Infinity - The Symbol of Love - 11 books and stories free download online pdf in Gujarati

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 11



Part :- 11


આરોહી પોતાના રૂમ પર આવી બારણું બંધ કર્યું અને બેડ પર જઈ બેસી ગઈ. ક્યારનો જે આંસુ આગળ બંધ બાંધી રાખ્યો હતો એ તૂટી ગયો અને આરોહી જોર જોરથી રોઈ પડી. આરોહી એ પોતાના બન્ને હાથ વચ્ચે પોતાનો ચહેરો રાખી રડી રહી હતી.
" આરોહી, મને ખબર જ છે તું નીચે ઊભી જ રેહવાની છો...." આરોહી સાહિલ ના શબ્દો યાદ કરી રહી હતી. સાહિલ કેટલા વિશ્વાસ સાથે બોલતો હતો અને પોતે સહેજ પણ એના વિશે વિચાર્યા વગર આવતી રહી હતી. એ મારામા એની આરુ ને જોવે છે અને મે અત્યારે એની સાથે આવું વર્તન કરી એને બહુ જ દુઃખ પહોંચાડ્યું છે.
" આરોહી, એક મિનિટ માટે તો ઊભી રહે. એવી તો મારી શું ભૂલ થઈ ગઈ છે?? મારી કાઈ ભૂલ હોય તો તું કહે એ સજા ભોગવવા માટે હું તૈયાર છું. પણ પ્લીઝ તુ મારી સાથે આવું વર્તન ન કર......." શ્લોક ના દરરોજના સવાર ના એ શબ્દો અત્યારે આરોહી ને કાનમાં ગુંજી રહ્યા હતા. કોઈ એવું વ્યક્તિ હતું જે પોતાના કરતા મારા વિશે વધુ વિચારે છે. મારી પસંદ નાપસંદ નો ખ્યાલ રાખે છે. અને હું શું કરું છું એની સાથે?? જાણે એના શબ્દો મારે કાને પડતાં જ ન હોય એમ એને નજરઅંદાજ કરી ત્યાંથી નીકળી જાવ છું. એના સિવાય હું કાઈ કરી શકુ એમ પણ નથી.
" શ્લોક..... આઈ એમ સોરી...... " મોબાઈલમાં શ્લોકનો ફોટો જોઈ આરોહી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી.
*
" આરોહી, શું થયું?? તારી આંખો કેમ આવી થઈ ગઈ છે??" બ્રિંદા એ જોયું તો આરોહી ની આંખો સોજાય ગયેલી હતી.
" અરે કાઈ નહિ, એ તો કાલે મૂવી જોવાના ચક્કરમાં લેટ થઈ ગયું એટલે નીંદર પૂરી નથી થઈ." આરોહી ચહેરા પર ખોટું સ્મિત લાવી બોલી રહી હતી તેનું ધ્યાન સાહિલ પર ગયું તો સાહિલ તેને જ જોય રહ્યો હતો આરોહી એ તરત જ પોતાની નજર ફેરવી લીધી અને પોતાનું કામ કરવા લાગી.
" આરુ, હું લંચ બોક્સ નથી લઈ આવ્યો. ચાલ મારી સાથે બહાર જમવા જવું છે." સાહિલ પોતાની જગ્યા પરથી ઊભો થઈ આરોહી પાસે આવ્યો.
" હું લઈ આવી જ છું. આમ પણ મને ઈચ્છા નથી તું જમી લે." આરોહી પોતાનું લંચ બોક્સ લેવા માટે ઊભી થઈ.
" ના......... મે કહ્યુ ને મારી સાથે ચાલ..." લંચ બ્રેક હતો એટલે સાહિલ બહાર જવા માંગતો હતો.
" પણ...... મને સાચે કાઈ ઈચ્છા નથી." આરોહી ની ઈચ્છા બહાર જવાની નહોતી.
" હું નીચે તારો વેઈટ કરું છું." સાહિલ ના ચહેરા પર કોઈ પણ પ્રકારના હાવભાવ નહોતા એકદમ ગંભીર હતો.
*
"આરુ, તું જમવામાં શું લઈશ??" અત્યારે સાહિલ એકદમ પ્રેમથી પૂછી રહ્યો હતો.
" સાહિલ, સાચે મને ભૂખ નથી." આરોહી ની ઈચ્છા નહોતી.
" હું ગુસ્સો કરું એ પેહલા તું......"
" વન મેંગો લચ્છી" સાહિલ વાક્ય પૂરું કરે એ પેહલા આરોહી બોલી ગઈ.
" આઈ એમ સોરી......સાહિલ!!" થોડી વાર ચૂપ રહ્યા પછી આરોહી એ બોલવાનું શરૂ કર્યું.
" એ બધી વાત લંચ પૂરું કર્યા પછી કરશુ. મને ખબર છે તું આ ફ્રેન્ચ ફ્રાય તો ખાવાની જ." વેઇટર ઓર્ડર લઈને આવ્યો.

