બડે પાપા - પ્રકરણ ત્રીજું Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બડે પાપા - પ્રકરણ ત્રીજું

સત્યમે અવનિની સાડીનો પાલવ ખેંચી સવાલ કર્યો :

' શીદ જઈ અાવ્યા ? '

સત્યમનું વર્તન નિહાળી ક્ષણભર તેની અાંખોમાં અણગમાનો ભાવ સ્ફૂર્યો . તે તરત જ કૌશિકના ઘરમાંથી બહાર નીકળી જતી રહી . તેની પાછળ સત્યમ પણ બહાર નીકળી ગયો .

અને થોડી વાર પછી અવનિના ઘરે  ગયો . ત્યારે અવનિએ સસ્મિત તેને અાવકાર અાપ્યો . તેની કેડે હાથ રાખી સત્યમને કિચનમાં લઈ જઈ એક ડિશ ભરીને  ભેળ ખવડાવી . અાથી  તેણે ધન્યતાની લાગણી અનુભવી . સ્વર્ગ મળી ગયા સમી ખુશીનો અહેસાસ કર્યો . રાત ભર તે અવનિનો પ્રેમાળ ,  હૂંફાળો  વ્યવહાર વાગોળતો રહ્યો .

પણ બીજે દિવસે સાંજના કૌશિકની ટકોરે તેને અાસમાનથી જમીન પર  પટકી દીધો .
' તેં કાલે સાંજના અવનિ સાથે શું કર્યું હતું ? '
તેણે જે રીતે સવાલ કર્યો હતો . તેથી સત્યમ ભડકી ગયો . અવનિએ તેને કંઈ જ કહ્યું જ નહોતું .અાથી તેને કૌશિશની દખલગીરી ખટકી હતી ! તેણે કૌશિકને સવાલ કર્યો હતો !
' તારૂં શું જાય છે ? '
તે સાંભળી કૌશિકે કંઈ એવી ટકોર કરી હતી જેનો અર્થ ગુંડા મવાલી જેવો થતો હતો .તેના દિલમાં કોઈ જ પાપ નહોતું , છતાં તેણે માંફી માંગી લીધી હતી ! ત્યાર બાદ તેણે અવનિને હાથ પણ લગાડયો નહોતો !
પણ થોડા દિવસ પછી કંઈ એવી વાત બની હતી જેણે સત્યમને અપ સેટ કરી દીધો હતો !
કૌશિકે તેના વર્તનનું અવનિ જોડે તેનાથી પણ વધારે અભદ્ર વર્તન કર્યું હતું . તેથી સત્યમનો ગુસ્સો અાગ બની ગયો હતો . તેણે મોકો મળતાં કૌશિકને સવાલ કર્યો હતો અને તેણે ' મારી ભૂલ કહેવાય ' તેવું કહી વાત દબાવી હતી . તેના વર્તનથી અવનિ પણ નારાજ થઈ ગઈ હતી . 
તે દિવસોમાં ન જાણે કેમ પણ અવનિ તેની સાથે વાત કરતી નહોતી . અા વાતનો સત્યમને ખૂબ જ અફસોસ થતો હતો . તે કેમ અાવું કરતી હતી ? સત્યમને તેની કોઈ ભનક પણ અાવી નહોતી .
એક દિવસ તે પોતાના ઘરની બહાર ચાલીમાં બેઠો હતો ત્યારે એક છોકરો અાવીને તેને સંદેશો અાપી ગયો હતો !
' બહાર ગલીના નાકે બે ત્રણ છોકરાઓ અાકાશની ધુલાઈ કરી રહ્યાં છે ! '
અા એક ગંદા રાજકારણનો પ્રકાર હતો . સત્યમને અા મામલામા સંડોવવા માટે જ ગલીના નાકે બોલાવવામા અાવ્યો હતો . અાકાશની ધુલાઈ કરાવવા માટે સત્યમની નિશાળમાં ભણતાં તેના ખાસ મિત્રોને રોકવામા અાવ્યા હતા અને તેમણે પણ સત્યમને ન ઓળખતા હોવાનો ડોળ કર્યો હતો . તે મિત્રોને રોકવા માંગતો હતો . પણ તેમનો જુસ્સો , ઝનૂન જોઈ થડકી ગયો હતો . અા હાલતમાં તેણે અવનિ પાસે દોડી જઈ ઘટનાનો હવાલો અાપતા કહ્યું હતું ! 
' ગલીના નાકે બે ત્રણ છોકરાઓ અાકાશની ધુલાઈ કરી રહ્યાં છે ! '
સાંભળી અવનિ ગભરાઈ ગઈ હતી . શું કરવું તેનો નિર્ણય લઈ શકતી નહોતી . પરે
શાન હાલતમાં તેને પોતાનો ગોડ ફાધર પણ યાદ ન અાવ્યો !
સત્યમ અનાડી હતો ! બુધ્ધું હતો . અા વાતનું તેની હરકતે પ્રમાણપત્ર દીધું હતું !
' તેઓ મારી સાથે ભણતા મારા જ મિત્રો છે ! '
અા નો શું મતલબ થાય ? સત્યમને તેની જાણ નહોતી . તેની અા વાતે સત્યમને અાકાશનો હરીફ બનાવી દીધો  !  ત્રિકોણનો
  ત્રીજો ખૂણો બનાવી દીધો હતો જેનો સત્યમને કોઈ જ ઈલમ નહોતો !
એક વાર તેણે પડોસના અપંગ છોકરા સામે બબ ડાટ કર્યો હતો
!
' બિલ્ડિંગના બધા જ છોકરાઓ અવનિને પ્રેમ કરે  છે હું પણ તેને ચાહું છું !  !

