આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-110 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-110

આઇ હેટ યુ

પ્રકરણ-110

       જયશ્રીએ નંદીનીને કહ્યું તારું જીવન હવે પાટે આવી ગયું મને ખૂબજ ખુશી થઇ છે. તારાં સમાચાર જાણીને. નંદીનીએ જયશ્રી પ્રેગનેન્ટ છે એનાંથી ખૂબ ખુશ હતી બંન્ને સહેલીઓ ખૂબ વાતો કરી. માસીએ જયશ્રીને શું ખાવું શું ના ખાવું બધી વિગતવાર સલાહ આપી. જમ્યા પછી માસાએ કહ્યું બંન્ને સેહલીઓ વાતો કરી લીધી હોય તો ફલેટ પર જઇએ ? પાછા કાલે આવીને મળીશું અને સાથે બહાર હોટલમાં જમવા જઇશું. નંદીનીએ કહ્યું હા ચોક્કસ. મનીશે કહ્યું ચાલો હું તમને ફલેટ પર મૂકી જઊં અને પેલાં લોકોને પણ એમનાં ઘરે છોડી દઊં અહીં નજીકજ રહે છે. સારી વાત એ છે કે તાકડે સમયે એ લોકો મળી ગયાં.

       નંદીનીએ કહ્યું હું જેટલો આભાર માનું એટલો ઓછો છે મનીષભાઇ મનીષે કહ્યું ભાઇ ગણ્યો છે પછી આભાર માને છે ? નંદીની કંઇ બોલી નહીં. નંદીનીએ જયશ્રીને કહ્યું હું લાવી છું એ બ્સિકીટ, ઘારી, બધીજ સુરતની વખણાતી આઇટમો છે ખાજે.. મારે ઘણુ લેવું હતું પણ સમય ઓછો પડ્યો.

       જયશ્રીએ કહ્યું આટલું બધુ તો લાવી છું અમારે બે જણામાં તો ક્યારે પુરુ થશે ? નંદીનીએ કહ્યું બે જણ નહીં ત્રણ જણાએ ખાવાનું એમ કહીને હસી પડી.

       જયશ્રીએ કહ્યું એ સારું હજી પેટમાં છે અને માસીનું લાવેલું ખાવા મળવાનું બધાં હસી પડ્યાં.

                           ……………

       મનીષ બધાને લઇને કારમાં નીકળ્યો. નંદીનીનાં ફલેટ પર આવ્યાં. નંદીનીએ કહ્યું એ લોકોને જમવાનું ? મનીશે કહ્યું મેં પૈસા આપી દીધેલાં જમવાનાં એ લોકોએ મેનેજ કરી લીધું હશે ચિંતા ના કર.

       બધાં ફલેટમાં પહોચ્યાં ફલેટ એકદમ ચોખ્ખો ચણાક હતો બધી વસ્તુઓ એની જગ્યા પર હતી નંદીની ખુશ થઇ ગઇ એણે જોયું કે બધુ ચાલુ છે કે બંધ ? પણ કોઇ અગવડ નહોતી ફરીથી જાણે ફલેટ વપરાશમાં હોય એવો થઇ ગયો હતો.

       નંદીનીએ મનીષને પૂછીને એલોકોને નક્કી કર્યા હતાં એનાંથી વધુ પૈસા આપ્યાં. મનીષે એલોકોને જે પૈસા આપ્યાં હતાં એ આપી દીધાં. મનીષ ના પાડતો રહ્યો પણ માસાએ આગ્રહ કરીને અપાવી દીધાં. નંદીનીએ કહ્યું મનીષભાઇ સારુ છે શનિ-રવિ છે તમે ફ્રી છો અને કાલે સવારે આપણે સાથે બહાર જમવા જઇશું. માસાએ કહ્યું આવી મિત્રતા અત્યારે ઓછી જોવા મળે છે નંદીનીએ કહ્યું તમે કાયમ ખૂબ મદદરૂપ થયાં છો ખૂબ આભાર માનું છું.

