ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 9 Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 9


Part :- 9


આરોહી એ ઘડિયાળમાં જોયું તો ઘણો ટાઈમ થઇ ગયો હતો. શ્લોક ના કેટલા મિસ્કોલ થઈ ગયા હતા પરંતુ આરોહી એ એક પણ રિસિવ કર્યો નહોતો. ઘણા બધા મેસેજ પડ્યા હતા પરંતુ આરોહી એ એક પણ મેસેજનો જવાબ આપ્યો નહોતો. આરોહી જાણતી હતી શ્લોક આવશે જ. એને કદાચ પોતાના કરતા અત્યારે શ્લોક પણ વધારે વિશ્વાસ હોય એવું લાગી રહ્યું હતું.
આરોહી ઘણા સમયથી અહી બેઠી હતી હવે એને ભૂખ પણ લાગી હતી અને તરસ પણ લાગી હતી. પાણી વગર આરોહી નું ગળું હવે કોરું પડી રહ્યું હતું. આરોહી ને ગળું કોરું પડવાને કારણે ઉધરસ આવવા લાગી. ત્યાં તેની સામે કોઈએ પાણીની બોટલ લાંબી કરી.
" મને ખબર જ જતી તું આવીશ, શ્લો......" આરોહી એ બોટલ હાથમાં લઈ બાજુમાં જોયું ત્યાં તેનું વાક્ય અધૂરું રહી ગયું.
" સાહિલ......... તું કેમ અહી??" આરોહી એ જોયું તો પાણીની બોટલ લઈ શ્લોક નહિ પણ સાહિલ આવ્યો હતો.
"કેમ હું ન આવી શકું હવે...." સાહિલ પાળી પર ચડી બેસી ગયો.
" અરે મારો કેવાનો મતલબ એમ નથી. પરંતુ તને કેમ ખબર પડી હું અહી છું એમ.....અને....." આરોહી પાણી ની બોટલ બંધ કરતા બોલી.
" શ્લોક એ કહ્યું." સાહિલ આટલું બોલી ચૂપ થઈ ગયો.
" શું??" સાહિલ એ આરોહી સામે જોયું તો હજુ આરોહી તેની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી હતી.
" અરે.... એણે તને કેટલા મેસેજ અને કોલ કર્યા છે તે એને કાઈ જવાબ ન આપ્યો એટલે મને કોન્ટેક્ટ કર્યો." સાહિલ એ જણાવ્યું.
" બીજું કાંઈ ન કહ્યું??" આરોહી એ જાણવા માંગતિ હતી કે શ્લોક કેમ ન આવ્યો.પરંતુ સાહિલ એ હજુ સુધી એવું કાઈ જણાવ્યું નહોતું.
" બીજું કાંઈ એટલે....?? " સાહિલ ગંભીર થઈ આરોહી ને જોય રહ્યો હતો.
" એ શા માટે ન આવ્યો એમ??" આરોહી હવે સીધી મૂળ વાત પર આવી.
" તો ડાયરેક્ટ એમ પૂછ ને.... બીજું કાંઈ ન કહ્યું...." સાહિલ આરોહી ની મજાક કરતા બોલ્યો.
" હા તો હવે પૂછ્યું ને ...... હવે તો બોલ મારા ભાઈ..." આરોહી શ્લોક નું ન આવવાનું કારણ જાણવા માંગતિ હતી. પરંતુ સાહિલ આરોહી ને હેરાન કરવાની મજા લઈ રહ્યો હતો.
"એને કાઈક ઈમરજન્સી હતી એટલે..." સાહિલ એ જોયું તો આરોહી ક્યારની બેચેન થઈ રહી હતી શ્લોક માટે એટલે જણાવી દીધું.
" શ્લોક ને તો કાઈ નથી થયું ને....??" ઈમરજન્સી શબ્દ સાંભળી આરોહી ચિંતા સાથે પૂછવા લાગી.
" તને શું લાગે છે એવું કાઈક હોય તો હું અહી આવી રીતે બેઠો હોય ખરો...." અત્યારે સાહિલ ના શબ્દમાં કોઈ પણ પ્રકારની મજાક નહોતી.
" સોરી.... આઈ ડીડન્ટ મીન ધેટ..." આરોહી જાણતી હતી સાહિલ અને શ્લોકનું બોન્ડિંગ એટલે સાહિલ ની માફી માંગતા બોલી.
