ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 8 Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 8


Part :- 8

દિવાળી વેકેશન પૂરું થયું હતું અને હજુ સ્કૂલ ખુલી જ હતી. હું ત્યારે ચોથા ધોરણમાં હતો. સર હજુ ક્લાસમાં નહોતા આવ્યા એટલે અમે બધા ક્લાસમાં ધમાચકડી બોલાવતા હતા.ત્યા એક છોકરો બારણામાં આવી નીચું માથું કરી ઊભો હતો. સર આવ્યા અને તે છોકરાને પણ અંદર લઈ આવ્યા. સર આવ્યા એટલે બધા પોતાની જગ્યા એ બેસી ગયા હતા. હું પાછળની બેેન્ચ પર બેસતો અને મારી બાજુમાં જગ્યા ખાલી રહેતી એટલે સર એ તેને મારી બાજુ માં બેસાડી દીધો. મે તેને તેનું નામ પૂછ્યું પરંતુ એ કાઈ પણ બોલ્યા વગર નીચું જોઈ બેસી રહ્યો હતો અને રડી રહ્યો હતો.
થોડા દિવસ પછી સર પાસેથી તેનું નામ જાણવા મળ્યું હતુ શ્લોક. પરંતુ એના વર્તનમાં કાઈ જ ફેર પડ્યો નહોતો. એ કોઈ સાથે બોલતો નહિ. એક ખાલી હવે એનું રડવાનું બંધ થઈ ગયું હતું. સર કાઈ પૂછે તો પણ કાઈ જવાબ આપે નહિ બસ નીચું માથું કરી સર સામે ઊભો રહે. હું ઘણી વાર પ્રયત્ન કરતો તેની સાથે વાત કરવાનો પરંતુ તે કોઈ સાથે બોલવા માંગતો જ નહોતો. શ્લોક એકદમ ઇન્ટ્રોવર્ટ હતો.
ચોથું ધોરણ તો શ્લોકનો અવાજ સાંભળ્યા વગરનું જ પૂરું થઈ ગયું હતું. નવો ક્લાસ હતો નવું વાતાવરણ હતું બધા ને લાગતું હવે તેઓ થોડા મોટા થઈ ગયા છે પાંચમા ધોરણમાં આવી ગયા હતા.
પરંતુ શ્લોક માં તો કાઈ જ ફેરફાર થયો નહોતો. એ બસ પોતાની જગ્યા પર બેસી બુકના પેજ ફેરવ્યા કરતો અથવા પેનથી બુકમાં કાઈક લખ્યા કરતો. લંચ ટાઈમ માં પણ એ એકલો જ રહેતો. સાહિલ એ ઘણી વાત કોશિશ કરી હતી તેની સાથે વાત કરવાની પરંતુ સાહિલ ને એમાં કોઈ સફળતા મળી નહોતી. આમ ને આમ તો પાંચમું પણ પૂરું થવા આવ્યું હતું.
એક દિવસ હું સ્કૂલ ના ગેટ બહાર ઊભો હતો અને મારા બીજા ફ્રેન્ડ ની રાહ જોઈ રહ્યો હતો. મારા હાથમાં એક પેન હતી અને હું તેનાથી રમત કરતો હતો. એવામાં એ પેન ની શાહી ઉભરાઈ એટલે મે પેન ને ફેેંકી દીધી પરંતુ મને એવો ખ્યાલ નહોતો કે એ પેન આગળ એક છોકરો જઈ રહ્યો હતો તેનાં પર પડી અને તેના આખા વ્હાઈટ શર્ટ પર શાહીના ડાઘ પડી ગયા. એ બધા નવમા વાળા છોકરા હતા. પેલો જેનો શર્ટ ખરાબ થયો હતો એ ગુુુસ્સામાં આવ્યો અને મારો કોલર પકડી મને જોરથી ધક્કો મારી પાડી દીધો. હું હજુ આંખ ખોલું એ પેહલા તો એ પણ મારી બાજુમાં પડ્યો હતો. મે જોયું તો શ્લોક સામે ઊભો હતો અને પેલાને ધક્કો દઈ શ્લોક એ જ પાડ્યો હતો. શ્લોક ફટાફટ મારી પાસે આવ્યો અને મને હળવે હળવે ઊભો કરવા લાગ્યો. શ્લોક મને ઊભો કરી રહ્યો હતો ત્યા પેલા એ ઊભા થઈ શ્લોકની કોલર પાછળથી પકડી અને તેને જોરથી ધક્કો માર્યો અને ત્યા એક અણિ વાળો પથ્થર હતો તેની સાાથે શ્લોકનું કપાળ અથડાયુ અને તે અણિ શ્લોકના કપાળમાં ઘૂસી ગઈ અને શ્લોક ના કપાળમાંથી લોહી નીકળવા લાગ્યુ.