પ્રેમ કોને કહેવાય ? તેની સત્યમને ગતાગમ નહોતી . તેણે જાણ્યા સમજયા વિના બફાટ કરી પોતાના જ પગ પર કુહાડી મારી હતી ! 

સત્યમને ફિલ્મો જોવા ઉપરાંત તેના ગીત ગણગણવાનો શોખ હતો . તે સારૂં ગાઈ શકે છે તેવી તેને ભ્રમણા થઈ ગઈ હતી . તે ગીતમાં મનફાવે તેવા શબ્દોનો ઉપયોગ કરતો હતો . અાથી રમૂજ પેદા થતું હતું ! અાથી બિલ્ડિંગના અન્ય છોકરા- છોકરીઓ અવનિના ઘરમાં જમા થતા હતા  અને સત્યમ બધાની વચ્ચે બેસૂરા અવાજે ગાતો  હતો !   છતાં તે ગીતના શબ્દો અને ભાષા બદલી સારું રમૂજ પેદા કરવાની ક્ષમતા ધરાવતો  હતો . 

' જીંદગી એક પાપડ છે , જેમાં કોઈ મસાલો નથી ,
લોકો મળે છે , વાતો કરે છે , જેમાં કોઈ ભલી વાર નથી ,

સત્યમે હિન્દી ફિલ્મ ' નાટક ' ના ટાઈટલ સોંગ પરથી અા ગીતની રચના કરી હતી :

જીંદગી એક નાટક હૈં , હમ નાટકમેં કામ કરતે હૈં ,
પડદા ઊઠતે હી સબ કો
 સલામ કરતે હૈં ,