" ઓપ્સ..... હું આ તો ભૂલી જ ગયો." સાહિલ આરોહી તરફ એક બેગ કરતા બોલ્યો.
" ફૂડ ફોર યુ...." સાહિલ પોતાની સાથે ફૂડ પેક કરાવીને લાવ્યો હતો.
" થેંક્યું.........સાહિલ..........ભાઈ!!" આરોહી સાહિલ ના ખભે માથું રાખતા બોલી.
" એવું બધું ઇમોશનલ થવાની જરૂર નથી. કારણ કે મને તો આવું કાઈ મગજમાં પણ નહોતું શ્લોક એ યાદ અપાવ્યું હતું." ભાઈ શબ્દ સાંભળી સાહિલ પણ થોડી વાર ઢીલો થઇ ગયો હતો પરંતુ પછી પાછો સ્વસ્થ થઈ ગયો.
" ઓહ....." આરોહી ના ફેસ પર એકદમ નાનકડું સ્મિત આવી ગયું.
" હવે આખી રાત અહી રોડ પર જ રેહવાનો વિચાર છે. ચાલ હું તને મૂકી જાવ." સાહિલ એ જોયું તો હવે ઘણું મોડું થઈ ગયું હતું.
" તને તો ખબર જ છે હું અહી નજીકમાં જ રહું છું એટલે હું જતી રહીશ. તું પણ હવે ઘરે જા." આરોહી પાળી પરથી ઊભી થઈ.
" પાક્કું....તું જતી રહીશ." સાહિલ ફરીથી પૂછી રહ્યો હતો.
" હા...પાક્કું." આરોહી ચાલવા લાગી.
" પહોંચીને મને મેસેજ કરજે અને હા શ્લોકને પણ કરી દેજે." સાહિલ હજુ ત્યાં જ બેઠો હતો.
" હા...." આરોહી એ પાછળ જોયા વગર જ જવાબ આપ્યો. સાહિલ આરોહી ને જતી જોય રહ્યો હતો. એની ચાલ તો એકદમ આરું જેવી જ હતી. સાહિલ એ જોયું હતું આરોહી શ્લોકનું નામ સાંભળતા જ એકદમ ખુશ બની જતી હતી અને કાફેમાં તે દિવસે સાહિલ નોંધ્યું હતું કે આરોહી ને જોય ને શ્લોકની આંખમાં પણ એ ચમક હતી.
*
આરોહી સવાર સવારમાં વેહલા જ નીકળી ગઈ ઓફિસ જવા માટે એ જાણતી હતી શ્લોક નીચે તેનો વેઈટ કરતો જ હશે. આરોહી એ ત્યાં પહોંચી જોયું તો એ સ્તબ્ધ થઈ ગઈ કારણ કે પેહલી વાર એવું બન્યું હતું કે શ્લોક આજે ત્યાં પોતાની કાર સાથે ઊભો નહોતો. આરોહી એ શ્લોક ને કોલ કર્યો તો સ્વીચ ઓફ આવતો હતો. આરોહી એ વિચાર્યું કદાચ સાહિલ ની શ્લોક જોડે વાત થઈ હશે એટલે સાહિલ ને ખબર હોય શકે.
" ગુડ મો્નિંગ, બ્રિંદા......" આરોહી ઓફિસમાં આવી ગઈ હતી.
" ગુડ મોર્નિંગ....." બ્રિંદા પણ તાજગી ભર્યા અવાજે બોલી.
" સાહિલ નથી આવ્યો હજુ??" આરોહી એ જોયું પણ સાહિલ ક્યાંય દેખાયો નહી.
" એ આવ્યો હતો પરંતુ સર ને કાઈક કામ હતું એટલે સર જોડે બહાર ગયો છે." બ્રિંદા એ પોતાનું પીસી ઓન કર્યું.
" ક્યારે આવશે?? કાઈ કીધું છે??" આરોહી ને સાહિલ સાથે વાત કરવી હતી એટલે સાહિલ વિશે પૂછી રહી હતી.
" ખબર નહિ. સર બોલતા હતા ક્યાંક બહાર જવાનું છે એટલે કદાચ લેટ પણ થાય. પરંતુ ક્યાં ગયા છે અને ક્યારે આવશે એ કાઈ જ ખબર નથી." બ્રિંદા જેટલું જાણતી હતી એટલું એને જણાવી દીધું.
