિશ વિષય હતો તેથી તેને યુકે કોર્ટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો હતો. તેને દંડ કરવામાં આવ્યો ન હતો કારણ કે આચરવામાં આવેલો ગુનો દેશના પાણીની 3 નોટિકલ માઈલની સીમાની બહાર હતો અને તેથી કેસ આગળ વધી શક્યો ન હતો.
તે પછી બેટ્સે સીલેન્ડમાં ચલણ અને પાસપોર્ટ સાથે બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત રજૂ કર્યું.
તો આ હતી આપણી દુનિયાનાં સૌથી ટચૂકડા દેશની સફર! કેવી લાગી? મજા આવી ને? બસ, આ ગરમીમાં આવી જ રીતે ઘરમાં બેસીને સફર કરવાની😊
આભાર
સ્નેહલ જાની