Ek Poonam ni raat - 107 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ - ૧૦૭

પ્રકરણ ૧૦૭

અચાનક આવેલાં ભયાનક વાવાઝોડાનાં અનુભવથી તો સિદ્ધાર્થ ગભરાઈ ગયો એને સમજ જ ના પડી કે આવું એકદમ શું થઇ ગયું શા માટે થયું ? એક રસતાથી કેવી વાતો થઇ રહેલી..ઝંખના મને બધું સમજાવી રહેલી એનાં ભીતર આવી કેટલી વાતો છે કેટલાં એહસાસ એ દબાવીને જીવી રહી હશે ? મારે બધીજ વાતો જાણવી છે.

સિદ્ધાર્થ પ્રશ્નાર્થ સાથે ઝંખના સામે જોઈ રહેલો એણે ઝંખનાને પૂછ્યું શું છે આ બધું ? ઝંખનાએ કહ્યું છેલ્લો પડાવ છે એટલે થોડું અઘરું પડશે પણ સાવધ રહેવાનું છે ડરવાનું નથી. હાર્યો જુગારી બમણું રમે છે એ કેહવત જાણે છે ને ? આ હારની કગાર પર બેઠેલાં શત્રુઓ છેલ્લાં પિશાચી દાવ અજમાવી રહ્યાં છે તું મારી સાથે છે ત્યાં સુધી વાંધો નથી પણ એકલો હોય તો સાવધ રહેજે આ પિશાચી શક્તિઓ બધી કળ અને કળા અજમાવશે. હવે માત્ર બે થી ત્રણ દિવસનીજ વાત છે.

સિદ્ધાર્થે કહ્યું પણ હું એકલોજ શા માટે હોઉં હવે ? તું મારી સાથે ને સાથેજ રહેજે હું માનવ ને ચોક્કસ પહોંચી વળું પણ આ તાંત્રિક પિશાચી શક્તિઓનું જોર કદાચ વધી જાય ત્યારે તારી જરૂર ચોક્કસ પડે.

ઝંખનાએ કહ્યું સિદ્ધાર્થ હું તને એક ખાસ વાત કહેવાં માંગુ છું બલ્કે ચેતવવા માંગુ છું પૂનમ આવતા પહેલાં હું એક આખો દિવસ તારી પાસે નહીં રહી શકું હું મારાં અઘોરી તાંત્રિક તપમાં વિધિમાં વ્યસ્ત રહીશ મારુ ધ્યાન માત્ર એમાંજ કેન્દ્રિત હશે વ્યસ્ત હશે.

ત્યારે હું તારી કોઈ મદદે નહીં આવી શકું પણ હું તને એ પેહલા ભસ્મ આપીશ એનો ચાંદલો સદાય તારાં કપાળ પર રહેવો જોઈએ એ પછી હું ફક્ત તારી સાથેજ રહીશ.

સિદ્ધાર્થે કહ્યું એવું કેમ ? એક આખો દિવસ હું તારાં વિના કેવી રીતે રહીશ ? મને પળ પળ તારુંજ સાંનિધ્ય જોઈએ મારી સલામતિની ચિંતા નથી કરતો પણ હવે આપણે એકબીજાનાં સાંનિધ્યથી એવાં હેવાયાં અને ટેવાયાં છીએ કે એક પળની જુદાઈ સહેવાશે નહીં આમ તું આવી અઘરી કાળવાણી નાં સંભળાવ.

ઝંખનાએ કહ્યું હું આ ૨૪ કલાકની પળ એક એક પળ આપણાં કાયમી સાંનિધ્ય માટે કાયમી મેળાપ માટે વિધિ કરવાની છું જે પૂનમ આવતાં પહેલાં કરવી જરૂરી છે એનાં અંગે તને હું કાંઈ કહી શકું એમ નથી મને આજ્ઞા નથી આજે તેરસ પુરી થશે કાલે ચૌદસ છે તું કાલનો દિવસ દેવાંશ અને વ્યોમા સાથે ગાળજે અને તારાં મનમાં જે પ્રશ્નો છે તારે જે કંઈ જાણવું છે એ હું તને પૂનમનાં દિવસેજ જણાવી શકીશ. તને બધુંજ જણવ્યા પછીજ વિધી ચાલુ થશે.