દરેક વ્યકિતમાં ભગવાને કોઈને કોઈ ટેલેન્ટ મૂકેલી હોય છે પણ લોકોની વાત તો છોડો પણ માણસને ખુદને તેની જાણ હોતી નથી . ટેલેન્ટ સાથે  સત્યમમાં અમુક વિચિત્રતાનો વાસ હતો ! તેને  લોલક વાળા ઘડિયાળ અને રિસ્ટ વોચનું  ઘેલું લાગ્યું  હતું ! તે ગમે ત્યારે લોલક વાળા ઘડિયાળ ધરાવતા  લોકોના ઘરમાં ઘૂસીને કાંટા ફેરવી નાખતો હતો . સામાન્યત : હર એક ઘડિયાળમાં દસ વાગે નાનો કાંટો દસ પર અને મોટો કાંટો બાર પર હોય છે , પણ સત્યમને નાનો કાંટો દસ અને અગિયાર વચ્ચે જોવાની ઘેલછા લાગી હતી . તે પોતાના મિત્રોને પણ અાવું કરવાની સૂચના અાપતો હતો અને બદલામાં કેરમના સ્ટ્રાઈકર્સની લહાણી કરતો હતો ! અા જ પ્રયોગ તેણે બે ટેબલ કલોક સાથે કરી તેનો દાટ વાળી દીધો હતો ! 
પોતાની સાવકી માની માફક તે પણ ઘણો જ નાજુક તેમ જ સંવેદનશીલ હતો . કોઈની પીડા કે યાતના સહી શકતો . કોઈને તકલીફ દેન વેણ કયારેક તેના મોઢામાંથી નીકળી જતાં હતા પણ ગુસ્સો શાંત થતાં તે પસ્તાવાની લાગણી અનુભવતો  હતો
 :
એક વાર એક અજાણ્યો શખ્સ સત્યમના બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો . તે ચોરી કરતાં પકડાઈ ગયો હતો . લોકોએ તેને નિ:વસ્ત્ર કરી અધમૂઓ કરી નાખ્યો હતો . તે જોઈ સત્યમના હૈયામાં અનુકંપાનું ઝરણું વહી નીકળ્યું હતું ! 
ન જાણે કેમ પણ તેના માસા માસીને સત્યમ અાંખના કણાની માફક ખૂંચતો હતો . તેઓ સત્યમની ગણના અનાડી , બબૂચક તેમ જ બુધ્ધુમાં કરતા હતા ! ન જાણે કેમ બંને માસા માસી સત્યમને લઈ ઈન્સિકયોર ફીલ કરતા હતા , સત્યમને હિણપત ભરી સ્થિતિમાં અાણવાની હર શકય કોશિશ કરતા હતા ! તેને બગાડવા માટે માસીએ એક દળદાર પુસ્તક પોતાની સાવકી બહેનના હાથમાં થમાવી સૂચના અાપી હતી .  ' તારા દીકરાને વાંચવા અાપજે ! ' સત્યમની ઉંમર ત્યારે માંડ ૧૪-૧૫ની હતી . પુસ્તકનું નામ હતું : ' અરેબીયન નાઈટસ ! 
અા પુસ્તકમાં સ્ત્રી પુરૂષના દૈહિક સંબંધોનું શૃંગારિક જુગુપ્સા પ્રેરક વર્ણન હતું . જેને કારણે સત્યમ ગુમરાહ થઈ ગયો હતો . અા પુસ્તક બાળકો માટે નહોતું . તેમણે પુત્રના હાથમાં અાવું પુસ્તક સોંપી તેને ગલત હરકત કરવા ઊશ્કેર્યો હતો અને પછી તેને ' કાળા માણસ 'ની ઉપાધિ બક્ષી હતી . ત્યાર બાદ મા દીકરા વચ્ચે અંતર અાવી ગયું હતું ! 
સત્યમ બંને છેડે ઈન્સિક્યોર ફીલ કરતો હતો . ગીતા બહેનને તે માતા તરીકે સ્વીકારી શકયો નહોતો અને અવનિ પણ તેનાથી નારાજ હતી ,
તે પોતાની જાતને એકલો સમજતો હતો , નિરાધાર માનતો હતો ,.તેને મન અવનિ જ તેના અંધકારનો દીવડો હતો જે બુઝાવાની તૈયારીમા હતો ! અા હાલતમાં તેણે અવનિને સંબોધી એક પત્ર લખ્યો હતો અને ભાવિકાને કુરિયર બનાવી તેને પહોચાડયો હતો !
થોડી વારે અવનિએ તેને પોતાના ઘરે બોલાવ્યો હતો  ત્યારે ? કૌશિક તેનો બોડી ગાર્ડ તરીકે મોજૂદ હતો ! 
સત્યમને જોતાં વેંત જ
અવનિએ તેને અાંચકો અાપ્યો :
' I am not your lover ! '
ચઢતા ક્રમમાં બોલાયેલા અા પાંચ શબ્દોનો સમૂહ સત્યને ઊંડો ઘા દઈ ગયો . પળભર તે સમજી ન શકયો શું વાત કરવી ?
અવનિએ તેને ઘણું બધું કહી દીધું હતું !

એક વાત સત્યમના હૈયાને ખૂબ દઝાડી
ગઈ . એ તો અાકાશ સારો છે નહીં તો મારી સગાઈ તૂટી ગઈ હોત
! '

હવે બંનેની સગાઈ થઈ ગઈ હતી ! તેની સત્યમને તો જાણ પણ નહોતી . બંનેની કયારે સગાઈ થઈ હતી ? સત્યમે પોતાની જાતને સવાલ કર્યો . તે વખતે તેને પડોશણ બાઈએ અવનિની માને કહેલી વાત યાદ અાવી ગઈ ! 