" હવે બોલ તું શું કેહતી હતી??" સાહિલ અને આરોહી એ લંચ પૂરું કર્યું.
" આઈ એમ રીયલી સોરી....સાહિલ!!" આરોહી પોતાના કાન પકડીને બોલી.
" મારે સોરી નથી સાંભળવું, એની સિવાય તું શું કહેવા માંગે છે એ સાંભળવું છે." સાહિલ હવે આરોહી ના મોઢે એના આવા વર્તન પાછળનું કારણ જાણવા માંગતો હતો.
" એની સિવાય....?? બીજું તો કાઈ નથી." આરોહી નીચે જોઈ પોતાના ફોન સાથે રમત કરવા લાગી.
આરોહી એ નજર ઊંચી કરી સાહિલ સામે જોયું તો સાહિલ તેની પર જ નજર માંડી ને બેઠો હતો અને તેના બોલવાની જ રાહ જોઈ રહ્યો હતો.
" મારા અને શ્લોક વચ્ચે કાઈ રિલેશન પોસીબલ નથી. એટલે હવે હું તેની સાથે વાત કરવા નથી માંગતી." આરોહી એ છેવટે બોલવાનું શરૂ કર્યું.
" પોસીબલ કે ઈમ્પોસિબલ તો પછીની વસ્તુ છે. તું મને ફક્ત એટલું કહે કે તને શ્લોક પસંદ છે કે નહિ?" આરોહી એ બોલવાનું શરૂ કર્યું એટલે સાહિલને થોડી શાંતિ થઈ.
" જેનું કાઈ ફયૂચર ન હોય તેના વિશે વાત કરવાનો કે તેના વિશે વિચારવાનો કોઈ ફાયદો નથી." આરોહી ના અવાજમાં એક પીડાની રેખા દેખાય આવતી હતી.
" એનો મતલબ એમ કે તને શ્લોક પસંદ નથી." સાહિલ આરોહી ના મોઢે સચ્ચાઈ સાંભળવા માંગતો હતો.
" હું એ વિશે કાઈ વાત કરવા નથી માંગતી." આરોહી જાણતી હતી એ બહુ ખોટું કરી રહી હતી પરંતુ એના સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
" સરસ.... હું જ ખોટો હતો મને લાગતું કે તું શ્લોકને પ્યાર કરેશ. પરંતુ એ મારી ભૂલ હતી. કાઈ વાંધો નહિ હવે તારી વાત સાંભળી મને પાક્કો ખ્યાલ આવી ગયો કે તે ક્યારેય પણ શ્લોક ને પસંદ કર્યો જ નથી. " સાહિલ આરોહી પાસેથી તેની શ્લોક પ્રત્યે ની લાગણી બહાર કઢવવા ની કોશિશ કરી રહ્યો હતો.
"નો......... એ સાચું નથી. આઈ લવ હીમ.....બટ આઈ કાન્ટ.... " આરોહી અચાનક બોલી પડી અને એની આંખમાં આંસું આવી ગયા.
" પરંતુ એની પાછળ કાઈક કારણ તો હશે ને??? તને કાઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કહે હું તારી સાથે હંમેશા ઊભો છું. અને તને શ્લોક વિશે હજુ કાઈ ડાઉટ હોય તો એની બધી જવાબદારી મારી...." સાહિલ આરોહી અને શ્લોકને મળવવા કાઈ પણ કરવા માટે તૈયાર હતો.
" શ્લોક પર તો મને મારા કરતાં પણ વધારે ભરોસો છે.પણ....." આરોહી રડી રહી હતી.
" પણ શું..... આરુ?? બધા પ્રોબ્લેમ નું કાઈકને કાઈક તો સોલ્યુશન હોય જ છે." સાહિલ એ આરોહી ને પાણીનો ગ્લાસ આપ્યો.
" જિંદગી ક્યારેક એવું કવેશન પેપર કાઢે છે ને કે એમાં આપેલા બધા ઓપ્શન બહુ જ કોમ્પ્લિકેટેડ હોય છે. તમે કોઈ પણ ઓપ્શન પસંદ કરશો તો પણ તમે ફેલ જ થવાના......" આરોહી ઊંડા વિચાર સાથે બોલી રહી હતી.
