જોગ સંજોગ - 22 - છેલ્લો ભાગ Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ સંજોગ - 22 - છેલ્લો ભાગ

(22)

જાડેજા એ અંશુ ને એના જ ઘર માં પકડયો ત્યાન્જ થોડીક જ સેકન્ડસ માં ધર્મેન્દ્ર પણ આવી ચુક્યો હતો અને ધર્મેન્દ્ર એ અત્યાર સુધી માં જે વાર્તા વધી એ કહી. અને ત્યાં થી જ પ્રધાન ને કોલ પણ કર્યો.

" જુઓ જાડેજા સાહેબ, એમ્બરગીસ એક એવી જણસ છે જે માત્ર વ્યક્તિ ને કરોડોપતી જ નથી બનાવતી પણ એના ઘણા ફાયદા ઓ પણ છે. એમ્બરગીસ માત્ર સોનુ જ નહીં ઔષધી પણ છે. કેટલાક રિસર્ચ એવું બતાવે છે કે માણસ ના ઘણા રોગો નો નાશ કરી શકે છે. બસ પૂરતા ડેટા મળે ત્યાં સુધી ની જ વાત છે. "

"અને જે દેશ વિદેશ ના ધાર્મિક સ્થળો માં મૂર્તિઓ અને એના ઉપર માદક પદાર્થ નો મીક્ષકર કરી ને મૂકવું, ધૂપ,અગરબત્તી,સ્ટોન ક્રાફટ વગેરે બનાવી ને કરોડો રૂપિયા બનાવવા એ, અને એમાં પણ અફીણ??"

"આજે જ્યારે લોકો પોતાનો વિવેક ભૂલી રહ્યા છે ત્યારે આ એક અલગ અને નોન પ્રેક્ટિકલ લાગતો રસ્તો કામ લાગશે. એમ્બરગીસ સ્ટોન ની પોતાની સુંગંધ અને એમા અફીણ અને બીજા સુગંધિત એલિમેન્ટ્સ નાખ્યા બાદ જો માણસ ના ન્યુરોન્સ કન્ટ્રોલ થઈ શકતા હોય તો શું ખોટું છે ?"

" અને આદત પડી જાય અને પછી એ ના મળે ત્યારે જે બોડી રીએક્ટ કરે એ? એની માટે પણ તમે દવા જેવું કૈક વિકસાવ્યું હશે નહીં સર."

" ના. પણ એના ઉપર મેં રિસર્ચ કર્યું અને કરાવડાવ્યું છે. હું તમને એવા રિસર્ચ આર્ટિકલ્સ બતાવી શકું છે જે એમ દાવો આપે છે અને પૃવ કરે છે કે અફીણ પણ પોતે જો સાચી માત્ર માં વ્યવસ્થિત રીતે લેવા માં આવે તો એ દવા તરીકે યુઝ થઈ શકે છે. આ માત્ર ન્યુરોલીજીકલ કન્ટ્રોલ માટે છે"

"કઈ રીતે?"

" એમ્બરગીસ ની પોતાની એક ભીનાશ ભરી સ્મેલ હોય અને એમાં એજ એમ્બરગીસ થી બનેલ પરફ્યુમ અને અફીણ નો પ્રોપર અને માફક સર નો કંટ્રોલડ મિક્સર બનાવા માં આવે તો એના થી મગજ ના ન્યુરોન્સ પર અસર પડવાથી મગજ શાંત થઈ જાય છે, ગુડ ફીલિંગ્સ પ્રોડ્યુસ થાય છે, બીજું એને કારણે એકાગ્રતા પણ આવે છે અને આ બધા કારણો થી મન સ્થિર અને શાંત થાય છે.

આજે લાખો લોકો પોતાના ઘર માં મંદિર કે પોતપોતાના ધર્મ ના દેવસ્થાન અને પૂજા સામગ્રી રાખે છે. મોર ઓવર અવાર નવાર ધાર્મિક સ્થળો એ જાય છે.

એક તો જગ્યા ની પોઝિટિવિટી સાથે આ.. બધું ભેગું કરીયે તો લઘભગ દરેક સમયે એક ફિલ ગુડ પોઝિશન માં માણસ રહી શકે.

બીજું કામકાજ થી થાકેલ વ્યક્તિ પોતપોતાના ધર્મ ના ધાર્મિક સ્થળે જઈ ને સમય પસાર કરશે કારણ કે એને આ ફિલ ગુડ મોમેન્ટ જોઈએ છે જે અહીં થી મળશે અને પોતાની મરજી થી જે પણ કાઈ દાન કરવું હોય એ કરશે અને જે તે વસ્તુ ઘર માટે પણ ખરીદશે.

