એક વખત હું અને બેલા ગિરનારના બગીચામાં મળ્યા. બેલા એ મને કહ્યું દિપક આપણા નેહડાવાસીઓમાં ક્યારેય કોઈએ પ્રેમ લગ્ન કર્યા નથી કે નથી કોઈએ ભાગીને લગ્ન કર્યા. તેમજ નેહડા વાસીઓમાં એક નિયમ છે ક્યારેય કોઈ પણ છોકરા કે છોકરીના પ્રેમ લગ્ન થવા દેવા નહીં. તને શું લાગે છે???
આ નિયમને આપણે તોડી શકીશું??? આપણે બંને લગ્ન કરી શકીશું???? શું આપણે એક થઈ શકીશું?
મેં બેલાના ગાલ પર કિસ કરી. તેના ખભા પર માથું ઢાળી કહ્યું બેલા આપણે અહીં ચિંતા કરવા નથી આવ્યા. રિશેષ સમયે આપણે કોલેજમાં હાજર થવું પડશે. આપણે બંને અહીં પ્રેમ કરવા આવ્યા છીએ.એમ પણ આપણે નેહડામાં તો એકબીજાને મળી શકતા નથી તો આપણા મળવાનું કોલેજના બહાને હોય છે.હું માત્ર તને પ્રેમ કરવા માંગુ છું.હું તારોને તું મારી બની રહે.ચિંતા કરવા આખી જિંદગી પડી છે.
મનીષા એ સમયે મને ખબર નહોતી કે બેલા એ મને કેવડો મોટો પ્રશ્ન પૂછ્યો????બસ હું તો બેલાનો સ્પર્શ ઈચ્છતો હતો.તેના ખભા પર માથું રાખી બેસવા માંગતો હતો.મેં બેલાની વાત ટાળી દીધી.પછી બેલા પણ કશું ન બોલી.બેલાને પણ ખબર સિસેષ પૂરી થઈ જશે એટલે બંનેને છૂટા પડવું પડશે.કોલેજમાં જવું પડશે.અમે બંને જુદા થઈ જઈશુ એમ વિચારી એ પણ ચૂપચાપ બેસી રહી.
હું અને બેલા એકવાર ઉપરકોટ પણ મળવા પહોંચ્યા. અડીકડી વાવને નવઘણ કૂવો ના જોયો તે જીવતો મુઓ.અડીકડી વાવથી થોડે દુર જઇ અમે બંને એકબીજાનો હાથ પકડીને બેઠા.ભવિષ્યનાં સપનાં જોઇ રહ્યા.
બેલા બોલી દિપક આપણે બંને લગ્ન કરીશું.નેહડા વાસીઓનો નિયમ તોડીશું.મારા બાપુને હું પોતે જ સમજાવીશ. હું મારા બાપુની એકની એક દીકરી છું.એ મારી વાત જરૂર માનશે.મારા બન્ને ભાઈઓ મને કોલેજ કરવા દેવા નહોતા માગતા.પરંતુ મારા બાપુએ મને કોલેજ કરવા દીધી.સાચું કહું તો કોલેજ મેં તારા માટે જોઈન કરી કેમકે હું કોલેજના કરું તો આપણા બંનેનું મળવાનું બંધ થઈ જાય.એવું નથી તને મળવા માટે, આપણા પ્રેમ માટે, મેં કોલેજ કરવા માટે બાપુને મારે મનાવવા ના પડ્યા.એ જાતે જ માની ગયા કેમ કે એ મારી ખુશીને પોતાની ખુશી સમજે છે.મારા જન્મ પછી બાપુના ઘરમાં હંમેશા ખુશી આવી છે.મારા જન્મ પછી બાપુની જિંદગીમાં કંઈ સારું થયું છે એટલે એ મારી ખુશીમાં જ પોતાની ખુશી સમજે છે.
બેલા એક વાત કહું???
બોલ.તને મળવા માટે સાંભળવા તો હું કોલેજમાંથી ભાગી તને મળવા માટે અહીં આવું છું.
બેલા આપણે બંને આપણા બાપુને દુઃખી ન કરી શકીએ.ભાગીને લગ્ન નહીં કરીએ.
બેલા ગુસ્સે થઈ ગઈ.એ ઉભી થઈને બોલી ચાહે કંઈ પણ થઈ જાય.હું લગ્ન તારી સાથે કરીશ.દુનિયા ઉંધી થઇ જાય તો પણ મારા બાપુની ઈચ્છા હોય કે ન હોય.તે મારી ખુશીમાં ખુશ થાય કે ન થાય. મને કોઇની પરવાહ નથી.મને કોઈની ચિંતા નથી.મને કોઈની પડી નથી.મારા બાપુની ઈજ્જતની પણ મને પડી નથી.મને નેહડા વાસીઓની પણ પડી નથી
હું તને પ્રેમ કરું છું.તારા અને મારા પ્રેમની વચ્ચે કોઈ નહીં આવી શકે.બેલા ખૂબ જ ઝડપથી જોરથી એકીશ્વાસે આટલું બધું બોલી ગઈ.હું બેઠા બેઠા જ બેલા સામે જોઈ રહ્યોને બેલાનો હાથ પકડી શાંતિથી ઈશારો કરી મારી બાજુમાં બેસી જવા માટે કહ્યું.
બેલા પહેલા તું ઊંડા શ્વાસ લે.મેં કહ્યું તેમ બેલા એ કર્યું.
બેલા ઝરણામાં ઊભી રહી ગઇ પછી બોલી મનીષા તને સંભળાય છે ને??? દિપક મારી વાતો કરે છે.દિપક તારી વાતો નથી કરતો.દિપક તને પ્રેમ નથી કરતો. તું ખોટા સપના જોવાનું બંધ કરીદે.તારા બાપુ જ્યાં પરણાવે ત્યાં પરણીજા.મારી અને દિપકની વચ્ચે આવવાનું બંધ કરીદે.
દિપક અહીં મને મહેસુસ કરવા આવે છે.દીપકને હું મહેસુસ કરાવું છું કે હું તેની સાથે છું.આમ તું વારેવારે મારી અને દિપકની વચ્ચે આવી તારા માટે દુઃખ અને ખતરો બંને વહોરે છે.તને સંભળાય છે ને હું શું કહું છું???
દિપક ઉભો થઇ. મનીષાની બાજુમાં બેસી ગયો.મનીષાના પગ પાણીમાં છે.દિપકે પણ પોતાના પગ પાણી પર રાખ્યા.
આ જોઈ બેલા ખુબ જ ગુસ્સે થઈ બોલી દિપક જેમ મનીષા કરે એમ તારે કરવું જરૂરી છે??? બીજું મારા સિવાય તું કોઈની પણ બાજુમાં બેસી શકતો નથી. એમાં પણ મનીષાની બાજુમાં તો બિલકુલ નહીં.એમ કહી એક જણ જણાટ દીપક અને મનીષાની વચ્ચે ઊભો કર્યો. બંને એકબીજાથી દૂર થઈ ગયા.બંને એકબીજાને જે મેહસૂસ થયું તેના માટે આમતેમ જોવા લાગ્યા.બંને પોત પોતાનો વહેમ સમજી પાછા વાતોએ વળગી ગયા.