આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-1 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-1

આઇ હેટ યુ
પ્રકરણ-1

સાંજ ક્યારે પડી ગઇ નંદીનીને ખબરજ ના પડી સવારથી જોબ પર જવાનું આવીને રસોઇ બનાવવાની અને રસોઇ બનાવતાં બનાવતાં ટીવી જોવાનું ટીવી જોઇ ના શકાય ફક્ત સાંભળવાનું થયું પણ આજે ટીવીમાં આવતું મૂવી... એનાં મનહૃદયમાં તોફાન મચાવી દીધું. જેને યાદ કરી આઘો ઠેલ્યા કરતી હતી એ આજે વધુને વધુ નજીક આવી ગયો. ખૂબ યાદ આવી ગયો.
એમાંય ગીત સાંભળ્યુ... ગીતનું મ્યુઝીક શરૃ થતાં જ... મેરી રાહે.. તેરે તક હૈ તુજપે હી તો મેરા હક હૈ ઇશ્ક મેરા તૂ બેસક હૈ... સાથ છોડૂંગા ના તેરે પીછે આઊંગા છીન લૂંગા યાં ખુદાસે માંગ લૂંગા.. મૈં તેરા બન જાઊંગા...
ગીતની કડીનાં એક એક શબ્દ સાથે આંખમાંથી આંસુ ટપકી રહેલાં, રાજ સાથે વિતાવેલી પળો એને યાદ આવી રહી હતી. ક્યાં ગયો એ સમય ? આટલો પ્રેમ કરતો મારો પિયુ... રાજ.. અને એનાંથી ડૂસકું મૂકાઇ ગયું.. સીમા ના રહી દુપટ્ટો હાથમાં લઇ મોં પર દબાવી દીધો. રડી રડીને યાદોને જાણે સ્પર્શી રહી હતી એણે ઉભાં થઇને ટીવી સ્વીચ ઓફ કર્યું. નહીં સંભળાય નહીં સહેવાય..
રાજ.. મારો રાજ.. એ વહેલો પાછો ના આવ્યો કે હું એની રાહ ના જોઇ શકી ? શું થયું ભાગ્યમાં મારાં આવુ કેમ લખાયુ ? એનાં હૃદયમાંથી ચીખ નીકળી ગઇ.
ત્યાંજ દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો. વરુણ જોબ પરથી આવી ગયો હતો. એણે દોડીને હાથમાંથી ટીફીન અને બેગ લઇ લીધી. આંખની કોર હજી ભીની હતી... વરુણે પૂછ્યું શું થયું ? કેમ તારી આંખો આમ ભીંજાયેલી છે ?
નંદીનીએ કંઇ જવાબ ના આવ્યો એ ચૂપજ નહી એનાં મૌનમાં વરુણને જાણે જવાબ મળી ગયો. એ પણ નિસાસો નાંખી બેડરૂમમાં ફ્રેશ થવા જતો રહ્યો.
નંદીનીએ જમવાની તૈયારી કરી ટેબલ પર પ્લેટ મૂકીને પીરસવાનું ચાલુ કર્યુ. વરુણ ફ્રેશ થઇને આવી ગયો એણે પૂછ્યુ કેમ ટીવી બંધ છે ? અને તારી તબીયત તો ઠીક છે ને ? કે રોજની જેમજ પાછી કોઇ હૈયામાં હોળી સળગે છે ? ક્યાં સુધી આવું ચાલવાનું છે ? એટલું બોલી પીરસાયેલી થાળીમાં જોઇ જમવાનું ચાલુ કર્યું. નંદીની વરુણ સામે જોઇ રહેલી મન ક્યાંક બીજે હતું...
વરુણે જમીને કહ્યું હું ખૂબ થાક્યો છું હું સૂવા જઊં છું કાલે સવારે મારે વહેલાં ઉઠીને ટ્રેઇન પકડવાની છે તારે સારુ છે અહીં શહેરમાં ઓફીસ છે મારે અપડાઉનમાં તૂટી જવાય છે છેક અંકલેશ્વર જવાનું હોય છે. તારી જોબને કારણે નથી અંકલેશ્વર શીફ્ટ થવાતું નથી આ રોજનો થાક સહેવાતો પણ કોઇ ઉપાય નથી તારી પાસે અહીં સારી જોબ છે બંન્નેનાં પગાર સિવાય ઘરનાં હપ્તા અને ખર્ચ પણ ઉઠાવી શકાય એમ નથી બધી પરિસ્થિતિ હું જાણું છું તું જમીને પરવારીને સૂવા આવી જજે હું સૂઇ જઊં છું.