       મનીશે કહ્યું વડીલ તમે શરમાવો છો. નંદીનીનાં સ્વભાવજ એવો છે કે એનાં માટે કામ કરાવનું મન થાય સાવ સાફ મનની અને પરગજુ છોકરી છે એકલે હાથે ખૂબ ઝઝૂમી છે અને બહાદુર છે. ઇશ્વરે એને સાચો ન્યાય કરી આપ્યો છે.

       નંદીની નીચે આંખે સાંભળી રહી હતી એણે મનીષનો આભારજ માન્યા કર્યો. મનીષ માણસોને લઇને ત્યાંથી નીકળી ગયો.

       ત્યાં સોસાયટીમાં સેક્ર્ટરી આવ્યાં એમણે કહ્યું હું એકવાર આવીને ગયો મને વોચમેને ખબર આપી. હતી નંદીની નંદકિશોરજીનાં મૃત્યુ પછી અને ગિરજાકાકીનાં ગયાં પછી આજે તને જોઇ.. કંઇ નહીં મજામાં છું ને ?

       નંદીનીએ કહ્યું અંકલ આ મારાં માસા માસી છે હું એમનાં ઘરે સુરત હતી એમની સાથે રહું છું મંમી પપ્પાનાં ગયાં પછી અહીં મન માનતું નહોતું હું સોસાયટીનાં જે કંઇ બાકી નીકળતાં પૈસા હોય એ આપવા આવવાનીજ હતી અને આગળનાં વર્ષનાં એડવાન્સ પણ આપી દઊં છું.

       માસા માસી બેઠાં બધુ સાંભળી રહેલાં અને નંદીનીએ કહ્યું અંકલ બેસોને તમે મને કહો એટલાં પૈસા ચૂકવી દઊં.

       સેક્રેટરી અંકલે ક્હ્યું તું અહીં નથી રહેવાની તો ફલેટ ભાડે આપવાનો કે વેચવાનો છે ?

       નંદીનીએ કહ્યું ના ના અંકલ ભાડે પણ નથી આપવો કે વેચવાનો પણ નથી માં પાપની યાદગીરી છે અને એવુ કંઇ હશે તો તમને પહેલી જાણ કરીશ. હું અહીં નથી રહેતી તો બસ થોડું ધ્યાન રાખજો હું આપની સાથે ફોનથી સંપર્કમાં રહીશ.

************

           નંદીનીએ ફલેટનો હિસાબ પતાવ્યો મેઇન્ટન્સ માટે એડવાન્સ ચૂકવણી કરી દીધી. માસા માસી સાથે રાત્રે બધી જૂની વાતો વાગોળી. સવારે ઉઠીને ચા-કોફી દૂધ નાસ્તો બધુજ બહારથી મંગાવી લીધું ઘરમાં કંઇ હતુંજ નહીં યાદ કરીને મંમીની ભારે સાડીઓ સાથે લીધી. માસીએ પણ બહેનને યાદ કરીને. ઘણી વાતો તાજી કરી હતી. નંદીનીએ સવારે સમય લઇને આખો ફલેટ જોઇ તપાસ્યો જે કંઇ સરખું મૂકવાનું પેક કરવાનું બંધ કરવાનું હતું બધું વ્યવસ્થિત કરી લીધું.

       11 વાગ્યાનાં સુમારે રીક્ષામાં બધાં જયશ્રીનાં ઘરે પહોચ્યાં એણે ફોન પર વાત કરી લીધી હતી અને બધાં સાથે રેસ્ટોરામા જમવા નીકળ્યાં. મનીષે કારમાં બધાને લીધાં અને પ્રખ્યાત રેસ્ટોરાંમાં જમવા ગયાં. માસાએ બીલ ચૂકવ્યું અને નંદીની અને જયશ્રીએ એ દરમ્યાન પેટ ભરીને ઓફીસની અને બીજી વાતો કરી. ત્યાં નંદીનીએ કહ્યું "માસા મેં તમને રાત્રે જે વાત કરી હતી એ પ્રમાણે આપણે છેલ્લીવાર વરુણનાં પાપાને મળી આવીએ ? મનીષે કહ્યું હું તમને લોકોને લઇ જઊં છું આપણે બધાં સાથેજ જઇએ.

