બેલા:એક સુંદર કન્યા - 8 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેલા:એક સુંદર કન્યા - 8

મનીષા તને આ વાતો નહીં સમજાય.દિપક આગળ બોલ આગળ બોલ... મારું મોત કઈ રીતે થયું???બોલ જલ્દી??? મનીષાને મારા મોત વિશે માહિતી આપી મનીષાને અહીંથી જવા માટે કહી દે.તેને આદેશ આપી દે. આદેશ આપી દે કે હવે પછી એ તને ક્યારેય ન મળે.

આમને આમ એક અઠવાડિયું જતું રહ્યું.એક દિવસ રજત બેલાને રસ્તામાં મળી ગયો.એ દિવસે હું અને બેલા મળવાના હતા.હું છુપાઈ ગયો.


રજતે બેલાનો હાથ પકડ્યોને બોલ્યો બેલા હવે ટૂંક સમયમાં આપણો સંબંધ થશે અને પછી આપણે બંને પરણી જોઈશું.હું મારી જિંદગીમાં તારી રાહ જોઉં છું.હું ખુશ છું કે તારા જેવી સુંદર છોકરી મારી જીંદગીમાં આવશે.


બેલા એ પોતાનો હાથ છોડાવ્યો.બેલા કશું ન બોલી.


રજત બોલ્યો બેલા તું આમ ચૂપચાપ ન રહે.હું તને ખુશ જોવા માગું છું.મારી જિંદગીમાં લાવવા માંગુ છું.આ દુનિયાની એવી કોઈ તાકાત નથી કે મને તારાથી અલગ કરી શકે કે મારી જિંદગીમાંથી બેલાને છીનવી જાય.તને ખબર છે મેં જ મારા બાપુને કહ્યું તું કોઈપ ણ સંજોગોમાં મને બેલા જોઈએ.નેહડા વાસીઓમાંથી કોઈ બેલાનો હાથ માંગે એ પહેલા તમે બેલાના બાપુને ઘરે જઈ બેલાનો હાથ માગી આવો.તારા બાપુ એ ખુશી-ખુશી મારા બાપુને હા પાડી દીધી.


હું ઝાડ પાછળ છુપાઇને ઊભેલો. મારી આંખમાંથી આંસુની ધાર વહી જાય.બેલા તેના બાપુને કહીને આવી હતી.બાપુ છેલ્લીવાર -છેલ્લીવાર દીપકને મળી આવું.તેના બાપુએ ખુશી-ખુશી હા પણ પાડી. પરંતુ ત્યાં જ બગીચામાં વચ્ચે રજત મળી ગયો.


બેલા બોલી રજત તું ક્યાં જાય છે??


રજત બોલ્યો બેલા અગર તારે કામ હોય તો હું મારા બધા જ કામ છોડી તારું કામ કરવા માટે તૈયાર છું પછી બેલાની નજીક આવી બેલાના ખભા ઉપર હાથ મૂકી એક હાથ તેના ગાલ ઉપર મૂકી બોલ્યો હું આપણા લગ્નની રાહ જોઉં છું.નેહડાવાસીઓના યુવાનોમાં કોઈની પણ પરણેતર તેમજ ગિરનારમાં કોઈની પણ પરણેતર મારી પરણેતર જેટલી સુંદર નહીં હોય. તેનો મને વિશ્વાસ છે.તેના માટે અભિમાન પણ છે.આટલી સુંદર છોકરી મને મળી. હું ખૂબ જ ખુશ છું.


બેલાના કપાળ ઉપર એક કિસ કરી એ બોલ્યો હું એવું ઈચ્છું છું કે આપણા બન્નેના લગ્ન જલદી થઈ જાય અને આમ તું મારાથી દૂર રહે એ પણ મારાથી સહન નથી થતું. એમ કહી બેલાને પોતાની બાહોમાં લઇ લીધી.

બેલાએ રજતની બાહોમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો પરંતુ રજતે તેને ન છોડી.હું આ બધું જોઈ રહ્યો હોવા છતાંય બેલાને છોડાવવા ન જઈ શક્યો.એ મારી મજબૂરી હતી. કેમ કે રજત મને પ્રશ્ન પૂછી શકે હું બેલાને પકડું એ મારો હક છે. પરંતુ બેલાને છોડી દેવા માટે તું મને કહે એ ક્યાં હકથી કહે છે????હું રજતને તેણે કરેલા પ્રશ્નનો જવાબ શું આપું?????હું ન ગયો.....


રજત બોલ્યો તું આમ છૂટવાનો પ્રયત્ન શા માટે કરે છે?? તે તો કોલેજના બે વર્ષ પૂરા કર્યા છે. કોલેજમાં તો કેટલી બધી છૂટછાટ છોકરા-છોકરી લેતાં હોય છે જ્યારે તું.... તું તો નેહડાવાસીઓની જેમ મારા જોડે વર્તન કરે છે.અભણની જેમ.