પછી તો ઘણા દિવસો થઈ ગયા હતા. તેને વાગ્યું હતુ એટલે શ્લોક સ્કૂલે આવતો નહિ. હું શ્લોકને મળવા માંગતો હતો પરંતુ મને ખ્યાલ નહોતો કે ક્યાં રહતો હતો. અમારું સીતાપુર કાઈ એટલું મોટું નહોતું પરંતુ શ્લોકને ક્યારેય ગામમાં જોયો નહોતો એટલે એના વિશે કાઈ ખબર જ નહોતી.
એક દિવસ હું મારા બા સાથે અમારા ગામના ટેકરી વાળા મંદિર ગયેલો. ત્યાં નીચે એક બા એમના છોકરા ને શોધી રહ્યા હતા. આજુબાજુ બધાને પૂછતા હતા. હું તો મારા બા સાથે ઉપર મંદિર આવી ગયો હતો. ત્યાં ભજન કીર્તન ચાલતા હતા એટલે મારા બા તો ત્યાં બેસી ગયા પરંતુ હું એમાંથી કંટાળી ગયો એટલે મંદિરમાંથી ઊભો થઈ બહાર રમવા આવી ગયો. મંદિર ટેકરી ઉપર હતું એટલે ત્યાંથી આખું ગામ દેખાય. હું મંદિર પાછળ ગયો તો મે ત્યાં શ્લોકને જોયો. એ એક પથ્થર પર ચડીને બેઠો હતો. હું શ્લોકને જોય ખુશ થઈ ગયો. કેટલાય દિવસથી તેને મળવા માંગતો હતો અને અત્યારે એ મારી સામે બેઠો હતો.
" શ્લોક...... તું અહી??" સાહિલ એ જોયું તો હજુ શ્લોકના કપાળ ઉપર પટ્ટી મારેલી હતી. અને જોઈને લાગતું હતું ઘણા ટાંકા આવ્યા હશે. શ્લોક કાઈ બોલ્યો નહિ.
" થેંક્યું શ્લોક..... મને બચાવવા માટે....." સાહિલ શ્લોકની બાજુમાં જઈ બેસી ગયો.
" તને ત્યાં દુઃખતું હશે ને...??" શ્લોક કાઈ બોલતો નહોતો છતાં સાહિલ તેની સાથે વાત કરીએ જ જતો હતો.
" હું તો મારા બા સાથે અહી આવ્યો છું. તું કોની સાથે આવ્યો છે??" સાહિલ ને લાગ્યું કે શ્લોક રડી રહ્યો હતો.
" શું થયું?? તું કેમ રડે છે?? આ વાગ્યું એ દુઃખે છે?? " સાહિલ પોતાની ઉંમર પ્રમાણે સવાલ કરી રહ્યો હતો.સાહિલ ને સમજાયું નહિ કેવી રીતે શ્લોકને ચૂપ કરાવો એટલે સાહિલ એ શ્લોકને ગળે લગાવી લીધો.
" તું ચૂપ થઈ જા. ચાલ હું તને તારા મમ્મી પાસે લઈ જાવ. એ બધું ઠીક કરી દેશે." સાહિલ શ્લોકને ભેટીને બોલી રહ્યો હતો. મમ્મી નું નામ પડ્યું ત્યાં શ્લોક વધુને વધુ રડવા લાગ્યો.