' તમે તો ખરેખર નસીબદાર છો
! તમને સારો જમાઈ મળી ગયો ! હવે અા જમાઈ અાકાશ જ હતો . તેની સત્યમને સપનામાં પણ કલ્પના નહોતી થઈ !

તે દિવસે અવનિ અાખો દિવસ ઘરમાં નહોતી . તે પોતાની માસીને ત્યાં ગઈ હતી . તેણે ભારે સાડી પહેરી હતી . તે જ વાત તેની સગાઈની વાતની ગવાહી દઈ રહી હતી ! અાટલી મોટી વાત તેણે સત્યમથી છુપાવી હતી ! હવે તેને અાવું કરવાની શી જરૂર હતી ? શું તેને ડર લાગ્યો હતો ? સત્યમ તેની સગાઈમાં કોઈ બાધા ખડી કરશે ? જે સંજોગો ખડા થયા હતા તે જોઈ સત્યમ દિગ્મૂઢ બની ગયો હતો . તેણે પગે પડી અવનિની માંફી માંગી હતી . તેણે ઘરે અાવીને પોતાનો હાથ બાળવા માંડયો હતો . ભાવિકા તરત જ દોડીને અવનિ અને ગીતા બહેનને બોલાવી લાવી હતી .
અવનિએ પોતાના હાથે સત્યમને બર્નોલ લગાડયું હતું . તેથી તેને ટાઢક વળી હતી . પણ તેની હૈયાની બળતરાનું શું
? તે જ ઘડીથી સત્યમ તેની જિંદગીમાંથી બહાર નીકળી ગયો .  
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

થોડા દિવસ બાદ સમર વેકેશનમાં સત્યમ તેના માતા પિતા અને અવનિ સાથે પિતાના મિત્રની છોકરીના લગ્નમાં મહેમદાવાદ તાલુકામાં અાવેલા માંકવા ગામે ગયો હતો . પિતાના મિત્ર રાવજી ભાઈની બીજી દીકરી સુશીલાના લગ્ન નિર્ધાયા હતા ! તે જ દિવસોમાં તેમના નાના ભાઈની પત્નીનું એક અકસ્માતમાં મૃત્યું થયું હતું જેને કારણે લગ્ન પાછળ ઠેલવામા અાવ્યા હતા ! માંકવા પહોંચતા જ સત્યમ રાવજી ભાઈની નાની દીકરી નીલાના પરિચયમાં અાવ્યો હતો . બંને સમવયસ્ક હતા ! તે સતત સત્યમની નજીક અાવવાની કોશિશ કરતી હતી . બંને વચ્ચે વાતચીતનો સેતું બંધાઈ ગયો હતો !
ગરમીના દિવસોમાં ઘરના બધા જ સ્ત્રી પુરૂષ સભ્યો સવાર સાંજ નદીએ સ્નાન કરવા જતા હતા ! તે જાણી સત્યમે તેના પિતા સમક્ષ નદીએ જઈ સ્નાન કરવાની ઈચ્છા વ્યકત કરી હતી . તે સાંભળી રાવજી ભાઈએ પોતાની નાની દીકરીને હાક મારી પોતાની પાસે બોલાવી સૂચના અાપી હતી :

' જા સત્યમ ભાઈને નદીનો રસ્તો દેખાડી અાવ ! '

અને નીલા તેને લઇ નદી ભણી ચાલવા માંડી હતી . ભાવિકા પણ તેમની સાથે હતી !

સાંજ ઢળી રહી હતી . અંધકારના ઓળા અવનિ પર ઊતરવાની તૈયારી કરી રહ્યા હતા ! સત્યમ અને નીલા એકમેકની સાથે ચાલી રહ્યા હતા ! ભાવિકા તેમની પાછળ ચાલી રહી હતી .

