સકારાત્મક વિચારધારા 31
ગઈકાલ હું અમેરિકા થી પોતાનો એમ.બી.એ.પૂરું કરીને એક વર્ષ પછી ઘરે પાછો ફર્યો. સાંજે સાત વાગ્યે હું અમદાવાદના એરપોર્ટ પર પહોંચ્યો.ઘરે પહોંચતા- જમતા, રાત્રિના દસ વાગવા આવ્યા અને પથારી એ જવાનો સમય થઈ ગયો.બીજા દિવસે સવારે હું ઊઠી ને આવ્યો ત્યારે જોયું તો મમ્મી_ પપ્પા કોઈ
મહારાજનું પ્રવચન સાંભળી રહ્યા હતા. પ્રવચનમાં ખૂબ સરસ વાર્તા ચાલી રહી હતી.તેથી,હું પણ મમ્મી -પપ્પા સાથે સાંભળવા બેસી ગયો.
વાર્તા માત્ર રસપ્રદ જ નહી પણ સમજવા લાયક પણ હતી.જેમાં શ્યામા અને દીપક નામના બે મિત્રો હોય છે.બંને એક જ કાર્યાલય માં કામ કરે છે અને બંને વચ્ચે સારી એવી મિત્રતા હોય છે.બંનેની પગાર પચીસ થી ત્રીસ હજાર જેટલી છે એટલે કે,બંને ની ગણતરી મધ્યમ વર્ગીય પરિવારમાં થાય. બંને ની મિત્રતા ખૂબ સારી પણ વિચારસરણી સાવ જુદી.એક દિવસ તો બીજો રાત.શ્યામા ભાઈ તો ભારે દેખાવડા બ્રાન્ડેડ કપડાં પહેરવાં,ગજવું ભલે ખાલી પણ શ્રીમંત લોકો સાથે ઉઠવું બેસવું,તાકાત હોય કે ના હોય પણ એસી થી માંડીને પોતાની કાર પછી ભલે લોન નું પોટલું માથે લટકે,આ વજન સહન ના થાય ત્યારે આવેશમાં આવી જવું કારણકે, લાંબા ભેગો ટૂંકો દોડે તો મરે નહી તો માંદો તો પડે જ. બીજી બાજુ દીપકભાઈ સ્વભાવે સાવ શાંત,જરાય દેખાવ નહી બસ, પ્રમાણિકતા એમનો સિદ્ધાંત ,કોઈ જુએ કે નહી. કાર કે એંસી હોય કે નહી પણ મનમાં ઠંડો વાયરો વહેતો રહેવો જોઈએ અને દરેક સમસ્યાનો ઉકેલ શાંતિથી જ મેળવી શકાય છે પણ શ્યામા ને તો દેખાવ નું વળગાડ, માથે પોટલા નું વજન એટલું વધી ગયું હતું કે,તેની સ્થિતિ ન રહેવાય કે ના સહેવાય જેવી થઈ ગઈ હતી.શ્યામા અને દીપક દરરોજ ઓફિસમાં સાથે જમતાં,એક દિવસ દીપક ને શ્યામા ના દેખાતા તે તેને ઓફિસમાં શોધવા લાગ્યો.શોધતા શોધતા ઓફિસની અગાશીએ પહોંચ્યો અને જોયું કે, શ્યામા આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો કે દીપકે તેને બચાવી લીધી.
સૌ પ્રથમ તો દીપકે તેને પોતાની પાસે બેસાડી પાણી આપ્યું.ત્યાર બાદ, દીપકે શ્યામા ને કહ્યું કે,"એક પળ આવેશમાં આવીને આટલું મોટું અને ખોટું પગલું! શું તે ક્યારેય આનું પરિણામ વિચાર્યું છે? વિચાર્યું છે કે,તારા પછી તારા ઘરના સભ્યો નું શું થશે? પરિણામનું વિચાર્યું હોત તો આવું કૃત્ય ના આચર્યું હોત.થોડું શાંત મન થી વિચારી ને જો હજુ પણ બધું વેચીને થોડું સાદગી અને શાંતિ થી જીવી શકાય છે. જીવન ના ભવ સાગર માં લહેરો નો શોરબકોર તો ચાલ્યા જ કરવાનું ,આ ભરતી અને ઓટ ની રમતમાંથી તો સ્વયં સૃષ્ટિનો સર્જનહાર પણ બાકાત નથી.તે પછી બ્રહ્મા, વિષ્ણુ, કે મહેશ કેમ, ના હોય?
જીવન છે તો બધું શક્ય છે.નથી તો કંઈ જ નથી,અને ચિંતા શાની કોરી ખાય છે પોતાના ઘરના સભ્યો,કે બાળકો ના પશ્નો ની?તો તેમને પણ પ્રમાણિકતા અને સંતોષના પાઠ જ શીખવા જોઈએ.હિંમત માત્ર જીવનમાં આગળ વધવા માટે દાખવવી જોઈએ નહી કે દેખાવની દોડ માં આગળ આવવાની,કોઈ કાર કે મોટું મકાન ઓકિસજન પૂરું પાડતું નથી અને નિરંતર આપણી ઈચ્છા મુજબ નું જીવન ચાલતું નથી પણ મળે કે ના મળે છતાંય તમારું ગીત ગાતું હદય અને હસતો ચહેરો એ જ તમારી મિલકત છે.જે મળે છે માત્ર સકારાત્મક વિચારધારા થી.
અને સકારાત્મક વિચારધારા એ કોઈ જીની ના ચિરાગ જેવું નથી એને તો જે રીતે એક શિલ્પકાર મૂર્તિ બનાવે,જે રીતે દરેક ખૂણાથી આકાર આપે તે રીતે ધડવી પડે.જેમાં આપણા માતા_ પિતા,પરિવાર જનો ,મિત્રો અને આપણી આસ- પાસના વર્તુળ નો ફાળો મુખ્યત્વે હોય છે.
આથી, પણ વધુ આપણી સમક્ષ અથવા તો આપણી સાથે નાનપણ થી બનતા બનાવો દ્વારા જ આપણી માનસિકતા ઘડાય છે.જેનો આધાર આપણા પૂર્વ જન્મ,ગર્ભ સંસ્કાર,અને કેળવણી છે.
માણસ જીવન ને જીતવા માટે જેટલી મહેનત કરે છે એથી, વધુ માનસિક સંધર્ષ હાર ને પચાવવા અને પછાડવા કરવો પડે છે.પડવું નિયતિ છે.પણ આપણે કેટલી વખત ઊભા થઈ છીએ એ આપણા હાથમાં છે.જેમ એક ઇમારત નો પાયો તેનો સ્તંભ છે.તે રીતે સુખમય જીવન નો આધાર સકારાત્મક વિચારધારા છે.
આથી થી જ તો કહેવાયું છે કે,
"જ્યો મંદિર કો ઠામે ઠમન,
જ્યો અંધકાર દીપક પ્રગાસ,
ત્યો જીવનધારા કા આધાર,
એક માત્ર સકારાત્મક વિચારધારા."
_મહેક પરવાની