I Hate You - Can never tell books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-8

આઇ હેટ યુ
પ્રકરણ-8
રાજે ઘરે આવીને એનાં મંમીપાપા સાથે વાત કરી. નંદીની સાથેનો પ્રેમ સંબંધ ફરી દોહરાવ્યો. લગ્ન માટે મેં એને વચન આપ્યું છે એ પાળીશ. એનાં મંમી પાપા એ પણ વાત વધાવી લીધી અને કહ્યું પણ તુ ભણી ગણીને તૈયાર થાય પછીજ તારો સંબધ લગ્નમાં પરીણમશે. નંદીનીનાં પાપાને બતાવવા માટે ડોક્ટર અંકલનો સમય પણ લઇ લીધો. રાજની મંમીએ પણ કહ્યું 4 વાગે નંદીનીને ઘરે બોલાવી લે હું મળી લઊં.
રાજ ખૂબ ખુશ થઇ ગયો. આનંદનાં આવેશમાં એનાં રૂમમાં જઇને નંદીનીને ફોન જોડ્યો અને બધાઇ આપતાં બોલ્યો. "નંદુ મંમી પપા બંને રાજી છે. મંમીએ તને 4 વાગે ઘરે બોલાવી છે તને જોવા મળવા અને ડોક્ટર અંકલને 6.00 વાગે બતાવવાની એપોઇન્ટમેન્ટ પણ પાપાએ લઇ લીધી છે નંદીની સાંભળીને આનંદીત થઇ ગઇ એને સ્વર્ગ હાથવેતું હોય એવું લાગ્યું.
નંદીનીએ કહ્યું ડોક્ટરની વાત તો મેં.. રાજ કહે મને ખબર છે મારી વાત કાપવા તે કીધી હતી પણ ઇશ્વરની મરજી હતી કે હું બતાવું એમને હું શાર્પ 4 વાગે તારાં ઘરે તને લેવા આવી જઇશ. પહેલાં તું મંમીને મળી લે પછી તારાં પાપાને આપણે ડોક્ટર અંકલની હોસ્પીટલ બતાવવા જઇશું બધુ સરસ નક્કી થઇ ગયું છે. કાલે સવારથી બપોર સુધી હું મારું યુ.એસ.નાં પેપર્સની ફોર્માલીટી પાપા સાથે રહીને કરી લઇશ.
નંદીનીએ કહ્યું લવ યુ રાજ મને તો સ્વપ્ન જેવું લાગે છે મને સાચેજ એટલો ડર હતો કે શું થશે આપણુ ? પણ ઇશ્વરે બધુજ ગોઠવી આપ્યુ હવે તું ક્યારે લેવા આવે એજ રાહ જોઇશ. અરે રાજ હું શું પહેરું ? રાજ કહે તું કંઇ પણ પહેરે તું રાજકુમારી જેવીજ લાગીશ. મંમી તને જોતાંજ પસંદ કરી લેશે મને પાકો વિશ્વાસ છે તું છે એવીજ મારી નંદુ લવ યું. નંદીની શરમાઇને બોલી તું તો સાવ લુચ્ચોજ છે તું પણ ક્યાં ઓછો છે. તારાં ગયાં પછી પાપા બોલ્યાંજ કેવો રાજકુમાર જેવો છોકરો નંદીનીએ શોધ્યો છે. એ લોકો પણ ખૂબ ખુશ છે બસ ચિંતા પાપાની બિમારીનીજ છે.
રાજ કહે બધુ સારુજ થશે. ચિંતા ના કર. ડોકટર એકલ ખૂબજ હોશિયાર છે આખા શહેરમાં પ્રખ્યાત છે. હું બસ તારી પાસે આવાનીજ રાહ જોઇશ. લવ યુ કાલે મળીએ અને ખુશ થતાં ફોન મૂક્યો.
સવારે ઉઠી રાજ તૈયાર થઇ ગયો. પાપા ડાઇનીંગ ટેબલ પર એની રાહજ જોતાં હતો એ એની પાસે બેઠો. ચા નાસ્તો સાથે કરી પાપાએ કહ્યું "રાજ તું તો ખૂબ ખુશ દેખાય છે દીકરા... અને એમણે રાજની મંમી તરફ જોયું અને બોલ્યાં અને પેપરવર્ક બધુ હવે ખુશ થઇને પતાવીએ છીએ. પછી તો રાજ નંદીનીને લઇને આવે તું મળી લેજે પેપર વર્ક પતાવીને હું ઓફીસ થઇ આવીશ. રાજની મંમીએ કહ્યું ભલે તમે તમારુ કામ પતાવી આવજો હું અને રાજ નંદીની સાથે બેસીશું.
બપોર સુધીમાં રાજ અને એનાં પાપાએ યુ.એસ. બધાં પેપર્સ વગેરે મોકલી દીધાં. રાજ નંદીનીને લેવા જવાની અધીરાઇમાં હતો પાપા ઓફીસ ગયાં અને રાજ એની મંમીને કહીને નંદીનીને લેવા માટે એનાં ઘરે પહોંચી ગયો.