નંદીની સાંભળી રહી કઈ જવાબ ના આપ્યો એણે થાળીમાં પોતાનું જમવાનું પીરસ્યુ... હાથ થાળીમાં ફરતાં હતાં પણ કોળીયો હોઠે જતો નહોતો.
વરુણ સાથે લગ્ન થયે છ મહિના થઇ ગયાં હતાં. પોતાની જ્ઞાતિમાં માંપાપાએ સંબંધ શોધીને કરાવેલા લગ્ન એક મજબૂરી હતી. લગ્ન કરવાં પડ્યાં કરવા નહોતાં. એમાંય રાજ સિવાય કોઇ સાથે નહીં પણ સંજોગોજ એવાં થયાં કે લગ્ન કરવા પડ્યાં. ભૂતકાળની એ ભયંકર વાસ્તવિક્તાઓ એની આંખ સામે તરી રહી હતી. સાથે સાથે રાજનો પ્રેમ... એનાં પ્રેમની યાદો. રાજે મને કેવો પ્રેમ કર્યો હતો. અને એકમેકને કેવા કેવા કોલ આપ્યાં હતાં ? કેવા સવપ્ન જોયાં હતાં અને વાસ્તવિક્તા કેવી સામે આવી ?
નંદીનીની આંખો ફરીથી ભીંજાઇ ગઇ.. પાછો વિચાર આવ્યો આમાં વરુણનો શું વાંક ? એને ક્યાં કંઇ ખબર હતી ? વરુણે તો મને જોતાંજ પસંદ કરી લીધી હતી. છ - છ મહીનાનો સમય વિતી ગયો છતાં આજ સુધી મેં એને સ્પર્શ કરવા નથી દીધો કેવા કેવા કારણ આપ્યાં છે મેં એને ? એની સાથે પણ છેતરપીંડી કરી રહી છું પણ શું કરું ? રાજ સિવાય કોઇનોય અધિકાર નથી હક્ક નથી.. તો પછી મેં લગ્નજ શા માટે કર્યા ?
પણ લગ્ન કરવા પડ્યાં કરવા નહોતાંજ પાપા અને માં સાવ સામાન્ય સ્થિતિ માંડ માંડ કોલેજ કરાવી હતી. પાપાને કેન્સર હતું છેલ્લા સ્ટેજનું એમની ઇચ્છા હતી કે એમને કંઇ થઇ જાય એ પહેલાં મારાં હાથ પીળા કરાવી દેવાં એમની સેવા અને દવા પાછળ બધી મૂડી ખર્ચાઇ ગઇ હતી માં તો પોતાનું જીવન જીવવાનુંજ ભૂલી ગઇ હતી એ લોકોની વિવશ આંખોએ મને લગ્ન કરવા મજબૂર કરી હું કંઇ ના બોલી શકી. હ્ર્દયમાં બળવો હતો કે નથી કરવા લગ્ન મારે.. મારે હજી ભણવું છે આગળ કંઇક કરવું છે. રાજ પણ એમાં સાથ આપતો મને ઘણી વાર આર્થિક મદદ કરવા પ્રયત્ન કર્યો પણ મારું સ્વાભીમાન મને નડી ગયું.. રાજ આગળ ભણતોજ રહ્યો. મારાં જીવનમાં મારાં ભાગ્યમાં આવુંજ લખાયુ હતું વિઘાતાની આંખે પાટા બંધાયેલાં હતાં અને મારુ ભાગ્ય લખાયું.
નંદીનીએ થાળી પાછી મૂકી દીધી આજે પણ એનાંથી જમાયું નહીં કીચનમાં બધુ સરખુ કરીને એ બેડરૂમમાં આવી એણે જોયું વરુણતો નિશ્ચિંત થઇને સૂઇ ગયો છે. એ પણ આખા દિવસથી દોડભાગથી થાકેલો છે. હું એને કંઇ આપી શકું એમ નથી માત્ર સંસાર ચલાવવાનાં છલાવા કરી રહી છું પણ હું શું કરુ ? મારો જીવ આત્મા બીજાને સ્વીકારવાજ તૈયાર નથી. વરુણને સાચુ કહી દઊ ? ક્યાં સુધી હું આવી બનાવટી જીંદગી જીવીશ ? મને નથી સમજાતી જીંદગી મારી હું શું કરું ?
નંદીની બેડ પર આડી પડી આંખમાં ઊંઘ નહોતી એને પોતાની જીંદગી જાણે અધૂરી લાગી રહી હતી વરુણ સાથે દગો કરી રહી છે એનું પણ ભાન હતું પણ ઉકેલ ક્યાં હતો ? આમ વિચારોનાં વમળમાં ક્યાં ઊંઘ આવી ગઇ ખબરજ ના પડી.
વરુણ સવારે ઉઠી તૈયાર થઇ ગયો એણે જોયુ કે નંદીની હજી સૂઇ રહી છે એણે જાતે ટીફીન તૈયાર કરવા માંડ્યુ બ્રેડ પર બટર ચોપડીને સેન્ડવીચ બનાવી દીધી અને ચીઠી લખી નંદીની પાસે મૂકીને જોબ માટે નીકળી ગયો.
નંદીની ની નીંદર તૂટી એ ઉઠી એણે જોયું વરુણતો નીકળી ગયો છે એને ખૂબ પસ્તાવો થયો મારાંથી ઉઠાયું નહીં એ ટીફીન વિના ગયો. એને પોતાની જાત પર ખૂબ ગુસ્સો આવ્યો પણ હવે કોઇ અર્થ નહોતો. એ ઉઠી અને પરવારી પોતાનું ટીફીન તૈયાર કર્યું એણે પણ રસોઇ ના કરી.. ચા બનાવીને પી લીધી ઘરના કામ નીપટાવ્યાં. અને જોબ પર જવા માટે તૈયારી કરવા માંડી... પેટમાં ભૂખ હતી રાત્રે પણ જમી નહોતી એને થયું. થોડુ તો ખાવુ પડશે નહીં ચાલે એણે ફ્રીઝમાંથી બ્રેડ બટર લીધાં અને સેન્ડવીચ બનાવી ફરીથી ચા બનાવીને ખાઇ લીધાં બીજા રેપરમાં વીંટાળી સાથે લીધાં કામવાળી બાઇને ફોન કરી કામ સમજાવીને ઓફીસ જવા નીકળી ગઇ.
************
રાજ અને નંદીની એકજ કોલેજમાં હતાં એકજ કલાસમાં પ્રથમ નજરેજ કંઇક એવું ખેંચાણ કે રાજ નંદીનીને બોલાવ્યા વિના ના રહી શક્યો એણે નંદીનીને કલાસમાં આવતાંજ કહ્યું હાય... આઇ એમ રાજ... નંદીનીએ કહ્યું હાય.. હું નંદીની.
રાજે થોડો આર્શ્યય સાથે કહ્યું "તને મળીને આનંદ થયો પણ મને એક પ્રશ્ન થયો છે કે એન્જીન્યરીંગમાં છોકરીઓ ઓછી આવે છે તેં એન્જીનયરીંગ કેમ પસંદ કર્યું ? આગળ શું બનવાનો વિચાર છે ?
નંદીનીએ કહ્યું "કેમ એન્જીનીયરીંગ પર તમારાં છોકરાઓનોજ ઇજારો છે ? આ કોમ્પ્યુટર એન્જીનયરીંગ મારો ગમતો વિષય છે હું પહેલેથીજ એમાં રસ ધરાવું છું. આગળ શું થઇશ કે કરીશ ખબર નથી.. વિચાર્યુ નથી... માં પાપા કહેશે એ કરીશ અમને છોકરીઓને વિષય પસંદ કરવા આઝાદી છે પણ આગળ જતાં પગમાં બેડીઓજ હોય છે. એટલે આગળનું હજી વિચાર્યુ નથી એમ કહીને હસી પડી.
રાજે કહ્યું એ સમય ગયો હવે તો છોકરીઓ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. આગળ ઘણાં વિકલ્પ મળી જશે.. એની વે તને આમાં રસ છે જાણીને આનંદ થયો.
નંદીનીએ કહ્યું રાજ તારી શું મહત્વકાંક્ષા છે ? શું બનવા વિચાર્યુ છે ? રાજે કહ્યું સાચો જવાબ આપુ ? મારી મહત્વાકાંક્ષા કોઇ સીમા નથી પણ હાં જે કરું એમાં એક્ષપર્ટ હોઉં કંઇક કલાસીક કેરીયર બનાવવી છે એ નક્કીજ.
પ્રથમ પરીચય થયો ભણવાની વાતો થઇ અને રોજ મળતાં વિષયથી ચર્ચાઓ કરતાં પરીચય અને મુલાકાતો વધતી ગઇ. પરીચય ક્યારે પ્રેમમાં પરીવર્તીત થઇ ગયો. સમજ જ ના પડી.
કોલેજ મુલાકાતનું માધ્યમ બન્યુ પછી મુલાકાતો કોલેજની બહાર પણ થવા માંડી અને એક દિવસ... .
વધુ આવતા અંકે ---- પ્રકરણ-2