" જો ફેલ જ થવાનું એ નક્કી છે તો પછી આપણે પેપરમાં રહેલા બધા ઓપ્શન ટિક કરી લેવા જોઈએ કદાચ સાચું પણ પડી જાય." સાહિલ એ નક્કી કરી જ લીધું હતું એ કોઈ પણ રીતે આરોહી ને મનાવીને જ રહેશે.
" અને પછી કદાચ એવું પણ બને કે તમે પરીક્ષા ખંડ માં બેસવા માટે કાબિલ જ ના રહો." આરોહી અત્યારે એકદમ ફિલોસોફિકલ વાતો કરી રહી હતી.
" મને પેપરમાં કે પછી ક્લાસ રૂમ માં કાઈ જ રસ નથી. મને હવે સાચું જણાવ મૂળ કારણ છું છે એ........" સાહિલ હવે મૂળ મુદ્દા પર વાત કરવા માંગતો હતો.
આરોહી એ બધી જ સાચી હકીકત જણાવી દીધી. દીદી ના મેરેજ માં ગઈ હતી ત્યારે જે પણ થયું હતું એ બધું જ જણાવી દીધું.
" બટ.... તું ઘરે એક વાર વાત કરવાની ટ્રાય તો કરી જો.... કદાચ તારી વાત એ લોકો સમજે પણ ખરા એવું પણ બને ......" સાહિલ આરોહી ને સાંત્વના આપી રહ્યો હતો.
" મમ્મી જે રીતે સાધના આન્ટી સાથે વાત કરતા એ પરથી તો મને સમજાય ગયું છે જો મમ્મી પપ્પા ને ખબર પડશે તો કદાચ એ લોકો આ દુનિયામાં નહિ રહે અથવા તો હું નહિ રહુ... એટલે ભૂલ થી પણ આ વિશે બોલાય એમ નથી." આરોહી એના મમ્મી પપ્પા નો સ્વભાવ સારી રીતે જાણતી હતી.
" એ બધી બેકારની વાત છોડ.... અને ભૂલથી પણ ક્યારેય મોઢામાંથી આવા શબ્દો ન નીકળવા જોઈએ.." સાહિલ પોતાની એક બહેન તો ખોઈ ચૂક્યો હતો બીજી નહોતો ખોવા માંગતો.
" હું જાણું છું મારી સામે બે ઓપ્શન છે શ્લોક અને મમ્મી પપ્પા.
જો કોઈ એકને પસંદ કરીશ તો એક ને છોડવો જ પડશે. એની સિવાય બીજો કોઈ ઉપાય જ નથી." આરોહી નિસાસા સાથે બોલી રહી હતી.
" એ બધાની ચિંતા અત્યારે તું છોડ... હું કાઈક ત્રીજો ઓપ્શન શોધી લઈશ. તું અત્યારે શ્લોકને સંભાળ અને એનું ધ્યાન રાખ. હમણાં તારા વગર એની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે." સાહિલ જાણતો હતો શ્લોક એકદમ બેજાન થઈ ગયો હતો.
" ના..... હું શ્લોકને ફેસ નહિ કરી શકું." આરોહી એ થોડા દિવસથી શ્લોક સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું હતું એટલે શ્લોક સામે જોવાની પણ આરોહી માં હિંમત ન્હોતી.
" મૂવી જોવાનો પ્લાન કેમ રહશે...?? શ્લોકને એકદમ સરપ્રાઈઝ આપીએ.. એ પણ એકદમ ખુશ થઈ જશે." સાહિલ એકદમ ઉત્સાહથી બોલ્યો.
" આઈ ડોન્ટ નો..." આરોહી બે હાથ ઊંચા કરતા બોલી.
*
" હેલ્લો....શ્લોક, ક્યાં છે ભાઈ તું??" સાહિલ એ શ્લોક ને કોલ કર્યો. સાહિલ અને આરોહી મલ્ટિપ્લેક્સ પાસે પહોંચી ગયા હતા.
" ઘરે..... કેમ કાઈ કામ હતું." શ્લોક એકદમ ધીમુ ધીમુ બોલતો હતો.
" હા.....યાર... મારી ગાડી ખરાબ થઈ ગઈ છે અને મારે એક અર્જન્ટ કામ છે. શું તું આવી શકીશ??" સાહિલ ઉતાવળ હોય એવી રીતે બોલી રહ્યો હતો.
" અરે... એમાં પૂછે છે શું?? સીધું એમ કેહવાય ને કે મારે કામ છે અત્યારે આવ અહી....." શ્લોક પોતાની ગાડીની ચાવી લઇ ઊભો થયો.