રાજ ઘરમાં પ્રવેશ્યો એની મંમીને નંદીનીને કહ્યું રાજ માટે ચા બનાવ. અને રાજ એનાં પાપા પાસે બેઠો અને કહ્યું અંકલ નંદીનીને મારી મંમી મળવા માંગે છે એને લેવા આવ્યો છું અને સાંજે 6 વાગે અમે તમને ડોક્ટર અંકલની હોસ્પીટલ લઇ જઇશું નંદીનીનાં પાપા રાજ સામે જોઇ રહ્યાં. પછી ધીમેથી પૂછ્યું રાજ ક્યાં ડોક્ટર છે ? ક્યાં જવાનું છે ? તમારાં ઓળખીતા છે ? કેટલી ફી લે છે ?
રાજે થોડાં ગંભીર થઇને કહ્યું અંકલ ડો.જયસ્વાલ કેન્સર સ્પેશીયાલીસ્ટ છે અમારાં ફેમીલી ફ્રેન્ડ છે. ખાસ સંબંધ છે તમે ફીની ચિંતા ના કરો. એમનાં દીકરા જેવોજ છું હુ.... અને નંદીનીનાં પાપા મારા પાપા છે આવી તક મને ત્યારે મળવાની ?
નંદીનીની મંમી સાંભળી રહેલી એમને આનંદ થયો છોકરો ઘણો સમજુ છે આવું સ્વપ્ને નહોતું વિચાર્યુ કે આવો છોકરો નંદીનીના નસીબમાં હશે. નંદીની ચા લઇને આવી. રાજને ચા આપીને એ તૈયાર થવા ગઇ. રાજે ચા પીતાં પીતાં નંદીનીનાં મંમી પાપા સાથે વાતો કરી એનાં મંમી પપાનાં ચહેરા પર સંતોષ જણાતો હતો.
નંદીની તૈયાર થઇને આવી રાજ જોતોજ રહ્યો. કપ હાથમાંજ રહી ગયો. નંદીની ખૂબ સુંદર લાગી રહેલી. ગોરાં ચહેરાં પર સ્મિત હતું. લાંબા વાળ ઘાટીલાં તન પર શોભી રહેલાં.. રાજનાં હાથમાંથી કપ લઇને નંદીની કીચનમાં મૂકી આવી પછી કહ્યું માં હુ જઇને આવું છું પછી પાપાને બતાવવા લઇ જઇશું.
એનાં પાપાએ કહ્યું જાવ દીકરા જઇ આવો. માં એ પણ આશીર્વાદ આપતાં ધીમેથી કહ્યું કંઇ પણ પૂછે બધાંજ સાચાં જવાબ આપજે. અમારાં આશીર્વાદ છે. જે કંઇ થાય વાતો બધીજ આવીને મને કરજે. નંદીનીએ માથું હલાવી હા પાડી અને રાજ નંદીની રાજનાં ઘરે જવાં નીકળ્યાં.
રાજે કારમાં બેસતાં કહ્યું એય નંદુ તું રાજકુમારી નહીં અપ્સરા જેવી લાગે છે એમ કહીને એનાં હોઠ ચૂમી લીધાં અને બોલ્યો કોઇ તને રિજેક્ટ ના કરી શકે એવી છે તું નંદીની એ કહ્યું ચલ હવે ઘરે જઇએ. માં રાહ જોતાં હશે.
રાજ એનો સંવાદ સાંભળી ખુશ થઇ ગયો. ચલ ઘરે જઇએ. માં રાહ જોતાં હશે.એણે કહ્યું નંદુ આઇ લવ યુ અને કાર મારી મૂકી. રાજ ઘરે આવી કાર પાર્ક કરી અને એની મંમી એ લોકોની રાહજ જોતી હતી. નંદીની કારમાંથી ઉતરી એમનાં ઘરમાં પહોચી ત્યાં સુધી એને જોઇજ રહ્યાં. નંદીનીએ રાજની મંમીને પગે લાગી આશીર્વાદ લીધાં. મંમીએ કહ્યું "વાહ રાજ નંદીની તો ખૂબ સુંદર છે જાણે કાચની પૂતળી. નંદીની તને મળીને હું ખૂબ ખુશ થઇ છું મારાં રાજ ખૂબ સુંદર છોકરી પસંદ કરી છે. આવ અંદર બેસ એમ કહીને ડ્રોઇગ રૂમમાં બેસાડી.
નંદીની થોડી શરમાઇને સંકોચ સાથે બેઠી રાજે નંદીનીને કહ્યું આટલી શરમ સંકોચ ના રાખીશ આપણું ઘરજ છે. અને મંમી સામે જોઇને હસી પડ્યો. રાજની મંમીએ કહ્યું રાજ મહારાજને કહે ચા નાસ્તાની તૈયારી કરે અને મોં મીઠુ કરવા મીઠાઇ લાવે.
મંમીએ એમ કહીને રાજને અંદર મોકલ્યો. નંદીની રાજને જતો જોઇ રહી. રાજની મંમીએ નંદીનીએનાં પેરેન્ટસ ઘર કુટુંબ વિશે બધાં પ્રશ્નો પૂછી લીધાં મનથી મોલ કરવા માંડ્યા. પછી બોલ્યાં. રાજ અમારો એકનો એક દીકરો છે. એને ભણાવીને તૈયાર કરવો અમારું સ્વપ્ન છે. એનું ભણવાનું પુરુ થાય ત્યાં સુધી તારે આઇ મીન તારાં પેરેન્ટસ એ રાહ જોવી પડશે. રાહ જોશેને ?
મારું માને તો અમે કોઇ જન્માક્ષરમાં નથી માનતાં. મને રાજે કહેલું તમે બ્રાહ્મણ છો અમે પણ બ્રાહ્મણ છીએ એટલે જાતી બાધ આમ પણ નહોતો. રાજની પસંદગી અમારી પસંદગી છે. રાજ જ્યાં ખુશ રહે સુખી રહે અમારે એજ જોઇએ. તું આગળ શું કરવા ઇચ્છે છે ?
નંદીનીએ ચુપકી દી તોડી એણે કહ્યું આંટી મારાં માટે જોબ કરવાનોજ વિકલ્પ છે. મારે મારાં પાપાને હેલ્પ કરવાની છે રાજ ભણવા જશે તો હું કંઇક જોબ કરીશ ત્યાં સુધી પછી....... ત્યાં રાજ આવી ગયો. અરે તમે બંન્ને જણાંતો પાકાં બહેનપણીની જેમ ક્યારનાં વાતો કરો છો. હું જઇશ ત્યારે ભલેને એ જોબ કરે. એ એનાં પેરેન્ટસ્ને મદદ કવા માંગે છે.
નંદીનીએ કહ્યું "રાજ હું શું મદદ કરવાની ? પણ મારાં પેરેન્ટસે મને ભણવા માટે ખૂબ સ્ટ્રગલ કરી છે. પાપાની બિમારી પછી નોકરી છૂટી ગઇ છે. એટલે એમનો દવાદારૂ સારવારનો ખર્ચ પણ કાઢવાનો છે. હું કંઇક કરી શકું એમ મારુ અહોભાગ્ય છે એમ કહી એની આંખો ભીંજાઇ ગઇ.
રાજની મંમી નંદીનીની નજીક આવી ગયાં એમણે નંદીનીને માથે હાથ ફેરવીને કહ્યું તું સાચી છે તારાં વિચાર અને સંસ્કાર મને ગમ્યાં તું ડાહી અને સમજદાર છે. મારાં રાજ માટે તું યોગ્ય છે મને પસંદ છે. બસ રાજ ભણે ત્યાં સુધી ધીરજ ધરજો એ સારી રીતે ભણે એવો સહાકર આપજે. રાજ ખૂબજ લાગણીશીલ છે એનું ભણવાનું ના બગડે એ જોવાની જવાબદારી નંદીની તારી છે.
નંદીનીએ રાજની મંમીની આંખોમાં જોયુ પછી રાજ સામે અને બોલી રાજ માટે હું આખી જીંદગી રાહ જોવા તૈયાર છું રાજનું ભણતર કે કેરીયર બગડે એવું કદી નહીં કરું મારું પ્રોમીસ છે. મને રાજ અને એનાં પ્રેમ પર વિશ્વાસ છે. એમ કહીને એ ચૂપ થઇ છે.
રાજે કહ્યું બસ હવે બહુ વાતો થઇ ગઇ એમ કહીને મીઠાઇ લઇને એણે નંદીની અને એની મોંમનાં મોઢામાં મૂકી દીધી.
રાજની મંમીએ કહ્યું રાજ નંદીની માટે ખૂબ સરસ આઇસ્ક્રીમ મંગાવ્યો છે મહારાજને કહે લઇ આવે. હું એની પાસેજ બેઠી છું અને રાજ બોલ્યો. આતો કેવું નંદીની આવી ત્યારથી હુંજ ધક્કા ખાઉં છું એણે મહારાજને બૂમ પાડીને કહ્યું મહારાજ મંમીએ આઇસ્ક્રીમ મંગાવ્યો છે એ ત્રણ ડીશમાં કાઢી લાવો.
અને રાજ નંદીની પાસે આવીને બેસી ગયો રાજની મંમી હસવા માંડી અને બોલી હજી તો એને જોઇ છે પસંદ કરી છે અને તું તો... રાજે કહ્યું માં તને નંદીની ગમી એટલે પાપાને ગમશેજ. બસ મારું ટેન્શન ઉતરી ગયું.
રાજની મંમીએ કહ્યું મને ખૂબ ગમી છે તારી પસંદગી પાપાને હું કહીશ મારો રાજ રાજકુમારી પસંદ કરી લાવ્યો છે.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-9






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED