એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૭ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૭

દેવ ડ્રાઇવ કરી રહ્યો હતો અને નિત્યા પાછળ બેસી સવારીની મજા લઇ રહી હતી.

"ઓયય....રસ્તો ભૂલી ગયો કે શું?,રાઈટ સાઈડ વળવાનું હતું"

"રસ્તો બરાબર યાદ છે.મેં જાણી જોઈને લેફ્ટ ટર્ન લીધો છે"

"આપણે ક્યાં જઈ રહ્યા છીએ?"

"પહોંચીને ખબર પડી જશે"

"આમ સસ્પેન્સ ના રાખ"

"એમા જ મજા છે દોસ્ત"

"તું મને કિડનેપ તો નથી કરી રહ્યો ને?"નિત્યાએ મજાક કરતા પૂછ્યું.

"હું તને ગુંડો-મવાલી દેખાઉં છું?"

"હા,તું એવા કામ કરે છે તો બીજું શું કહું"

"તું ચૂપચાપ બેસ અને મારા પર વિશ્વાસ રાખ"

"તારે કહેવાની જરૂર નથી.આઈ ટ્રસ્ટ યુ"

"થેંક્યું"

"પણ એમ તો કહી શકે છે ને કે કેટલી વારમાં આપણે ત્યાં પહોંચીશું?"

"બસ દસ જ મિનિટમાં પહોચી જઈશું"

"દેવ અંધારું રહેવા આવ્યું છે.બહુ લેટ થઈ જશે"

"ડોન્ટ વરી,હું છું ને"

"પણ એમ તો કહે કે આપણે ત્યાં કેમ જઈએ છીએ"

"બસ એમ જ"

"બીજું કોઈ આવે છે?"

"ના"

"તો?"

"તું હવે પાંચ મિનિટ તારું સ્પીકર બંધ રાખ.પહોંચી જઈશ એટલે બધું ખબર પડી જશે"

"ઓકે"

દેવ અને નિત્યા શહેરની નજીક એક રેસ્ટોરન્ટ હતું ત્યાં પહોંચ્યા.આ રેસ્ટોરન્ટ કોઈ એ.સી.હોલ વાળો ઓરડો કે ફાઈવ સ્ટાર હોટેલ જેવું ન હતું.ના કોઈ મ્યુઝિક છતાં પણ ત્યાં આવનારનું મન શાંત કરી નાખે એવી જગ્યા.ગાર્ડનમાં બહાર ખુલ્લામાં અને ફૂલ દેશી રીતે બનાવેલું આ રેસ્ટોરન્ટ જેનું નામ જગ્ગા બાપુ રેસ્ટોરન્ટ.નિત્યાએ રેસ્ટોરન્ટનું નામ વાંચતા જ કહ્યું,"દેવ તું તો સાચે જ મવાલીઓના ધાબામાં લઈને આવ્યો છે મને"

"કેમ?"

"આ નામ તો જો!...જગ્ગા બાપુ રેસ્ટોરન્ટ"

"નામ પર ના જઈશ,અંદર જઈને જો.મને ખબર છે તને બહુ જ ગમશે"

"કેમ એવું તો શું છે?"

"તું સવાલ બહુ જ પૂછે છે.ચાલ અંદર"

દેવ અને નિત્યા અંદર ગયા.

"ઓહ માય ગોડ દેવ.આનાથી સુંદર નજારો મેં ક્યાંય જોયો નથી"રેસ્ટોરન્ટની લાઇટિંગ અને ફુવારા જોઈ નિત્યા બોલી.

"આતો શરૂઆત છે અંદર જઈને જો......એક મિનિટ,તું અહીંયા ઉભી રે હું ટેબલ માટે પૂછીને આવું"

દેવ રેસ્ટોરન્ટના મેનેજરને પૂછવા ગયો.નિત્યા ત્યાં જ ઉભી હતી.અચાનક નિત્યાના કુર્તાનો એક છેડો નીચેથી કોઈએ ખેંચ્યો.નિત્યા ગભરાઈ ગઈ અને તરત પાછું વળીને જોયું તો કાવ્યા(દેવની બહેનની ભાણી)હતી.કાવ્યાને જોઈને નિત્યા વધારે ખુશ થઈ ગઈ અને એને ઉપાડીને ગાલ પર એક પપ્પી કરી.એટલામાં સ્મિતા અને પંકજ બંને આવતા દેખાયા.

"વોટ અ સરપ્રાઈઝ સ્મિતા દી"નિત્યા આશ્ચર્યથી બોલી.

"સરપ્રાઈઝ તો તે મને કરી છે,તું અહીંયા ક્યાંથી?,અને કોની સાથે આવી છે?"સ્મિતાએ સામે પ્રશ્ન પૂછ્યો.

