બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૮ Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૮

પૉપ ! નીલા આંટીને ઘરમાં લાવવાનો નિર્ણય કાબિલે તારીફ છે . અમે તો તેમને એક મા નો દરજ્જો આપવા તૈયાર છીએ . આવું કાંઈ થાય તો તમને બંનેને પાછલી ઉંમરે એક દોસ્ત એક સહારો મળી જાય . તેમને પણ પોતાનો રેડીમેડ પરિવાર મળી જાય . '

આ ની સામે ક્ષિતિજની નકારાત્મક સોચ આડે આવી ગઈ હતી . તેણે પોતાના સ્વભાવને આધીન વિરોધ જતાવવાની કોશિશ કરી તો રાધિકાએ તેને રોકી લેતા કહ્યું હતું .

' ક્ષિતિજ ! નીલા આંટી બિલ્કુલ નોખી માટીના છે . તેમના આવવાથી આપણું ઘર એક મંદિર બની જશે . અને જો તેમના લગ્ન બડે પાપા જોડે થઈ ગયા તો સોને પે સુહાગા થઈ જશે . '

રાધિકાની વાત સાંભળીને મને તેના પ્રત્યે ગર્વની લાગણી નિપજી હતી . તેણે સાચા અર્થમાં ઘરની વહુની જગ્યા પ્રાપ્ત કરી લીધી હતી જેનું સારૂં શ્રેય ગરિમાના ફાળે જતું હતું . તેણે અમારા ખાનદાનને શોભાવ્યું હતું .

મેં મારા પરિવારનો આભાર માનતા કહ્યું હતું :

' મારા બાળકો ! તમે લોકો કેટલા સીધા સાદા , સરળ છો . તમે બિલ્કુલ તમારાં દાદા પર ગયા છો . આજના સમયે તમારા જેવા સંતાન કોઈ નસીબદારને જ મળે છે . તમે લોકો મારૂં ગર્વ છો , અભિમાન છો ! '

' પૉપ ! આજે અમે જે કાંઈ છીએ તેનું સંપૂર્ણ શ્રેય તમને જ જાય છે . બાકી અમે તો તમારું પ્રતિબિંબ છીએ . તમે અમને ઘણું બધું આપ્યું છે . ઘણું બધું શીખવાડ્યું છે . બાકી તમારા પેંગડામાં પગ ઘાલવાની અમારી હેસિયત નથી ! અન્યના ઉપકાર કદી ભૂલવા ના જોઈએ . આ વાત તમે જ અમને શીખવાડી છે . '

' કૃષ્ણા બેટા ! રાધિકા વહુ !! ભગવાને તમારા રૂપમાં બે લેડી કૃષ્ણાનો ઉપહાર આપ્યો છે . '

અને બીજે દિવસે હું ક્ષિતિજ અને સાર્થકને લઈ મહિલા આશ્રમમાં પહોંચી ગયો હતો .

અમે લોકો તેને લેવા માટે ગયા હતા . તે જાણી નીલાના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી . તેને આશ્રમ અને ત્યાંના દરેક સભ્ય સાથે એક લગાવ થઈ ગયો હતો . એ જ કારણે તે પોતાનો કોઈ જ પ્રતિભાવ વ્યક્ત કર્યો ન્હોતો . તેની ભીતર કોઈ ઘમાસાણ યુદ્ધ મચી રહ્યું હતું . તેની બોડી લેંગ્વેજ કોઈ સંકેત દઈ રહી હતી . તે કાંઈ કહેવા ચાહતી હતી , પણ શબ્દો માનો માછલીના કાંટાની માફક ગળામાં અટકી ગયા હતા .

ગરિમા તેની મનઃ સ્થિતિથી વાકેફ હતી . તેણે સહાનુભૂતિ જતાવી નીલાના ખભે હાથ મૂકી સવાલ કર્યો હતો .

ગરિમાના સવાલથી નીલાની આંખોમાં ગંગા જમની ઉભરાઈ રહી હતી . પોતાની સાડીના છેડાથી આંસૂ લૂંછતાં જવાબ આપ્યો .

' ગરિમા દીદી ! તમે તો મારી તકલીફ સારી રીતે જાણો છો . હું કોઈના સહારા વિના એક ડગલું પણ ભરવા અસમર્થ છું . આ હાલતમાં હું સત્યમ ભાઈ અને તેના પરિવારની મુશ્કેલી કઈ રીતે વધારી શકું ? રાધિકા બિચારી રાત દિન તનતોડ મહેનત કરે છે . એક મિનિટનો આરામ પણ તેના નસીબમાં નથી . '

' નીલા ! તારે આ મામલે ચિંતિત થવાની આવશ્યકતા નથી . રાધિકા મારી વહુ નહીં પણ દીકરી છે . તેની ભીતર અપાર શક્તિનો ખજાનો ભર્યો પડ્યો છે . તે બધું જ સંભાળી લેશે . તેણે મને કોઈ ચીજની કમી અનુભવવા દીધી નથી . ના તો કોઈ ફરિયાદ કરી છે . તે કૃષ્ણાની પ્રતિકૃતિ જ બની રહી છે . બંને લેડી કૃષ્ણાનો અવતાર છે . રાધિકાની લાગણીએ મને વિના પૈસે ધનવાન બનાવી દીધો છે . '

આ સાંભળી ફરીથી નીલાની આંખોમાંથી ગંગા જમના વહેવા માંડી હતી . આ આંસુમાં કોઈ વ્યથાનો કોઈ ભાર ન્હોતો. બલ્કે અહોભાવ નીતરી રહ્યો હતો .

તેણે નીચા વળી મારો ચરણ સ્પર્શ કર્યો હતો

હું આ ઉંમરે પણ એવું માનીને ચાલી રહ્યો હતો . નારી પવિત્રતાની મૂરત હોય છે . તે કદી ખોટું ના કરી શકે . પણ પહેલી વાર નીલાએ મને ખોટો પુરવાર કર્યો હતો .

ત્યાર પછી પણ અમે મળ્યા હતા . ત્રણ રાત જગ્યાની સંકડાશને કારણે અમારે બાજુમાં સૂવું પડ્યું હતું . પરંતુ કદાચ આ મારા સંસ્કાર હતા યા સમજનો અભાવ . મેં નીલા સાથે કાંઈ જ કર્યું ન્હોતું .

આ વાતને વર્ષોના વ્હાણા વાઇ ચુક્યા હતા . ફરી મળ્યા ત્યારે ? તેણે ઘણી જ ઠોકરો ખાધી હતી . કેટલીય તકલીફો ભોગવી હતી જેનાથી તેની ગાડી પાટા પર આવી ગઈ હતી. તે સાચા અર્થમાં અમારા પરિવારની સદસ્ય બની ગઈ હતી
મારા સંતાનો તેને ' નાની મા ' કહીને બોલાવતાં હતા .

સંબંધો નાજુક ફૂલો જેવા હોય છે .

ગરિમાએ અનેક વાર આ વાત દોહરાવી હતી .

०००००००००००० ( ક્રમશઃ )