Teaching books and stories free download online pdf in Gujarati

શિખામણ

જતીન ભટ્ટ (નિજ) રચિત હાસ્ય રચના

શિખામણ

કોઈ પણ માણસ જ્યારે સામે વાળા ને શિખામણ આપે ત્યારે...

પહેલો ડાયલોગ (એટલે કે શિખામણ )સામેવાળા પાત્ર ને મોંઢા પર કહેલ છે, અને બીજો ઉદગાર સામેવાળા પાત્રનો ફક્ત હોંકારો છે અને કૌંસ માં છે તે બીજા પાત્ર દ્વારા મનોમન બોલેલો, પણ ખરો ડાયલોગ એ જ છે, ઓકે?!!

તો સ્ટાર્ટ કરીએ,

_ ' જો બેટા, લોંગ રૂટ છે , જાળવી ને જજો, ને જાળવી ને આવજો'
_ ' હો બાપા' ( આ બાપોય નોટ છે, મને ભાન ના પડે?, જ્યારે ને ત્યારે શિખામણ, શિખામણ)
_ ' જૉ બેટા, ગરબા રમવા જાય છે તો જરા જાળવીને, અને ગ્રુપ ની સાથે જ રહેજે, ગરબા પતે એટલે સીધી ઘરે જ આવજે, રાત વરત બહુ બહાર રહેવું નઈ '
' હો મમ્મી '( આ મમ્મી પણ નોટ છે, મારે કાલે કૉલેજ નઈ જવાનું?,એટલે હું ગરબા રમીને ઘરે જ આવીશ ને, તો શું? જ્યારે ને ત્યારે શિખામણ, શિખામણ)
_' જો વહુ બેટા, સમય થઈ ગયો છે તો બકુડા માટે અને એના પપ્પા ાટે ચા_ નાસ્તો કાઢજો '
_ ' હો મમ્મી '( આ સાસુય ખરી છે, જાણે મને ભાન ના પડતું હોય?, ટાઇમ થઈ ગયો એવું કહે છે તો મને ઘડિયાળ જોતાય નથી આવડતું? ને એનો બકુડો તો મારો ય વર નઈ?જ્યારે ને ત્યારે શિખામણ, શિખામણ)
_ ' ઓયે ,જરા જોઈને ચલાવો, હમણાં પેલો ટોલા વાળો (ટ્રક વાળો) ઘુસી જતે '
_ ' હા લી '( વરસો થી ચલાવું છું તોય આને મારા પર વિશ્વાસ નથી, ખરી છે, જ્યારે ને ત્યારે શિખામણ, શિખામણ)
_ ' જો લા છોકરી પસંદ કરવા જાય છે તો મન માં ઘંટડી વાગે તો જ હા પાડજે '
_ ' હો અંકલ '( એની માનું, મને શીખવાડે? આન્ટી ને જોવા ગયા ત્યારે ભગવાને ચેતવણી નો ઘંટ વગાડેલો તોય આન્ટી ને લઈ આવેલા,જ્યારે ને ત્યારે શિખામણ, શિખામણ)
_ ' જો ઓફ સાઇડ ના ઊંચા બોલ આવે તો છોડી દેવાના, નઈ તો કટિયું થઈને વિકેટ કિપર પાસે કેચ જતો રહેશે '
_ ' હો સર ' ( આ કોચ પણ ખરો છે, પોતે બે જ મેચ રમેલા, બંને મેચ માં ઝીરો , પોતે લાગવગ થી કોચ બન્યા ને જ્યારે ને ત્યારે શિખામણ, શિખામણ)
_ ' જો બેટા, દમણ જાય છે એનો વાંધો નઈ, પણ જરા આલ્કોહોલ થી દુર જ રહેજે'
_ ' હો પપ્પા' ( પોતે યુવાની માં જલસા કરેલા એવું પેલા અંકલે જણાવેલું અને અમે જલસા કરવા દમણ જઈએ ત્યારે કાયમ ટાંગ જ અડાવે,જ્યારે ને ત્યારે શિખામણ, શિખામણ)
_ ' જો બેટા, તારું કૉલેજ માં એડમીશન થઈ ગયું છે, બરાબર ભણજે અને જોજે છોકરીઓ સાથે લફરા ના કરતો પાછો!!!!'
' હો પપ્પા' ( પોતે કૉલેજ લાઈફમાં પેલી આન્ટી સાથે લફરા કરેલા, પણ લગ્ન નોતા થયા એવું મને મમ્મી એ કીધેલું, ને એ બધું બાપા ભૂલી ગયા ને હજુય આંટીઓ સાથે ફ્લર્ટિંગ કરે છે, ને મને જ્યારે ને ત્યારે શિખામણ, શિખામણ)
_ ' જો બેટા, ભણવામાં બરાબર મહેનત કરજે, તારા ટકા એટલિસ્ટ 90 ની ઉપર તો આવવા જ જોઇએ'
_ 'હો પપ્પા' ( હમણાં મેં બાપા ની જુની ફાઈલ જોઇ ,બારમા ધોરણ માં બે ટ્રાયલ ,ને બીએસસી માં એ .ટી .કે .ટી. માંડ માંડ ક્લીઅર કરેલી! , તો શું યાર ? જ્યારે ને ત્યારે શિખામણ, શિખામણ)
_ ' જો બેટા, લગ્ન જીવન બે પૈંડા જેવું હોય છે, બંને પૈંડા બરાબર ચાલે તો જ ગાડી બરાબર ચાલે ને, એટલે પતિ સાથે હળીમળી ને રહેજે'
_ ' હો મમ્મી' (તારા ને પપ્પા નું લગ્ન જીવન મને ખબર છે, બે પૈંડા છે પણ એક સાયકલ નું ને બીજુ ટ્રેક્ટર નું, તો શું?જ્યારે ને ત્યારે શિખામણ, શિખામણ)
_' જો લા, પિક્ચર ની ટિકીટ લેવા જાય , તો સારી લાઈન આવે તેવી રીતે લેજે અને જરા ઉપરથી લેજે , લાસ્ટટાઈમ તું નીચેની લાવેલો તો ડોકું ઊંચું કરીને પિકચર જોવું પડેલું'
_ ' હા બે, મને ભાન પડે ,એવું હોય તો તું લઈ આવ જા , જ્યારે ને ત્યારે શિખામણ, શિખામણ( આમાં કૌંસ ના હોય, કારણ કે મિત્ર છે ને?!!!)
ને છેલ્લે એવર ગ્રીન:
' અરે, સાંભળે છે? ફ્રીઝ માંથી જરા આઇસક્રીમ લઈ આવ ને મારા મિત્ર માટે?'
_ ' હો' ( અરે, આમાણસ નું તો શું કરવું!!? સતરસો ને દસ વખત ના પાડી કે બહાર બેઠા બેઠા બોલ બોલ ના કરો, પોતે જ તો બધો જ આઇસક્રીમ ખાઈ ગયા અને મારી પાસે જુઠુ બોલાવડાવે છે? જ્યારે હોય ત્યારે...................)

.
.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED