એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૮ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૮



"પહેલા મારી વાત સાંભળી લે"નિત્યા બોલી.

"પહેલા હું બોલીશ"દેવે કહ્યું.

"અચ્છા તું બોલ,મારે શું માનવાનું છે"

"તારે પ્રોમિસ કરવાની છે કે હું જે પૂછું એનો જવાબ તું આપીશ જ"

"તારો પ્રશ્ન શું છે?"

"એ હું પછી કહીશ"

"ઓકે તો હું પ્રોમિસ આપીશ પણ પહેલા તારે મને એક પ્રોમિસ આપવી પડશે"

"શેની?"

"હું કહીશ એ તું માનીશ"

"પણ શું?"

"એ હું પણ તને પછી કહીશ"

"સારું તો મેં પ્રોમિસ આપી જા"

"વિચારી લે જે. હું જે કહું એ કરવું પડશે"

"હા વિચારી લીધું.રિસ્ક હૈ તો ઇશ્ક હૈ"

"ઓકે,હુ પણ તને પ્રોમિસ કરું છું કે જે તું પૂછે એનો સાચે-સાચો જવાબ આપીશ"

"ઓહહ"

"પૂછ ચાલ"

"સવારે કોલેજ જતી વખતે શું થયું હતું?"

"અરે,તારે આ જાણવું હતું?"નિત્યાએ માથા પર હાથ મુકતા કહ્યું.

"હા"

"તને તો ખબર પડી ગઈ હતી ને કે મને એક્ટિવામાં ડબલ સવારી નથી આવડતી એટલે ડરી ગઈ હતી હું"

"એ તો મેં તુક્કો માર્યો હતો પણ એ વાત નથી તો બીજી શું વાત છે?"

"જાણવું જરૂરી છે તારા માટે?"

"જરૂરી નથી પણ તું તારી વાત મનમાં રાખે છે.મારી સાથે ક્યારેય શેર નથી કરતી.અને મનમાં જ દુઃખી થયા કરે છે.હું તને મારી બધી વાત શેર કરું છું.તું ના કરી શકે?"

"કરી શકું પણ!......."

"પણ-બણ કઈ જ નઈ.મને સીધો જ જવાબ આપ"

"તો સાંભળ.થોડા દિવસ પહેલા જે એક્સિડન્ટના લીધે મને ફ્રેક્ચર થયું હતું એ વાત,એ દ્રશ્ય,એ વિચાર મારા મગજમાં ઘર કરી ગયો છે.હું જેટલી વાર રસ્તા પર ટ્રાફિક જોવું છું એટલી વાર મારુ સલોનીની પાછળ દોડવું અને બુમો પાડીને એને રોકવું,આજુબાજુના ફેરિયાવાળાના અવાજો,રસ્તે ચાલતા સાધનોના અવાજ અને હોર્ન આ બધું મને સાંભળવા લાગે છે અને ફરીથી એ ઘટના રિપીટ ના થાય એ વાતનો ડર મનમાં ઘર કરી ગયો છે.પેલા દિવસ પણ તું જ્યારે આઈસ્ક્રીમ લેવા ગયો ત્યારે આજ સવારે જે ઘટના બની હતી એવું જ કંઈક થયું હતું.દોઢ મહિના પહેલા થયેલ ઘટના આવી રીતે વળી-વળીને મારી સામે આવશે એ વાતથી હું ઘણી હેરાન છું"

દેવ નિત્યાની વાત સાંભળી ફ્રીઝ થઈ ગયો હતો.

"પ્રોબ્લેમ મારી છે,તું કેમ શોકમાં છે?"નિત્યાએ દેવને જોતા પૂછ્યું.

"મને એમ થાય છે કે એક સાત મિનિટની ઘટના કોઈને આટલું ડરાવે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું.અને આ ઘટના માટે ક્યાંક ને ક્યાંક હું જવાબદાર છું"

દેવની આ વાત સાંભળ્યા પછી નિત્યાને થયું કે દેવને આ વાત કહીને કઈ ખોટું તો નથી કર્યું ને એણે!.દેવ તો આ ઘટનાને કંઈક અલગ એન્ગલથી જોતો હતો.

