આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-111 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-111

આઇ હેટ યુ

પ્રકરણ-111

       વરુણનાં પિતાએ કબાટમાંથી સોનાની ચેઇન કાઢી અને એનો છૂટ્ટો ધા કર્યો નંદીની તરફ અને ગુસ્સાથી બોલ્યાં તું જેને પરણી હતી એ પતિ હતો.. તારો.. જેવો હતો એવો એનાં મર્યા પછી પણ એકવાર મળવા આવવાનું ના સૂજ્યું ? હું તારાં બાપનો ખાસ મિત્ર હતો એમની પરિસ્થિતિ સ્થિતિમાં સાથ આપેલો. એમનાં પાછળનાં અંતિમ દિવસોમાં એમનાં આગ્રહથી મેં મારો વુરણ તને પરણાવેલો. એનો આવો બદલો ? એકવાર મોઢું બતાવવા ના આવી? સમાજમાં વાતો થાય અમારી ઇજ્જત આબરૂનો ધજાગરો કરવો હતો તારે ? અમારો શું વાંક ગુનો હતો ? તે એની સાથે સંસાર ના માંડ્યો એને લાયકજ હતો સારૂં થયું તું ના આવી એ જેને ચાહતો હતો એની સાથેજ કમોતે મર્યો એમ કહીને ધૂસકે ધૂસકે રડી પડ્યાં.

       નંદીનીને ખબર ના પડી એ શું બોલે ? છતાં એણે હિંમત કરીને કહ્યું આપને દુઃખ પહોચ્યું છે હું સમજુ છું પણ મેં લગ્નનાં દિવસે અને એ પહેલાં પણ વરુણને સ્પષ્ટ કરેલું કે હું આ મજબૂરીમાં લગ્ન કરી રહી છું મારે કોઇ સંબંધ નહીંજ હોય અને વરુણ સંમત હતો કારણ કે એની પાસે પણ એનાં અંગત કારણ હતાં. છતાં તમારું દીલ દુખાવ્યું હોય તો માફ કરજો. અને એણે એ ચેઇન લઇ લીધી અને સીધી ઘરની બહાર નીકળી ગઇ.

       નંદીનીની પાછળ માસા માસી મનીષ જયશ્રી બધાંજ નીકળી ગયાં. નંદીની બહાર ગાડી પાસે ઉભી રહીને રડતી રહી મનીષે કાર ખોલી માસાએ નંદીનીને અંદર બેસાડી અને બોલ્યાં હવે છેલ્લુ હતું પતી ગયું એમણે એમનો ઉભરો કાઢી લીધો બધું ભૂલીજા હવે ભાઇ મનીષ તું કાર ચલાવ. અમને ફલેટ પર ઉતાર અમે સુરત જવા હવે નીકળી જઇશું અને બધાં ગમગીન ચહેરે નંદીનીના ફલેટ પર જવા નીકળી ગયાં.

**********

           મનીષે ટેક્ષી કરાવી આપી નંદીની જયશ્રીને વળગીને ખૂબ રડી અને કહ્યું હવે અમદાવાદ તને અને તારાં દીકરાને જોવા આવીશ મારું મન ખૂબ ખાટું થઇ ગયું છે આ બધાં પ્રસંગોએ મને તોડી નાંખી છે. મેં શું ખોટું કરેલું ? બધાં મારી સાથે... છોડ મારું નસીબ...

       જયશ્રીએ કહ્યું તારું નસીબ પાધરૂંજ છે આમ ના બોલીશ ગઇ ગૂજરી ભૂલી જા. હવે બધુ સારુંજ થશે આમ મન ઢીલું ના કરીશ આવનાર દિવસોને વધાવી લે.. માસીએ પણ સમજાવી અને મનીષ અને જયશ્રીને મળીને ટેક્ષી સુરત જવા રવાના થઇ ગઇ.

       આખા રસ્તે નંદીની ગમગીન રહી માસા માસી પણ કંઇ બોલ્યા નહીં નંદીનીને સ્વસ્થ થવા સમય આપ્યો.

