બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૭ Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૭

કૃષ્ણા એક છોકરાને પ્રેમ કરતી હતી . તે હલકી જાતિનો હતો . નોન વેજ ખાતી કોમનો સભ્ય હતો . ત્યાં દારૂ શરાબનો પણ કોઈ છોછ નહોતો . એક થી વધારે પત્ની રાખવાનો શિરસ્તો હતો . એવું બધું તેના મોઢે સાંભળવામાં આવ્યું હતું . આ જ કારણે તેણે આ લગ્ન બાબત કોઈ ઉત્સાહ દાખવ્યો નહોતો . તેણે ખુદ પ્રેમ લગ્ન કર્યા હતા . તેમના લગ્ન કરીને ખાસ્સો સમય વીતી ગયો હતો . છતાં પતિ પત્નીમાં જોઈએ તેઓ સુમેળ કે સમજદારીનો અભાવ હતો . આ જ કારણે તેણે આ લગ્નમાં કોઈ ઉત્સાહ બતાવ્યો નહોતો . સત્યમની આર્થિક હાલત પણ કથળી ગઈ હતી . તે કૃષ્ણાના લગ્ન સારી રીતે કરવા સમર્થ નહોતો . આ હાલતમાં તેમણે ભાગીને લગ્ન કરી લીધા હતા . આથી સત્યમની તબિયત બગડી આવી હતી . તે હદયનો રોગી હતો . તેને જબરો આચકો લાગ્યો હતો .

તેની તબિયતની જાણ થતાં કૃષ્ણા તેેેના પતિને લઇ હોસ્પિટલ દોડી આવી હતી . સત્યમે તેમને ગળે વળગાડી તરત જ માફ કરી દીધા હતા ! તેની દીકરીએ ભાગીને મેંંરેજ કર્યા હતા . તેેેથી બધા જ નારાજ થઈ ગયા હતા . તેમના પરિવારનો બોયકોટ કર્યો હતો . તેમને ખૂબ જ ભાંડયા હતા .સત્યમ ચાહત તો તેેના સંબંધીને મૂંહ તોડ જવાબ આપી શક્યો હોત . દાંત ખાટા કરી શક્યો હોત . પણ તેણે ચુપકીદી ધારણ કરી લીધી હતી .

આ હાલતમાં તેની સાસુ માએ તેને વાહિયાત સવાલ કર્યો હતો :

' આ લગ્ન ભંગ થઈ જશે તો શું કરશો ? '

તેમની આવી વાતથી સત્યમ ભડકી ગયો હતો . તેણે સાસુને રોકડું પરખાવી દીધું હતું .

' હું તેને ફરીથી પરણાવીશ . શું તમારા ભાઈના છોકરાની દીકરી ત્રણ વાર નથી પરણી ? '

આ સાંભળી તેમની બોલતી બંધ થઈ ગઈ હતી !

ના જાણે કેમ પણ ક્ષિતિજ પોતાની બહેનના પ્રેમ પ્રકરણને કારણે ઘણો જ નારાજ રહેતો હતો . તેને આ લગ્ન વિશે વાંધો હતો . છોકરો પર ન્યાતી હતો . સમાજમાં તેમની ગણના નિમ્ન કક્ષામાં થતી હતી . વળી તેનું એવું માનવું હતું આ કોમમાં દારૂ પીવો બિલકુલ સામાન્ય વાત હતી . બીજી પત્ની કરવાની પણ અહીં પ્રથા પડી ગઈ હતી . મને પણ તેની વાત સાચી લાગી હતી . અને સૌથી વિશેષ તો બીજી એક વાત હતી . તે છોકરા ના માતા પિતા નહોતા . તે કાકા કાકી પાસે રહેતો હતો . તે જ ગાળામાં તેના કાકા પણ ઉકલી ગયા હતા . દીકરીની સલામતી એ તેના પગ બાંધી દીધા હતા !

કૃષ્ણા એ પિતાની વાત સાંભળી લગ્ન નહીં કરવાનો વાયદો કર્યો હતો . પણ પિતાને પગલે કોઈને પણ કહ્યા વિના પરણી ગઈ હતી .

પરિસ્થિતિ માટે વિશેષતઃ ક્ષિતિજ જ જવાબદાર હતો . સત્યમ ઘરનો આગેવાન હતો . છતાં તે ઘરનો માલિક હોય તેમ દરેકમાં પોતાની મરજી પ્રમાણે વર્તતો હતો . આ જ કારણે ઘરમાં વાદ વિવાદ નું વાતાવરણ રહેતું હતું . સુહાની તેની પત્ની પણ ક્ષિતિજથી ખૂબ જ ડરતી હતી . તેના જૂઠા લાડ વાત્સલ્યને કારણે ક્ષિતિજ તેના માથા પર ચઢી ગયો હતો .તેને કારણે જ ક્રિષ્નાએ પોતાના પિતાને જૂઠો વાયદો આપ્યો હતો .