"દેવ,એમાં કોઈનો કઈ જ વાંક નથી.જે થવાનું હતું એ થઈ ગયું.ભૂલી જા એ વાતને હવે"

"શું તું ભૂલી શકીશ"

"હા,થોડો સમય લાગશે પણ ચોક્ક્સ ભૂલી શકીશ.ભૂલવું જ પડશે"

"સલોનીને એ વાત માટે તું માફ કરી શકીશ?"

"મેં તો એને આ ઘટના માટે ક્યારેય દોષી માની જ નથી"

"એ તારી સમજણ છે"

"સોરી"

"કેમ?"

"મારા લીધે જ આ થયું છે.ના સલોની મારી દોસ્ત હોત કે ના આ ઘટના બની હોત,આઈ એમ રિયલી સોરી"

"હવે તું ફરી એક વાર આ વાત રિપીટ કરીશ તો આપણી બંનેની દોસ્તી અહીંયા જ ખતમ એવું સમજી લે"

દેવ થોડી વાર સુધી ચૂપ જ બેસી રહ્યો.ખુલ્લા ગાર્ડનમાં ઠંડો પવન આવતો હતો.બંનેનું મૌન પણ ઘણું બધું કહી રહ્યું હતું.પન બંનેમાંથી કોઈ કઈ જ બોલી રહ્યું ન હતું.

નિત્યા ચુપ્પી તોડતા બોલી"હવે તારો ટર્ન"

"શેના માટે?"

"અરે હમણાં થોડા ટાઈમ પહેલા તો તે એક પ્રોમિસ આપી હતી કે હું જે કહીશ એ તું માનીશ"

"ક્યારે?"

"અરે હમણાં પંદર મિનિટ પહેલા"

"મને એવી કોઈ પ્રોમિસ યાદ નથી"દેવે જાણી-જોઈને નિત્યાને હેરાન કરવા માટે મજાકમાં કહ્યું.

"ઓહહ,તો ચાલ ઘરે.હવે અહીંયા બેસવાનો કોઈ મતલબ નથી"નિત્યા ચિડાઈને બોલી.

"અરે...બેસ બેસ બેસ.હું તો મજાક કરતો હતો"

"હું પણ"નિત્યા દેવના માથા પર ટાપલી મારતાં બોલી.

"બહુ ડાહ્યી"

"પહેલેથી જ છું"

"બહુ વધારે પડતી જ"

"એ પણ પહેલેથી છું"

"બોલ હવે"

"તું મનાલી જવા માટે હા કહી દે"

"કેમ?"

"બસ એમ જ"

"એમ જ નઈ"

"તો?"

"હું એટલા માટે ત્યાં જાઉં કેમ કે સલોનીને એમ લાગે છે કે હું તારા લીધે એમની સાથે નથી જતો"

"ના"

"તો કેમ?"

"તારે એટલા માટે જવું જોઈએ કારણ કે તને તારા ફ્રેન્ડ સાથે ત્યાં બહુ જ મજા આવશે અને મનના એક ખૂણે તને પણ જવાની ઈચ્છા છે પણ મને એ નથી સમજાતું કે તું ના કેમ કહે છે"

"મને ઈચ્છા છે પણ........"

"પણ શું દેવ?"

"બધું ઓકવર્ડ થઈ જશે"

"ઓકવર્ડ?"

"હા"

"એ કેવી રીતે"

"બિકોઝ,આઈ સ્ટીલ લાઈક સલોની"

"તો એમાં શું થઈ ગયું"

"મને ગીલ્ટી ફીલ થાય.મને એમ થાય કે હું એ બંનેની વચ્ચે આવી રહ્યો છું"

"કોઈને લાઈક કરવું ગુનો નથી.અને એવું પણ નથી કે એક વ્યક્તિને એક જ જણ લાઈક કરી શકે"

"બધા આવું ન વિચારતા હોય"

"બધાનું છોડ તું પોતે જ એને ગુનો માને છે તો બીજાની પાસેથી શું અપેક્ષા રાખવાની"

"હું ગુનો નથી માનતો પણ....."

