એક પૂનમની રાત - પ્રકરણ-95 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ-95

એક પૂનમની રાત

પ્રકરણ-95

       ભંવરસિંહની ગાડી નીકળી ગયાં પછી બાએ મીઠાઇ મંગાવી મોં મીઠું કરાવવા કહ્યું અને યશોદાબેન બોલ્યાં બા તમે આ શું કહો છો ? બાએ કહ્યું યશોદા આટલો સમય થયો તું ભંવરને ઓળખી ના શકી ? મારો છોકરો એ લલનામાં લપેટાઇ ગયો છે. એને સાથે લઇને ઘરમાં ઘાલવાની હિંમત કરી એજ મને ખૂબ દુખ્યું છે અને એ છપ્પર પગી જેવી ઘરમાં આવી ઘરમાં કંકાસ ચાલુ થઇ ગયો. એનાં પગલાંજ કેવા પડતાં હતાં એની ત્રાંસી ચાલેજ સમજી ગઇ કે આ છપ્પર પગી છે જરૂર મારુ ઘર બરબાદ કરશે.

       એ મને મળવા પગે લાગવા આવી મીઠું મીઠું બોલતી હું એને માપતીજ હતી એની સામું પણ નથી જોયું અને બોલેલી મહેમાનને જવાની ટીકીટ કરાવી આપજો એમાંજ બધાએ સમજી જવાનું હતું કે ભંવરનું આવું કરવું મને નથી ગમ્યું પણ આ 52-55 નાં છોકરાને આનાથી વધારે શું બોલું ? સારુ થયું એને લઇને ગયો એને જે મજા કરવી હોય ભલે કરતો આપણે અહીં સૂકા રોટલાં નથી ખાતાં. એનાં બાપ ઘણુંયે મૂકીને ગયો છે બે પેઢી ખાય તોય ખૂટે એવું નથી ચિંતા શું કરે છે ? હજી હું બેઠી છું વાઘ જેવી.

       વંદનાને આટલા વિચિત્ર સંજોગોમાં પણ જોરથી હસુ આવી ગયું બોલી શીખ માં શીખ દાદી જેવી થા વાઘ જેવી એમ કહી દાદીને વળગી ગઇ. મીલીંદે કહ્યું દાદી તમે તો હિંમત આપી દીધી.

       યશોધાબેને કહ્યું બા તમે છો એટલેજ અહીં ટકી રહી છું નહીંતર ક્યારનો કોઇ કૂવો પૂર્યો હોત. અને એ પણ દાદીનાં પગ પાસે આવી બેસી ગયાં. દાદીએ કહ્યું જે થુયં સારું નથી થયું પણ બધુ ભૂલી જજો દિવાળી છે દિવાળી મનાવજો. એ તો પાછોજ આવવાનો છે. ચિંતા ના કરશો. અલ્યા રામુ જમવાનું પતાવી બધા ફટાકડાં ફોડજો રોશની કરજો મારાં મહાદેવ સાક્ષાત બેઠાં છે. આપણી રક્ષા કરવા એ રસ્તો ભૂલ્યો છે એનેય પાછો વાળશે. એમ કહી માળા ફેરવવા માંડ્યાં. દાદીનાં આજે મુખારવિંદ પર અનોખું તેજ હતું.

****************

            ઘરેથી નીકળી ભંવરસિહે ગાડી અલકાપુરી તરફ લીધી ત્યાંથી રેસકોર્સ જવા નીકળ્યો. અત્યાર સુધી ચૂપ થઇ બેઠેલી રૂબી બોલી ભંવર આપણે મુંબઇ પાછા નથી જવું. અહીની સારી હોટલમાં લઇ લે. મારાંથી તારુ આવુ સખત અપમાન સહન જ નથી થયું મારું લોહી બળી ગયુ છે. તું આટલાં એ લોકો માટે પૈસા ખર્ચે ત્યાં મુંબઇ કાળી મજૂરી કરે આટલી ગીફ્ટ, ઘરેણાં કપડાં લાવ્યો કોઇને કંદરજ નથી ? તારી કોઇ કિંમતજ નથી કોઇને.