       નંદીનીએ એડ્રેસ સમજાવ્યું એ પ્રમાણે મનીષ બધાને વરુણનાં પાપાનાં ઘરે લઇ ગયો.

       નંદીની અને બધાં કારમાંથી ઉતર્યા નંદીની ઘણાં સમય પછી અહીં આવી હતી લગ્ન પછી એકવાર અહીં આવી હતી અને એકવાર એનાં પાપાની તબીયત બગડી ત્યારે વરુણ સાથે આવી હતી.

       ઘરનો દરવાજો બંધ હતો માસાએ બેલ માર્યો. દરવાજો ખૂલ્યો અને કોઇ છોકરીએ દરવાજો ખોલ્યો એ કોઇને ઓળખીના શકી એણે કહ્યું કોનું કામ છે ?

       નંદીની એ આગળ આવી કહ્યું દાદાનું .. પેલી છોકરી અંદર દોડી ગઇ અને બોલી દાદા દાદા તમને મળવાં કોઇ બધાં આવ્યાં છે.

       માસા માસી પહેલાં ઘરમાં ગયા પછી નંદીની મનીષ અને જયશ્રી અંદર ગયાં.

       નંદીની થોડી આગળ થઇ એટલે એક વૃધ્ધ માણસ આગળ આવ્યો એ વરુણનાં પાપા હતાં. એમણે નંદીનીને જોઇ એમની આંખો મોટી પહોળી થઇ ગઇ એમણે કહ્યું તું આવી ખરી મળવા.. હું તારી ઓફીસે તારી આ મિત્રને મળેલો... પછી શ્વાસ ખાવા રોકાયા.. એમેણે કહ્યું બધાં બેસો... દીકરા જા બધા માટે પાણી લાવ.

       માસાએ કહ્યું કંઇ નહીં અમે હમણાંજ જમીને આવ્યાં છીએ જરૂર નથી. નંદીની મારી ભાણી તમને મળવા ઇચ્છતી હતી એટલે આવ્યાં છીએ અમારે પછી તરત પાછા નીકળવાનું છે માસાએ વાત જલ્દી ટૂંકી કરી.

       વરુણનાં પાપા નંદીની સામે જોઇ રહ્યાં એમની આંખમાં નારાજગી વર્તાતી હતી પછી આંખો શાંત થઇ ગઇ એમણે કહ્યું હું બધું સમજું છું મારોજ રૂપીયો ખોટો હતો એમાં આ દીકરીનો શું વાંક ? મારી માત્ર એટલીજ ફરિયાદ છે કે તું મને મળવા એકવાર ના આવી ? વરુણથી ફરિયાદ હતી તો મને તો કહેવું હતું ? કોઇને જાણ કર્યા વિના જતી રહી ?

       વરુણતો હવે આ દુનિયામાં નથી રહ્યો. જતું રહ્યું હોય એની પાછળ શું બોલવું ? મારે તને એકવાર એટલે મળવું હતું કે તારી જણસ અમારી પાસે છે એ તને પાછી આપવી હતી. લગ્ન દરમ્યાન વરુણને જે ચેઇન વીટી આપી હતી એ મારે નથી રાખવાની.. વીંટી તો પેલો વેચી ખાઇ ગયેલો પણ આ ચેઇન.. એમ કહી એમણે એમનાં પલંગ પાછળનું કબાટ ખોલવા માંડ્યું.

       નંદીનીએ માસાને ઇશારાથી કહ્યું મારે કશું જોઇતુ નથી એમને મળી લીધું કારણ ખબર પડી ગઇ મારે અહીં નથી રહેવું. મને ખબર છે કે કેમ પાછી આપવી છે.

       માસાએ તરતજ કહ્યું વડીલ રહેવા દો એ બધું હવે વરુણ નથી રહ્યો કોઇ સંબંધ નથી રહ્યો હવે શું એ ચેઇનને કરવાની ? અમે કંઇ લેવા નથી આવ્યા મળવા આવ્યાં છીએ.

       ત્યાં વરુણનાં પાપા ગુસ્સાથી પાછળ ફર્યા અને હાથમાં ચેઇન હતી એનો છૂટ્ટો ધા એમણે....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-111