જેથી દરેક ધાર્મિક સ્થળો ની અને એ સ્થળો ની દુકાને થી ખરીદ થતા એ વ્યાપારીઓ ની કમાણી થશે જેમાં થી સરકાર ને ટેક્સ મળશે જે થી સરકાર ની પણ આવક થશે.  અને આ આવક નો આંકડો ભારત સિવાય ના બીજા દેશો ને એડ કરી ને અંદાજે 20 હજાર કરોડ નો છે. તો શું આ આપણા દેશ માટે સારી વસ્તુ નથી.

વિદેશ માં પણ અહીં થીજ આપણે એમ્બરગીસ સપ્લાય કરીયે પ્રોસેસ કરી ને તો શું એમાં થી આવક ન થાય. આજ માટે મેં એક્સપેરિમેન્ટલ લેવલ પર કામ સ્ટાર્ટ કર્યું મારા ખર્ચે અને કોન્ટેકટ એ . જો એનો પોઝિટિવ ડેટા આવ્યો તો હું આ પોઇન્ટ સંસદ માં લઈ જઈશ બધા પુરાવા સાથે અને એમ્બરગીસ બિઝનેસ ને લીગલ કરાવીશ.

તમને શું લાગે છે ચીન કેમ હીન્દ અને પેસિફિક મહાસાગર ઉપર વર્ચસ્વ કેમ જમાવવા માંગે છે. ? જે એ દેશ પોતાની ઇકોનોમી ને આગળ વધારવા એ પગલું લઈ શકે તો આપણે કેમ નહીં.?

છે જવાબ???"

બધી વાતો સાંભળી જાડેજા જાણે સ્થિર થઈ ગયો. અત્યાર સુધી દેશ અને સમાજ વિરોધી દેખાતું કાવતરું લાગતી વસતું દેશ ના હિત માં લાગવા માંડી. જાને મન અને મગજ વચ્ચે દ્વંદ્વ ખેલાવા માંડ્યું. મન કહે કે ધર્મેન્દ્ર ના શબ્દે શબ્દ સાચા છે જ્યારે મગજ કહે કે પણ કેમે કરી ને આ એક ક્રિમિનલ એક્ટિવિટી છે.

"જાડેજા સાહેબ, આ એમ્બરગીસ નો બિઝનેસ મારા પહેલા છેલ્લા દોઢ દાયકા થી સિક્રેટલી પ્રધાન કરી રહ્યો હતો.  મારી સાથે થી બિઝનેસ માં છુટા પડ્યા પછી પણ મેં કહ્યું એમ મેં એના ઉપર નજર રાખી હતી બટ ઓબવીયર્સ છે કે એને કાપવા માટે પણ તેમછતાં એ મારી નજરે થી આ સંતાડી શક્યો. છેલ્લે મેં મારી દીકરી શીતલ ને ત્યાં એપોઇન્ટ કરાવી અને બધી ડિટેલ્સ કઢાવી.

જો હું એક્સપરીમેન્ટલ લેવલ પર આ કરતો હોઉં અને એ ક્રાઈમ હોય તો પ્રધાન હેસ બિન ડુંઇનગ ધીસ ક્રાઈમ ફ્રોમ લાસ્ટ 15 લોન્ગ યર્સ. ઓન ધ સ્મોલર લેવલ બટ સ્ટીલ હી હેડ.. મારી પાસે પુરા પુરાવા છે. અંશુ.."

અંશુમન એ બધા ડેટા આપ્યા અને આખી વિગત આપી. અને ત્યાન્જ પ્રધાન ત્યાં પહોંચ્યો. અને એ દ્રશ્ય જોઈ ને શોક થઈ ગયો. બધા ડેટાસ પ્રધાન ના નામે અને એના વિરુદ્ધ પુરાવા આપતા હતા. એના બેસીસ પર એને જાડેજા એરેસ્ટ કર્યો અને અંશુ ને ઈલલીગલ હેકિંગ માટે એરેસ્ટ કર્યો, સાથે સાથે ધર્મેન્દ્ર ને પણ કસ્ટડી માં લેવાયો, કારણ કે જયાં સુધી સંસદ માં ધર્મેન્દ્ર એ કહ્યું એમ આ વસ્તુ લીગલ ન થાય ત્યાં સુધી આ એક ક્રાઈમ જ છે અને એના બેસીસ ઉપર એમને પણ કસ્ટડી માં લીધા.

