એક પૂનમની રાત - પ્રકરણ - ૧૦૬ Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ - ૧૦૬

પ્રકરણ - ૧૦૬

સિદ્ધાર્થ અને ઝંખના એકબીજામાં પરોવાયેલાં ગતજનમની પ્રેતયોની - પ્રેમયોનીની વાતો કરી રહ્યાં છે. સિદ્ધાર્થનાં મનમાં અનેક પ્રશ્નો છે. સિદ્ધાર્થ એક સ્થૂળ શરીર ધરાવનાર માનવ છે એની પાસે કોઈ સિદ્ધિઓ નથી પણ પ્રેમ શક્તિ છે. પ્રેમનું તપ છે એને ઝંખનાનાં મેળાપ થયાં પછી જીવન સ્વર્ગ જેવું લાગી રહ્યું છે. પોતાની નોકરીની ફરજો બજાવતાં બજાવતાં અનાયસે જાણે ઝંખનાનો મેળાપ થઇ ગયો હોય એમ લાગે છે. આખું જીવન બ્રહ્મચર્યમાં વિતાવ્યું કોઈ સ્ત્રી તરફ ખરાબ નજરે જોયું નથી ગમે તેવી રૂપસુંદરી હોય કે સુંદરતાની મૂર્તિ એની આંખમાં ક્યારેય વાસના સળવળી નથી.

આજે ઝંખનાં સાથેનાં વાર્તાલાપ પછી એ ઝંખનાને પૂછે છે કે આમ આપણો મેળાપ કેવી રીતે થયો? આમ અનાયાસે કોઈ જીવ મળી નથી જતાં અને મેળેલા જીવનાં મૃત્યુ પછી પણ સાચાં પ્રેમની અમરતાં એમને દરેક જન્મમાં મેળાપ કરાવે છે આપણી ગત જન્મની શું સચ્ચાઈ છે ? એ હકીકત હું જાણવાં માંગુ છું તેં દેવાંશ વ્યોમા અને હેમાલી અધ્વર્યુ પણ ઉલ્લેખ કરેલો એ લોકોની શું કથા, હકીકત છે ?

રાત્રિનો મધ્યભાગ વિતી ગયો છે આકાશમાં કરોડો તારાં ટમટમે છે પૂનમ નજીક આવી રહી છે નવરાત્રી વીતી ગઈ છે આજે તેરસનો ચંદ્રમાં નભમાં પ્રકાશી રહ્યો છે એનું કદ હવે વધી રહ્યું છે પૂનમનાં એહસાસ સાવ નજીક છે. જેમ જેમ પૂનમ નજીક આવી રહી છે તેમ તેમ ઝંખનાનાં પ્રેત જીવમાં જાણે અગમ્ય ઉછાળ છે એને ન સમજાય એવાં એહસાસ થઇ રહ્યાં છે. મૃત શરીરમાંથી મુક્ત થયેલો જીવ પ્રેતયોનિમાં ગયો અને એની અઘોરી સિદ્ધિઓને કારણે એ શુક્ષ્મમાંથી સાક્ષાત કોઈ પણ રૂપ લઇ શકે છે અને જીવંત માનવીની જેમ વર્તી અને ભોગવટો પણ કરી શકે છે અને કરાવી શકે છે. એની પ્રેતયોનીમાં ગતિ કેમ થઇ એનું કારણ પણ એ બરાબર જાણે છે. હવે પૂનમ નજીક છે આસો સુદ પૂનમ એટલે શરદ પૂર્ણિમાં...શરદપૂર્ણિમાનું કેટલું મહત્વ...શરદ પૂર્ણિમાં પંચતત્વની આ શ્રુષ્ટિમાં મહત્વનો દિવસ, ખુબ મહત્વની પૂનમ એનું માહત્મ્ય ઘણાં ઓછાં લોકો જાણે છે પરંતુ ઝંખનાને એનું પૂરેપૂરું જ્ઞાન છે ઝંખનાનાં પ્રેતશરીરમાં એની સૂક્ષ્મતામાં પણ સાક્ષાત પરચા છે એનાં જીવનમાં વિહવળતા વધી રહી છે. એની સાથે સાથે સિદ્ધાર્થનાં શરીરમાં પણ રૂધીરાભીષણ વધી રહ્યું છે લોહીનું ભ્રમણ ઝડપથી થઇ રહ્યું છે. એનામાં કોઈ અગોચર ઉત્તેજના છે અગમ્ય અણસાર છે સૂક્ષ્મ કોઈ સંકેતો આવી રહ્યાં છે પણ એને સમજાતું નથી.

