Infinity - 10 books and stories free download online pdf in Gujarati

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 10



Part :- 10

આરોહી એ મોબાઈલમાં નજર કરી તો શ્લોકના પાંચ મિસકોલ થઈ ગયા હતા. આરોહી શ્લોક સાથે વાત કરવા માંગતી હતી પરંતુ મમ્મી ના એ શબ્દો વારંવાર એના કાનમાં આવી કહી રહ્યા હતા, ' બેટા, છોકરા થી દુર રહેજે.'
" શું થયું??" આરોહી એ જોયું તો શ્લોક તેની બાજુમાં આવી બેસી ગયો હતો અને તેને પ્રેમથી પૂછી રહ્યો હતો.
" તું આટલું નોર્મલ બિહેવીયર કઈ રીતે કરી શકે છે??" આરોહી અકળાઈ ને પૂછી રહી હતી.
" કેમ?? મે કાઈ ખોટું કર્યું??" શ્લોક ને ખબર હતી આરોહી કાઈક પરેશાન હોય એવું લાગી રહ્યું છે.
" તે મને અત્યારે કેટલા કોલ કર્યા હું ફ્રી છું મોબાઈલ મારી બાજુમાં જ છે તો પણ મે તારો કોલ આન્સર ન કર્યો અને છતાં તું ગુસ્સે થવાને બદલે મને પ્રેમથી પૂછે છે... કેમ??" આરોહી જાણતી હતી કે પોતે શ્લોકની જગ્યા એ હોય તો અત્યારે કેટલી બધી ગુસ્સે હોય.
" મારી પાસે ગુસ્સે થવાનું કારણ જ નથી. તારો મોબાઈલ છે તારી મરજી. અગર તને કોઈનો કોલ રીસિવ કરવાની ઈચ્છા નથી તો યુ આર ટોટલી ફ્રી ટુ ડુ ધેટ." શ્લોક ના ચહેરા પર સહેજ પણ નારાજગી નહોતી.
" વાય.....શ્લોક..... વાય??? તું આટલો બધો શાંત કંઈ રીતે રહી શકે છે?? અને મને શા માટે આટલું બધું ઇમ્પોર્ટન્સ આપે છે?? હું એ લાયક બિલકુલ નથી." આરોહી ગળગળી થઈ ગઈ હતી.
" બિકોઝ...... આઈ લવ યુ, આરોહી!!" શ્લોક આરોહી ની આંખમાં જોઈ બોલી રહ્યો હતો.
" શ્લોક......બટ હું....."
"શીઅઅઅઅ........" શ્લોક એ આરોહી વચ્ચે જ અટકાવી દીધી અને આરોહી નું માથું પોતાના ખભા પર નમાવી દીધુ.
" આરોહી, મે તને જ્યારે પેહલી વાર જોઈ હતી ત્યારથી હું તને પ્રેમ કરવા લાગ્યો હતો અને જ્યાં સુધી મારો શ્વાસ છે ત્યાં સુધી કરતો રહીશ. હું તને સારી રીતે જાણવા લાગ્યો છું અને સમજવા પણ લાગ્યો છું. હું તારું દિલ અને દિમાગ શું વિચારે છે એ પણ જાણું છું. તારું દિલ અને દિમાગ જ્યારે કોઈ એક જવાબ પર સહમત થાય ત્યાં સુધી હું તારી રાહ જોઈશ. હું તારી પર કોઈ ફોર્સ નથી કરવા માંગતો તું તારી જિંદગી જીવવા માટે હમેંશા માટે આઝાદ છે પરંતુ હું મારી જિંદગીનો માલિક છું અને મે મારી આ જિંદગી તારા નામે લખી દીધી છે. અને મને આવું કરતા રોકવાનો તને કોઈ અધિકાર નથી. હું હંમેશા બસ તને જ અને ફક્ત તને જ જોવા , સાંભળવા અને મારી સાથે જિંદગી માણતી જોવા માંગુ છું." શ્લોક નું એકે એક વાક્ય એના દિલના ઊંડાણથી આવતું હતું અને આરોહી હજુ શ્લોકના ખભે માથું ઢાળીને બેઠી હતી અને તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.