સુનાવણી ઓ થઈ, કેસ ચાલ્યા, પુરાવા ઓ કોર્ટ સમક્ષ મુકાય, એનું વિગતસર વિશ્લેષણ થયા અને ફાસ્ટ ટ્રેક માં 2 મહિના ના અંતે ...

ઈલલીગલ કલેક્શન ઓફ એમ્બરગીસ અને એના સ્મગલિંગ માટે પ્રધાન ને સજા થઈ, ઈલલીગલ હેકિંગ કરી ને પ્રાઇવેટ ડેટા સ્ટીલિંગ એન્ડ મિસ્યુઝિંગ માટે અંશુ ને પણ કારાવાસ થયો પણ ડાઈરેકટલી ધર્મેન્દ્ર નો કોઈ ઇનવોલમેન્ટ ન સાબિત થઈ શકતા એ છૂટી ગયો.

અને બીજા જ મહિને સંસદ માં એને કહ્યું એમ એમ્બરગીસ અને એના યુઝ અને એના રિલેટેડ બિઝનેસ એપોર્ચ્યુનીટી ટેબલ ઉપર મૂકી અને મેજોરીટી વોટ્સ મળતા ટુક સમય માં એને યુઝ માં લેવા નો ખરડો પસાર થયો.

દેશ વિદેશ ના નાના અને મધ્યમ વર્ગીય વ્યાપારી ઓ ને લિસ્ટ આઉટ કરવા માં આવ્યા અને આ બિઝનેસ ને ચેનલાઈઝ કરવા નું કામ ચાલુ કર્યું. જેમાં પોતાની ઓલ્ડ એન્ડ સક્સેસફુલ પેટર્ન ધર્મેન્દ્ર એ વાપરી અને લિસ્ટિંગ અને ચેનલઇઝિંગ નું કામ જર્મની થી બેઠા બેઠા શીતલ સંભાળી રહી હતી.

એના મન માં એક જ દુઃખ હતું કે એ બધું કરી શકી પણ અતુલ ને એનો પ્રેમ નો ઇઝહાર ન કરી શકી.

આ બાજુ આટલા સમય થી અતુલ ને એમજ છે કે શીતલ નું મૃત્યુ થયું છે. અને એની યાદ માં એ જીવન પસાર કરતો આગળ વધે છે. પણ પછી જાડેજા દ્વારા બધું ખબર પડતાં એનો અચરજ નો પાર નથી રહેતો અને હવે એ શીતલ ને મળવા ના આતુર પ્રયાસ ચાલુ કરી દે છે.

જાડેજા હજી એ જ દ્વંદ્વ માં છે કે કોઈ પણ કામ ક્યારે ગુણ માં અને ક્યારે ગુના માં પરિણામી શકે છે અને એના જવાબ માં એકજ શબ્દ મળે છે " હેતુ".

આ સમગ્ર ઘટના જોગ (કર્મ) અને સંજોગ (સમય) ની વચ્ચે અને એની સાથે રચાઈ હતી જેમાં સ્વાર્થ, લાભ, લોભ, બધું જ હતું પણ દરેક ની પાછળ બધા ના પોતપતાના અલગ અલગ હેતુ હતા..

શુ થવું જોઈએ, શુ ન થવું જોઈએ, કઈ રીતે અને ક્યારે થવું જોઈએ એ બધું જોગ અને સંજોગ ઉપર અને એના હેતુ ઉપર નિર્ભર કરે છે.

આ બધા વિચારો માં સપડાયેલા જાડેજા ની મોબાઈલ ઉપર એક મેસેજ આવે છે, પોતાનો ફોન લઈ ને વ્હોટ્સ એપ મેસેજ જોવે છે જેમાં ન્યુઝ લિંક દેખાઈ છે જેમાં લખ્યું હતું "  China is Preparing to acquire South pecefic ocean by Sanding War ships and Submarines to Get *"Ocean's Jwell: The Amburguis"* "  અને નીચે લખ્યું હતું " મેં કહ્યું હતું ને જાડેજા.  ધીસ ટાઈમ વી આર અહેડ ઓફ ધીસ બાસ્ટર્ડસ, હોપ તમને મારો હેતુ સમજાઈ ગયો હશે."..

હવે વ્યક્તિગત રીતે અબોવ ઓફ બીઇંગ કોપ જાડેજા નું માઈન્ડ અને થોટ્સ ક્લિયર હતા.

............ સમાપ્ત..........

લેખક : સૌમિલ કિકાણી.

7016139402.