"પણ એને કહ્યા વગર એને લાઈક કરવું કે પ્રેમ કરવું એ એની સાથે વિશ્વાસઘાત કહેવાય એમ જ ને"

"હા"

"એવું કઈ જ ન હોય.જેને પ્રેમ કરવો છે એને દુનિયાની કોઈ તાકાત નથી રોકી શકતી.સામેવાળા પાસેથી કોઈપણ પ્રકારની અપેક્ષા ના રાખીને સતત એના સુખ વિશે વિચારવું એ જ સાચો પ્રેમ છે.અને સાચો પ્રેમ મિત્રો સાથે પણ થઈ શકે છે.આ વાત સ્વીકારી લે તો તને ક્યારેય ઓકવર્ડ નહીં લાગે"

"તું કેટલું ઇઝીલી બધું જ સમજે છે અને બીજાને પણ સમજાવે છે"

"તો જઈશ ને હવે?"

"હા,ઈચ્છા તો છે પણ તું ચાલને યાર મજા આવશે"

"ના"

"સલોનીના લીધે........"

"સાચું કહું તો એક એ પણ કારણ છે.હું નથી ઇચ્છતી કે મારા કારણે તમારી ટ્રીપમાં થોડી પણ સેડનેસ આવે"

"તું ફક્ત મારી સાથે રહેજે.તારો ભાઈ અને ભાભી પણ આવે છે સાથે તો એમની સાથે ફરવાનું"

"હે........ભાઈ-ભાભી"

"માનુજ અને દિપાલીની વાત કરું છું"

"અચ્છા"

"તો તું આવે છે ને?"દેવ ખુશીથી ઉછળીને બોલ્યો.

"નો મિન્સ નો.તું ફોર્સ નઈ કર યાર"

"ઓકે"

"વાહ! આટલું જલ્દી માની ગયો"

"હા,કારણ કે એક વાર સલોની સાથે ફ્રેન્ડશીપ કરાવવાનું પરિણામ જોઈ ચુક્યો છું"દેવ ધીમેથી બોલ્યો.

"શું કહ્યું?"નિત્યાને સંભળાયું ન હોવાથી પૂછ્યું.

"કઈ જ નહીં"

"ઘરે જવું છે કે આખી રાત અહીંયા જ બેસી રહેવાનો ઈરાદો છે"

"તું બેસવાનું કહ્યું એટલે રોકાયા"

"હા બાપા!ચાલ હવે"

દેવ અને નિત્યા નિત્યાના ઘર આગળ પહોંચ્યા.એટલામાં નિત્યાના પપ્પાનો કોલ નિત્યાના ફોનમાં આવ્યો.

"હેલો બેટા,કેટલી વાર લાગશે?"

"પપ્પા ઘરની બહાર પહોંચી ગયા છીએ"

આટલું સાંભળતા જીતુભાઇએ કોલ કટ કર્યો અને બહાર આવ્યા.

"જય શ્રી કૃષ્ણ અંકલ"

"જય શ્રી કૃષ્ણ બેટા"

"કેવું રહ્યું તમારું ડિનર?"

"બહુ જ સરસ પપ્પા.તમને ખબર છે ત્યાં સ્મિતા દી,ચકલી અને પંકજ જીજું પણ આવ્યા હતા.પપ્પા તમને ખબર છે એ રેસ્ટોરન્ટનું નામ શું હતું......."

નિત્યા આગળ કઈ બોલે એ પહેલાં દેવે એને રોકી,"તારી ગાડીને થોડી બ્રેક લગાવ.શાંતિથી અંદર જઈને અંકલને બધું જ કહેજે"

"તું અંદર નથી આવતો દેવ"

"ના અંકલ.મોડું થઈ ગયું છે.મમ્મી રાહ જોતી હશે"

"ઓકે"કહીને જીતુભાઇ અંદર જતા રહ્યા.

દેવે નિત્યાને એક્ટિવની ચાવી આપતા કહ્યું,"બાય એન્ડ ટેક કેર"

"તું એક્ટિવા લઈ જા"

"ના ના,હું ચાલીને જતો રહીશ"

"અરે લઈ જા ને.કાલે સવારે લેતો આવજે"

"કાલે આપણે કાર લઈને જઈશું કોલેજ"

"આપણે એટલે?"

"તું અને હું"

"ના"

"આજ જે થયું એ પછી હું તને એકલી તો નહીં જ જવા દઉં.આરગ્યુમેન્ટ ના કરીશ.મારે વધારે મોડું થશે"

"પપ્પાને કહું તને મૂકી જાય?"

"ના"

"ઓકે,બાય જય શ્રી કૃષ્ણ.ઘરે પહોંચીને ફોન કરી લે જે"

"સારું,જય શ્રી કૃષ્ણ"