ધુળેટી - એક પ્રેમકથા - 5 Raj Shewale દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધુળેટી - એક પ્રેમકથા - 5

આંકાક્ષા: તમે શાયર પણ છો
નેહા: ભાઈ તો શાયર છે જ ને, રોજે સાંજે સ્ટેટસ નથી જોતી તુ એમના
આંકાક્ષા: ના, નહી દેખાયુ ક્યારેય
નેહા: આ સુ લોચો છે દિવ્યાંગ ભાઈ
દિવ્યાંગ: અરે, મને એમ હતુ આ વાંચશે તો એવુ લાગશે કોઈ હશે એની ગર્લ ફ્રેન્ડ એટલે સ્ટટેટસ માં મ્યુટ કરેલી હતી.
નેહા: ઓહ....,કાશ મને પણ આવોજ છોકરો મળે
આકાશાં: પણ, આ છોકરો રીઝર્વ છે મારા માટે સમજી ગઈ ને નેહા 😂
નેહા: કાશ દિવ્યાંગ,મારો ભાઈ ના હોત
આંકાશાં: પણ તે હવે ભાઈ છે, કોઈ ચાન્સ જ નથી.
દિવ્યાંગ: બસ કરો ચાલો બહાર જઈએ, આમ પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે.
અને અમે બહાર જમવા માટે રૂમ ની બહાર ગયા
પછી તો મજા જ મજા હતી તેણે પણ હા કહી દીધેલુ અને સપોટ માટે નેહા હતી જ.
અને પછી એપ્રિલ 1 એ મારો જન્મદિવસ હતો
મારા જન્મદિવસ ના આગલા દિવસ સુધી જાણે એને કાઈ ખબર જ ન હોય તેમ કરતી હતી, અમે રોજીંદા મુજબ અગાશી પર જતા રહ્યા અને જેમ બારમાં દસ મિનિટ બાકીહતી, તેમ જ નેહા એ મને ઉઠાડ્યો કે મને ભુખ લાગી છે સાથે ચાલ ને મને નીચે અંધારૂ છે તેથી બીક લાગે છે, ત્યા જોયુ તો આંકાક્ષા તો સુતી હતી ,પછી અમે નીચે ગયા ને તે ખાવા લાગી અને પછી એક્ઝેટ બાર વાગે મારા આખો પર આંગળીઓ આવી ગઈ કોઈકે આખો દાબી મારી અને પછી મારા આગળ આવીને મને હગ કર્યું તે બીજુ કોઈ નહીં મારી આકાંક્ષા જ હતી, ને ધીમે રહીને મને બોલી
"May your day be as
Awesome as you are😘"
અને એક નાની એવી કિસ્સી પણ આપી
ત્યા તો મે કીધુ કે,
"કંઈક અલગ તમારી એ રીત મને ગમે છે,
તમે કરો છો એ તરકીબ મને ગમે છે,
પ્રેમ તો કેટલાય કરતા હશે એક-બીજાને,
પણ તમે નિભાવો છે એ પ્રીત મને ગમે છે."
ત્યાતો નેહા બોલી કે બન્ને જણા ભુલશો નહી કે હુ ય છું, અને અમે સ્વસ્થ થતા કહ્યુ કે હા અમને ખબર છે
ત્યાતો એ પાછી બોલી કે અજુ તો કેક કટ કરવાનો છે, અને પછી અમે કેક કટ કરીને ઉપર જતા જ હતા ત્યાતો નેહા પાછુ બોલી કે ઓહો...
આટલી મદદ કરી ને આભાર કોણ માનશે મારો અને અમે બન્ને એ આભાર વ્યક્ત કર્યો અને અંતે પાછા ધીમે પગલે અગાશી પર જઈને સુઈ ગયા.
આવતીકાલ થઈ સવારે ઉઠતા જ મમ્મી નો ફોન આવ્યો , તે મુક્યો ત્યા તો મામાએ વિશ કર્યું મામી એ શિરો બનાવ્યો તે ખાધો પણ મે અને આંકાક્ષા એ ખાધો, પછી તો અમે બન્ને આંખો દિવસ સાથે જ હતા, પછી રાત થઈ ને હજુ સુધીનો સૌથી સારો જન્મદિવસ અને થોડો ખરાબ પણ ઉજવ્યો,
સારો તેથી કે આંકાક્ષા હતી ખરાબ તેથી કે મમ્મી પપ્પા ન હતા,
ધીમે ધીમે કરતા તે દીવસ પણ વીતી જ ગયો, અને તેના પછી પાછુ રોજીંદુ નેહા અને આંકાક્ષાં નુ ચાલતુ હતુ ,હવે સવારે ઉઠ્યા ઓનલાઈન ક્લાસ ભર્યો, ટી.વી જોવી, ઘરમા આમતેમ કામ, ઘરમા ફરવા સાથેસાથે થોડુ હોમવર્ક પતાવ્યુ, અને દિવસ પતી જતો હતો, પણ મારો તો દિવસ તેના શુભ સવારથી લઈ ને શુભ રાત્રી સુધી એકદમ સારો જતો હતો, કારણકે સાથે મારી આંકાક્ષા હતી એટલે,
ત્યા એક દિવસ આંકાક્ષા એ મને પુછ્યુ કે મને જ કેમ પ્રેમ કર્યો તમે ત્યારે હુ બોલ્યો
'હું તો તને પ્રેમ કરું છું "તું"...નાં પૂછ, કેમ છે .?
બસ એટલું સમજ, તારા વગર બધું... જેમ-તેમ છે..."