"હું.........."નિત્યા આગળ કઈ પણ બોલે એ પહેલાં દેવ આવ્યો અને બોલ્યો,"મારી સાથે"

"ઓહહ,તમે બંને એક સાથે!.......કેન્ડરલાઈટ ડિનર માટે આવ્યા છો?"સ્મિતાએ નિત્યાને ચીડવતાં કહ્યું.

"સ્મિતા,ઇમોશન્સ થોડા કન્ટ્રોલમાં રાખ.હજી દેવને આ વાતની ભનક પણ નથી.પછી એવું ના થાય કે કહાની બન્યા પહેલા જ અધૂરી બનીને રહી જાય"પંકજે સ્મિતાના કાનમાં કહ્યું.

"તમે બધા ઇશારામાં શું વાત કરો છો?"દેવને કઈ જ ખબર ના પડતા પૂછ્યું.

"કઈ જ નહીં ભાઈ,તું અંદર ચાલ નઈ તો પાગલ થઈ જઈશ આમની વાતો સાંભળીને"

બધા અંદર જઈને બેસ્યા.

"તો આ બધો પ્લાન તમારા બંનેનો હતો"

"હા દીદી"

"અરે યાર!......"નિત્યાને અચાનક કઈક યાદ આવતા બોલી.

"શું થયું?"પંકજે પૂછ્યું.

"આ બધામાં હું ઘરે ઇન્ફોર્મ કરવાનું તો ભૂલી જ ગઈ.હું ફોન કરીને કહી દઉં કે મારે લેટ થશે"

નિત્યાએ કહેવા માટે જેવો ફોન બહાર કાઢ્યો એવો જ દેવે એના હાથમાંથી ફોન છીનવી લીધો અને બોલ્યો,"ડોન્ટ વરી મેં પહેલેથી જ કહી દીધું છે"

"તો શું કહ્યું પપ્પાએ?"

"બહુ મોડું ના કરતા એવું કહ્યું"

"ઓકે"

"મારો ભાઈ હવે જવાબદાર થઈ ગયો છે"સ્મિતાએ કહ્યું.

"હા,સવારે તમે જોયું હોય તો ખબર પડે કે કેટલો જવાબદાર છે તમારો ભાઈ"

"કેમ?,.......સવારે શું થયું હતું?"સ્મિતાએ પૂછ્યું.

"બાઇક લઈને આવ્યો............"નિત્યા આગળ બોલે એ પહેલાં દેવે વાત બદલતા કહ્યું,"કાવું,અહીં આવ તો મામા જોડે"

"જોવો દીદી વાત કેવી ફેરવી નાખી"

"નિત્યા તું બોલ"

"ના,રહેવા દો દીદી નહીં તો મોઢું ચડી જશે"

"આપણે વાતો કરવા જ આવ્યા છીએ કે ડિનર પણ કરીશું?"પંકજે કહ્યું.

"હા હા,ઓર્ડર કરો તમે"

પંકજ અને દેવે ઓર્ડર આપ્યો.ચારે વાતો કરતા કરતા જમ્યા.નિત્યાનું ડિનર પહેલા થઈ ગયું હોવાથી નિત્યા કાવ્યાને લઈને ગાર્ડન એરિયામાં હિંચકા પર ઝૂલવા માટે ગઈ.કાવ્યા સાથે નિત્યાએ ખૂબ જ મસ્તી કરી.થોડીવાર પછી દેવ પણ નિત્યા અને કાવ્યા પાસે ગયો.પંકજ અને સ્મિતા પણ ત્યાં ગયા.કાવ્યા થાકી ગઈ હોવાથી સ્મિતાના ખોળામાં જ સુઈ ગઈ.

"દેવ તું ફરવા જવાનો હતો ને,ક્યારે જવાનું છે?"સ્મિતાએ પૂછ્યું.

"હજી કઈ જ નક્કી નથી દીદી"

"ક્યાં જવાનું છે?"પંકજે પૂછ્યું.

"મનાલી,ટ્રેકિંગ કેમ્પમાં"નિત્યાએ જવાબ આપ્યો.

"તું પણ જવાની છે?"

"ના જીજું,મારુ કામ નહીં ત્યાં"

"કેમ વળી?"

"એટલી ઠંડીમાં હું ના રહી શકું"

"એના લીધે મને પણ ઈચ્છા નથી થતી જવાની"દેવે ટિપ્પણી કરતા કહ્યું.

"ઓહહ,એના લીધે એમ"

"હાસ્તો"

"મારા લીધે નહીં,એના ના જવાના એના પોતાના કારણો હશે.આ તો અમથો મારા પર બિલ ફાળે છે"

"બીજું શું કારણ હોઈ શકે?"

"તને ખબર એતો"

"પણ તારે કેમ નથી જવું"

"દીદી મેં ફ્રેક્ચર થયું ત્યારે ઘણી રજાઓ લીધી છે.હવે મારે મારો સિલેબસ પણ કમ્પ્લીટ કરવાનો છે.અને દેવને તો એના બે બેસ્ટ ફ્રેન્ડ છે,નકુલ અને સલોની.તો તમે જ કહો કે એને જવું જોઈએ કે નહીં"

"નિત્યા તું ગમે તેટલું સમજાવીશ છતાં એને જે કરવું હશે એ જ કરશે"

દેવ,નિત્યા,સ્મિતા અને પંકજ ચારે બેસીને વાત કરતા હતા એટલામાં પંકજના ફોનમાં રિંગ વાગી.