" ઓકે, કાઈ વાંધો નહિ." આરોહી એકદમ ઉદાસ બની ગઈ હતી. શ્લોક નો ફોન બંધ આવતો હતો અને સાહિલ કામ માં હતો એટલે કાઈ વાત થઈ શકે એમ હતી નહી.

આરોહી નો આજનો દિવસ તો માંડ માંડ પસાર થયો. આરોહી એ જોયું તો સાહિલ હજુ આવ્યો નહોતો. આરોહી પોતાનું પીસી બંધ કરી પર્સ લઈ ઘરે જવા માટે નીકળી ગઈ. આરોહી રસ્તા પર ચાલી જતી હતી એને પોતાનો મોબાઈલ લઈ શ્લોક ને કોલ કર્યો તો હજુ પણ સ્વીચ ઓફ જ આવતો હતો. આરોહી ના મગજમાં સતત શ્લોકના જ વિચાર ચાલી રહ્યા હતા. આરોહી હવે શ્લોકનો અવાજ સાંભળવા માટે તત્પર બની રહી હતી પરંતુ શ્લોક સાથે કોઈ કોન્ટેક્ટ થઈ રહ્યો નહોતો.
" એકસક્યુઝમી મેમ, તમારી ચોકલેટ નીચે પડી ગઈ હતી." રસ્તા પર કોઈએ આરોહી ને ચોકલેટ હાથમાં આપતા કહ્યું.
" ઓહ.... થેંક્યું...!!" આરોહી ચોકલેટ હાથમાં લઈ પોતાના વિચારોમાં ને વિચારોમાં આગળ ચાલવા લાગી. થોડું આગળ જઈ આરોહી ને અચાનક કાઈક ખ્યાલ આવ્યો અને પાછું ફરી જોયું તો શ્લોક પોતાના બન્ને હાથ તેના પેન્ટના ખિસ્સામાં રાખી ઊભો હતો અને આરોહી સામે સ્માઈલ આપી રહ્યો હતો. આરોહી તો શ્લોકને જોઈ એકદમ ખુશ બની ગઈ. આરોહી દોડાદોડ જઈ શ્લોકને ગળે વળગી જવા માંગતી હતી પરંતુ પોતાના વિચારો પર થોડો કાબૂ મૂકી આરોહી ધીમે ધીમે શ્લોક ગઈ અને તેની સામે ઉભી રહી ગઈ.
" મોબાઈલ ક્યાં છે તારો ??" આરોહી મોઢા પર ખોટો ગુસ્સો લાવી અને પૂછવા લાગી.
" આઈ સી યુ માં....." શ્લોક તો એકદમ કુલ બની ને જવાબ આપી રહ્યો હતો.
" શું થયું?? " આરોહી પોતાના વાળ સરખા કરતા બોલી.
" કાલે સાંજે નદીના કિનારે દૂર બે છોકરા રમતા હતા એમાંથી એક પાણીમાં પડી ગયો હતો એને બચાવવા ગયો એમાં એ છોકરા સાથે મારો મોબાઈલ પણ પાણી પી ગયો." આરોહી અને શ્લોક ચાલતા ચાલતા પેલા પુલની પાળી પાસે આવી ગયા હતા.
" તું નદીના કિનારે શું કરી રહ્યો હતો સાંજે??" આરોહી સવાલ પર સવાલ કરી રહી હતી.
" સાંજે નદીના કિનારે આમ મસ્ત વાતાવરણ હોય તો એની મજા લઇ રહ્યો હતો." શ્લોક પુલની પાળી પર ચડી બેસી ગયો.
" ઓહ...... તો તમે મહાશય કાલે નદીના કિનારે એન્જોય કરી રહ્યા હતા. તો મને ખોટું કેમ કહ્યું હતું કે ઓફિસે કામ માં છું એમ." આરોહી એકદમ ગુસ્સા વાળી આંખે શ્લોકને જોઈ રહી હતી.
"કારણ કે હું તને મળવા નહોતો માંગતો....." શ્લોક એ થોડી ઉદાસી સાથે જવાબ આપ્યો.
" એનું કારણ શું હું જાણી શકું.....??" આરોહી શ્લોક સામે ઉભી હતી.
" કારણ કે મારુ મૂડ સારું નહોતું." હવે શ્લોક આરોહી ના સવાલથી થોડો અકળાય રહ્યો હતો.