       રૂબીએ આગળ વધતાં કહ્યું બધો મારોજ વાંક છે મારેજ અહીં આવવાનું નહોતું. તારેજ આવવાનું હતું મારાં લીધેજ બધાં ઝગડા થયાં છે હું ત્યાં ફલેટ પર એમ તેમ દિવસો પસાર કરી લેત. એક કામ કર તું મને ટ્રેઇનમાં બેસાડી દે તું તારાં કુટુંબ પાસે પાછો જતો રહે મારાં લીધે તારે તારો કે એ લોકોનો તહેવાર બગાડવાની જરૂર નથી હુંજ તારાં માટે અપશુકનીયાળ છું.

       ભંવર કહ્યું તું શું બોલે છે ? તારું અપમાન એ મારું અપમાન છે. યશોદાથી મને કદી પ્રેમ મળ્યોજ નથી કાયમ મારી જોડે ઝગડતીજ રહી છે પ્રેમ શું કહેવાય એને ખબરજ નથી મને ક્યારેય એણે... છોડ તારો વાંક નથી તું તારી જાતને અપશુકનીયાળ કેમ કહે છે ? તારાંથીજ તારાં સાથથી આટલી મારી પ્રગતિ થઇ છે રહેવા દે એમ્ને એ બંગલામાં રહેશે. મને તો એ નવાઇ લાગે છે કે છોકરાઓતો નાના છે મેચ્યોર નથી પણ મારી માં.. માં મને આવુ કરે ? હદ છે મને ખૂબ આધાત લાગ્યો છે.

       રૂબી કહે સાથે ને સાથે રહે એટલે યશોદાબેન એમનાં કાન ભંભંરતા રહે ચઢાવ્યા કરે એ ઘરડા બા શું કરે ? એતો યશોદાબેનની આંખે જુએ અને એમનાં કાને સાંભળી... બધી ચાલાકી છે બધાની મિલક્ત અને પૈસો છે એનું જોર છે એમને તારાં પૈસાની ક્યાં જરૂર છે ? તારે મિત્ર ના હોઇ શકે ? એ લોકો ક્યા જમાનામાં જીવે છે ? સાવ ઓર્થોડોક્ષ.. પણ ભંવર એકવાત કહુ મારાંથી તારું અપમાન નથી સહન થયું.

       ભંવરસિહે કહ્યું છોડ બધી ક્કળાટની વાતો અહીની આ બેસ્ટ હોટલ છે એમાં રોકાઇ જઇએ શાંતિથી જલ્સા કરીશું હવે બધો ઉચાટ બંધ કર જો હોટલ આવી ગઇ.

*********

            આજે હોટલમાં બે દિવસ થયાં એમને રહ્યે બંન્ને જણાં ડ્રીંક અને ડ્રગ્સની મીઝલસ ઉડાવતાં હતાં એકમેકનાં દેહને સંતોષ આપતાં હતાં મજા કરી રહેલાં. બીજા દિવસે રૂબીએ કહ્યું ભંવર કાલે તો મુંબઇ જવા નીકળી જવાનાં છીએ એકવાર ઘર પાસેથી ગાડી લઇશ ? મારે છેલ્લીવાર તારું ઘર જોવું છે. ભંવરસિંહને નવાઇ લાગી ઘર જોવું છે ? તું ગાંડી થઇ છે ? હવે ત્યાં જઇને શું કરવું છે ? હું તારી સાથેજ છું ને ?

       રૂબીએ કહ્યું પ્લીઝ ભંવર તારું ઘર એ મારાં માટે તું છે એટલુંજ મહત્વનું છે ભલે એ ઘરમાં સ્વીકાર ના થયો અને ગંદી રીતે કાઢી મૂક્યાં પણ એ ઘર જોવું છે. ભંવરસિંહ કહ્યું ભલે તારી ઇચ્છા છે તો જઇએ એમ કહી તૈયાર થવા કીધું બંન્ને જણાં તૈયાર થઇ ગાડીમાં નીકળ્યાં અને રેસકોર્સથી અલકાપુરી આવી ગયાં છેક ઘરની નજીક કાર લીધી ત્યાં બધું સૂમસામ હતું. ભંવરસિહે ગાડી ઘરની સામેથી લીધી રૂબીએ કહ્યું ભંવર એક મીનીટ મારે ફોટાં લેવાં છે.