" ચાલ.... ઊભો થા. તું તારા મમ્મી સાથે જ આવ્યો છે ને??" સાહિલ ઊભો થયો અને શ્લોક ને ઊભો કરવા લાગ્યો. પરંતુ શ્લોક ઊભો થયો નહિ.
" મારા મમ્મી પાસે મને કોઈ લઈ જઈ શકે એમ નથી......" સાહિલ એ પેહલી વાર શ્લોકનો અવાજ સાંભળ્યો હતો.
" કેમ....?? બહાર ગામ ગયા છે??" સાહિલ એકદમ પોતાની બાળ બુધ્ધિ થી પૂછી રહ્યો હતો.
" હા........." શ્લોક આકાશ તરફ આંગળી કરતા બોલ્યો.
સાહિલ નાનો હતો પરંતુ એટલો પણ નાનો નહોતો કે શ્લોક શું કહેવા માંગે છે એ સમજી ન શકે. સાહિલ પણ કાઈ બોલ્યા વગર ચૂપ બેસી રહ્યો.
" મારા મમ્મી અને પપ્પા બન્ને નું કાર એક્સિડન્ટ માં મોત થઈ ગયું. એટલે મારા નાના નાની મને અહી લઈ આવ્યા છે. મારા મામા ને એ બેંગ્લોર રહે છે. પરંતુ મારે મારા મમ્મી પપ્પા પાસે જવું છે." શ્લોક રડતો રડતો બોલી રહ્યો હતો.
સાહિલ ને સમજાયું નહિ શ્લોકને શું જવાબ આપવો એટલે એ ફરી શ્લોકને ભેટી ગયો.
" તું અહી આ ટેકરી પર તારા નાની સાથે આવ્યો છે??" સાહિલ એ શ્લોકને પૂછ્યુ.
" ના, હું કોઈને પણ કહ્યા વગર અહી આવતો રહ્યો છું. હું કોઈની પણ સાથે નથી રેહવા માંગતો." શ્લોક હજુ દુઃખમાં હતો.
" હા... તો એ તારા નાની જ હશે. અમે આવ્યા ત્યારે નીચે એક બા કોઈ છોકરાને જ શોધી રહ્યા હતા." સાહિલ યાદ કરતા બોલ્યો.
" મારે એમની પાસે નથી રેહવુ. મારા મમ્મી પાપા પાસે જવું છે." શ્લોક બોલી રહ્યો હતો.
" આ લે ચોકલેટ..... આ બન્ને તું રાખી લે. તે શા માટે મારા માટે પેલા જોડે લડાઈ કરી તી?? " સાહિલ પેલો સ્કૂલ વાળો દિવસ યાદ કરતા બોલ્યો.
" કારણ કે તું મારો ફ્રેન્ડ છે. તું એક જ એવો છે જે મારી સાથે વાત કરે છે. મને મદદ કરવાની કોશિશ કરે છે એટલે....." શ્લોક અત્યારે સાહિલ સામે એકીટશે જોઈ બોલી રહી હતો.
ત્યાર પછી તો અમે બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા. હવે તો શ્લોક પણ બોલવા લાગ્યો હતો. અમે બંને હમેંશા સાથે ને સાથે જ રહેતા. શ્લોક પણ ધીમે ધીમે તેના મમ્મી પપ્પા વગર રેહતા શીખી ગયો હતો. શ્લોક ના નાના અને નાની પણ શ્લોકને ખુશ જોઈ ખુશ હતા. એ બધા દિવસો મારી જિંદગીના સૌથી વધારે યાદગાર દિવસો હતા.