સિદ્ધાર્થનાં પ્રેમમાં એક અનોખો આવેગ છે એ બધું ઝંખના પાસેથી જાણવા માંગે છે એ ઝંખનાનાં ખોળામાં માથું મૂકીને આકાશ તરફ મીટ મંડી રહ્યો છે અને ઝંખનાને કહે છે ઝંખનાં મારાં દીલમાં પ્રેમનો આવેગ છે મને સમજાતું નથી હું શું કરું ? મારુ શરીર શિથિલ થઇ રહ્યું છે સાથે સાથે અગમ્ય ઉત્તેજના પણ છે આવા એહસાસ મને વિચલીત કરી રહ્યાં છે મારી સાથે આવું કેમ થઇ રહ્યું છે ? ઝંખનાં મારી આવી સ્થિતિ કેમ છે ? મારી પાસે એનાં જવાબ નથી અને સિદ્ધાર્થની આંખમાંથી અશ્રુધારા વહી રહી છે.

ઝંખનાએ સિદ્ધાર્થનો ચહેરો એનાં ચેહરાની ચીબુક પકડી એને ચૂમી લે છે સિદ્ધાર્થની આંખમાં આંખ પરોવીને એ સિદ્ધાર્થનાં પ્રશ્નોનાં ઉત્તર આપવા પ્રયત્ન કરે છે બંન્નેની આંખોની નજર મળી છે બે આંખો બંન્નેની એક થઇ છે ઝંખનાની આંખોમાં પણ અશ્રુ ઉભરાય છે એનાં આંસુનાં એક એક બિન્દું મોતીની જેમ સિદ્ધાર્થની આંખોનાં આંસુ પર પડે છે બંન્નેની આંખનાં અશ્રુનું મિલન થાય છે આંખો અને આંસુ જાણે એક થાય છે.

આવા પવિત્ર આંસુનાં સંગમમાં બંન્નેની આસપાસ એક તેજસ્વી ઓરાનું વર્તુળ સર્જાય છે એક જીવંત માનવ અને એક પ્રેત્યોનીનો અઘોરી જીવ બંન્નેનુ આ મિલન એક પવિત્ર સંગમની તેજસ્વી આભા ઉભી થાય છે બંન્ને અકારણ ધ્રુસકે અને ધ્રુસકે રડી પડે છે બંન્ને એક મેકને વળગીને ક્યાંય સુધી રડતાં રહે છે. જાણે અશ્રુથી બધી વાત કહી રહ્યાં છુટા પડી જવાનો ભય જાણે હાવી થઇ ગયો  હોય એકમેકને દીલાસો આપી રહ્યાં હોય અને  એમ એકબીજાને સાંત્વન અને સંતોષ આપી રહ્યાં.

ઝંખનાએ કહ્યું મારાં સિદ્ધાર્થ પૂનમ નજીક આવી રહી છે એ પૂનમનો પ્રભાવ છે એમાં રહેલાં સંકેત છે એનાથી થતાં એહસાસનું આ પરિણામ સ્વરૂપ છે. સિદ્ધાર્થ શરદ ઋતુનું મહત્વ તો ખબર છે ને ? આખા વર્ષમાં સૌથી અઘરી ઋતુ એટલે શરદ...શરદ પાર કર્યા પછી વસંત મ્હોરી ઉઠશે પણ વસંત પહેલાં હેમંત -શિશિર પસાર કરવા પડે. અત્યારે શરદઋતુ ના વરસાદ પણ ભેજ વાદળું છવાય રાત્રે ગુલાબી ઠંડી..હેમંત અને શિશિરનાં ચાર મહીના ફરીથી વ્રત ચાલુ થશે. આ ઋતુકાળમાં ના એવાં તહેવાર ના ઉત્સવ...પ્રસવકાળ પહેલાંની જાણે પીડા ..અને જયારે વસંત આવશે ત્યારે આંબે મ્હોર અને કોયલની મીઠી કુક સાથે પ્રણયની ઋતુનું આગમન ...

સિદ્ધાર્થ કહે તું ઋતુઓનું જ્ઞાન કેમ આપવા માંડી? અત્યારે શરદ છે મને ખબર છે શરદ ઋતુમાં ખાન - પાન તન અને વિચારની મર્યાદા..માં ની ભક્તિનાં પ્રભાવમાં દિવસો પસાર થાય. આયુની દોરી ટૂંકી નાં થઇ એનું ધ્યાન રાખવાનું આપણને ગુરુ અને વડીલો એટલેજ એવાં આશીર્વાદ આપે શતં જીવ શરદઃ ... હું જાણું છું ..પણ મને આપણાં ગતજન્મ વિષે જાણવાની આતુરતા છે મને એ જણાવ ....સાથે સાથે દેવાંશ અને ....