શ્લોક મલ્ટિપ્લેક્સ પાસે પહોંચી આજુબાજુ સાહિલ ને શોધી રહ્યો હતો ત્યાં તેણે જોયું તો સામે આરોહી ઊભી હતી. થોડીવાર તો શ્લોકને લાગ્યું તેનો વહેમ છે થોડા દિવસથી આખો દિવસ રાત આરોહી ના વિચાર કર્યા કરું છું એટલે કદાચ એવો ભ્રમ થતો હશે.
આરોહી એ શ્લોક સામે જોય એક પ્રેમભર્યું સ્મિત આપ્યું શ્લોકને સમજમાં નહોતું આવતું કે આ સાચે આરોહી છે કે પોતાનો વહેમ?? શ્લોક આરોહી ની નજીક ગયો.
" શ્લોક..... આઈ એમ સોરી...." આરોહી પોતાના કાન પકડી બોલી.
" આરોહી........?? તું સાચે મારી આરોહી છે......??" શ્લોક તો આરોહી નો અવાજ સાંભળી ચોંકી ગયો અને આરોહી ને એકદમથી હગ કરી લીધી.
" હા..... હું સાચે અહી જ છું. આઈ એમ સોરી શ્લોક....!!" આરોહી ધીમે ધીમે શ્લોકની પીઠ પાછળ હાથ ફેરવી રહી હતી.
" મૂવી તો અહી બહાર જ સ્ટાર્ટ થઈ ગયું હોય એવું લાગે છે...." સાહિલ આવ્યો અને ખોંખારો ખાઈ મજાક કરતા બોલ્યો.
" થેંક્યું ભાઈ......." સાહિલ આવ્યો એટલે શ્લોક સાહિલને ગળે મળતા બોલ્યો. આરોહી હળવી સ્માઈલ આપતી બાજુમાં ઉભી રહી ગઈ.
" બસ...બસ.... થોડો પ્રેમ બચાવીને રાખ. આ ટિકિટ પકડ અને એન્જોય કરો." સાહિલ શ્લોકના હાથમાં મૂવી ટિકિટ આપતા બોલ્યો.
" તું નથી આવતો ......??" શ્લોક અને આરોહી એકસાથે બોલી પડ્યા.
"મારે કાઈ કબાબ માં હડડી નથી બનવું...." સાહિલ ત્યાંથી નીકળી ગયો.
શ્લોક અને આરોહી અંદર જઈ રહ્યા હતા ત્યાં એક કપલ ઉભુ હતું. જોઈને લાગતું હતું બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. અને વાત પરથી ખબર પડી કે મૂવી ની ટિકિટ ન્હોતી મળી એટલે એની પત્ની નારાજ થઈ ગઈ હતી. એનો પતિ બિચારો ક્યારનો મનાવવાની ટ્રાય કરી રહ્યો હતો પરંતુ પેલી મો ફુલાવીને બેસી ગઈ હતી.
શ્લોક એ આરોહી સામે જોયું તો આરોહી એ પણ માથું હલાવી હા પાડી એટલે શ્લોક પેલા ભાઈ પાસે ગયો.
" અમારી પાસે એક્સ્ટ્રા ટિકિટ છે. તમારે જોઈએ છે??" શ્લોક એ પેલા ભાઈ ને પૂછ્યું.
" અરે ......હા..... થેંક્યું ભાઈ!!! તે મને ખરા સમયે આવી બચાવી લીધો." પેલો તો એકદમ ખુશ થઈ ગયો.
શ્લોક એ બન્ને ટિકિટ પેલા ભાઈ ને આપી દીધી. એની પત્ની તો એકદમ ખુશ થઈ ગઈ હતી. એની પત્ની તેના પતિનો હાથ પકડી એકદમ ખુશ થઈ ચાલવા લાગી.આરોહી અને શ્લોક પણ બન્ને ને જતા જોઈ રહ્યા અને બન્ને ના ચહેરા પર પણ સ્માઈલ આવી ગઈ.
*
" તો મેડમ, બતાયે અબ આપ કહા જાના ચાહતી હૈ??" શ્લોક એકદમ શાયર ના અંદાજમાં પૂછી રહ્યો હતો.
" જહાં....આપ ચાહાયે વહા..!!" આરોહી પણ એકદમ મૂડમાં હતી.
" ઓકે...... તો ચાલ તને એક મસ્ત જગ્યા એ લઈ જાવ." શ્લોક આરોહી નો હાથ પકડી પોતાની બાઈક પાસે લઈ આવ્યો.

To be continue...............


Thank you!!!!!!!
⭐⭐⭐⭐⭐




બીજા રસપ્રદ વિકલ્પો