અમારે આઠમું પૂરું થયું એટલે હું ઉનાળાનું વેકેશન કરવા માટે મારા મમ્મી સાથે મામાના ઘરે ગયો હતો થોડા દિવસ. પંદર દિવસ પછી આવ્યો એટલે ઘરે આવી મે પેહલું કામ શ્લોકને મળવા જવાનું કર્યું. હું જાણતો હતો શ્લોકને મારા વગર નહિ જ ગમ્યું હોય એટલે હું દોડતો દોડતો તેના ઘરે ગયો. તેના ઘર પાસે જઈ જોયું તો ત્યાં તાળું હતું. આજુબાજુ વાળા પાસેથી ખબર પડી કે તેના મામા આવ્યા હતા અને બધા તેની સાથે બેંગ્લોર જતા રહ્યા હતા. અને એ આખો દિવસ હું બહુ રડ્યો હતો. મને શ્લોક વગર ક્યાંય ગમતું જ નહી.
*
આરોહી એ જોયું તો અત્યારે પણ સાહિલ ની આંખમાં પાણી આવી ગયું હતું. આરોહી ની પણ આંખ ભીની થઈ ગઈ હતી.
" તને ખબર છે હું અત્યારે શ્લોકને કઈ રીતે ઓળખી ગયો એ.....?" સાહિલ પોતાની આંખ લૂછતાં બોલ્યો.
" કઈ રીતે??" આરોહી પણ જાણવા માંગતી હતી.
" એનું કપાળ પરનું નિશાન...... એ તો હું ક્યારેય પણ ભૂલી નહિ શકું." સાહિલ એકદમ ઇમોશનલ બની ગયો હતો. આરોહી એ પાણી નો ગ્લાસ સાહિલ ને આપ્યો.
" અને હજુ એ વીસ વર્ષ પેહલા હતો એવો ને એવો જ છે. કાઈ જ ફેરફાર નથી થયો એનામાં....." સાહિલ પાણી પી ને હવે સ્વસ્થ થઈ ગયો હતો.
" શ્લોક તારી પાસે દસ મિનિટ પણ પૂરો નથી બેઠો તો તું કઈ રીતે કહી શકે......કે અત્યારે એનામાં બદલાવ નથી આવ્યો??" આરોહી કહેવા માંગતી હતી કે જ્યારે બન્ને સાથે હતા ત્યારે ઘણા નાના હતા પરંતુ અત્યાર ના સમય પ્રમાણે ઘણો બદલાવ આવી શકે પણ ખરો.
" તને શ્લોક નું વર્તન અજીબ ન લાગ્યું?? જે શ્લોક તને મળવા માટે આટલી મેહનત કરી હતી. તારા માટે આટલું બધું સરપ્રાઈઝ પ્લાન કર્યું હતુ.... એ જ શ્લોક ની આંખ સામે તું ઊભી હતી છતાં એ તને સાવ ઓળખતો જ ન હોય એવી રીતે વર્તન કરી રહ્યો હતો." સાહિલ આરોહી ને પૂછી રહ્યો હતો.
" અજીબ તો લાગ્યું પરંતુ કદાચ...... ખબર નહિ એનું વર્તન તો મને પણ ન સમજાયું." આરોહી હજુ શ્લોક વિશે કાઈ નક્કી ન્હોતી કરી શકતી.
" એને કોઈ ફ્રેન્ડ ને મળવા નહોતું જવાનું. એ સાવ ખોટું બોલી ને અહીથી નીકળી ગયો છે. કદાચ એનામાં વધારે હિંમત ન્હોતી કે એ થોડો વધારે સમય તને મારી સાથે જોઈ શકે એટલે જ ફટાફટ નીકળી ગયો." સાહિલ હજુ શ્લોકને યાદ કરી રહ્યો હતો.
" એટલે.....?? મને કાઈ સમજાયું નહી.....??" સાહિલ શું કહેવા માંગતો હતો એ આરોહી ને સમજાયું નહિ.
"હું શ્લોક ને એના ખુદ કરતા પણ વધારે ઓળખું છું. કોઈ પણ બાબતમાં સેક્રિફાયસ કરવાની બાબત હોય ત્યાં શ્લોકનો પેહલા નંબર આવે. અને એમાં પણ મારે જે કાઈ જોઈતું હોય એ તો એ ગમે રીતે મને અપાવીને જ શાંતિ લે. અને આ વખતે પણ એ મારી ખુશી માટે અહીથી ચાલ્યો ગયો છે. પાગલ છે સાવ....." સાહિલ ચહેરા પર સ્મિત સાથે બોલ્યો.
