ટેન્શન Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટેન્શન

જતીન ભટ્ટ(નિજ) રચિત એક અનોખી સ્ટોરી

ટેન્શન

સવાર થી આ નવમી દશમી રીંગ હતી, જેટલી વખત નયન મોબાઈલ ઉંચકીને હેલો બોલે અને સામેથી ફોન કટ થઈ જાય, નોકરી પર પણ થોડો ટેન્શન માં આવી ગયો, માર્ચ એન્ડિગ ચાલતું હતું તે તેનું ટેન્શન ઓછું હતું તે પાછું આ ટેન્શન? એણે મનોમન વિચાર્યું, પાછુ એવું પણ નઈ, એણે સામેથી એ નંબર પર ફોન કર્યો તો ફક્ત રીંગ જ વાગે, ટ્રુકોલર માં ખાલી નંબર જ આવે, અને ગુજરાત એવું જ લખેલું આવે, એટલે કોણ ફોન કરે છે, શા માટે ફોન કરે છે, કઈ ખબર પડતી ન હતી,
હશે હવે ,એમ કરીને એ નોકરી પર થી ઘરે આવ્યો, થાક્યો તો ન હતો પણ માનસિક થોડુ થકાન લાગતું હતું,
' સુમી, જરા ચા બનાવી આપને?'
' હા, શું ઓફિસ માં કઈ થયું? બહુ ટેન્શન માં લાગો છો?'
' ના, હા, ના.. એટલે એમ તો કઈ નથી પણ એક તો માર્ચ એન્ડિગ ચાલે છે અને ખબર નઈ આજે મને કોઈ ફોન પર ફોન કર્યા કરે છે, મોબાઈલ ઊંચકું તો કટ કરી નાખે છે અને સામેથી રીંગ મારું તો રીંગ ખાલી જ જાય છે'
' હશે કોઈ, બહુ ટેન્શન નઈ લેવાનું'
' એવું નઈ યાર, તને તો ખબર છે કે હું જરી જરી વાત માં પણ ટેન્શન માં આવી જાઉં છું'
' હા ,મને એ પણ ખબર છે કે તમે ગભરુ પણ બહુ છો'
રાત પડી, અને નયન સુવા પડ્યો, નયન ને આજે પોતાના ' નયન' ભારે લાગ્યા , પણ ઊંઘ આવતી જ નોતી..
પાછો મોબાઈલ રણક્યો
એણે તરત જ ઊંચકી લીધો, સામેથી ઘોઘરો અવાજ આવ્યો:
' કયા બે શેઠ, બહુત માલ ઇકઠ્ઠા કિયા હે ના'
' ક ક ક ક ક્કોન?
' અબે કોન કી બાત છોડ, તું કલ નિક્લેગા ના અપની બાઈક પે? તેરે કુ ઠોક ડાલુંગા!!'
' હ હ હ હ હલો... હલો.... કોન... કોન....?!!!'
પણ સામેથી ફોન મુકાય ગયો, એણે તરત જ સામે રીંગ મારી પણ રીંગ વાગી જ નઈ,
એ પાછો ભયંકર ટેન્શન માં આવી ગયો,
શું કરું, સુમી ને ઊઠાડું કે નઈ, ચાલ રહેવા દે હવે, એ પણ ગભરાઈ જશે, મોઢા પર પરસેવો વળી ગયો, માથું દુખવા માંડ્યું, હવે નયન ને જબરદસ્ત ટેન્શન થવા લાગ્યું, કાલે મારો એક્સિડન્ટ થઈ જશે ને મને કંઈ થઈ જશે તો આ સુમી નું કોણ? એણે શર્ટ ના ઉપલા બે બટન ખોલી કાઢ્યા, એસી સામે જોયું, ફુલ ચાલતું હતું , તોય પરસેવો વળી ગયો,ઓહ... ઓહ....ઓહ. એણે બે હાથ થી માથું પકડી લીધું, બાજુમાં સુમી એકદમ નિરાંત થી ઊંઘતી હતી, વાળ ની બે લટ એના કપાળ પર આવી ગઈ, એણે ધીમે રહીને લટ ખસેડી અને એનો ચહેરો પ્રેમ પૂર્વક જોવા માંડ્યો, મારે એને ટેન્શન નથી આપવું, કાલ ની વાત કાલે, ના પણ હું સવારે નીકળું અને પાછળ થી કોઈ ટ્રક આવી ને મને.......
એ બહુ વિચારી ના શક્યો, મારું કોણ દુશ્મન હશે? પણ કંઈ યાદ આવતું નોતું,
શું કરું, શું કરું?
કશી જ ખબર પડતી ન હતી, એ બહાર ડ્રોઈંગ રૂમ માં આવ્યો,
એને એનો ભાઈબંધ સુકેતુ યાદ આવ્યો,
એણે ફોન લગાવ્યો ને સુકેતુ સાથે બધી જ વાત કરી,
સુકેતુ પણ ચિંતા માં પડી ગયો : ' નયન,એમ તો તારો કોઈ દુશ્મન છે જ નઈ તો પછી આ બધું શું છે?'
' એજ તો, મારું કોઈ દુશ્મન છે જ નઈ, પણ યાર હવે મને બહુ ચિંતા થાય છે, ભલે કાલે એક્સિડન્ટ ના થાય, પણ યાર જીવન નો કોઈ ભરોસો ખરો?'
' વાત તો તારી સો ટકા સાચી છે નયન, પણ હવે?'
' હું એક કામ કરી નાખું?, કાલે ને કાલે જ બધું સુમી ને બતાવી દઉં છું કે બેંક માં કેટલા રૂપિયા છે, પાસવર્ડ, લોકર ની ચાવી,બધું એટલે બધું જ
ફાયનાન્સિયલ બધું જ, અને હાં સૌથી પહેલું કામ પોતાનો વીમો લેવાનું કરી દઉં છું, એટલે મારા પછી મારી સુમી ને કોઈ પણ જાતનો ફાયનાન્સિયલ પ્રોબ્લેમ ના થાય'
' નયન , તારો આ આઈડિયા ઘણો સારો છે, કાલે હું એક લાઈફ ઇનસ્યુરન્સ એડવાઈઝરને લઈને આવું છું, તું ને સુમી ડિસ્કસ કરીને એક મોટી રકમ નો વીમો લઈ લો એટલે પછી વાંધો નઈ'
હાશ, સુકેતુ સાથે વાત કરી ને નયન હવે એકદમ ફ્રેશ થઈ ગયો, હવે કાલે સવારે પહેલું કામ સુમી ની સાથે ડિસ્કસ કરવાનું અને મોટી રકમ નો વીમો લેવાનું, સાથે સાથે એક્સિડન્ટ પણ કવર થાય એવુ જ લઈ લઈશું,
હવે નયન નચિંત મને સુઈ ગયો, સવારે થોડું મોડું ઉઠાયું, ફ્રેશ થઈને ડ્રોઈંગ રૂમ માં આવ્યો, તો સુમી અને સુકેતુ કોઈ ભાઇ સાથે વાત કરતા હતા...