" અને મૂડ ખરાબ થવાનું કારણ.........." આરોહી એટલું બોલી અટકી ગઈ બાકી નું શ્લોક ઉપર છોડી દીધું.
" ઉમ્...... કાઈ નહી....... આઈ એમ સોરી, આરોહી!!" શ્લોક ને શબ્દો નહોતા.
" સોરી..... પણ શા માટે??" આરોહી ને સમજાયું નહિ શ્લોક કઈ બાબતની માફી માંગતો હતો.
" આરોહી, મે અત્યાર સુધી જે કાંઈ ગિફ્ટ આપી અને તને જે કંઈ કહ્યું એ બધું ભૂલ જજે કારણ કે હું કાઈ આવા બધા માટે સિરિયસ નથી. હું તો જસ્ટ મજાક કરી રહ્યો હતો. સો મને અને જે પણ મારા કારણ ને તને આગળ મુશ્કેલી થઈ છે એ બધું તું ભૂલી જજે..... આઈ એમ સોરી!!" શ્લોક માથું નીચું કરી અને પોતાની આંખો જુકાવી ધીમે ધીમે બોલી રહ્યો હતો.
" હું અને સાહિલ......." આરોહી હજુ કાઈ આગળ બોલવા જાય એ પેહલા શ્લોક આરોહી ને વચ્ચે અટકાવી બોલવા લાગ્યો.
"હા, સાહિલ એકદમ પરફેક્ટ છોકરો છે. એની સાથે જે રહે એ હમેંશા ખુશ જ રહે." શ્લોક જાણે પોતાના બાળપણમાં જતો રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.
શ્લોક ની વાત સાંભળી આરોહી જોર જોરથી હસવા લાગી. શ્લોક તો થોડી વાર આરોહી ને ખડખડાટ હસતી જોય જ રહ્યો. એકદમ નાના બાળક જેમ નિર્દોષ અને નિખાલસ લાગી રહી હતી. પછી અચાનક સાહિલ યાદ આવતા શ્લોક એ આરોહી પરથી નજર હટાવી લીધી.
" કેમ મે સાહિલ વિશે કાઈ ખોટુ કહ્યું?? કદાચ મારા કરતાં હવે સાહિલ ને તું વધારે ઓળખતી હશો...." શ્લોક ના અવાજમાં દર્દની પાતળી રેખા દેખાઈ આવતી હતી.
" હા.... હું સાહિલ ને સારી રીતે ઓળખું છું અને કદાચ હવે તને પણ થોડો ઓળખવા લાગી છું. પરંતુ તું મને અને સાહિલ ને હજુ સારી રીતે નથી ઓળખી શક્યો." આરોહી નું મૂડ આખો દિવસ ખરાબ હતું પરંતુ અત્યારે શ્લોક ને મળ્યા પછી એ એકદમ ઉત્સાહમાં હતી.
" એટલે.....??" શ્લોક ને આરોહી ની વાતમાં કાઈ સમજ ન પડી.
" સાહિલ ઇઝ માય બ્રધર." આરોહી હળવેકથી બોલી.
"ઓહ...ઓક..." શ્લોક હજુ થોડી ઉદાસી સાથે જ બેઠો હતો અને આરોહી એ શું કહ્યું એ એને સરખું સાંભળ્યું નહોતું.
" હે...... શું....?? ભાઈ....?? સાહિલ તારો ભાઈ છે....!! ઓહ માય ગોડ..... ઓહ સોરી.... ભાઈ.....!!" શ્લોક ને જ્યારે સરખું સમજાયું ત્યારે એ તો પાળી પરથી ઊભો થઈ ગયો અને એકદમ ઉત્સાહમાં આવી ગયો હતો. આગળ શું બોલવું એને સમજાતું નહોતું. શ્લોક નો ચહેરો એકદમ ખુશીના માર્યા ફૂલી ગયો હતો. આરોહી તો શ્લોકને જોય હસી રહી હતી.
" આઈ એમ રીઅલી સોરી, આરોહી!! મે તમને બન્ને ને ખોટા સમજ્યા." શ્લોક પોતાના બન્ને કાન પકડી આરોહી સામે ઊભો રહી ગયો હતો.
" આટલા મોટા ગુનાની સજા તો થવી જોઈએ" આરોહી પોતાના બન્ને હાથ કમર પર રાખતા બોલી.
" હા, હું દરેક સજા માટે તૈયાર છું. તું કહે તો તારી સામે ઉઠક બેઠક પણ કરી શકું ." શ્લોક ને પોતાને પણ ખરાબ લાગી રહ્યું હતું કારણ કે કાઈ પણ જાણ્યા વગર એણે સાહિલ અને આરોહી વિશે કાઈ પણ વિચારી લીધું હતું.
" સવાર નું સરખું કાઈ જમી નથી. એટલે મોટું બિલ બનાવડાવીશ."આરોહી પોતાના પેટ પર હાથ રાખતા બોલી.
" અરર.... કેમ નથી જમી. ક્યાં જવું છે?? " શ્લોક રેસ્ટોરન્ટ વિશે પૂછી રહ્યો હતો.
" જ્યાં તને યોગ્ય લાગે ત્યાં.... મારા પેટમાં હવે ઉંદરડા દોડવા લાગ્યા છે." આરોહી ને બહુ ભૂખ લાગી હતી.
શ્લોક એ આરોહી માટે કાર નો ડોર ઓપન કર્યો અને પછી કાર સ્ટાર્ટ કરી રેસ્ટોરન્ટ તરફ જવા દીધી.
*
આરોહી પોતાના બેડ પર સૂતી હતી અને તે મંદ મંદ મલકાઈ રહી હતી. એની નજર સામે એના વિચારમાં બસ બધે શ્લોક જ હતો. એને જ્યારે શ્લોક ને કહ્યું કે સાહિલ ભાઈ છે ત્યારે શ્લોક નું મોઢું જોયા જેવું હતું એ યાદ કરતા તો આરોહી અત્યારે પણ એકલી એકલી જોર જોરથી હસવા લાગી.
*

બસ પછી તો આરોહી નો દિવસ શ્લોકના ગુડ મોર્નિંગ થી શરૂ થતો અને શ્લોકના ગુડ નાઇટ સાથે પૂરો થતો. દરરોજ સવારે શ્લોક ઓફિસ પાસે આરોહી ની રાહ જોઈને ઊભો રેહતો. આરોહી ની એક સ્માઈલ જોઈને જ પછી એ ઓફિસ જતો અને આરોહી ને પણ હવે એ આદત પડી ગઈ હતી. બન્ને ફ્રેન્ડ બન્યા એને તો મહિના જેવો ટાઈમ થઇ ગયો હતો. હવે તો આરોહી પણ શ્લોક વિશે બધું જાણતી હતી.

" હેય..... સોનુ!! કેમ છે??" આરોહી સાંજે ઘરે જઈ રહી હતી ત્યાં સોનુ નો કોલ આવ્યો.
" બસ એકદમ મજામાં!! મે પણ હવે જોબ સ્ટાર્ટ કરી દીધી છે. આજે પેહલા દિવસ હતો." સોનુ પોતાના વિશે કહી રહી હતી.
"વાઉ.... ધેટસ ગ્રેટ....!!!" આરોહી સોનુ માટે ખુશ હતી.
" શું કરે શ્લોક...??" સોનુ શ્લોક વિશે પૂછી રહી હતી.
" મજા કરે..... હમણાં થોડા ટાઈમથી તો કામ માં બીઝી હોય છે." આરોહી રસ્તા પર ચાલી જતી હતી.
" એક વાત કહું, આરુ??"સોનુ થોડી ખચકાટ સાથે પૂછી રહી હતી.
" અરે....એમાં પૂછે શું કામે?? બોલ ને....શું વાત છે??" આરોહી ને સોનુ નું વર્તન થોડું અજીબ લાગ્યું.
" તારા અને શ્લોક વચ્ચે શું રિલેશન છે??" સોનુ સીધી મૂળ વાત પર આવી પૂછી રહી હતી.
" એટલે..... શ્લોક મારો સારો ફ્રેન્ડ છે." આરોહી થોડીવાર ચૂપ રહી પછી બોલી.
" તને શું લાગે છે, તું એમ કહે એ બસ તારો ફ્રેન્ડ છે અને હું માની લઈશ. ક્યાં સુધી તું તારી જાત સાથે ખોટું બોલીશ. એક વખત તારા દિલ ને પૂછ એ શું ચાહે છે." સોનુ આરોહી ને સારી રીતે ઓળખતી હતી.
" તને ખબર છે ને હું એવા કોઈ રિલેશનમાં નથી પડવા માંગતી." આરોહી સોનુ સાથે દલીલ કરવા લાગી.
" તો શ્લોકનું શું?? એ તો તારા માટે સિરિયસ છે. ક્યાં સુધી એને રાહ જોવડાવીશ." સોનુ આરોહી ને સમજાવી રહી હતી.
" સોનુ, હું પછી કોલ કરું. રસ્તા પર છું સરખો અવાજ નથી આવતો." આરોહી એ ફટાફટ ફોન મૂકી દીધો.
આરોહી પેલા પુલ પાસે પહોંચી હતી. પેહલી વાર એ શ્લોક સાથે આ પુલની પાળી પર બેઠી હતી પોતાના બર્થડે ના દિવસે. આખું દ્રશ્ય આરોહી ની આંખ સામે આવી ગયું. આરોહી અત્યારે એ પુલની પાળી પર બેસી ગઈ. ' તો શ્લોકનું શું??' સોનુ ના એ શબ્દો હજુ આરોહી ના કાનમાં ગુંજી રહ્યા હતા. સોનુ ની વાત સાચી હતી શ્લોક એને સાચા દિલથી ચાહી રહ્યો હતો અને પોતે ખાલી ફ્રેન્ડ બની શ્લોકની લાગણી સાથે રમી રહી હતી. શ્લોક ને એક ખોટી આશા દેખાડી રહી હતી.
" હેલ્લો મમ્મી....." આરોહી ના ફોન ની રીંગ વાગી.
" બસ રૂમે જઈ રહી છું. રસ્તામાં છું." આરોહી હજુ પણ પેલી પાળી પર જ બેઠી હતી.
" તારી તબિયત તો ઠીક છે ને બેટા.." મમ્મી પૂછી રહી હતી.
" હા, એકદમ મસ્ત. શું કરો છો તમે?? પપ્પા ક્યાં??" આરોહી પપ્પા વિશે પૂછતા બોલી.
"તારા પપ્પા હિતેશ કાકા ના ઘરે ગયા છે." મમ્મી તેના પપ્પા વિશે જણાવતાં બોલ્યા.
" કેમ અત્યારે હિતેશ કાકા ના ઘરે??" આરોહી જાણતી હતી પપ્પા સાંજે કામ વગર કોઈના ઘરે ગયા હોય નહી.
" બિચારા હિતેશ કાકા ઘરની બહાર નીકળે એવા નથી રહ્યા.." મમ્મી બિચારા જેવી લાગણી સાથે બોલી રહ્યા હતા.
" કેમ શું થયું એમને??" આરોહી ચિંતા સાથે બોલી.
" એની છોકરી એ એના બાપાનું નાક કપાવી નાખ્યું છે. બીજી જ્ઞાતિના છોકરા જોડે જતી રહી છે. એના બાપા તો બિચારા કોઈને મોઢું બતાવવા જેવા નથી રહ્યા." મમ્મી ની વાતમાં ગુસ્સો દેખાય આવતો હતો.
" ઓહ..." આરોહી ને સમજાયું નહિ આ વાત નો શું જવાબ આપવો.
" બેટા, તું છોકરા થી તો દૂર જ રેહજે. ઓફિસ માં પણ સર જોડે પણ ઓછું બોલવાનું અત્યારે કોઈનો વિશ્વાસ કર્યા જેવો નથી." મમ્મી આરોહી ને ચેતવી રહી હતી.
" હા, ધ્યાન રાખીશ..... જય શ્રીકૃષ્ણ" આરોહી એ ફોન મૂકી દીધો.
આરોહી હજુ મમ્મી નો ફોન મૂકી હજુ એમનામ જ બેઠી હતી ત્યાં તેના મોબાઈલમાં રીંગ વાગી આરોહી એ જોયું તો સ્ક્રીન પર શ્લોક નું નામ હતું. આરોહી હસવા લાગી...' બેટા, છોકરથી દૂર રહેજે...' આરોહી એ રીંગ વાગવા જ દીધી.

આરોહી ના મનમાં એક બાજુ સોનુ ના શબ્દો ઘુમરાતા હતા એક બાજુ એની મમ્મી જોર જોર થી તેને ચેતવી રહી હતી. એક બાજુ શ્લોક એને પ્રેમથી બોલાવી રહ્યો હતો. આરોહી ને સમજાતું નહોતું કે પોતે કોનું સાંભળે?????

To be continue.........


Thank you!!!!
⭐⭐⭐⭐⭐