બેલા:એક સુંદર કન્યા - 9 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેલા:એક સુંદર કન્યા - 9

મનીષા કે દિપક બેલાની વાત ન સાંભળતા એ ખૂબ જ ગુસ્સે ભરાય. બેલાના શ્વાસ વધી રહ્યા તેની આંખો વધારે પહોળી થઇ એમાં પણ બેલા આટલી સુંદર એટલે એ વધારે બિહામણી લાગી રહી.

હા...આઆઆઆ.એવો અવાજ કરવા લાગી.બેલાના બાંધેલા વાળ છૂટા થઈ ઉડવા લાગ્યા.બેલાના ચહેરા પર બંને બાજુથી લટ ઉડી ચહેરા પર આવવા લાગી.બેલાના ઉપર-નીચે એમ ચારે રાક્ષસી દાંત મોટા થઈ ગયા.બંને હાથ લાંબા કરયા.

જંગલમાં જોરદાર પવન ફુક્યો.ચારેબાજુ જંગલમાં પાંદડા ઉડવા લાગ્યા.ધૂળની ડમરીઓ ચડવા લાગી. દીપક અને મનીષા અલગ-અલગ ઉભા રહયા.ઝાડના થડ પકડી રાખ્યા.નેહડાવાસીઓના છાપરા પણ ઉડી ગયા.કાચા બનાવેલા મકાન પડવા લાગ્યા.સૌ કોઇ અચાનક જ આવેલા વાવાઝોડાને જોઇ ડરી ગયા.

મુખી બોલી ઉઠ્યા આ શું થઈ રહ્યું??અચાનક જંગલમાં આટલો પવન કેમ ફૂંકાયો?? વાવાઝોડાના કોઈ સમાચાર નહોતા.સરકાર દ્વારા પણ કોઈ અગમચેતી આપવામાં આવી નહોતી.તો પણ આમ અચાનક જ કઈ રીતે???

બાજુના ઘરવાળા ભાઈ બોલ્યા મુખી બાપા એવું લાગે છે જાણે કુદરત આપણાથી વિફર્યો છે.નારાજ થઈ ગયો છે.એવું લાગે છે.જાણે આપણા કોઈ કુકર્મનો બદલો લઈ રહ્યો છે.નહીતર આવી રીતે આ બધું અચાનક કઇ રીતે બને???.

એક સ્ત્રી બોલી મુખીબાપા સાચી વાત છે. ભાઈની.આપણા કરેલા પાપ જ હવે આપણે આવું બધું ભોગવવું રહ્યું.

બીજી સ્ત્રી બોલી હે ઈશ્વર અમારું અને અમારા પરિવારનું રક્ષણ કરે છે અમે તો તારા બાળકો છીએ અમારાથી ઉંચ-નીચ અને ભૂલ થયા કરે છે પરંતુ તમે અમારા માવતર છો માવતર થઈને તમે કોઈ ભૂલ ના કરી બેસતા કે જેના કારણે સંતાન અને માવતરના સંબંધને કોઈ કાળી ટીલી બેસી જાય.

એટલી વારમાં જ એક ઋષિમુનિ આવી પહોંચ્યા.એ બોલ્યા સમય બદલાઈ ગયો છે.વાવાઝોડું આવવું,વરસાદ આવવો,દુષ્કાળ પડવો.આ બધું કુદરતી આફતો છે.જેમાં આપણા પાપ કે પુણ્ય એવો કોઈ હિસ્સો હોતો નથી.

એટલું બોલતા જ બેલા વધારે ગુસ્સે ભરાઈ. તરત જ રજતના બાપુને થોડા ઊંચાઈ ઉપર ઉડાવી નીચે પડ્યા.રજતના બાપુની આસપાસ તેને માણસો ઘેરી વળ્યા.

બેલા ગુસ્સામાં બોલી રહી તારા દીકરાને કારણે મારે મરવું પડ્યું. તારો દીકરો મારા મૃત્યુ નું કારણ બન્યું મને મારા દિપક થી અલગ કરી મારા દીપકની જિંદગીમાં હવે મનિષા આવી મારા દીપકની નજીક કોઈપણ બીજી છોકરી આવે મારા સિવાય એ મને બિલકુલ પસંદ નથી બિલકુલ પસંદ નથી એટલે નથી.

બેલા એ ખૂબ જ ગુસ્સામાં બધું જ ખેદાનમેદાન કરી નાખ્યું.લગભગ નેહડાવાસીઓના મોટા ભાગના છાપરા ઉડી ગયા.ગરીબ માણસોના ઘર પણ પડી ગયા.

બેલા શાંત રહેવાનું નામ નહોતી લેતી અચાનક જ દીપકના મનમાં બેલાનું નામ યાદ આવ્યું.એ બોલ્યો બેલા અગર તું મને સાંભળી શકતી હોય??અગર તું મને જોઈ શકતી હોય તો હું તને એટલી પ્રાર્થના કરું છું કે પ્લીઝ તું હવે મરીને હવે ઈશ્વર તુલ્ય થઈ ગિછે.આ બધું શાંત કરાવી દે ને!!!જંગલમાં પણ ઉત્પાદત મચી ગયો છે.આ બધું શાંત કરીદે.

દિપકનો અવાજ સાંભળતા બેલા શાંત થઈ ગઈ.તેના રાક્ષસી દાંત પાછા હતા એવા થઈ ગયા.ચહેરો લાલચોળમાંથી સામાન્ય થઈ ગયો.આંખોમાંથી નીકળતો ગુસ્સો પણ શાંત થઇ ગયો.હાથમાંથી નીકળી રહેલો પવન શાંત થઈ ગયો.બેલાના વાળ પણ ઓળવાઈ ગયા. ધીમે પગલે તે દીપક તરફ વળી ત્યાં જ દીપકે મનીષાનો હાથ પકડ્યો અને બોલ્યો "મનીષા હું તને ઘરે મૂકી જાવ છું."

બેલા ફરી ગુસ્સે થઈ ગઈ,અશાંત અને વિહવળ બની ગઈ.તેણે મનીષને એક પથ્થર જોડે ટકરાવી ધક્કો મારી પાડી દીધી.

મનીષાના પગના અંગૂઠામાંથી લોહી નીકળવા લાગ્યું.બે વખત ઊભા થવાનો પ્રયત્ન કર્યો તેમ છતાંય ઉભું ના થવાયું.દીપકે મનીષાને ઊંચકી લીધી.હવે,બેલા પહેલા વધારે ગુસ્સે ભરાય.બંને હાથ અથડાવવા લાગી. મનીષા તું આજે બચી ગઈ કેમકે તને દીપકે ઉઠાવી લીધી.હું દિપકને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડવા માંગતી નથી.દિપકની યાદમાં આજે પણ હું જીવું છું. એમ કહી એ જતી રહી.