ચોર અને ચકોરી. - 21 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી. - 21

(જીગ્નેશને ખાતરી હતી કે કેશવ અંબાલાલને અહીંનુ જ સરનામુ આપશે અને એટલે એ અત્યારે કોઈ જૉખમ લેવા ઈચ્છતો ન હતો) હવે આગળ વાંચો....
જમી કરીને બે ત્રણ કલાક આરામ કરીને એ ત્રણે જણ ઘરમાથી બાહર આવ્યા. જીગ્નેશે દરવાજાને તાળુ માર્યું. પછી જીગ્નેશે સોમનાથને કહ્યુ.
"સોમનાથ ભાઈ. તમે અહીથી પાલી જાવો. અને ત્યાથી મંદાભાભીને લઈને સીતાપુર આવી જજો."
"મંદાને લઈને શુ કામ? હુ હમણા જ તમારી સાથે આવુ છુ. તમને મુકીને ત્યાથી હૂ પાલી જતો રહીશ." સોમનાથે બોલવાનુ પુરુ કર્યુ ત્યા જીગ્નેશ ઉચાટ ભર્યા સ્વરે બોલ્યો.જીગ્નેશ મા એક ખાસીયત હતી કે જયારે એ મુશ્કેલી હોય ત્યારે એની છઠ્ઠી ઈન્દ્રિય સક્રીય થઈ જતી
"મારી વાતને ધ્યાનથી સાંભળો સોમનાથ ભાઈ. મારી છઠ્ઠી ઈન્દ્રિય કહી રહી છે કે. અંબાલાલ ના માણસો અહીથી ખાલી હાથે પાછા ફરશે એટલે કાકા.એ લોકોને લઈને પાલી તમારે ત્યા આવશે. અને હુ નથી ઇચ્છતો કે એ લોકો તમને કે ભાભીને કંઈ નુકસાન પોહચાડે."
"અને પાલીમા પણ કંઈ હાથ નઈ આવે તો શુ એ લોકો સીતાપુર નહી આવે?"
સોમનાથે પુછ્યુ.
"અને મોટાભાઈને ખબર છે કે આપણે ચકોરી ને મુકવા સીતાપુર જવાના છીએ. એટલે ચ "સોમનાથે પોતાના અધુરા મુકેલા વાક્યને પુરુ કરતા કહ્યુ.
"એ લોકો ભલે ત્યા આવે. આપણે સાથે હોઇશું તો કદાચ એમને પોહચી વળીશુ પડશે એવા દેવાશે."જીગ્નેશે હિંમતભેર કહ્યુ. અને ત્યાથી ચકોરીને લઈને જીગ્નેશ સીતાપુર. અને સોમનાથ પાલી તરફ રવાના થયા.
રામપુર નાનકડુ ગામ હતુ. અને માથાભારે કેશવ.ગામમા કુખ્યાત હતો. ગામના નાના છોકરાવ પણ એને સારી રીતે ઓળખતા અને એટલે એ લોકો એનાથી આઘા જ રહેતા. એટલે એનુ ઘર શોધવામાં અંબાલાલ ના માણસો ને વધારે જહેમત ઉઠાવવી ના પડી. ગામમાં પ્રવેશતા જ એક પાન ના ગલ્લે પૂછવું પડેલું કે કેશવ નુ ઘર ક્યા છે? અને પછી બરાબર કેશવના ઘરની સામે આવીને એ લોકોએ મોટર ઉભી રાખી. એમાથી સહુથી પહેલા લાલ્યો ઉતર્યો. અને એની પાછળ પાછળ બીજા ત્રણ મુસ્તંડા જેવા માણસો ઉતર્યા. કેશવે ઘરની ચાવી આપી હતી એનાથી તાળુ ખોલ્યુ અને અંદર દાખલ થયા. પણ ઘર તો સાવ ખાલી ખમ હતુ. થોડીવાર પહેલા જ જીગ્નેશ.ચકોરી અને સોમનાથ ઘરની બહાર નીકળ્યા હતા.કોઈ કરતા કોઈ ઘરમા ન દેખાણુ એટલે લાલ્યાનો મિજાજ ગયો.અને એના મો માથી કેશવ માટે એક ગંદી ગાળ નીકળી ગઈ.
"ડોહાએ ફોગટનો ફેરો કરાવ્યો. હવે દૌલતનગર જઈને હાહરાની ખાલ ઉતરડવી પડશે." એમ બોલીને એ ચારેય જણા જેવા આવ્યા હતા એવા જ ધોયેલ મૂળાની જેમ પાછા દૌલતનગર રવાના થયા.
રામપુર થી સીતાપુર ત્રીસ ગાઉ જેટલુ દુર હતુ. જીગ્નેશ અને ચકોરી બસ ની રાહ જોતા બસ સ્ટેન્ડના બાકડે બેઠા હતા. જીગ્નેશ અગિયાર વર્ષે પોતાની જન્મભૂમિ સીતાપુર જઈ રહ્યો હતો. અને એટલે એક રોમાંચ એના હ્રદયમા થઈ રહ્યો હતો. પેટમા જાણે ગલગલીયા થઈ રહ્યા હતા. એ વિચારી રહ્યો હતો કે શુ મારી મા મને ઓળખી શકશે? શુ મારો બાપ મને ઓળખશે? એને આમ વિચારોમાં ડૂબેલો જોઈને ચકોરીએ પુછ્યુ.
"શુ વિચાર કરો છો જીગ્નેશ?"
"ના. ના કંઈ નહિ." વિચારોના જાળાને જાણે પિખતો હોય એમ હવામા હાથ અને માથુ બન્ને એક સાથે હલાવતા જીગ્નેશે કહ્યુ. ત્યા ચકોરીએ બીજો પ્રશ્ન કર્યો.
"મે તમને ઘણી તકલીફ આપી કાં?" ચકોરી ના સવાલના જવાબમાં જીગ્નેશે એક ઊંડો શ્વાસ લીધો અને પછી ઘણા જ ધીમા સાદે બોલ્યો.
"તમે મને તકલીફ નહી. પણ મારો ભુતકાળ મને આપ્યો છે."
"હુ કંઈ સમજી નહી.?" ચકોરી આશ્ચર્યથી જીગ્નેશને તાકી રહી...
શુ છે જીગ્નેશ નો ભુતકાળ? વાંચો આવતા અંકમાં...