*
" અરે.......સાધના બેન!! કેમ છો?? તમે તો ઘણા વર્ષો પછી દેખાયા. તમે અહી ક્યાંથી??" આરોહી તેની માસીના દીકરીના લગ્નમાં આવી હતી. ત્યાં મમ્મીને તેની કોઈ જૂની ફ્રેન્ડ ભેગી થઈ ગઈ.
" અમે તો છોકરા વાળા તરફથી છીએ. હિરેન મારો ભત્રીજો થાય." સાધના બેન પણ ઓળખાણ કાઢતા બોલ્યા.
" શું કરે બધા?? મજામાં ને??" મમ્મી વાતું એ વળગી ગયા હતા.
" બધા મજા કરે હો... ગયા વર્ષે નિશા ના લગ્ન કરી દીધા અને રાહુલ એન્જિનિયરિંગ કરવા કેનેડા ગયો છે." સાધના બેન પોતાના વિશે જણાવી રહ્યા હતા.
" વાહ..... સરસ રાહુલ કેનેડા ગયો સારું કર્યું. પણ નિશા ના લગ્નની તો બહુ ઉતાવળ રાખી તમે તો... એની ઉંમર ક્યાં છે હજુ.." નિશા આરોહી થી પણ બે વર્ષ નાની હતી એટલે મમ્મીને નવાઇ લાગી.
" દીકરી મોટી થાય એટલે એને સાસરે સારી. અત્યારે તો તમને ખબર જ છે જમાનો કેવો છે." સાધના બેન ભાર દઈને બોલી રહ્યા હતા.
" હા .... એ પણ છે." સાધના બેનની વાત સાંભળી મમ્મી પણ વિચાર કરવા લાગ્યા.
" તમારી દીકરી નું શું નામ......આકૃતિ....ના આરોહી નહી??" સાધના બેન યાદ કરતા બોલ્યા.
" હા, આરોહી....." મમ્મી એ કહ્યું.
" એ તો ઘણી મોટી થઈ ગઈ હશે. શું કરે છે અત્યારે...??" સાધના બેન હવે આરોહી વિશે પૂછી રહ્યા હતા.
" આરોહી ....... બેટા અહી આવ...." આરોહી તેના કઝીન્સ સાથે બેઠી હતી ત્યાંથી મમ્મીએ બોલાવી.
" આમને ઓળખે છે.....સાધના આન્ટી" મમ્મી આરોહી ને ઓળખાણ આપી રહ્યા હતા.
" હા.... જય શ્રી કૃષ્ણ આન્ટી" આરોહી બોલી.
" નાની હતી એનાથી પણ વધારે દેખાવડી અને સુંદર થઈ ગઈ છે આરોહી તો...... ક્યાંય નક્કી કર્યું કે નહિ??" સાધના બેન આરોહી વખાણ કરતા બોલ્યા. આરોહી હળવું સ્મિત આપતી હજુ ત્યાં જ ઊભી હતી.
"ના..... અત્યારે અમદાવાદ છે. હજુ તો જોબ સ્ટાર્ટ કરી છે. એની ઈચ્છા જોબ કરવાની છે તો ભલે એકાદ બે વર્ષ પોતાની રીતે જે યોગ્ય લાગે એ કરે પછી કાઈક વિચારીશું." મમ્મી એકદમ ખુશીથી બોલી રહ્યા હતા.
" અમદાવાદ...... એકલી??" સાધના બેન એ પૂછ્યું??
" હા...... બધું એણે જાતે જ શોધી લીધું છે અમારે કાઈ ચિંતા નથી." મમ્મી ને આરોહી પર ગર્વ હતો.
" ધ્યાન રાખજો પછી છોકરો પણ ક્યાંક જાતે છોધી લે નહી." સાધના બેન ટોન્ટ મારી રહ્યા હતા. આરોહી નું તો મગજ હલી ગયું એને થયું અત્યારે ને અત્યારે એના મોઢા પર જવાબ આપી દઉં પણ છતાં આરોહી ચૂપચાપ ઊભી રહી.
" સાધના બેન..... મને અને એના પપ્પાને આરોહી પર પૂરો ભરોસો છે મારી આરોહી ક્યારે એવો વિચાર પણ નહિ કરે. મને મારા કરતાં પણ એના પર વધારે વિશ્વાસ છે. એટલે તમે અત્યારે જે બોલ્યા એ ભૂલથી પણ ન બોલતા...." મમ્મી આરોહી વિશે આવું સાંભળી થોડા ગુસ્સે થઈ ગયા હતા.
" તમારા ગામ નું નામ હમણાં બહુ જ ચર્ચામાં છે એટલે કદાચ
મને થયું તમે ભૂલી ગયા હોય તો યાદ અપાવી દઉં......" હજુ સાધના બેન પોતાના વિચારોનું પ્રદર્શન કરી રહ્યા હતા.
" મારા ગામમાં જે થઈ રહ્યું છે એનાથી મને કાઈ જ ફેર નથી પડતો. બીજાની છોકરીઓ જે કરે એ એના માતા પિતા નો પ્રશ્ન છે. મારી આરોહી એમાં બિલકુલ નથી આવતી. મારી આરોહી છોકરા સાથે વાત કરવાની વાત તો દૂર પણ તેની સામે આંખ ઊંચી કરીને પણ ક્યારે જોવે નહિ." મમ્મી એ સાધના બેન ને એકદમ ચૂપ કરી દીધા હતા.
" બ્યુટીફુલ......!! હાયે....... તેરા એ લુક મુજે ઘાયલ કર રહા હૈ!!" મમ્મી હજુ સાધના આન્ટી ને કહી રહ્યા હતા ત્યાં જ આરોહી એ પોતાના ઇન્સ્ટા માં સ્ટોરી રાખી હતી એના પર કૉમેન્ટ કરતી શ્લોકના મેસેજ ની નોટિફિકેશ સ્ક્રીન પર બ્લીંક થઈ. આરોહી મોબાઈલ બંધ કરી નીચું જોઈ ઊભી રહી ગઈ. હવે તેનામાં હિંમત ન્હોતી કે મમ્મી સામે જોઈ શકે.
*
" હમણાં વાડી વાળા મજૂર આ દવા લેવા આવશે એને આપી દેજો." પપ્પા કપાસમાં છાંટવાની દવા ઓસરીની ધારે મૂકીને જતા રહ્યા.
" હા,પપ્પા..." આરોહી ને કાલે અમદાવાદ જવાનું હતું એટલે પોતાનું બેગ પેક કરી રહી હતી.
"આરોહી, આ ખાખરા લઈ જા. હું વિવાન ને બીજા બનાવી દઈશ. તારે સવારમાં નાસ્તાની કોઈ ચિંતા નહી." મમ્મી ખાખરા પેક કરી ને લાવ્યા.
" ભલે ને અહી જ રહ્યા. મારે જોઈતા હશે તો હું ત્યાંથી લઈ લઈશ. તમે એવી કાઈ ચિંતા ન કરો." આરોહી ખાખરા પાછા આપતા બોલી.
" બેટા, ચિંતા તો થાય ને. જોયું ને કાલ પેલી સાધના કેવું બોલી. નક્કી એની નિશા એ એવું કર્યું હશે એટલે બીજા પર નજર રાખી બેઠી છે....." મમ્મી થોડા ગુસ્સામાં અને થોડા ગળગળા થઈ બોલી રહ્યા હતા.