" પ્લીઝ... હવે તું વાતને ગોળ ગોળ ઘુમાવ્યા વગર થોડી સીધી રીતે કહે તો સારું...... આ તમારા બન્નેની વાત તો મને કાઈ સમજમાં જ નથી આવતી." આરોહી હવે મૂળ વાત સાંભળવા માંગતી હતી.
" વાત સિમ્પલ છે......શ્લોકને એવું લાગ્યું છે કે કદાચ હું તને પસંદ કરું છું. અને આપણી વચ્ચે ફ્રેન્ડશીપ કરતા કાઈક વધારે રિલેશન છે." સાહિલ ને જે કાંઈ લાગ્યું એ એણે કહી દીધું.
" શું........?? ઓહ..... માય ગોડ!!! શ્લોક પણ....." આરોહી ને હવે બધું સમજાય ગયું હતું સાહિલ શું કહી રહ્યો હતો એ.
" તો..... હવે??? શું કરવાનું છે??" આરોહી થોડી વાર ચૂપ બેસી રહી પછી ફરી પૂછ્યું.
" હવે કાઈ નહિ. હવે બધું તારી ઉપર ડીપેન્ડ છે. કે તું શ્લોક ને તારી સાથે જોવા માંગે છે કે નહિ." સાહિલ એકદમ બિન્દાસ થઈ બોલી રહ્યો હતો.
" એ બધું હું પછી જોઈ લઈશ પણ તને નથી લાગતું હવે આપણે
ઓફિસ જવું જોઈએ. ઘણો ટાઈમ આપણે બગાડી લીધો અહી હવે....." આરોહી શ્લોક બાબતે કોઈ ચર્ચા નહોતી કરવા માંગતી એટલે ઓફિસ જવા માટે કહી રહી હતી.
" ચાલ.... હું તને ઘરે મૂકી જાવ. તારી તબિયત સારી નથી એટલે તારે ઓફિસ નથી આવવું." સાહિલ ઊભો થયો અને બાઈક ની ચાવી હાથમાં લીધી.
" આઈ એમ ફાઈન...... તમારા બંનેની વાતો સાંભળીને હવે હું એકદમ મસ્ત થઈ ગઈ છું. એટલે હું તારી સાથે ઓફિસે જ આવીશ." આરોહી અને સાહિલ કાફે બહાર નીકળી ગયા હતા.
*
આરોહી એ સાંજે રૂમે જઈ પોતાનો મોબાઈલ હાથમાં લીધો પછી થોડી વાર કાઈક વિચાર્યું અને પછી મોબાઈલ ઓન કરી શ્લોકને અનબ્લોક કર્યો. આરોહી ને લાગતું હતું કે શ્લોક એને જરૂર મેસેજ કરશે. પરંતુ શ્લોકનો કોઈ મેસેજ આવ્યો નહી. આરોહી થોડી થોડી વારે મોબાઈલ ચેક કરતી રેહતી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહિ.
બીજે દિવસે આરોહી ઓફિસ પાસે પહોંચી તો શ્લોકની કાર ત્યાં નીચે ઊભી હતી. આરોહી ખુશ થતી થતી ઝડપથી કાર તરફ ચાલવા લાગી પરંતુ હજુ આરોહી ત્યાં પહોંચે એ પેહલા જ કાર ત્યાંથી નીકળી ગઈ. આરોહી એકદમ ઉદાસ બની ગઈ હતી. એને શ્લોકનું અજીબ વર્તન સમજાતું નહોતું. આરોહી ને આજ આખો દિવસ ઓફિસ કામ કરવામાં પણ મન લાગ્યું નહોતું.