       ભંવરસિહને નવાઇ લાગી પણ હસતાં હસતાં કાર બંગલાની સામે ઉભી રાખી રૂબીએ લેવાય એટલાં ફોટાં લીધાં પછી બોલી કોઇની નજર ના પડે એમ કાર દૂર ઉભી રાખ પણ ઘર દેખાવું જોઇએ.

       ભંવરસિહે કહ્યું રૂબી તું શું બોલે છે ? તારાં મનમાં શું ચાલે છે ? ઠીક છે એમ રાખુ છું કાર. રૂબીએ કહ્યું તને ખબર ના પડે હવે આ હવાલો મારી પાસે છે. ભંવર ગાડી ઘર દેખાય એમ પણ દૂર પાર્ક કરી ઉભી રાખી.

       રૂબી બોલી હવે ઘર તરફ જોયાં કર અને જે ઘરમાંથી મને કાઢી છે ને એ ઘરમાં ભવિષ્યમાં મારો પગ હશે. ભંવરસિહ આષ્ચર્ય અને આધાતથી સાંભળી રહ્યો. રૂબીએ કહ્યું જો તારાં ઘર સામે.

       ભંવરસિહે આર્શ્ચયથી જોયું તો ઘરનો ગેટ ખૂલી ગયેલો આખાં ઘરમાં રોશની ચાલુ થઇ ગઇ હતી વંદના મીલીંદ ફટાકડાં ફોડી રહેલાં. યશોદાબેન અને દાદી ખુશ ખુશાલ વરંડામાં બેસી આનંદથી જોઇ રહેલાં.

       રૂબીએ કહ્યું જોયું એક કલાકમાં તારી સામે સાચું ચિત્ર આવી ગયું એકનો એક છે તું તને ઘરમાં થી કાઢી બધાં ઉત્સવ મનાવે છે તારી ગેરહાજરી ક્યાંય કોઇને કઠી છે ? બધાં પોત પોતાનાં આનંદમાં છે આ છે સાચું ચિત્ર અને તારાં કુટુંબનું સાચું ચરિત્ર.

       ભંવરસિંહને ગુસ્સો આવી રહેલો પોતાનાં ઘરની સામેજ એ એની ગેરહાજરીમાં બધાને આનંદથી ઉત્સવ મનાવતાં જોઇ રહેલો એની ગેરહાજરીનું દુઃખ કોઇનાં ચહેરાં પર નહોતું.

       રૂબીએ કહ્યું ભંવર હું બોલું કે તારી કિંમતજ નથી એ તારી નજરેજ જોઇ લે. હું તને પ્રેમ કરુ છું તારી કાળજી લઊં છું તને ઓછું નહીં આવવા દઊં. એમ કહી ભંવરને વળગી ગઇ. ભંવરની આંખોમાં આંસુ હતાં એ રૂબીને વળગીને બોલ્યો રૂબી તારાં વિના મારું કોઇ નથી એ લોકોને મારી સાચેજ કિંમત નથી રહી.

       રૂબીએ કહ્યું આમ ઓછુ ના લાવ એ ઘરમાંથી તને કાઢ્યો છે ને ? એજ ઘરમાં તું રોબથી જઇશ અને હું મારું કામ કરીશ એ લોકોને સબક હું શીખવીશ મારાથી તારું અપમાન ભૂલાય એમ નથી આવતા વર્ષની નવરાત્રી બધાંને યાદ રહેશે અને એ પછીની દિવાળી આપણે તારાં બંગલામાં ઉજવીશું.

       ભંવરસિહે કહ્યું એવું તું શું વિચારે છે ? જોજો કોઇ જોખમ ના લઇશ એમનું કરેલું એમને ભારે પડશે એનાં માટે તું કોઇ મુશ્કેલીમાં ના મૂકીશ તારી જાતને મારું તારાં વિના કોઇ નથી.

       રૂબીએ કહ્યું ભંવર ધીરજ રાખ આજ સુધીમેં તારું ખરાબ થવા દીધું છે ? ચિંતા ના કર વિશ્વાસ રાખ તારી પથારી ગરમ કરી છે સુખ આપ્યું છે હવે તું મારી કમાલ જો અને એનું પરિણામ...

વધુ આવતા અંકે - પ્રકરણ - 96