જો બેલા હું તને કહી દઉં છું તે કોલેજમાં જે કોઈ નખરા કર્યા હોય તે મને ખબર નથી. પરંતુ તું મારી છે.હું તારા દરેક ગુના માફ કરી દઉં.આપણા લગ્ન પહેલા. પરંતુ એ પછી તારો એક પણ ગુનો માફ નહીં થાય.તું યાદ રાખજે.તને સ્પર્શ કરવાનો, તને મેળવવાનો તેમજ તારા પર મારા બધા જ હક રહેશે. ત્યાં સુધી તું મારાથી છૂટવાના દરેક પ્રયત્ન કરી શકે છે. પરંતુ પછી નહીં.પછી દરેક રાત મારી હશે, દરેક દિવસ મારો હશે.આપણા બન્નેના લગ્ન પછી..... એ અભિમાનથી બોલ્યો.


હું તને એક સેકન્ડ માટે પણ મારાથી દુર નહીં થવા દઉં. એમ કહી એ જતો રહ્યો.

બેલા રડવા લાગી.હું તરત જ બહાર આવ્યો. મેં તેને શાંત પાડવાની કોશિશ કરી.ત્યારે મને બેલા એ એક જ પ્રશ્ન પૂછયો તું મને રજતના હાથમાંથી છોડાવવા માટે કેમ ના આવ્યો???? એ ગુસ્સે થઈ બોલી.


મે

બેલાને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી. બેલા હું ક્યાં હકથી તને છોડાવવા માટે આવું??? બીજુ રજતને તારા પર બધા હક છે.જ્યારે મારા હાથમાં એક પણ હક નથી.


બેલા બોલી પરંતુ મારા ઉપર મેં તને બધા જ હક આપ્યા છે. આપણે ભાગી જઈએ.ગિરનારની બહાર જતા રહીએ. એવી જગ્યાએ જતાં રહીએ જ્યાં આપણે કોઈના હાથમાં ન આવીએ. જ્યાં તું અને હું હોઈએ.


મેં બેલાને આવું કરવા માટે ના પાડી.બેલા મારાથી નારાજ થઈ ઘરે જતી રહી અને ઘરે જઈને તરત જ ગળાફાંસો ખાઇ લીધો.

બસ તેનો એક જ પ્રશ્ન હતો અને એક જ દલીલ હતી મેં તેને રજતના હાથમાંથી કેમ ન છોડાવી????પરંતુ મનીષા તું જ કહે હું કયા હકથી બેલાને રજતના હાથમાંથી છોડાવું??? એમ કહી દિપક રડી પડ્યો.


મનીષા તેની બાજુમાં આવી.તેના આંસુ લૂછતાં બોલી દિપક જે થઈ ગયું એ ઈશ્વરે નક્કી કરેલું હતું.આમ તું તારી જાતને દુઃખી ન કર.તું એ સમયે સાચો હતો. બેલા જે બોલતી હતી એ તેનો પ્રેમ હતો.


બેલા બોલી દીપક...મેં માત્ર એટલા માટે આત્મહત્યા નહોતી કરી.આટલા માટે જ ગળાફાંસો નહોતો ખાધો. હજુ પણ કંઈક છે.રસ્તામાં મારા જોડે કંઈક બન્યું હતું. એટલા માટે એટલા માટે મેં ગળાફાંસો ખાધો.

તું મનીષાને...મનીષાને એ વાત તો કર.કેમ તને નથી ખબર??? દીપક મેં શા માટે ગળાફાંસો ખાધો?.બોલ તને નથી ખબર આગળ???


શું લોકો વાતો નથી કરતા????


બેલા પોતાના માથા ઉપર હાથ મૂકી બોલી,હા મેં પણ નેહડાવાસીઓના મોઢે કશું નથી સાંભળ્યું. મેં શા માટે ગળાફાંસો ખાધો?.બધા એમ જ કહે છે કે ચોક્કસ મને કોઈએ હેરાન કરી હોવી જોઈએ.મને ગિરનારમાંથી કોઈએ પરેશાન કરવાની કોશિશ કરી હોવી જોઈએ.હું કોલેજ કરતી હતી. કોઈએ મને છેડતી કરવાની કોશિશ કરી હોવી જોઈએ.આપણા નેહડાવાસીમાંથી તો કોઈ છોકરાની એવી હિંમત નથી પરંતુ ગિરનારમાંથી કોઈ છોકરા એ મને હેરાન કરી હોવી જોઈએ.તો જ મેં ગળાફાંસો ખાધો હોય. પરંતુ દિપક આ હકીકત નથી.હું હકીકત કહેવા માંગું છું.તું સાંભળ પરંતુ દીપક....


દિપક તું મારી વાત નથી સાંભળતો ???