એ વિધીનું સ્થાન પણ શાસ્ત્રીજીએ સમજીને નક્કી કર્યું છે એ વિદ્વાન માણસ ઈશ્વર પાસે આપણો પણ ન્યાય કરાવશે એવો મને પાક્કો વિશ્વાસ છે. અંતે તને ફરીથી કહું છું હવે આ બ્રહ્મમુહૂર્ત નીકળી ગયું પરોઢ થશે પરોઢનાં પ્રકાશવા સાથે હું તારાથી જુદી થઇ જઈશ અને પૂનમની પરોઢે પછી મળીશ આ એક દિવસનો જુદારો વેઠી લઈશું કાયમનાં મિલન માટે બસ આટલા વચ્ચેનાં કાળમાં સાવધ રહેજે મારાં પ્રિયતમ એમ કહીને ઝંખના આંસુઓ સાથે સિદ્ધાર્થને વળગીને ચૂમી ભરે છે.

સિદ્ધાર્થ પણ ઝાકળવાળી આંખે ઝંખનાની આંખો કપાળને ચૂમીને હોઠને ચૂમવા જાય છે અને ઝંખના ગાયબ થઇ જાય છે સિદ્ધાર્થને વિયોગનો એહસાસ થઇ જાય છે અને નીતરતી આંખે આભ તરફ જોઈ રહે છે.

******

સવારે પરવારીને સિદ્ધાર્થ પોલીસ સ્ટેશન પહોંચે છે આજે એને એકલું એકલું લાગી રહ્યું છે શરીરમાં જાણે શક્તિજ નથી પણ ફરજની રૂએ બધાં કામ જોઈ રહ્યો છે એણે પોલીસ સ્ટેશનનાં લોકરૂમમાં અને ગૂનેગારને રાખવાની જેલમાં રુબી-કાર્તિક ભેરોસિંહ અને ભંવરસિંહને જોવાં બધાનો રીપોર્ટ લીધો.

કાર્તિક અને ભેરોસિંહ એક કોટડીમાં હતાં એમની FIR તૈયાર થઇ રહી રહી હતી. રુબીને અલગ સ્ત્રીઓની સાથે રાખી હતી. ભંવરસિંહને સાદા લોકઅપમાં રાખેલો.

સિદ્ધાર્થ રુબી પાસે ગયો અને બોલ્યો તારાં ગુનાઓની કબૂલાતનો વીડીયો અને ઓડીઓ અમારી પાસે છે જે કોર્ટમાં સાક્ષીઓ સાથે રજૂ કરવામાં આવશે તું તારાં ગુના કબૂલ કરીને સહીઓ કરી આપ તો તારાં ગુનામાં ઓછી સજા થાય એવો પ્રયત્ન કરીશ એમ કહેતાં રુબીની સામે જોવા લાગ્યો.

રુબી એની સામે નફ્ફટની જેમ જોઈ રહી હતી પછી કંઈક વિચિત્ર હાસ્ય કરીને બોલી મારાં પર બધી કાયદાની કલમ લગાડ્યાં પછી મને ઓછી સજા કરાવી શકીશ તું ? કોની સાથે બનાવટ કરે છે ? તું અને તારી પેલી અઘોરી ભૂતડી મારુ કશું બગાડી નહીં શકો હજી પૂનમને એક દિવસની વાર છે એક દિવસ હજી વચ્ચે ...એટલું બોલતાં બોલતાં એ જમીન પર પડી ગઈ અને બેભાન થઇ ગઈ...

સિદ્ધાર્થ આ જોઈને ગભરાયો એણે સાચવીને દરવાજો ખોલી લેડી કોન્સ્ટેબલને બોલાવીને રુબીને તપાસવા ઓર્ડર કર્યો. લેડી કોન્સ્ટેબલ આવી દરવાજો ખોલે છે અને રુબી જમીન પર પડી ગઈ હતી એણે તપાસે છે ત્યાં રુબી ઉભી થઈને ખડખડાટ હશે છે અને કહે છે એય ખાખી વર્દી બહાર નીકળ મને ટચ ના કરીશ..મારાં સ્પર્શમાં લાવા છે દાઝી જઈશ નીકળ બહાર...લેડી કોન્સ્ટેબલ ગભરાઈને બહાર નીકળી ગઈ અને ફરીથી લોકઅપ લોક કરી દીધું.