સિદ્ધાર્થ આટલો પ્રશ્ન પૂછે છે એટલામાં અચાનક ખુબ ઝડપથી પવન વાઈ રહ્યો અચાનક જાણે આંધી આવી હોય એમ ચારેબાજુ વૃક્ષો હાલવા લાગ્યા પવન એનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહેલો પંચતત્વ જાણે કોઈ પિશાચી શક્તિનાં કાબુમાં હોય એમ બધું તોફાને ચઢેલું. અચાનક લાઈટો ગુલ થઇ ગઈ બધે અંધાર પટ છવાઈ ગયું પવનની ગતિને કારણે કોઈ ભયાનક અવાજ ઉત્પ્ન્ન થઇ રહેલો અને અચાનક આકાશમાં વાદળા ગર્જવા લાગ્યાં અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો.

સિદ્ધાર્થ ઝંખનાનાં ખોળામાંથી બેઠો થઇ ગયો. ઝંખનાને વળગી ગયો..એણે ઝંખનાને કહ્યું આમ અચાનક ઋતુ પરિવર્તન કેવી રીતે થયું હજી તો શરદની વાતો ચાલે છે અને આવાં તોફાન કેમ ?  ઝંખનાએ કહ્યું મને ખબર છે હવે શું થવાનું છે..તું આમ ડરીને અટવાઈશ નહીં આ કોઈ કાળી શક્તિનું ષડયંત્ર છે માત્ર આપણાં ઘર ઉપર અને આસપાસજ આ તોફાન છે આગળ ક્યાંય કશું નથી. સિદ્ધાર્થને આસ્વસ્ત કરીને ઝંખના ઉભી થઇ ગઈ એણે આંખો મીંચીને ધ્યાન ધરવા માંડ્યું ત્યાં તો એક સફેદ લીસોટો ખુબ મોટો ભયંકર અવાજ કરતો આવ્યો અને ઝંખનાને ભોંઈ પર પાડીને એનાં ઉપર સ્વર થઈ ગયો. ચારે બાજુ ચીસો જેવા ભયાનક અવાજ થવા લાગ્યો. સિદ્ધાર્થ અચાનક આવું બની ગયું એ બઘવાઈને ઝંખના તરફ જોઈ બૂમો પાડવા લાગ્યો.

સિદ્ધાર્થે એનાં રૂમમાંથી એની કાળીયાર ડાંગ લીધી અને પેલાં સફેદ લીસોટા પર વીંઝી પણ પેલું સફેદ ભૂત હાસ્ય કરવા માંડ્યું એણે સિદ્ધાર્થને ડાંગ સાથે દીવાલ ઉપર જોરથી ફેંકી દીધો. સિદ્ધાર્થ ભીંત સાથે ભટકાયો એ ઉંહકારા કરવા લાગ્યો.

ઝંખના ઉપર સવાર થયેલું સફેદ પ્રેત ઝંખનાને વશ કરવા પ્રયત્ન કરવા લાગ્યું ઝંખનાએ એનાંથી છૂટવા ખુબ પ્રયત્ન કર્યાં પણ પેલું વધુ બળવાન હતું ત્યાં ઝંખનાએ મોટી વિકરાળ ત્રાડ નાંખી અને કોઈક શ્લોક મોટેથી ભણવાં માંડ્યાં એની આંખો વિકરાળ થઇ રહી હતી એની આંખોમાંથી જાણે અંગાર નીકળી રહ્યાં હતાં એણે પોતાની જીભ કાઢી એ જીભ પર લાલ ઘેરો કલર છવાઈ રહેલો અને ઝંખનાએ મોટેથી શ્લોક બોલી જીભ પરનું લાલ થૂંક પેલાં સફેદ પ્રેત પર થૂંકીને નાંખ્યું અને પછી એ મોટેથી અટહાસ્ય કરવા લાગી.

પેલું સફેદ આકૃતિમાં રહેલું પ્રેત ત્યાંને ત્યાં અગ્નિજ્વાળાઓમાં લપેટાઈ ગયું એ ચીસાચીસ કરવા લાગ્યું એની મરણતોલ ચીસોથી સિદ્ધાર્થ ગભરાઈ ગયો પણ થોડીવારમાં રાખ થઇ ગયું અને એ રાખ હવામાં ઉડીને અલોપ થઇ ગઈ.

ઝંખનાએ સિદ્ધાર્થને કહ્યું આ અંતિમ જોખમ ટળ્યું છે અને આ કારસ્તાન રૂબીના પેલાં મોલવીએ કરેલું પણ એનો કોળિયો કાળ કરી ગયો.

 

વધુ આવતા અંકે પ્રકરણ - ૧૦૭