" મમ્મી, સાધના આન્ટી ની વાત ને ભૂલી જાવ. તમને તો ખબર જ છે એની. બીજાની જ પંચાયત કરતા હોય છે" આરોહી મમ્મીને સમજાવી રહી હતી.
" બેટા, એમ ન ભૂલાય. લોકોને એવું જ લાગે શહેરમાં જઈ છોકરી બગડી જાય. પરંતુ મારે એ બધા લોકોને ખોટા સાબિત કરવાના છે એટલે તું ધ્યાન રાખજે હો બેટા..... જો અમે ખોટા પડીશું તો અમારી પાસે છેલ્લો એક જ રસ્તો હશે" મમ્મી પેલી કપાસની દવા સામે આંગળી લાંબી કરીને બોલ્યા એમનો અવાજ ભીનો થઈ ગયો હતો.
*
"સર, ઓર્ડર.....??" વેઇટર એ આવી શ્લોકને પૂછ્યું.
" અરે, ભાઈ મે કહ્યું ને તને હમણાં બોલાવીશ. થોડી વાર તો આરામથી બેસવા દે." વેઇટર ઓર્ડર લેવા માટે ત્રીજી વાર આવ્યો અને શ્લોક એ આ વખતે પણ પાછો મોકલી દીધો.
" સર, અડધી કલાકથી તો બેઠા છો. હજુ કેટલો....." હવે વેઇટર પણ અકળાયો હતો.
" હું કલાક પણ બેસુ..... તારે કાઈ...." શ્લોક એકદમ ગુસ્સા સાથે ચેરમાંથી ઊભો થયો.
"શ્લોક, કામ ડાઉન ભાઈ.... સોરી યાર....... બે પાઈનેપલ જ્યૂસ... પ્લીઝ!!" સાહિલ એ આવી શ્લોકને શાંત કર્યો અને વેઇટર ની શ્લોક ના બદલે માફી માંગી.
" શું કરે છે તું, યાર...?? આમ કોઈ પર થોડો ગુસ્સો કરાય." સાહિલ આવીને શ્લોકને સમજાવી રહ્યો હતો.
" તો શું કરું?? અઠવાડિયાથી પરેશાન છું." શ્લોક એકદમ ઢીલો થઈ ગયો હતો.
" ખબર નહિ શું થયું છે આરુ ને?? ઓફિસ માં પણ એકદમ ચૂપચાપ રહે છે. કોઈ જોડે વાત પણ નથી કરતી. હું કાઈક પૂછું તો બસ જવાબ આપવો હોય તો આપે.... એનું વર્તન સાવ બદલાઈ ગયું છે હમણાં." સાહિલ જાણતો હતો શ્લોક એ આરોહી વિશે જ વાત કરવા માટે તેને બોલાવ્યો હતો એટલે એ પણ ચિંતા સાથે બોલ્યો.
" મને તો બધેથી સાવ બ્લોક જ કરી દીધો છે. સવારે ઓફિસ પાસે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું તો પણ જાણે હું ત્યાં હોય જ નહિ એમ ઇગનોર કરી નીકળી જાય. ખબર નહિ હમણાં શું થઈ ગયું છે એને એ જ સમજાતું નથી." શ્લોક ની પરેશાની ચોખ્ખી તેના શબ્દોમાં દેખાઈ આવતી હતી.
"એવું તો શું થયું એ સમજાતું નથી....??" સાહિલ પણ વિચાર કરી રહ્યો હતો.
" કોઈ પણ પરેશાની નું હલ વાત કર્યા વગર કેમ નીકળે. એ કાઈક આપણને કહે તો ખબર પડે ને પ્રોબ્લેમ શું છે?" આરોહી ની ચૂપી શ્લોકને વધારે પરેશાન કરી રહી હતી.
" તું ચિંતા ન કર. હું આરુ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ." સાહિલ શ્લોકના ખભે હાથ રાખી બોલ્યો.