" કોઈ સાવ આટલું ખરાબ વર્તન કઈ રીતે કરી શકે. હા એને મારા અને સાહિલ ના રિલેશન વિશે ખોટો અંદાજ લગાવ્યો છે. પરંતુ કોઈ સાથે વાત કર્યા વગર બસ કાઈ પણ માની જ લીધું. સાચે પાગલ છે સાવ....." આરોહી સાંજે રસ્તા પર ચાલી જતી હતી અને પોતાની સાથે જ વાતો કરતી હતી.
આરોહી એ જગ્યા પર પહોચી હતી જ્યાં શ્લોક પોતાની કાર લઈને ઊભો હતો અને પોતાને બર્થડે સરપ્રાઈઝ આપી હતી. આરોહી એ પેહલી વાર શ્લોકને જોયો હતો. આરોહી ને જાણે એ દ્રશ્ય અત્યારે પણ આંખ સામે દેખાય રહ્યું હતું. આરોહી ના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. આરોહી પેલા પુલ ની પાળી પાસે આવીને બેસી ગઈ. પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને શ્લોકનો નંબર કાઢ્યો થોડીવાર કાઈક વિચાર્યું પછી આંખ બંધ કરી નંબર ડાયલ કરી દીધો. સામે છેડે રીંગ વાગી રહી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ. આરોહી એ ફરી વાર ટ્રાય કરી પણ શ્લોક એ કોલ રીસીવ કર્યો નહિ.
" હાય, હું તારો પેલા પુલ પાસે ઇન્તેઝાર કરું છું." આરોહી એ ટેક્ષ્ટ મેસેજ કર્યો. થોડી વાર સુધી એનો પણ કાઈ રિપ્લાય આવ્યો નહિ.
" સોરી, હું કામ માં છું. હું નહિ આવી શકું." શ્લોક કે પણ થોડીવાર પછી જવાબ આપ્યો.
" કાઈ વાંધો નહિ... ટેક યોર ટાઈમ. હું ફ્રી જ છું. જ્યારે ફ્રી થા ત્યારે આવજે." આરોહી હવે કોઈ પણ રીતે શ્લોક સાથે વાત કરવા માંગતી હતી.
" આજે બહુ કામ છે એટલે આજે પોસીબલ નથી. તું રાહ જોતી નહિ." આરોહી જાણતી હતી શ્લોકને એક બાજુ તો પોતાની ચિંતા જ હતી.
" કાઈ વાંધો નહિ હું કાલ સુધી પણ અહી જ રાહ જોઈશ. બાય હવે હું કોઈ પણ મેસેજ નો જવાબ આપવાની નથી." આરોહી એ છેલ્લો મેસેજ છોડી દીધો.
" તું ખોટી રાહ જોતી નહિ. હું સાચે આવી શકું એમ નથી. સો.... પ્લીઝ ઘરે જતી રેહજે." આરોહી એ શ્લોકનો મેસેજ વાંચ્યો પરંતુ કાઈ જવાબ આપ્યો નહિ. પર્સ માંથી પેલું શ્લોક એ આપેલું બ્લુટૂથ સ્પીકર કાઢી સોંગ સાંભળવા લાગી. આરોહી ને વિશ્વાસ હતો કે શ્લોક આવશે જ........
*
શ્લોક હજુ ઓફિસ માં બેઠો હતો એને જોયું કે આરોહી એ સાચે તેના છેલ્લા મેસેજનો જવાબ આપ્યો નહોતો. શ્લોક ને લાગતું હતું જો સાહિલ ને ખબર પડશે કે હું આરોહી ને પસંદ કરું છું તો કદાચ સાહિલ પોતાની માટે આરોહી સાથે...... નો હું એવું ના કરી શકું. હું આરોહી ને મળવા નહિ જ જાવ. ક્યાં સુધી રાહ જોશે. થોડું વધારે મોડું થશે એટલે પોતાની જાતે જ ઘરે જતી રહેશે. શ્લોક પણ પોતાના નિર્યણ પણ અડગ હતો........

To be continue...........



Thank you!!!!
⭐⭐⭐⭐⭐