' તમે ઉઠ્યા? આ ભાઇ ઇનસ્યુરન્સ એડવાઈઝર છે, સુકેતુભાઇ ને તમે વાત કરો ,હું ચા બનાવી લાઉં છું'
ચા પીવાઈ ગઈ , પ્લાન પણ સમજી લીધો, ઇનસ્યુરન્સ એડવાઈઝર ને ચેક પણ અપાઈ ગયો,...
હાશ, સરસ કામ પતી ગયું, હવે કોઈ ટેન્શન નઈ, મારી સુમી ને પણ ભવિષ્ય માં વાંધો નઈ આવે, આભાર ભગવાન ,ખૂબ ખૂબ આભાર,...

ને જતાં જતાં ઇનસ્યુરન્સ એડવાઈઝર અચાનક અવાજ બદલી ને: 'કલ નિક્લેગા ના અપની બાઈક પે , તો તેરે કુ ઠોક ડાલુંગા! પર અબ નહિ ઠોક ડાલુંગા સરજી!!!'
અને સુમી, સુકેતુ અને પેલો ઇનસ્યુરન્સ એડવાઈઝર ખડખડાટ હસવા લાગ્યા....
અને નયન બાઘા ની જેમ એ લોકો ની સામે જોઈ રહ્યો.....
.
.
...
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995