*********

            સુરત પહોચીને નંદીનીએ કહ્યું માસા મારાં જીવનની રાત વિતી ગઇ હવે મારે કશું યાદ નથી કરવું રાજ સાથેનાં હવેનાં સંબંધમાં મારે કોઇ અંતરાય નથી લાવવો. આખું જીવન અત્યાર સુધીનું ઝઝૂમીને પસાર કર્યું. હું મારાં પ્રેમનેજ વફાદાર રહી એની ઘણી કિંમત ચૂકવીને આવી છું હવે..

       માસાએ કહ્યું સાચી વાત છે ગઇ ગૂજરી ભૂલી જા માની લે એક કાળી રાત હતી પસાર થઇ ગઇ અને તારાં સાથમાં છીએ અમારી દીકરી છે તું ... તારે ભાઇ છે અને આવનાર દિવસોમાં ઇશ્વર તને ખૂબ સુખ આપે એજ આશીર્વાદ છે. માસીએ કહ્યું તું ડર્યા વિનાં તારાં લક્ષ્યને વળગી રહી તો તને આ દિવસ જોવા મળ્યો છે કસોટી બધાની થાય છે તારી પણ થઇ પણ એમાં તું સાંગોપાંગ બહાર નીકળી છું બસ હવે ખુશ રહેજો વિતેલાં જીવનનાં દિવસો ભૂલી જજો દીકરાં એમાંજ તારું હીત સમાયેલું છે.

       નંદીનીએ કહ્યું હવે માસી હવે એજ ધ્યાન રાખીશ ઇશ્વર હવે આવા દિવસો ના મને કે કોઇનાં જીવનમાં આવે એજ પ્રાર્થના કરું છું.

***********

            નંદીનીએ રાજ સાથે વીડીયોકોલ કરી વાત કરીને કહું રાજ જે દિવસની રાહ જોતી હતી એ દિવસ હવે આવી ગયો છે આવતી કાલે અમે લોકો મુંબઇથી US આવવા નીકળી જઇશું. બસ ક્યારે તને રૂબરૂ જોઊં તને મળું એજ રાહમાં જ છું. મને લાગે કે આપણી તપશ્ચર્યા ફળી છે ઇશ્વરે આપણને આશીર્વાદ આપ્યાં છે બસ હવે બે દિવસ નીકળી જાય ઝડપથી હું તારી પાસે આવી જઊં પછી મને એક ક્ષણ અળગી ના કરી રાજ પ્લીઝ...

       રાજ નંદીની વાતો સાંભળી એની આંખનાં આંસુ જોઇ બોલ્યો. નંદીની મેં જીવનમાં ફક્ત તનેજ પ્રેમ કર્યો છે અનંત સુધી મારાં દીલમાં માત્ર તુંજ છે તું આવી જા હું રાહ જોઇ રહ્યો છું બલ્કે બધાંજ રાહ જોઇ રહ્યાં છે બસ તારી ફલાઇટ ન્યૂયોર્કનાં એરપોર્ટ પર ઉતરે એની રાહમાં છું તને પછી એક ક્ષણ જુદી નહીં કરું આઇ પ્રોમીસ..

**************

            મુંબઇથી પ્લેન ઉપડ્યું માસા માસી અને નંદીનીએ રાજ, વિરાટ, તાન્યા બધાં સાથે વાત કરી લીધી હતી અને પ્લેનમાં ત્રણે સાથે બેઠાં હતાં. માસી માસા નંદીનીનાં ચહેરાં પર અમોધ આનંદ જોઇ રહેલાં તેઓ મનોમન નંદીનીને આશિષ આપી રહેલાં એમનાં મનમાં US જઇને વિરાટ નંદીનીનાં લગ્નમાં વિચારજ કરી રહેલાં.

************

            ન્યૂયોર્કનાં એરપોર્ટ પર નંદીનીનું પ્લેન લેન્ડ થયું US પહોચી ગયાં હતાં. કસ્ટમ વિગેરેની વિધી પતાવી ને બહાર નીકળી રહ્યાં હતાં. નંદીનીની નજર માત્ર રાજને શોધી રહી હતી એ થોડી બાવરી થઇ ગઇ હતી એનું ધ્યાન એરપોર્ટ કેવું છે કોણ સાથે છે ? ક્યાંય નહોતું એની આંખો માત્ર રાજને શોધી રહી હતી.