સિદ્ધાર્થે કીધું તારા નાટક ઓછાં કર તું તારી જાતેજ તારી સ્થિતિ બગાડી રહી છું તારાં માથે બે જણાના ખૂન લખાયા છે તું છૂટી નહીં શકે એમ બોલીને પોતાની ચેમ્બરમાં જતો રહ્યો. એણે FIR અને બીજા રિપોર્ટ તૈયાર કરવા માંડયા.

*****

દેવાંશનાં ઘરે આજે ધમાલ ધમાલ છે આજે વ્યોમાનાં ઘરનાં બધાંજ એનાં પાપા, મમ્મી,મામા નાના બધાં દેવંશનાં ઘરે ભેગાં થવાનાં છે આવતી કાલે જે કઈ વિધિ કરવાની છે એની તૈયારીમાં લાગ્યા છે. દેવાંશનાં ઘરે બધાં આવી ગયાં છે અને તૈયારીઓ કરવાનું લીસ્ટ નાનાજીએ આપ્યું છે એ પ્રમાણે બધાં કામમાં વ્યસ્ત થઈ ગયાં છે. દેવાંશ વ્યોમાને પોતાનાં રૂમમાં લઇ ગયો અને વ્યોમાને બેડ પર બેસાડીને કહ્યું વ્યોમુ આજે જો આખરી દિવસ ગણાવ્યો છે આપણી પીડાનાં એજ છે આજે પુરી સાવધાની રાખવાની છે એવું નાનાજી એ કહ્યું છે તું આજે કામમાં પણ મારાંથી અળગી નાં થતી આજે સાથે રહેવાનું છે આજની રાત્રી પણ બધાં અહીં રોકાવાનાં છે એની પાછળ પણ નાનાજીનું શાસ્ત્રીય ચોક્કસ ગણિત છે આજે પીડાનો આખરી દિવસ.

વ્યોમાએ કહ્યું દેવાંશ બસ આજનો દિવસ અને રાત્રી નીકળી જાય કાલે તો પૂનમ છે બધી વ્યથા પીડાનો અંતજ આવી જશે.

ત્યાં નાનાજીએ બધાને એકત્ર કરીને કહ્યું કે વેવાઈ શ્રી વિક્રમસિંહજી હમણાં આવે એટલે આપણે બધાએ જંગલમાં રહેલાં મહેલ તરફ જવા નીકળી જવાનું છે મેં જે લીસ્ટ આપ્યું છે એનો સમાન એકત્ર કરી રાખો એમાં નાસ્તા - જમવાનું ઉપરાંત ખાસ મેં પૂજા સામગ્રી કહી છે સાથે સાથે પારિજાતકનાં ફૂલો, તુલસી પત્ર, સાચી સિંદૂરનાં ફૂલ, લાલ ગુલાબ, મોગરો, ગાયનાં ઘીની દીવેટો, દિવા, અને ખાસ લવિંગ, એલચી અને ત્રાગડનાં ફૂલો સાથે શમી, ચંદનનાં લાકડા લેવાનાં છે આ બધી તૈયારી રાખો અને આજે કોઈપણ અજાણ્યાં સાથે ફોન પર કે સામ સામે વાતો નાં કરશો એની કાળજી રાખજો અહીં નાનાજી બધાને જરૂરી સૂચના આપી રહ્યાં છે.

******

સિદ્ધાર્થ પોતાની ચેમ્બરમાં આવે છે ત્યાં પટાવાળો આવી કહે છે મોટાં સાહેબ બોલાવે છે સિદ્ધાર્થ વિક્રમસિંહજીની ચેમ્બરમાં જાય છે. વિક્રમસિંહ બધાને અત્યારે બપોર પછી જંગલમાં રહેલાં મહેલ તરફ નીકળવાની સૂચના આપે છે અને કહે છે આપણાં ગયાં પછી મનીષ અને કાળુભાને અહીંનો બંદોબસ્ત સોંપી દેવાનો છે.

સિદ્ધાર્થ બધી સૂચના સાંભળી ચેમ્બરમાંથી બહાર નીકળે છે અને એને સામે રૂપ રૂપનો અંબાર જેવી એક યુવતી મળે છે યુવતી બોલે છે મારાં સિદ્ધાર્થ.... અને ....

 

વધુ આવતા અંકે પ્રકરણ :- ૧૦૮

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED