પછી તેને તેના રૂમમાં બેસાડી દીધી, અને હુ બહાર થોડૂ અવેરવા ગયો ત્યા તો નેહા ના ફોન ની રિંગ વાગી જોયુ તો આંકાક્ષા નો ફોન હતો,મે ઉચક્યો કઈ બોલુ ત્યા તો સામેથી તે પુછવા લાગી કે ક્યા છે હજૂ આવી નથી ક્યારની હુ આઈ ગઈ છું, ત્યા તો હુ બોલ્યો હેલો હુ દીવ્યાંગ બોલુ છૂ, નેહા અત્યારે પડી ગઈ છે તેથી તે આજે ક્લાસ મા નહી આવે તે બોલી કે તેને કહેજો કે હુ આવતા આવતા મળતી જઈશ હુ બોલ્યો સારૂ તેને કહી દઈશ,અને ફોન કટ કરી નેહા ને માહીતી આપી દીધી આંકાક્ષા ના ફોન હતો અને હુ નહાવા જતો રહ્યો અને પછી મામા-મામી ને ફોન કરી ને કીધુ કે નેહા પડી ગઈ છે અને હુ બપોર ની જગ્યાએ સાંજે તમે આવ્યા બાદ જ ઘરે જઇશ તે બોલ્યા સારૂ પણ નેહા ને દુખાવાની ગોળી આપી દેજે. તેટલુ કહી ફોન કટ કર્યો અને નેહા ના રૂમ માં જઈને તેની સાથે ગપ્પા મારતો હતો ત્યા તો ડોરબેલ રણકી અને હુ આશા સાથે ખોલવા ગયો કે આંકાક્ષાં જ હશે ને, પણ જોયુ તો તેમના સામે રહેતી ખુશી તેમને ત્યા મેન્ટેનન્સ નો ચેક આપવા આવી હતી તે બોલી કે નેહા ને બોલાવજો ને હુ બોલ્યો કે તે હમણા પડી છે એટલે તે તેના રૂમમાં આરામ કરેછે તેથી તે તેના રૂમમા તેને જોવા માટે ગઈ અને હુ એ દરવાજો બંધ કરીને નેહા ના રૂમ માં જઈને તેને એક ખુરશી બેસવા માટે આપી અને હુ બાજુ માં બેઠો અને ત્યા તેમના ત્યા કામ કરતા આંટી જે હોળી માટે તેમના ગામે ગયેલા તે પાછા આવ્યા પાછો હુ દરવાજો બંધ કરી ઉપર ગયો અને તેઓ તેમના કામમાં લાગી ગયા, ત્યા ખુશી તેને પુછતીજ હતી,અને ત્યા આંટી પણ આવ્યા તેમ બન્ને જણ પુછતાજ હતા કે ક્યા પડી, કેવી રીતે મે તેમને જણાવ્યું જ ત્યા પાછી ડોરબેલ વાગી ત્યા તો આંટી ખોલવા ગયા ને ત્યા હુ, ખુશી, અને નેહા બેસેલાજ હતા ત્યા તો આંકાક્ષા આવી અને તે મને જોતા જ કે ખુશી ના બાજુ માં છુ તે થોડે ગુસ્સે થઈ....
જે તેના મોઢા પરથી લાગતુ જ હતુ
"ઈશ્ક છુપતા નહી, છુપાને સે" જેવુ
ત્યા તો તે બોલી કે દીવ્યાંગ તમે બેસો ને નેહા પાસે હુ અહી બેસુ, હુ ઉભો થઉ ત્યા તો ખુશી કે જે આંકાક્ષા ને ઓળખતી હતી તે બોલી કે પેલી રહી ખુરશી લઇ ને બેસ ને.
પણ, પછી હુ જ બોલ્યો કે બેસો તમે બધા હુ શરબત તમારા બધા માટે લઈને આવુ, ને હુ શરબત લેવા માટે ગયો ત્યા તો નેહા એ તેમને બધુ કીધુ કે તે કેવી રીતે પડી, ને હુ ત્યા શરબત લઈ ને ગયો ત્યાંજ
ખુશી: તમે એમ.એસ.યુનિવર્સિટી મા અભ્યાસ કરો છો ને તમેજ પેલા એકાઉન્ટસ ના રેંકર
દિવ્યાંગ: હા
ખુશી: અને હુ યુનિટ બિલ્ડીંગ પર છુ
દિવ્યાંગ: એટલે જ તમને કોલેજ મા નથી જોયા બિલ્ડીંગ જ અલગ મારી મેઈન અને તમારી યુનિટ
ખુશી:હા,એટલે જ ને
આંકાક્ષાં:હવે,તને કેવુ છે સારૂ તો છે ને પગ ના દુઃખાવા મા
નેહા:હા, હવે થોડીક રાહત છે
ખુશી:આ ચેક અંકલ ને આપી દે જે , હુ નિકળુ છુ, બાય નેહા એન્ડ આંકાક્ષા એન્ડ બાય સ્કોલર.
દિવ્યાંગ:બાય પરી ઓહ સોરી ખુશી
આંકાક્ષા:તમે બેસો હુ ડોર ક્લોઝ કરી આવુ, આ ખુશી જાય એટલે 😡