કિડનેપર કોણ? - 31 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિડનેપર કોણ? - 31

(ગયા અંક માં આપડે જોયું કે કાવ્યા અભી પર શંકા કરતો ફોન સોના ને કરે છે.ફરી શિવ ને એ વાત હચમચાવી મૂકે છે.રાજ પોતાને આ કેસ માટે વામણો માને છે,અને અલી ને મળવા બોલાવે છે.બંને મિત્રો હવે પહેલે થી વિચારી ને કોણ કોણ શંકા ના દાયરા માં છે તે વિચારે છે.હવે આગળ..)

અલી ને સ્મિતશાહ પર શંકા છે,જ્યારે રાજ માતૃવિહાર આશ્રમ ના કોઈ વ્યક્તિ પર શંકા કરે છે ત્યારે...
હા તો મોક્ષા જ શુ કામ?એ તો ત્યાંના બાળકો ને મદદ કરતી.અને મકાન તો અભી અને તેના ભાઈ બહેન ના નામ નું છે?અલી એ ફરી કહ્યું.જરાવર રોકાઈ ને એ બોલ્યો, રાજ એક વાત કહું?

રાજે અલી સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું.અને પછી સિગારેટ ના પેકેટ માંથી એક સિગરેટ કાઢી એનો કસ લઈ ને બોલ્યો,કેમ તારે આવું પૂછવું પડ્યું?બોલ ને દોસ્ત.

રાજ શિવ ને અભી પર શંકા હતી આ બાબત ને લઈ ને.અલી સિગરેટ સલગાવતા સહેજ ખચકાટ સાથે બોલ્યો.

અભી પર!પણ શું કામ ??રાજે એક જ ઝાટકે સિગરેટ ના બે દમ ભરતા કહ્યું.

એ તો નથી ખબર,પણ આજે જ્યારે કાવ્યા એ એમ કહ્યું કે સોના ને ખબર છે કે અભી ગાયબ છે ત્યારે મને તે વાત સાંભરી.

તો પછી શિવ ને સીધું જ પુછાય ને?કે પછી સોના ને?બંને હજી નક્કી નહતા કરી શકતા.એટલે બંને એ અલગ અલગ એ બંને ને મળવાનું નક્કી કર્યું.

આગલા દિવસે નક્કી થયું એ મુજબ રાજ સોના ને અને અલી શિવ ને મળવા ગયો.અલી શિવ ની ઓફીસ માં ગયો,અને રાજ અને સોના બહાર એક કાફે માં મળ્યા.

શિવ ની ઓફિસે પહોંચ્યા બાદ થોડી આડીઅવળી વાતો કરી,અને પછી અલી એ પૂછ્યું, શિવ તને પહેલેથી જ અભી પર શંકા હતી,એનું શું કારણ?અલી એ પહેલો પાસો ફેંક્યો.

શિવ પણ અલી ને અને એના કામ ને બરાબર સમજતો હતો,એટલે તેને જવાબ બહુ વિચારી ને આપ્યો,જો અલી તું વકીલ છે,એ પણ સફળ,રાજ પોલીસ અને હું એન્જીનીઅર બસ એક અભી જ એવો છે જેને પૈસા નો ઝગમગાટ આકર્ષી શકે,બીજું મોક્ષા આટલા સમયે મળી ત્યારે પણ તેને એના મોંઘા કપડાં અને જ્વેલરી માં રસ હોય એવું જ દેખાતું હતું.અને પાછું કિડનેપરે તે જે મકાન નો ભાગીદાર છે તે જ માંગ્યું.તો બસ મને થયું કે આમાં અભી નો જ હાથ હોવો જોઈ.આમ પણ એ નાનપણથી ગરીબી માં મોટો થયો હોય તો એને મોક્ષા ની અમીરી સ્પર્શી ગઈ,એટલે આ બધા પાછળ એ જ હોવો જોઈ.

હા પણ એને મોક્ષા ના હસબન્ડ પાસે બીજી કોઈ માંગણી કરી જ નથી!તો પછી એને મોક્ષા નું શુ કામ ?

અરે જેવા તેને મકાન ના પેપર્સ મળશે એ બધું વહેચી નાખશે અને પોતે કરોડપતિ થઈ જશે. શિવ પોતાનો ગુસ્સો ખાળી નહતો શકતો.

પણ એ મકાન તો દાન માં દેવાનું છે ને!માતૃવિહાર આશ્રમ ને?તો પછી એને શુ કામનું?

ભાઈ આ બધી કહેવાની વાતો હોઈ મોટા માણસો ની,બોલે કંઈક અને કરે કંઈક મારા કરતાં તો તને વધુ અનુભવ હશે.આવા લોકો નો.શિવે ફરી પોતાની તરફથી અભી ની થાય તેટલી બદબોઈ કરી.

અલી હજી તેની સાથે વધુ વાત કરે એ પહેલાં જ તેનો ફોન રણક્યો,સ્ક્રીન પર રાજ નું નામ હતું,એટલે અલી ઇચ્છતો હોવા છતાં ફોન કાપી ના શક્યો.તેને ફોન રિસીવ કર્યો સામે રાજે એવી વાત કરી કે એના મનમાં કાંઈક વાત નક્કી કરી અને તે ત્યાંથી ફટાફટ નીકળી ગયો.

સોના અને રાજ તેમની મનપસંદ જગ્યા એ બેઠા હતા. રાજે તે બંને માટે કોલ્ડકોફી ઓર્ડર કરી,સોના ના ચેહરા નો ઉચાટ જોઈ અને તે સોના ના મન ની વાત સમજી ગયો.

સોના એક વાત પૂછું?સાચો જવાબ આપીશ?રાજે ખૂબ જ નરમાશ થી પૂછ્યું.

કેમ એવું પૂછે છે?એવું શું પૂછી લેવાનો છે તું મને?સોના એ હસતા હસતા કહ્યું.

રાજ ફરી ગંભીર થઈ ને બોલ્યો.જો સોના વાત એવી છે એટલે પહેલા પૂછું છું.

હવે સોના વધુ મુંજાઈ કે આ શું પૂછવા માંગતો હશે!એટલે તેને હળવાશ થી કહ્યું.પૂછ હું પુરી કોશિશ કરીશ કે તને સાચો જવાબ આપું.

(રાજ સોના ને એવું તે શું પૂછવાનો છે!શું ખરેખર અભી જ દોષિત છે?અલી ને રાજે એવું તે ફોન મા શુ કહ્યું કે તે ત્યાંથી ભાગી નીકળો.જોઈશું આવતા અંક માં...)

✍️ આરતી ગેરીયા...