Featured Books
શ્રેણી
શેયર કરો

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 10

*: મહારાજ વિક્રમ નો તે ઉપાય શું હતો?? શું તે ઉપાય કારગત નિવડશે?? શું બધા પોપટ અને આપણા મહારાજ વિક્રમ (પોપટભાઈ) આ આદિવાસી શિકારી ની જાળ માં થી બચી શકશે???કે પછી બીજી કોઈ મુસીબત.. પોપટભાઈ ની રાહ જોઈને જ બેઠી હશે???
*હવે જાણીએ આગળ.....*


પોપટભાઈ (મહારાજ વિક્રમ) એ બધા જ પોપટ ને એકઠા કર્યા..અને પોતાનો ઉપાય જણાવ્યો..
પોપટ ભાઈ બોલ્યા....જાળ બહુ જ મજબૂત હોવાથી, તોડી શકાય એમ નથી...કે નથી એમાં થી આસાનીથી નીકળી શકાય એમ છે..
તેથી જો જીવ બચાવવો હોય તો હું કહું એમ જ બધાં એ કરવુ પડશે...

બધા પોપટ પાસે આ નવા આવેલા પોપટભાઈ પર વિશ્વાસ કરવા સિવાય, બીજો કોઈ ઉપાય હતો નહીં..્્

તેથી બધા એ એક સાથે " હા " કહી સહમતી જણાવી...

ઉપાય કંઈક એમ હતો કે, આદિવાસી શિકારી મૃત પામેલા પોપટ નો ભોજન તરીકે ઉપયોગ કરતા નહોતા...તે મહારાજ વિક્રમ જાણતા હતા..
એટલે તેમણે કહ્યું કે,"આપણ ને જ્યારે આદિવાસી શિકારી પકડે અને ચેક કરે.. ત્યારે જાણે મૃત હોઈએ તેવું પણ નાટક કરવું... કોઈ જ હલન ચલન ન કરવું તેમજ આંખો બંધ કરી પડ્યા રહેવું...
જેથી તે એક એક પોપટ ને તપાસી ને,,મૃત સમજી ને એક એક કરીને એક બાજુ ફેંકતા જશે...
જ્યારે એ આપણા ને બધા ને ફેંકી દે... ત્યારે અચાનક આપણે ઝડપથી, એક સાથે ઉડી જવું..

પણ યાદ રાખવું કે, આપણે ૧૦૦ પોપટ છીએ.‌જેથી મન માં ગણતરી કરવી.‌‌અને જ્યારે તે ૧૦૦ પોપટ ને ફેંકી દે, ત્યારે જ એક સાથે ઉડવું...
નહીં તો જો ભુલ કરી ને ૧૦૦ પોપટ પુરા ન થયા , અને ઉડી ગયા તો આદિવાસી શિકારી આપણા નાટક ને જાણી જશે..😒

પછી જે બાકી રહી જશે તેનું મૃત્યુ નક્કી જ હશે.. 😒પછી આપણે બાકી રહેલા પોપટ ને બચાવી શકીશું નહીં..😣
બધા પોપટ એક સાથે બોલી ઉઠ્યા..." ના ના,અમે એવી કોઈ જ ભુલ નહીં કરીએ... તમે નિશ્ચિંત રહો..."
હવે તો બધા પોપટ આદિવાસી શિકારી ની રાહ જોવા લાગ્યા.. કે ક્યારે આવે,અમારો ઉપાય કારગત નીવડે અને અમે આ જાળ માંથી છુટીએ.. 😒

સાંજ થવાની તૈયારી થતાં જ આદિવાસી શિકારી દૂર થી આવતો દેખાયો..

બધા જ પોપટ , થોડી જ વારમાં આઝાદ થઈ જશે એ વિચારે જ ઝૂમી ઉઠ્યા.‌તેમજ બધા જ પોતાની યુક્તિ પ્રમાણે સજ્જ થઈ ગયા..

આદિવાસી શિકારી આવ્યો...એક એક પોપટ ને જાળ માંથી કાઢી ને, તપાસવા લાગ્યો... કોઈ જ હલનચલન ન દેખાતા...મુત સમજી ને એક બાજુ એ , નિસાસો નાખીને.. ફેંકવા લાગ્યો...

પોપટ મન માં ને મન માં, પોતાની યુક્તિ પાર પડતાં જોઈ... હરખાવા લાગ્યા... હવે બસ ૧૦૦ પોપટ થઈ જઈએ...એટલે આપણે આઝાદ...😇
તેઓ પોપટભાઈ એ કહ્યું તેમ જ મન માં ગણતરી કરતા જતા હતા... પરંતુ.....

અહીં પણ પોપટભાઈ ની પાછળ જાણે ખરાબ નસીબ,આદુ ખાઈને જ કે હાથ ધોઈને જ નહીં..પણ પુરે પુરું નાહી ધોઈને પડ્યું હતું...જે પીછો છોડાવા કેમે ય તૈયાર જ નહોતું.. 😒

😂
જેવા નવ્વાણું પોપટ થયા...અને પોપટભાઈ નો વારો આવ્યો કે.. પેલા નવ્વાણું પોપટ એ ગણતરી માં ભુલ કરી...અને તરત જ ઉડી ગયા... 😒
હવે??

બિચારા આપણા પોપટભાઈ (મહારાજ વિક્રમ) કે જેમણે એ ઉપાય આપી ને બધા ને બચાવ્યા હતા..‌તેઓ જ આદિવાસી શિકારી ના સકંજામાં આવી ગયા...😟

હવે મહારાજ વિક્રમ (પોપટભાઈ)નું શું થશે?!😟

કેમ કે, નવ્વાણું પોપટ ને ખોઈ દેવાથી તેનો ગુસ્સો તો સાતમા આસમાને પહોંચી ગયો હતો... 😒

પેલા નવ્વાણું પોપટ તો બચી ગયા ‌.પણ જેમના કારણે બચ્યા હતા એ પોપટભાઈ ( મહારાજ વિક્રમ) શું આ આદિવાસી શિકારી નું સાંજ નું ભોજન બની જશે??😟કે પછી આ તો આપણા મહાપરાક્રમી ચક્રવર્તી મહારાજ વિક્રમ છે.. કોઈ ને કોઈ ઉપાય કરી બચી જશે..

**.તો જોઈએ આગળ ના ભાગમાં... મહારાજ વિક્રમ ની સાહસ ભરી ને રોમાંચક સફર ભાગ - ૧૦ માં... સાથે આવવું છે ને મિત્રો.. મહારાજ વિક્રમ ની સફર માં...😇