હવે 15 એપ્રિલ ના દીવસે તેનો જન્મ દિવસ હતો, તેના માટે હુ ઘણોજ ઉત્સાહીત હતો, કારણકે તેણે મને આટલુ સરસ સરપ્રાઇઝ આપેલુ હવે મારો વારો હતો તેથી તેના માટે ની તૈયારીઓ 10 તારીખથી જ શરૂ કરી દીધી હતી, આમ પણ સોસાયટી ના નાકે જ એક બેકરી હતી જે લોકડાઉન ના કારણે તે બંધ હોય તેવુ ફ્કત લાગતુ હતુ પણ તેનો પાછળનો દરવાજો સોસાયટીમાં જ હતો તેથી તેના પાસેથી કેક આવશે તે તો નક્કી હતુ પરંતુ એક વસ્તુ હજૂ બાકી હતી કે સજાવટ નુ શું ?? ??
ત્યા તો મને યાદ આવ્યુ કે યુ-ટ્યુબ તો છે તે ક્યારે કામ આવશે તેના પરથી પેપર કટીંગ ની કામગીરી અને ઘરમાં રહેલી જ વિવિધ વસ્તુઓ માંથી કેવી રીતે ઘર શણગારવામાં આવે તેવી વિવિધ રીતો ની સંપૂર્ણ કામગીરી પણ ખુશી ના ઘરે પુર જોશમાં ચાલું જ હતી તેના બધુ જોવા માટે નેહા અને હુ એમ બન્ને જણા જતાજ અને એ પણ આંકાક્ષા ને એ વાત ની જરાય ભનક ના પડે તેવી રીતે.
અને પછી ફાઈનલી બધુજ તૈયાર થયેલુ હતુ, હવે ફક્ત રાહ હતી તો ફક્ત 15તારીખની જ.
અને ત્યારબાદ 14 તારીખે ફરીવાર અમે જોઈ લીધુ કે બધુ જ તૈયાર જ છે ને કઈ પણ બાકી નથી ને અને પાછુ કરવાનુ બી એવુ હતુ કે અમે કાઈ જ કરવાના ના હોય અને તેવુ જ વર્તન પણ કરતા હતા,
અને એટલે જ રાત્રે કઈ જ ન કર્યુ ના કેક કે ના કોઈ ઉજવણી અને ફાઈનલી પંદર તારીખે હું એ સવારે ઉઠતાની સાથે જ તેને વિશ કર્યું.
દિવ્યાંગ: Happy birthday my forever love 😘
આંકાક્ષા: Thxx 😏
દિવ્યાંગ: કેમ સુ થયુ મારા sweetheart ને,
આંકાક્ષાં: હુ એ તમારા જન્મદિવસે તમને કંઈક હજુ આપ્યુ હતુ જે આપવાનુ તમે ભુલી રહ્યા છો મને
દિવ્યાંગ: ઓહો એવુ આપ્યુ તૂ કશું 🤔 મને તો કંઈ યાદ નથી આવતૂ ડાર્લિંગ😉
આંકાક્ષાં: ઓકે,
તેટલામાંજ તેના મમ્મી નો ફોન આવ્યો ને અમારી વાતો નો અહીયા હાલ પુરતો પૂર્ણવિરામ આવી ગયો.
પછી તેણે ઓનલાઈન ક્લાસ કર્યો ,નાહી ધોઈ ને તૈયાર બેસી જ હતી, ત્યાં તો થોડી વાત-ચીત કરીને જમવા માટે બેસ્યા જમી-પરવાર્યા ત્યા સુધી તો પોણા બે જેવુ થઈ ગયેલુ હતુ, પછી થોડોક આરામ કર્યો અને પછી પોણા છ વાંગે ફ્રેશ થઈ ને હોલ માં આવી ગયેલા, છતા કઈ પણ તૈયારી નથી અમે એવુ જ બતાવ્યુ હતુ, અને પછી ફાઈનલી હુ અને ખુશી કપડા પહેરીને આવ્યા અને તેને કીધુ કે તારા એક માટે એક મસ્ત સરપ્રાઇઝ છે, ત્યારે તેના આખો ની ચમક અને ચહેરાનો નુર સાચે જોવા જેવો હતો.
તે તો ઘણી ખુશ થઈ અને તેને નેહા એ કીધુ કે તુ મમ્મી ના રૂમમાં જા અમને થોડી તૈયારી કરવી છે,અને તે દિવસે તેમનાં જ સોસાયટી મા રહેતા અને મામા ની સાથે કામ કરતા એક કપલ ની એનિવર્સરી પણ હતી તેથી તેઓ ત્યા ગયા હતા, પણ તેમને ખબર તો હતી જ કે આંકાક્ષા નો જન્મદિવસ ઉજવવા ના છે તેની ,ત્યારબાદ અમે અમારી તૈયારી શરૂ કરી,
ખુશી પણ મદદ કરવા માટે આવી ગઈ હતી, અને ત્યારબાદ ખુશી તૈયાર થવા માટે તેના ઘરે ગઈ, અને તે જ સમયે અમે આંકાક્ષા ને રૂમમાંથી બહાર બોલાવી અને તે રૂમ જોઈને ચકિત થઈ ગઈ કારણકે તેને અમે સજાવ્યો જ નહતો, કારણકે તે એક સરપ્રાઇઝ હતુ, જે તેને ખબર ન હતી ત્યા તો એ રિસાઈ ને પોતાના એટલે કે નેહા ના રૂમમાં પ્રવેશી ત્યાજ તો...