નીલા અને સત્યમના દેહ વારંવાર એકમેક સાથે અફળાતા હતા ! અા એક અકસ્માત હતો જાણી બુઝીને કરવામા અાવતી હરકત ! ગમે તે હોય બંને અા અથડામણ એન્જોય કરતા હતા . સત્યમ અાવેગમાં અાવી તેનો હાથ નીલાના ખભે મૂકી દેતો હતો . નીલા પણ સત્યમનો હાથ પકડી લેતી હતી . એક બે વાર સત્યમની કોણી નીલાની પુષ્ટ છાતી
પર અાવી ગઈ હતી ! . નીલાને સત્યમની હરકત ગમતી હતી . તેણે અા બદલ કોઈ અણગમો વ્યકત કર્યો નહોતો ! 

પાંચ દસ મિનિટમાં જ તેઓ નદી પહોંચી ગયા હતા  સૂર્યાસ્ત થવાની ઘડી પૂરી થઈ ચૂકી હતી . ચાંદામામા પોતાનું શાસન જમાવવા તૈયાર ખડા હતા !
નદીએ પહોંચતા વેંત જ  નીલાએ સૂચના અાપી હતી ! 
' કપડા કાઢીને પાણીમાં કૂદી પડો ! '
તેની સામે બે જુવાન છોકરી મોજૂદ હતી ! તેમાં એક મા જણી બહેન હતી અને બીજી પિતાના મિત્રની દીકરી હતી જે પણ તેની બહેન સમાન હતી ! તેને મૂંગો જોઈ નીલાએ પોતાનો અાદેશ દોહરાવ્યો હતો . અને શરમ લજ્જા નેવે મૂકી તેણે બધા કપડા ઉતારી માત્ર ચડ્ડીભેર પાણીમાં ઝંપલાવી દીધું હતું ! તેની પાછળ પોતાનું બ્લાઉઝ ઉતારી નીલા પણ પાણીમાં કૂદી પડી હતી .તેનું અનુસરણ કરતા ભાવિકા પણ પાણીમાં કૂદી પડી હતી ! નીલાનો ઈરાદો ખતરનાક હતો જેનાથી સત્યમ અજાણ હતો ! નીલાના ભીના કપડામાંથી બે કાળા ગોળ ટપકા સાંગોપાગ નજર અાવી રહ્યા હતા ! તે જોઈ સત્યમની ભીતર કંઈ રંધાવા માંડયું હતું ! 
સ્નાન બાદ તેઓ નદી કિનારે ગપસપ કરતા બેઠા હતા !તે વખતે એક ચશ્માધારી યુવાન ત્યાં અાવ્યો હતો! નીલાએ તેનો પરિચય અાપતા કહ્યું હતું :
' અા ડોકટર કમલેશ છે ! '
તે દેખાવમાં ખૂબ જ અાકર્ષક તેમ જ સ્માર્ટ હતો !
નીલાની ગામમાં છાપ સારી નહોતી ! હર કોઈ તેના કારનામાની ચર્ચા કરતું હતું !  અા વ્ૃંંં
બે ચાર દિવસ મિત્રને ઘરે રહી તેના માતા પિતા અને ભાવિકા મુંબઈ અાવી ગયા હતા જયારે સત્યમ રાવજી કાકાના અાગ્રહને માન અાપી માંકવા રોકાઇ ગયો હતો ! તે દરમિયાન સત્યમને કૂલા પર ગૂમડું થયું હતું ત્યારે નીલાની માતાએ તેને માટે પટ્ટી તૈયાર કરી હતી . તેને લઈ સત્યમ મેડી પર જઇ રહ્યો હતો ! ત્યારે નીલાએ તેને સવાલ કર્યો હતો !
' લાવો ! તમને
પટ્ટી લગાવી અાપું ? '
એક મોટી ઉંમરની સ્ત્રી પણ ન કરે તે વાત નીલા કરવા તૈયાર થઈ ગઇ હતી . અા વાતે તે નીલા વિશે થતી વાતચીત માનવા વિવશ થયો હતો ! નીલાએ તેના જીજુને સિડયૂસ કર્યા હતા ! તેનો ડોકટર કમલેશ સાથે અાડો વ્યવહાર હતો . નીલા સત્યમને પણ સિડયૂસ કરવા માંગતી હતી . પણ સત્યમે તેને સાથ અાપ્યો હતો ! સેક્સની બાબતમાં તે બિલ્કુલ ' ઢ ' હતો .
અાથી  નીલાએ તેને બુધ્ધુ હોવાનો શિરપાવ અાપ્યો હતો ! ત્યારે સત્યમની એક પડોશણે પણ તેને અાવો જ ઇલ્કાબ અાપ્યો હતો !
મુંબઇ જવાની અાગલી રાતે નીલા તેની બાજુમાં અાવીને સૂઈ ગઈ હતી . સત્યમ તેની
પડખે કાથીના ખાટલામાં સૂતો હતો ! તેણે ઘણા જ ભાવુક થઇ નીલાને સવાલ કર્યો હતો! ' કેમ છે બુન
? '
તેના અાવા સવાલે નીલા ભોઠી પડી ગઇ હતી ! સત્યમ જોડે શારીરિક સંબંધ બાંધવાની તેની નેમ ધૂળમાં મળી ગઈ હતી ! 
સત્યમ મુંબઈ પાછો ફર્યો ત્યારે તેની પાસે નવલો અનુભવ હતો . નિશા અને નીલાએ તેને એક વાત માનવા વિવશ કર્યો હતો ! 
સેક્સના મામલામાં પહેલ હંમેશા સ્ત્રી તરફથી થતી હોય છે  . ભલે તે અવનિના મામલામા એક તરફી પ્રેમી સાબિત થયો હતો ! પણ સ્પર્શની પહેલ તેણે જ કરી હતી ! તેના દિલોદિમાગમાં શું ચાલતું હતું ! માંકવાના વસવાટ દરમિયાન સત્યમને અનેક વાર અવનિની યાદ અાવી હતી ! 
તેના સિવાય સત્યમની જીંદગીમાં નિશા નામની છોકરી પણ અાવી હતી ! સત્યમને તેના પ્રતિ વિજાતિય અાકર્ષણ જાગ્યું હતું ! બંને એકમેકનો સ્પર્શ કરતા હતા !
બંને વચ્ચે શું ચાલી રહ્યું હતું ? કંઈ જ સમજાતું નહોતું ! નિશાનું વર્તન કયારેક એવું માનવા પ્રેરતું હતું  
તે સત્યમને પ્રેમ કરતી હતી ! તે પણ નિશાનો સાથ ઝંખતો હતો . ભગવાને તેમને ૧૫ મિનિટ સાથે ચાલવાનો મોકો અાપ્યો હતો પણ બંને વચ્ચે કોઈ વાર્તાલાપ કે સંવાદો સર્જાયા નહોતા ! તેઓ બિલ્કુલ મૂક બની ગયા હતા !  પછી એવું શું થયું હતું ? જેને કારણે નિશાએ તેને બુધ્ધુની કક્ષામાં શામેલ કરી દીધો હતો !

મુંબઈ અાવ્યા બાદ નિશાળે જવા લાગ્યો હતો . તે હજી પણ કયારેક અવનિને યાદ કરતો હતો ! તેણે કદાચ અવનિને પ્રેમ કર્યો હતો . પણ તેને પામવાનો કોઈ પ્રકારનો ખોટો માર્ગ અપનાવ્યો નહોતો . છતાં બિલ્ડિંગના અમુક છોકરાઓના ગંદા રાજ કારણે તેને ખલનાયકની હરોળમાં અાણી દીધો હતો

થોડા દિવસ બાદ તે ટાઈફોઈડની બીમારીનો શિકાર બની ગયો હતો ! મહિનો માસ તે પથારીવશ હતો ! મૃત્યુનો ભય સતત તેના માથે ઝઝૂમી રહ્યો હતો ! અા સ્થિતિમાં તે અવનિને મળવા માંગતો હતો ! તેણે નિશાને અરજ કરી હતી ! 
' પ્લીઝ ! અવનિને મારી પાસે લઈ અાવ! '
' હવે તે પારકી અમાનત છે ! તેને ન બોલાવાય ! '
કહી તેણે સત્યમને ટાળી દીધો હતો . તેનો અા વર્તાવ ઘણું બધું કહી ગઈ હતી . જેનો સત્યમને કોઈ ઈલમ નહોતો . તે સતત અવનિના વિચારોમા રાચ્યો રહેતો હતો ! તેનું એક મન વિચારતું હતું ! તેના હદયમાં તેના પ્રત્યે સહાનૂભૂતિ હતી . તે નાતે પણ  તે સત્યમની ખબર કાઢવા અાવી શકી હોત . તે બીમાર હતો . અા વાત તે જાણતી હતી , છતાં તે અાવી નહોતી !
ક્રમશ :!