       અને રાજની અને નંદીનીની નજર એક થઇ ગઇ. બંન્ને આંખોમાં હર્ષાશ્રુ ઉભરાયા રાજ વિરાટ અને તાન્યા લેવાં માટે આવેલાં. રાજ સામેથી રીતસર દોડતો આવ્યો નંદીની રાજની સામે બધું છોડીને દોડી ગઇ બંન્ને એક બીજાને વળગી પડ્યાં. નંદીનીએ ક્હ્યું મારાં રાજ.. મારાં રાજ હું આવી ગઇ. માસા માસી તાન્યા વિરાટ અને બીજા પ્રવાસીઓ પણ રાજ અને નંદીનીનું મિલન જોઇ રહેલાં,.. કેટલાય સમયનાં વિરહની પીડાતાં પ્રેમીઓનું આ પ્રેમ મિલન હતું અનોખું હતું બંન્ને જણાં રડી રહેલાં. આજે જાણે દેહ જીવ બધું. એક થઇ ચૂક્યું હતું. એમને જોઇને બધાની આંખમાંથી હર્ષનાં આંસુ આવી ગયાં.  ક્યાંય સુધી બંન્ને જણાં એકબીજાને વળગી રહ્યાં.

       વિરાટે નંદીની અને માસા માસીનો સામાન લીધો .

       માસીથી ના રહેવાયું એણે કહ્યું રાજ દિકરા તને આજે સામે જોયો અને વિશ્વાસ આવી ગયો કે નંદીનીનો રાજ તુંજ છે એનું જીવન તુંજ છે ઇશ્વર તમને સુખી રાખે. રાજ એમને પગે લાગ્યો. તાન્યા અને વિરાટ પણ એનાં પાપા મંમીને પગે લાગ્યાં. તાન્યા નંદીની વળગીજ પડી અને કહ્યું ભાભી તમે ખૂબ સુંદર છો રાજની રાણી આવીજ હોય.

       નંદીની પછી સ્વસ્થ થઇ અને તાન્યાને કહ્યું તમે પણ ખૂબ સુંદર છો મારો ભાઇ તમારી પાછળ પાગલ થાય એમાં નવાઇ નથી. વિરાટે કહ્યું નંદીની દીદી તમે મારી તો વાત કરો હું કેવો છું તો તાન્યાએ મને પસંદ કર્યો એમ કહી નંદીનીને વળગીને કહ્યું લવ યુ દીદી વેલકમ યુ US.

       માસી માસાં બધું જોઇ રહેલાં અને હૃદયમાં આનંદ છવાયો હતો એમણે કહ્યું બધાં એકબીજા માટેજ સર્જાયા છો બધાં ખૂબ પ્રેમાળ અને સારાં છો.

       નંદીનીએ કહ્યું મારો ભાઇ તો લાખોમાં એક છે અને સ્વભાવે ચરિત્રમાં એક્કો છે તાન્યા લાભ ખાટી ગઇ છે એમ કહી તાન્યા સામે હસી.

       બધાએ સામાન લીધો. રાજે નંદીનીનો સામાન લઇ લીધો એ ખૂબ ખુશ હતો. ટ્રોલીમાં બધો સામાન છેક કાર સુધી લીધો અને સામાન ગોઠવ્યો. એક કાર વિરાટે ડ્રાઇવ કરી એમાં તાન્યા અને માસા માસી બેઠાં બીજી કાર રાજે ડ્રાઇવ કરી એમાં નંદીની અને બાકીનો સામાન લીધો. તાન્યાએ કહ્યું તમે લોકો આવો અમને ફોલો કરજો હું સમજું છું બધું એમ કહેતાં આંખો લૂછી.

*************

            તાન્યાનાં ઘરે બધાં પહોચ્યાં ગૌરાંગભાઇનાં ઘરે બધાં બહાર ઉભા રહી રાહ જોતાં હતાં. ગૌરાંગભાઇ અને મીશા આંટી અને રાજનાં પાપા મંમી કાર આવતી જોઇને આગળ થયાં.

       ગૌરાંગભાઇએ વિરાટનાં પાપા મંમીને હૃદયથી આવકાર આપ્યો અને નયનાબેન નંદીની પાસે દોડી આવ્યાં અને નંદીનીને જોઇ ગળે વળગાવી દીધી...

 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-112