સત્યમે ખુદ પ્રેમ લગ્ન કર્યા હતા . તે પ્રેમી જનોની કથા વ્યથા વિશે માહિતગાર હતો .એક વાર પ્રેમમાં પડ્યા બાદ તેમાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ કામ છે .

સત્યમે હરદમ તેની દીકરીની દરેક નાની મોટી ઈચ્છાઓ પૂરી કરી હતી . પણ મા દીકરાની જીદ સામે તે ઝુકી ગયો હતો .

સાર્થકે સત્યમને વાયદો કર્યો હતો :

' હું તમારી દીકરી ને દિલોજાનથી ચાહું છું . હું તેને કદી કોઈ દુઃખ કે તકલીફ નહીં આપું . '

લગ્ન પહેલા પ્રેમી જનો આકાશના તારા તોડી લાવવામાં પણ સમર્થ હોય છે પણ લગ્ન બાદ તેમની એવી તાકાત ઉડન છૂ થઈ જાય છે . તે લોકો સતત સપનાની દુનિયામાં વિહરતા હોય છે . તેઓ બહુધા ભાવુક તેમ જ સંવેદનશીલ હોય છે. વાસ્તવિકતાથી જોજન દૂર હોય છે . આકાશનો ચાંદ લઈ આપવાની વાતો કરે છે . પણ લગ્ન બાદ ઘર માટે શાકભાજી લાવવાની પણ તેવડ નથી હોતી .

પોતાની નિષ્ફળતાએ સત્યમને થોડો હતાશ કરી દીધો હતો . દુનિયાની નજરમાં તેના લગ્ન સફળ હતા . પણ હકીકતમાં તે લગ્ન કરીને પસ્તાઈ રહ્યો હતો . આ જ કારણે તેનું મન દીકરી પણ તે વાટે જાય તે માટે રાજી ન્હોતું .

તેની નારાજગી સામે કૃષ્ણા પણ પોતાના માત પિતાની વાટે ચાલી નીકળી હતી .

' History repeats itself '

ઇતિહાસ પુનઃ દોહરાયો હતો .

કૃષ્ણા ના લગ્નની રાતે ઘરમાં હર કોઈ ખૂબ જ રોયું હતું.

બીજે દિવસે સત્યમે તેની પરેશાની ફ્લોરાને બ્યાન કરી હતી . તેણે કૃષ્ણા જોડે વાત કરી હતી . પછી બાપ દીકરી વચ્ચે વાતચીત થઈ હતી . તે વખતે દીકરી એ રજૂ કરેલી વાત સત્યમના હૈયાની આરપાર નીકળી ગઈ હતી .

' પૉપ ! મારે તમારી આર્થિક સ્થિતિની નબળાઈ ને લઈને તમારો લગ્નનો ખર્ચ બચાવવા જ આવું કર્યું છે . '

સત્યમે દીકરી સાથે વાત કરી હતી તેની ઘરમાં પત્ની કે પુત્રને કોઈને પણ જાણ ન્હોતી . હકીકતમાં આ વાત તેમને કરવી પણ યોગ્ય ન્હોતી . આ કારણે સ્થિતિ વધારે વણસી ગઈ હતી .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

સ્નેહાને પોતાની નણંદના લગ્ન થઈ ગયાનો ઘણો જ આનંદ થયો હતો . એ જ કારણે ક્ષિતિજે આ લગ્ન માન્ય કરી લીધા હતા .પણ ના જાણે કેમ ? તે પોતાના બનેવી સાથે વાત કરવા માટે માનસિક રૂપે તૈયાર ન્હોતો .

થોડા જ દિવસોમાં ક્ષિતિજ અને સ્નેહાના પણ લગ્ન થઈ ગયા . સ્નેહા પક્ષે કોઈ પરિચિત , દોસ્ત સ્વજન કે પરિવારનું કોઈ સભ્ય મોજુદ નહોતું . આ સ્થિતિમાં સર્વેશ અને સર્વાંગીએ કન્યાદાન સહિત સઘળી જવાબદારી તેમના શિરે ઓઢી લીધી હતી .

સત્યમ નીલાને પોતાની સાથે તેના ઘરમાં રાખવા માંગતો હતો . તેના પિતાના તેમના પર અનેક ઉપકાર હતા . તેમણે સત્યમના પિતાને એક નાના ભાઈની જેમ રાખ્યા હતા .

પરંતુ લોકો શું કહેશે ?

ફરી એક વાર આ સવાલ સત્યમની આડે આવી ગયો .

કોઈને આશરો આપવો એ પુણ્યનું કામ છે . કરજ ચૂકવવા માટે આપણને કોઈની આ અનુમતિની જરૂર નથી પડતી . અગર નીલાના પિતાએ આ રીતે વિચાર કરી તેમને મદદ ના કરી હોત તો ? શું થાત ?

સત્યમ દરેક ચીજને અલગ એન્ગલથી નિહાળતો હતો .