Dhuleti books and stories free download online pdf in Gujarati

ધૂળેટી : એક પ્રેમ કથા

રંગો નો તહેવાર જ્યા મન રંગાઈ ગયુ.

પાછલી હોળી જે મને કાયમ માટે જાણો યાદ રહી ગઈ હોય, કારણકે ત્યારે થયુ હતુ આવુ કહી જેને મારૂ સંપૂર્ણ જીવન જ બદલી નાખેલુ
પાછલી હોળી મે મારા મામા ને ત્યા ઉજવણી કરીશ તેવુ નક્કી કરેલુ
મારુ નામ દિવ્યાંગ,
હુ એ નક્કી કર્યું તે મુજબ મામા ને ત્યા હુ આગલા દિવસે જ ગયો હતો, તેમની છોકરી એટલે મારી બહેન નેહા પણ ત્યા મારી સાથે રમવા માટે હતી અને સાથોસાથ તેના સોસાયટી વાળા પણ હતા.હુ ગયો ત્યારે તે તેના રૂમમા તેની ફ્રેન્ડ સાથે અભ્યાસ કરી રહી હતી,થોડીવાર પછી તે અને તેની ફ્રેન્ડ નીચે આવ્યા તેની ફ્રેન્ડ ની આખો જ ત્યારે પણ દેખાતી હતી એ આખો તો ગજબ હતી સાચે જાણે મને કઈ કહી રહી હોય તેવુ લાગતુ હતુ 😍.
કારણકે તેણી એ ઓઢણી બાંધી હતી.તેથી હુ તેનો ચહેરો નજોઈ શક્યો.
રાત્રે જમી ને બધા ગપ્પા-ગોષ્ઠી કરતા બેઠા હતા,અને અંતે અમે મિક્સ આઈસ્ક્રીમ ખાઈને હુ સુવા માટે જતો રહ્યો તે બધા બેસેલા જ હતા.ત્યા મને ક્યા ખબર હતી કે હુ આટલો શાંતીથી મહીના પછી સુઈશ.
બીજો દિવસ નો સુર્ય ઉગતાની સાથે જ ધુળેટી ની મોજ ચાલુ થઈ ગઈ હતી, નેહા રાત્રે મોડે સુધી જાગેલી તેથી તે આરામ થી ઉઠી ત્યા સુધી હુ ઉઠી ને ધુળેટી રમવા માટે તૈયાર હતો, ત્યા નેહા આવી 8:30 નો ટાઈમ હતો પણ અમે આઠ 'વીસે' જ પહોચી ગયાઅને અમે રમવા માટે ગયા. એ મને તેના સોસાયટી વાળા સાથે ઓળખાણ કરાવી, અને ત્યા તો
હે જાત-જાતના રંગ હતા પણ તેટલાંમાંજ રંગ મા ભંગ થઈ ગયો,મે ગઈકાલે જે આંખો જોઈ હતી તેવી આખો મને ફરી દેખાઈ, તે હતી તેની ફ્રેન્ડ "આંકાક્ષાં".
તે ધર પાસે ગાડી પાર્ક કરવા ગઈ,થોડીક જ વાર મા તે પાછી આવી અને મે તેને જોઈ તેને જોતા જ જાણે
' સૌંદર્ય પણ શરમાઈ જાય તેવુ તેનુ રૂપ હતુ '
આખો જાણે મોતી જેવી
ભરાવદાર તેના ગાલ,
નાક મા તે ડાયમંડ ની નથણી,
હોટ જાણે અત્યારેજ કોઈક ગુલાબ ઉગ્યુ હોય
અને
તે તલ કે જેમા ભલભલા તલપાપડ થઈ જાય.
અને તેના ચહેરા પર પડતા ખાડા જે આજે મને પાડવાનુ નક્કી કરીને આવેલા😄.

પછી, અમે રમવાનુ શરૂ કર્યું તે દીવસે ધૂળેટી રમવાનો આનંદજ કાઈ ઓર હતો આજે પણ બધા એકબીજા પર રંગ છાંટ્યાં અને મોજમસ્તી થી તહેવાર ની ઉજવણી કરી રહ્યા હતા ત્યા તો સામેથી આંકાક્ષાં આવી અને મારા ગાલ પર રંગ લગાવ્યો,ત્યા તો મારી ધુળેટી હવે શરૂ થઈ હોય તેવુ લાગ્યુ. પછી થોડો સમય રમ્યા બાદ અમે ઘરે ગયા, જ્યા નાહી ને અમે જમવા બેઠા હતા ત્યારે પણ તે મારા સામે બેઠી જ હતી છતા પણ તેનુ ધ્યાન મારા પરજ હતુ, પછી અમે બપોરે થોડો આરામ કરવા માટે પોતપોતાના રૂમ મા જતા રહ્યા, આંકાક્ષાં અને નેહા બંને નેહા ના રૂમમાં ગયા હુ મારા રૂમમાં અને મારા મામા અને મામી બહાર તેમના મિત્ર ને ત્યા ગયા હતા. હુ હજુ બે દિવસ ત્યા રહેવાનો હતો,ત્યા તો બપોર પછી અમે ઉઠ્યા ને ચા-નાસ્તો કરી ને અમે ટીવી જોવા બેઠા અને સાંજે આંકાક્ષાં તેના ઘરે જવા માટે નીકળી ત્યારે તેના મોઢે થી પ્રથમ વાર મારૂ નામ સાંભળ્યું હતુ કે બાય દિવ્યાંગ, જે ખુબ જ મધુર લાગી રહ્યું હતું, હુ પણ તેના પ્રત્યુત્તર માં બાય આંકાક્ષાં બોલ્યો અને તે તેના ઘરે જવા નીકળી ગઈ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED