કિડનેપર કોણ? - 22 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિડનેપર કોણ? - 22

(અગાઉ ના અંક માં આપડે જોયું કે મંત્ર રાજ અને અલી જોશી ના ઘરે મળ્યા,અને ત્યાં જ તેમને પેલા મકાન બાબતે થોડી માહિતી મળે છે.જેમાં અલગ અલગ વારસદાર હોઈ
એટલે એ મકાન ના પેપર્સ બાબતે થોડી પ્રોબ્લેમ થઈ હોય છે,જેથી તેઓ તે મકાન કોઈ એન જી ઓ ને દાન મા આપી દેવાનું વિચારતા હોઈ છે.હવે આગળ...)

બીજા દિવસે મંત્ર ને સવાર માં એક ફોન આવ્યો,અને મંત્ર ની આંખો ફાટી રહી.મંત્ર એ તરત જ પોતાનું વહાટ્સ અપ ચેક કર્યું.અને તેમાં આવેલા ડોક્યુમેન્ટ્સ તેને રાજ અને અલી ને મોકલ્યા.રાજ અને અલી તે ડોક્યુમેન્ટ્સ મલતા જ સૌથી પહેલા પેલા મકાને પહોંચ્યા.આ વખતે રાજે તે મકાન નું નામ વાંચ્યું."અસ્મિતા"ઓહહ તો આ વાત છે!રાજ સ્વગત બબડયો.

ત્યાંથી રાજ સીધો પોતાની ઓફિસે પહોંચ્યો.અને તેના ઉપરી અધિકારી ને મળ્યો.

સર મારી વાત નો વિશ્વાસ કરો હું સાચું કહું છું!ફક્ત શંકા ને આધારે કોઈ ને પકડવાની વાત નથી.મારી પાસે પુરાવા છે.રાજે તેના ઉપરી પાસે રજુઆત કરી.

જોવો ઇન્સ્પેકટર હું તમારી કામ ની કદર કરું છું,અને જાણું છું કે તમે તમારા કામ પ્રત્યે વફાદાર છો.અને એમાં પણ આ કેસ તમારી મિત્ર નો છે,એટલે સ્વાભાવિક તમે એડી ચોંટી નું જોર લગાવી દેવાના.પણ હું તમને એમ જ કોઈ ને પકડવાનો ઓર્ડર ના આપી શકું.

સર આપડે ખાલી તેમની પૂછપરછ કરી ને છોડી દઈશું. અને એ પણ બીજા માટે .આમ એમની કોઈ બાબત જ નહી આવે.પ્લીઝ સર આ મારે માટે આ કેસ માટે એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.અને અંતે રાજ ને એ વ્યક્તિ ને ફક્ત પૂછપરછ માટે જવાની રજા મળી ગઈ.

રાજ બીજા દિવસે સવારે પોતાની સાથે બે પોલીસ કર્મી અને બે હવાલદાર સાથે શહેર ના બીજા ખૂણે એક બંગલા સામે આવી ને ઉભો રહ્યો,બહાર નામ લખ્યું હતું."સ્મિત સદન"વૉચમેન એ તેમના આવવાની જાણ કરી.અને થોડીવાર પછી બધા અંદર પહોંચ્યા.

એક મોટા વિશાળ દરવાજા ની પાછળ લગભગ પાંચસો વાર નો એ બંગલો હતો.દરવાજા માં પ્રવેશતા જ પારિજાત ની સુંગધ થી મન તરબોળ થઈ ગયું.બંને તરફ વિશાળ બગીચો અને તેમાં હરિયાળી લોન.કોઈ જાજા વૃક્ષો નહિ,નહીં તો કોઈ બીજા છોડ.

રાજ અને તેની ટીમ સીધા અંદર પ્રવેશ્યા.અંદર એક મોટા હોલ માં તેમને બેસાડવામાં આવ્યા.લગભગ એક સાથે સો માણસો આરામથી સમાઈ જાય તેવડો તે હોલ અને હોલ ની વચ્ચે જ બે મોટા સોફા.સામે ની દીવાલ પર સ્મિત નું સપરિવાર ચિત્ર હોઈ તેવું લાગ્યું.આખા હોલ માં અલગ અલગ ચિત્રો લગાવવામાં આવ્યા હતા.રાજ ની નજર ચારેકોર ફરતી હતી અને ત્યાં જ સ્મિત શાહ નું આગમન થયું.

હલ્લો હું સ્મિત...સ્મિત શાહ.તેને રાજ તરફ હાથ લંબાવતા કહ્યું.રાજે પણ તેની સાથે હસ્તધનુન કર્યું.રાજે જોયું કે સફેદ સૂટ અને સાથે મેચિંગ જુતા.આંખો પર ગોલ્ડન ફ્રેમ ના ચશ્માં,કોટ ના ખિસ્સામાં ગોલ્ડન પેન અને આંગળીઓ સોનાની વીંટી ઓ થી ભરેલી હતી.ચેહરા પર એક ખંધુ સ્મિત હતું.

રાજે પણ તેની સામેં સ્મિત કર્યું.અને પછી કેસ વિશે થોડી વાતો કરી.

સ્મિત સર મને એવું જાણવા મળ્યું છે કે અસ્મિતા નામ ના મકાન માં તમારો હિસ્સો છે?તો શું જાણી શકું એ સિવાય બીજા કોણ કોણ છે એ મા?અને એ ખરેખર કોની પ્રોપર્ટી છે.

ખરેખર એ પ્રોપર્ટી મારા ફૈબા ની હતી,પણ તેઓ નિઃસંતાન હોઈ અમને ત્રણ ભાઈ બહેન ને તે મકાન મળ્યું છે.એટલે તે મકાન મારા ઉપરાંત મારી જ જોડકી બહેન અને મારા કઝીન ભાઇ નું છે.

અચ્છા આપ જણાવશો કે એ બંને અત્યારે ક્યાં છે?

તમે પૂછવા આવ્યા છો તો મારે કહેવું જ પડશે ને!એમ કહી ફરી તે ખંધુ હસ્યો.મારી બહેન સ્મિતા અત્યારે નજીક ના જ ગામ મા રહે છે,અને અમે ઘણીવાર મળતા રહીએ છીએ.

તેઓ શું કરે છે?

તેને પોતાનો એક નાનો બ્યુટીક છે.તેના જ ગામ માં.તો એ જ્યારે પોતાના કામ માટે અહીં આવે અમે મળીએ છીએ.

અને તમારો કઝીન ?તે ક્યાં છે,અને શું કરે છે?


( કોણ છે આ સ્મિત શાહ?અને મકાન સંબંધિત કઈ માહિતી લેવા રાજ આવ્યો છે?સ્મિત નો કઝીન કોણ હશે?શુ કોઈ પોતાનું જ છે આમા સંડોવાયેલું કે પછી નજર ની ભૂલ...જોઈશું આવતા અંક માં...)

✍️ આરતી ગેરીયા...