"હા બોલો પપ્પા"પંકજે ફોન ઉપડતા જ કહ્યું.

"પંકજ તારા ફોઈ-ફુવા આવ્યા છે"

"કેમ અચાનક,આટલી રાતે?"

"બસ એમ જ,તમારે કેટલી વાર થશે?"

"પપ્પા અમે લોકોએ ડિનર કરી લીધું છે.અરજન્ટ હોય તો નીકળી જઈએ"

"હા બેટા,આવો તો સારું રહેશે.એમને કાવ્યાને જોવી છે"

"એ તો સુઈ ગઈ છે,પણ અમે બસ હમણાં જ પહોંચીએ"

"હા,જય સ્વામિનારાયણ"

"જય સ્વામિનારાયણ પપ્પા"

"સ્મિતા સોરી પણ આપણે જવું પડશે"

"એમાં શું સોરી,ચાલો નીકળીએ"

"તમે બંને પણ નીકળો હવે,લેટ થઈ જશે"

"જીજું કઈ પ્રોબ્લેમ છે ઘરે?"

"ના ના ભાઈ,ફોઈ-ફુવા આવ્યા છે એટલે.ડોન્ટ વરી,કોઈ જ ચિંતા જેવી વાત નથી"

"બરાબર,વાંધો નઈ તમે નીકળો અમે પણ નીકળીએ જ છીએ"

"જય શ્રી કૃષ્ણ નિત્યા"

"જય શ્રી કૃષ્ણ દીદી"

"જય શ્રી કૃષ્ણ દેવ,મમ્મીને યાદ આપજે"

"હા દીદી જય શ્રી કૃષ્ણ"

પંકજ અને સ્મિતા કાવ્યાને લઈને નીકળ્યા.

"ચલો જઈશું આપણે?"દેવે નિત્યાને પૂછ્યું.

"તારે ઘરે જઈને કઈ કામ ના હોય તો આપણે બેસીએ?"

"મને તો વાંધો નથી પણ જીતુ અંકલને તું જવાબ આપજે"

"એમને તો હું ચૂંટકીમાં પટાવી લઉં.તું એમની ચિંતા નઈ કર"

"ચાલ હિંચકા પર બેસીએ"

"હા"

"આજ તું કઈક અલગ મૂડમાં લાગે છે"

"કેમ?"

"આમ તો તને ઘરે જવાની ઉતાવળ હોય છે અને આજ મોડું થઈ ગયું હોવા છતાં બેસવા માટે કહી રહી છે"

"હા,જગ્યા સરસ છે.એક દમ શાંત"

"શોધી કોને છે"દેવે એના કોલર ઊંચા કરતા કહ્યું.

"તું ક્યારે આવ્યો હતો અહીંયા?"

"હું,સલોની અને નકુલ પહેલા ઘણી વખત અહીંયા આવી ચુક્યા છીએ.એ વખતે આટલું ડેકોરેશન નહોતું"

"મને મૂકીને એકલો આવતો હતો"

"તું ક્યાં પહેલા કોલેજ સિવાય ક્યાંય આવતી હતી.ઘરથી કોલેજ અને કોલેજથી ઘર અને બાકીનો એક્સ્ટ્રા સમય લાઈબ્રેરીમાં"

"હા,મારી ફેવરીટ જગ્યા"

"અમે તો કોલેજ ટાઈમે બહુ જ પાર્ટી કરી છે.તું કેમ આમ એકલી એકલી રહેતી હતી?"

"મારા માટે પહેલા અને હાલ પણ એકલું રહેવું,પોતાની સાથે સમય પસાર કરવો એ જ પાર્ટી છે"

"મને પણ હવે એકલતા ગમવા લાગી છે"

"છોકરો હવે સમજદાર રહેવા લાગ્યો છે"

"થેન્ક્સ ફોર ધ કોમ્પ્લિમેન્ટ"

"મારી સંગતની અસર છે"

"આ બહુ વધી ના ગયું"

"હા,થોડું"

"પણ સાચે હું તારા જોડે રહીને ઘણું બધું શીખ્યો છું"

"હું પણ"

"તું મારી સાથે રહીને શું શીખી?"

"આમ મોડી રાત સુધી બહાર રખડતા"

બંને હસી પડ્યા.

"દેવ મારે કંઈક કહેવું છે તું મારી વાત માનીશ ને?"

"નિત્યા મારે પણ કંઈક કહેવું છે તું મારી વાત માનીશ ને?"

ફરીથી બંને એકબીજાની સામે જોઇને હસી પડયા.