" તું સાચું નહિ માને, આ એક વીક તો મને વર્ષ જેવું લાગ્યું છે. જાણે એવું લાગે છે વર્ષો થઈ ગયા મે આરોહી નો અવાજ સાંભળ્યા ને. એની ચુપી હવે મને પાગલ બનાવે છે. મારા આ કાન તેનો અવાજ સાંભળવા તડપી રહ્યા છે. ખબર નહિ મારાથી એવી તો શું ભૂલ થઈ ગઈ કે અચાનક એને મારી સાથે બોલવાનું જ બંધ કરી દીધું." શ્લોક નાના બાળક જેમ રડી પડ્યો હતો.
" શ્લોક..... હું આરોહી સમજાવીશ. થોડા દિવસમાં બધું જ ઠીક થઈ જશે. તું ચિંતા ન કર." સાહિલ શ્લોકના બન્ને હાથ પોતાના હાથમાં લઈ તેને સાંત્વના આપવાની કોશિશ કરી રહ્યો હતો.
" સાહિલ...... હું આરોહી વગર નહિ જીવી શકું. પ્લીઝ...... સાહિલ..... હું કોઈ નાટક નથી કરતો. હું આરોહી ને સાચે પ્યાર કરુ છું. હું નહિ જીવી શકું તેના વગર..... આઈ કાન્ટ...." શ્લોક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો.
" કદાચ આરોહી પણ તને પ્યાર કરે જ છે પણ એને આ બધું સમજતા થોડો સમય લાગશે. એને થોડા ટાઈમ ની જરૂર છે. બધું ઠીક થઈ જશે. તમે બન્ને હમેંશા સાથે રેહશો. આઈ પ્રોમિસ યુ." સાહિલ ઊભો થઈ શ્લોક ને ભેટી પડ્યો.
*
" આરોહી, નીચે મારી રાહ જોજે. નું સર ને મળી ને આવું જ છું. મારે તારી સાથે થોડી વાત કરવી છે." આરોહી પોતાનું પીસી બંધ કરી ને જઈ રહી હતી ત્યાં સાહિલ એ કહ્યું.
" સોરી, સાહિલ!! હું બહુ જ થાકી ગઈ છું. એટલે ઘરે જઈ આરામ કરવા માંગુ છું." આરોહી આટલું બોલી ચાલવા લાગી.
" તો હું તને ઘરે મૂકી જઈશ. મને ખબર છે તું નીચે મારો વેઇટ કરીશ જ. હું બે મિનિટમાં જ આવું છું." આરોહી જાણે સાહિલ ને સાંભળવા ન માંગતી હોય એમ ઓફિસ બહાર નીકળી ગઈ.
સાહિલ ફાઈલ સરને આપી ફટાફટ નીચે આવ્યો. સાહિલ જાણતો હતો આરોહી તેની બધી વાત હમેંશા માનતી. પરંતુ આ વખતે સાહિલ પણ ખોટો પડ્યો હતો. સાહિલ એ નીચે આવી આજુબાજુ જોયું પણ આરોહી જતી રહી હતી. સાહિલ ને પણ આરોહી ના આવા વર્તનનું ખુબજ દુઃખ થયું. સાહિલ જાણતો હતો કાઈક તો વાત હતી જે આરોહી ને આવું વર્તન કરવા માટે મજબૂર કરી રહી હતી. અને આરોહી ના આવા વર્તનથી જાણે શ્લોક તો પોતાનું અસ્તિત્વ જ ભૂલી ગયો હતો. સાહિલ એ નક્કી કરી લીધું હતું કે કોઈ પણ રીતે એ શ્લોક અને આરોહી ના ચહેરા પરની હસી પાછી લાવીને જ રહેશે...........

To be continue...........


Thank you!!!!!!
⭐⭐⭐⭐⭐




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED