બેલા:એક સુંદર કન્યા - 7 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેલા:એક સુંદર કન્યા - 7

મનીષા પ્રેમ કરવો,પ્રેમ નિભાવવો,પ્રેમ મેળવવો એ ખુબ જ અઘરી વાત છે.તને એમકે પ્રેમ કરવાથી પ્રેમ મળી જાય છે!!!તો તું ખોટી છે.જુઠ્ઠી.

મનીષા ઊભી થઈ બોલી દિપક પછી શું થયું???
ખૂબ જ નરમાશ પૂર્વક મનીષા બોલી.બેલાના બાપુ ગુસ્સે તો ન થયા તો પછી.....

હમમ.સાંભળ...દોસ્ત તારો દીકરો અને મારી દીકરી. યુવાન છે.આવું બધું આ ઉંમરે થવું એ સ્વાભાવિક છે. પરંતુ આપણે તેના માવતર છીએ.આપણે આપણા સંતાનોને આપણા વશમાં રાખવા જોઈએ.તું તારા દીકરાને સમજાવજે હું મારી દીકરીને સમજાવીશ.

તારે પણ પ્રયત્ન કરવાનો છે.મારે પણ પ્રયત્ન કરવાનો છે. બેલાના બા આ બધું સાંભળી રહ્યા.એ ડરી ગયા. તેને થયું બેલાના બાપુ આવી બધી વાતોને ક્યારેય નરમાશ પૂર્વક કે હળવાશપૂર્વક લેતા નથી.પરંતુ તે આટલું પ્રેમપૂર્વક અને સહજતાથી બોલી રહ્યા છે તો કંઈક તો કરશે જ.બેલાના બાપુના મનમાં કંઈક ચાલતું હશે.

બેલાના બા ઝડપભેર ચાલ્યા.બેલાના બાપુના પગમાં પડીને બોલ્યા હું તમને બે હાથ જોડી વિનંતી કરું છું. મારી દીકરીને હું સમજાવીશ. પરંતુ તમે બેલાને કંઈ નહીં કહેતા.

બેલાની બા ને સમજાવતા એ બોલ્યા તું ચિંતા ના કર. બેલા તારી એકલીની લાડકી નથી.એ મારી પણ છે.તું તેને સમજાવીશ તેનો મને વિશ્વાસ છે.દોસ્ત તને ખબર ન હોય તો કહી દઉં.આપણા નેહડાવાસીઓમાં મારા પછી જે મોટો માણસ છે.પૈસાદાર માણસ છે.તેના દીકરા હારે મેં મારી દીકરીનો સંબંધ નક્કી કરી દીધો છે.બેલા બાર ધોરણમા આવી ત્યારે જ.

મેં અને મેરાભાઈ એ બંને નક્કી કરેલું કે મેરાભાઈનો દીકરો રજત અને મારી દીકરી બેલાનો સંબંધ કરીશું.હુને બેલા આશ્ચર્યચકિત થઈ ગયા. અમે બંને એકબીજાને વચન આપેલું.મુખીનું વચન ક્યારેય ખાલી જતુ નથી. એટલે આ વાત લાંબી થાય એ પહેલાં,આપણા નેહડા વાસીઓને ખબર પડે અને તારા દીકરા અને મારી દીકરી માટે કોઈ ખરાબ નિર્ણય લે,એ પહેલા આપણે બંને એ ચેતી જવાનું છે.

હું નથી ઇચ્છતો કે તારા દીકરાને કોઈ સજા મળે કેમ કે હું જીવું ત્યાં સુધી તારી દોસ્તી નિભાવવા માંગું છું.એમ બેલાના બાપુએ ખૂબ જ હિંમતપૂર્વક નીડરતાથી મારા બાપુને કહ્યું.બેલાના બાપુ અને મારા બાપુ ખરેખર ખૂબ સારા દોસ્તો. એ હવે મને સમજાયું. એ બંને મનોમન સમજી લીધું કે આ વાત બહાર નઈ પાડવી.મને અને બેલાને એકબીજાથી દૂર કરી દેવા.

દોસ્ત તુ તારા દીકરાને સમજાવ.હું મારી દીકરીને સમજાવીશ.બીજુ આ વાત આપણા ત્રણ સિવાય ચોથા કોઈને ખબર પડવી જોઈએ નહીં.સમજી ગયા બેલાના બા.આદેશ કરતા બેલાના બાપુ બોલ્યા.

મારા બાપુ બે હાથ જોડી ઉભા થયા અને બોલ્યા મારા દિકરાની જિંદગી આપવા બદલ આભાર.

બેલાના બાપુ બોલ્યા તું મારો દોસ્ત છે.હું મારી દોસ્તી મારા આખરી શ્વાસ સુધી નિભાવીશ. મને ખબર છે આપણા નેહડાવાસીઓમાં પ્રેમ લગ્ન થતા નથી.સાથે સાથે પ્રેમ કરનાર છોકરા અને છોકરીને ખૂબ જ દુઃખ આપવામાં આવે છે

ઢોરમાર મારવામાં આવે.પશુઓની જેમ રાખવામાં આવે.આજીવન છોકરો અને છોકરી બીજા કોઈ પણ પાત્ર સાથે લગ્ન પણ કરી શકતા નથી એટલે મારા દીકરા અને તારી દીકરીની ભલાઈ માટે આ વાત આપણા બન્નેના દિલમાં જ રહેશે.બહાર નહીં આવે એવું કહ્યું.

મારા બાપુ ઘેર આવવા માટે નીકળી ગયા.હજુ પણ હું ત્યાં ઊભો.મને એમ હતું કે મારા બાપુ સાથે બેલાના બાપુ ગેરવર્તન કરશે પણ...બેલાને શુ કહે એ સાંભળવા હું ઉભો રહ્યો.

બેલાને ખૂબ જ પ્રેમપૂર્વક તેના બાપુએ બોલાવી.તેના માથા ઉપર હાથ મૂકી કહ્યું હું એવું નથી ઇચ્છતો કે મારી દીકરી કોઈ પણ કષ્ટમાંથી નીકળે એટલે મહેરબાની કરી હવે તું દીપકને ભૂલી જા.તારા મનમાં દીપકના નામનો વિચાર પણ ન આવવો જોઈએ.તું તારા બાપુની વિનંતી સમજે કે આદેશ સમજે કે એક મુખીની સત્તા સમજે. તારે જે સમજવું હોય તે તને સમજવાની છૂટ છે. પરંતુ હવે તારીને દીપક વચ્ચે જે પણ કંઈ હતું એ બધું તું ભૂલીજા.

એમ કહી બેલાના બાપુએ બેલાને અંદર મોકલી. બેલાના બા રડતા રડતા બોલ્યા મને વિશ્વાસ નથી આવતો મુખી કે ખરેખર તમે તમારી દીકરીને અત્યારે પણ એટલો જ પ્રેમ કરો છો જેટલો પહેલા કરતા હતા???તમારી દીકરીની જિંદગીમાં તમે ક્યારેય દુઃખ નથી આવવા દીધું.આજે પણ દીકરી એ આવડી મોટી ભૂલ કરી તેમ છતાય તમે પ્રેમપૂર્વક તમારી દીકરીને સમજાવો છો????

બેલાના મનમાં કેટલાય પ્રશ્નો હોઠોથી બહાર ન આવ્યા.

બેલાના બાના માથા પર હાથ મુકતા બેલાના બાપુ બોલ્યા પ્રેમ એ પ્રેમ હોય છે. દોસ્તી એ દોસ્તી હોય છે. એમાં કોઈ ઊંચ-નીચ હોતું નથી.